________________
૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
અને ત્યારે મારા વડે વિચારાયું, શું વિચારાયું ? તે ‘વ્રુત’થી બતાવે છે જો કે આ=બાલા, અનુરક્ત છે અને સુરૂપવાળી છે, તોપણ વરમિત્રથી વિયુક્ત એવા મને સુખ માટે કલ્પાતી નથી. II૨૫૯I
अत्रान्तरे समायाताऽन्याऽम्बरचरी विलोकितोऽहमनया गता साऽपि मय्यभिलाषं प्रवृत्ता चोद्दालने,
ततश्च
—
એટલામાં=તે બાલા મારી પાસે કામની માંગણી કરે છે એટલામાં, અન્ય વિદ્યાધર સ્ત્રી આવી, હું એના વડે પણ જોવાયો, તે પણ મારા વિશે અભિલાષને પામી=મારા પ્રત્યે રાગવાળી થઈ અને ઝૂંટવામાં પ્રવૃત્ત થઈ, અને તેથી=વિદ્યાધર દેવી મને ઝૂંટવા પ્રયત્ન કરે છે તેથી,
શ્લોક ઃ
आः पापे कुत्र यासीति, शब्दसन्दर्भभीषणम् ।
નાતં પરસ્પર યુદ્ધ, તો: ઘુઘરયોષિતો: ।।૨૬૦ના
શ્લોકાર્થ -
હે પાપી, ક્યાં જાય છે એ પ્રકારના શબ્દના સંદર્ભથી ભયંકર તે બે વિધાધર સ્ત્રીઓનું પરસ્પર યુદ્ધ થયું. II૨૬૦ના
ततो व्याकुलितायां निश्चुटितोऽहं हस्तात्पतितो भूतले चूर्णितो गात्रभारेण, चिन्तितं मया यद्यपि दलितोऽहं न शक्नोमि वेदनया नंष्टुं तथापि यावदनयोरेका न गृह्णाति मां तावन्नश्यामि येन जीवन्नेव विमलकुमारवरवयस्यं पश्यामि, ततः पलायितोऽहं त्वरया दृष्टश्चामीभिर्मनुष्यैः प्रापितः कुमारसमीपं, तदिदं कुमार ! मयाऽनुभूतमिति । तच्छ्रुत्वा रञ्जितो विमलो मदीयनिष्कृत्रिमस्नेहेन, हृष्टा मेऽन्तर्गता बहुलिका किल प्रत्यायितोऽयं मया विमलो मुग्धबुद्धिरिति ।
તેથી વ્યાકુલિત એવી તે સ્ત્રી હોતે છતે હાથથી છૂટેલો હું ભૂમિતલમાં પડ્યો, ગાત્રના ભારથી ચૂરાયો, મારા વડે વિચારાયું. જોકે દલિત થયેલો એવો હું વેદનાથી નાસવા માટે સમર્થ નથી. તોપણ જ્યાં સુધી આ બેમાંથી એક પણ મને ગ્રહણ ન કરે ત્યાં સુધી હું નાસી જાઉં જેથી જીવતો જ વિમલકુમાર વરમિત્રને જોઉં, તેથી ત્વરાથી પલાયન થયેલો હું આ મનુષ્યો વડે જોવાયો, કુમાર સમીપે પ્રાપ્ત કરાયો. હે કુમાર ! તે આ મારા વડે અનુભવ કરાયો. તે સાંભળીને મારા નિષ્કુત્રિમ સ્નેહથી વિમલ રંજિત થયો, મારી અંતર્ગત બહુલિકા હર્ષિત થઈ, ખરેખર મારા વડે મુગ્ધબુદ્ધિવાળો એવો વિમલ વિશ્વાસ કરાયો. એ પ્રકારે માયા હર્ષિત થઈ એમ સંબંધ છે.