________________
૮૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ જોયા છે. આ રીતે વિચારતા લોકથી અતીત રસાંતરમાં પ્રવેશેલ જે ભવથી માંડીને સમ્યક્ત પ્રાપ્ત કરેલું તે સર્વ ભવો મને સ્મરણ થયા. તેથી હે મહાત્મા ! જે પરમગુરુઓ કરે છે તે મારું તેં કર્યું છે. આ પ્રમાણે કહીને રત્નચૂડના પગમાં વિમલકુમાર પડે છે. તેથી રત્નચૂડ એને સંભ્રમપૂર્વક ઊભો કરીને કહે છે મને જે સમીહિત હતું એ પ્રાપ્ત થયું. મારા મનોરથો પૂર્ણ થયા; કેમ કે તેં મારા ઉપર જે ઉપકાર કર્યો છે તેનો પ્રતિઉપકાર રત્નદાનથી થઈ શકે નહીં, અન્ય કોઈ રીતે થઈ શકે નહીં. પરંતુ તને ધર્મની પ્રાપ્તિ કરાવી તેથી તારા ઉપકારનો પ્રતિ-ઉપકાર મારાથી કરાયો છે, માટે મારા મનોરથો પૂર્ણ થયા.
વળી કુમારને આ હર્ષનો અતિરેક છે તે પણ સ્થાને છે; કેમ કે મહાત્માઓને બાહ્ય કોઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં કે સ્વર્ગસુખની પ્રાપ્તિમાં પણ તેવો તોષ થતો નથી જેવો સુદુર્લભ એવા ધર્મની પ્રાપ્તિથી હર્ષ થાય છે; કેમ કે તે બાહ્ય સુંદર પદાર્થો તુચ્છ અને સ્વલ્પકાળના સુખને દેનારા છે, જ્યારે ભગવાન સંબંધી સન્માર્ગની પ્રાપ્તિ ભવસમુદ્રમાં સુદુર્લભ છે અને જે મહાત્માને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે તેઓ હર્ષનિર્ભર થાય છે; કેમ કે માર્ગની પ્રાપ્તિના ક્ષણથી જ તેઓને શમસુખના અમૃતના આસ્વાદનને કરનારો પરિણામ થાય છે અને તે પરિણામ નિશ્ચિત અનંત આનંદથી સંપૂર્ણ મોક્ષનો હેતુ છે. તેથી અવશ્ય સંત પુરુષના હર્ષના ઉલ્લાસનું કારણ છે. વળી, ઉત્તમ પુરુષો અને શુદ્ર જીવો કેવા હોય છે ? તે સ્પષ્ટ કરતાં રત્નચૂડ કહે છે – સર્વ જીવો પોતાની પ્રકૃતિને અનુરૂપ ફલને ઇચ્છે છે. આથી જ કૂતરાઓ ભોજનના પિંડથી તોષ પામે છે. કેસરી હાથીના ઘાતથી તોષ પામે છે. ઉંદરડાઓ ધાન્યના ઢગલાઓને જોઈને તેના ઉપર નાચે છે. વળી, ગજેન્દ્ર યત્નથી અપાયેલું સુંદર ભોજન પણ અવજ્ઞાથી ભોગવે છે. તેમ અદષ્ટ તત્ત્વવાળા મૂઢ જીવો તુચ્છ ચિત્તવાળા છે તેથી ધન, રાજ્યને પામીને હર્ષના ઉત્સકવાળા થાય છે. વળી, વિમલકુમાર તો ચિંતામણિરત્ન જેવા રત્નને પામીને મધ્યસ્થતાને જ પ્રાપ્ત કરે છે. સહેજ પણ હર્ષના દોષથી કલંકિત કુમારનું ચિત્ત મેં જોયું નહીં. અને હમણાં આ રીતે સન્માર્ગની પ્રાપ્તિમાં તને હર્ષ થાય છે તેથી હે નરોત્તમ ! સુંદર સુંદર છે. ફક્ત મારામાં આ રીતે ગુરુપણું આરોપણ ન કરવું; કેમ કે હું તો નિમિત્ત માત્ર થયો છું; કેમ કે તું સ્વયં જ તેવી કલ્યાણપરંપરાને યોગ્ય છે. જેમ તીર્થકરો પૂર્વભવમાં ધર્મ સેવીને આવે છે. દીક્ષા વખતે લોકાંતિકદેવો તેઓને પ્રબોધન કરવા આવે છે તે નિમિત્ત માત્ર છે. ભગવાન સ્વયં બુદ્ધ છે તેમ તું પણ તારા ઉત્તમચિત્તથી સ્વયં બુદ્ધ છે, ફક્ત હું તને પ્રબોધન કરવામાં નિમિત્તમાત્ર થયો.
વિમલકુમાર કૃતજ્ઞ પુરુષ છે તેથી કહે છે એમ ન કહેવું જોઈએ; કેમ કે લોકાંતિકદેવો ભગવાનના બોધમાં નિમિત્ત ભાવવાળા નથી પરંતુ પોતાના ઉચિત આચાર રૂપે ભક્તિથી કહે છે જ્યારે રત્નચૂડે તો મને ભગવાનનું બિંબ બતાવીને આ કલ્યાણ પ્રાપ્ત કરાવ્યું છે. વળી, ભગવાનના ધર્મની પ્રાપ્તિમાં જે નિમિત્ત માત્ર બને છે તે જીવનો પારમાર્થિક ગુરુ છે અને આવા ગુરુનો ઉચિત વિનય કરવો તે સંતોને યોગ્ય છે. વળી, ભગવાનની આજ્ઞા છે કે સામાન્યથી પણ સાધર્મિકનો વંદનાદિ ઉચિત વિનય કરવો જોઈએ. વળી, જે મહાભાગ્યશાળી સધર્મને આપનાર છે તેવા પારમાર્થિક સદ્દગુરુનો વિનય કરવો ઉચિત છે. રત્નચૂડ કહે છે હે કુમાર ! આ પ્રમાણે ન કહો. તમે ગુણ-પ્રકર્ષ સ્વરૂપ છો. દેવતાઓને પણ પૂજનીય છો. તમે જ અમારા ગુરુ છો. માટે આ પ્રમાણે કહેવું જોઈએ નહીં. અર્થાત્ ગુણપ્રકર્ષવાળા જ ગુરુ કહેવાય અને