________________
૮૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ यदिदं रत्नचूडेन मह्यं दत्तं रत्नं महाप्रभावमिदमाख्यातं तेन ततः कदाचिदिदमुपयुज्यते क्वचिन्महति प्रयोजने मम च नास्थाऽधुना रत्नादिके ततो गृहीतमिदमनादरेण कथञ्चित्रक्ष्यति तस्मादत्रैव कुत्रचित्प्रदेशे निधाय गच्छाव इति । मयोक्तं-यदादिशति कुमारः, ततो विमोच्य वस्त्राञ्चलं समर्पितं तद्रत्नं मे विमलेन, निखातं मयैकत्र भूप्रदेशे कृतो निरुपलक्ष्यः स प्रदेशः, प्रविष्टौ नगरे, गतोऽहं स्वभवने, कृतः स्तेयबहुलिकाभ्यां मम शरीरेऽनुप्रवेशः,
અને આ રીતે મારી સાથે પણ સંભાષણ કરીને ચૂતમંજરી અને રત્નચૂડ ગયાં=જે રીતે વિમલકુમાર સાથે ઉચિત સંભાષણ કર્યું એ રીતે અનુસુંદર ચક્રવર્તી અગૃહીતસંકેતાને કહે છે કે વામદેવ એવા મારી સાથે સંભાષણ કરીને ચૂતમંજરી અને રત્નચંડ ગયાં. હે ભદ્ર ! અગૃહીતસંકેતા ! વળી તે પ્રકારનું વિમલ અને રત્નચૂડ સંબંધી ધર્મજલ્પને સાંભળતા પણ મને ગુરુકમપણું હોવાથી અને દૂરભવ્યપણું હોવાથી મત્તની જેમ, સુપ્તની જેમ, વિક્ષિપ્ત ચિત્તની જેમ, મૂછિતની જેમ, ત્યાગ કરાયેલાની જેમ, મરેલાની જેમ ત્યારે એક પણ ધર્મપદ હદયમાં પરિણત થયું નહીં. જાણે વજશિલાના પથ્થરથી ઘડાયેલાની જેમ ચિન જિનવચનના અમૃતરસના સિંચનથી પણ દ્રવિત થયું નહીં. ત્યારપછી=રત્વચૂડ અને ચૂતમંજરી મારી સાથે સંભાષણ કરીને ગયાં ત્યારપછી, વિશેષથી ભગવાનની સ્તુતિ કરીને ચૈત્યભવનથી મારી સાથે વિમલ નીકળ્યો. ત્યારપછી=ચૈત્યભવનથી નીકળ્યા પછી, આના વડે=વિમલ વડે, કહેવાયું. હે મિત્ર વામદેવ ! જે આ રત્ન રત્વચૂડ વડે મને અપાયું તેના વડે=રત્વચૂડ વડે, મહાપ્રભાવવાળું આ કહેવાયું. તેથી કદાચિત્ કોઈક મહાન પ્રયોજનમાં આ ઉપયોગી થાય. અને મને હમણાં રત્નાદિકમાં આસ્થા નથી=આ રત્નને સંગ્રહ કરવો એવી ઈચ્છા નથી. તેથી અનાદરથી આ ગ્રહણ કરાયું છે. કોઈક રીતે નાશ પામશે=બાહ્ય રત્ન જીવ સાથે શાશ્વત રહેનાર નથી તેથી આ રત્ન કોઈક રીતે નાશ પામશે. તે કારણથી=આ પ્રકારના રત્નમાં મને આસ્થા નથી તે કારણથી, અહીં જ કોઈક પ્રદેશમાં સ્થાપન કરીને આપણે બે જઈએ. મારા વડે કહેવાયું વામદેવ વડે કહેવાયું. કુમાર જે આદેશ કરે છે. ત્યારપછી વસ્ત્રના આંચલને છોડીને વિમલ વડે મને તે રત્ન સમર્પિત કરાયું. મારા વડે એક ભૂપ્રદેશમાં સ્થાપન કરાયું. તે પ્રદેશ તિરુપલક્ષ્ય કરાયોત્રરત્નનું સ્થાપન કરેલા ભૂમિપ્રદેશને કોઈ ન જાણી શકે તેવા સમાન કરાયો. અમે બે નગરમાં પ્રવેશ્યા. સ્વભવનમાં હું ગયો=વામદેવ ગયો. મારા શરીરમાં સ્નેય અને બહુલિકા=માયા વડે પ્રવેશ કરાયોકચોરીનો પરિણામ અને માયાનો પરિણામ મારા શરીરમાં પ્રવેશ પામ્યો. શ્લોક :
ततश्चिन्तितं मयातद्रत्नं रत्नचूडेन, सर्वकार्यकरं परम् । निवेदितं समक्षं मे, तुल्यं चिन्तामणेर्गुणैः ।।२५३।।