________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ અતિસંભાષણથી સર્યું. અમને તમારા દર્શનથી શું પ્રાપ્ત નથી થયું ? અર્થાત્ તમારા દર્શનથી સર્વસ્વ પ્રાપ્ત થયું છે. શું આનાથી પણ=તમારા દર્શનથી પણ, અપર પ્રિયતર છે ?
શ્લોક ઃ
૫૪
तथाहि
वचः सहस्रेण सतां न सुन्दरं, हिरण्यकोट्याऽपि न वा निरीक्षितम् । अवाप्यते सज्जनलोकचेतसा, न कोटिलक्षैरपि भावमीलनम् ।।१८८ ।
શ્લોકાર્થ :
તે આ પ્રમાણે સંતોનું સુંદર વચન હજારોથી નથી=હજાર સોનામહોરથી મળતું નથી, કરોડ સોનામહોરથી પણ નિરીક્ષિત=ભાગ્યવાનનું દર્શન, મળતું નથી, સજ્જન લોના ચિત સાથે ભાવથી મિલન લાખો કરોડ સોનામહોરથી પણ પ્રાપ્ત કરાતું નથી. II૧૮૮ના
किंवाऽत्र मया विहितं ते? येनैवमात्मानं पुनः पुनः संभ्रमयति भद्रः इत्येवं वदति विमले कुतः सुजनेऽर्थित्वं ? कर्तव्यश्चास्य मया कश्चित्प्रत्युपकारो, न भवत्यन्यथा मे चित्तनिवृत्तिरिति मन्यमानेन प्रकटितं रत्नचूडेनैकं रत्नं हस्ततले, तच्च कीदृशं ? -
અથવા અહીં=ચૂતમંજરીના રક્ષણમાં, મારા વડે તમારું શું કરાયું ? જેથી આ પ્રમાણે પોતાને ભદ્ર એવો રત્નચૂડ ફરી ફરી સંભ્રમ કરે છે અર્થાત્ મારા આ અત્યંત ઉપકારી છે એ પ્રમાણે સંભ્રમ કરે છે. આ પ્રમાણે વિમલકુમારે કહ્યુ છતે ઉત્તમ પુરુષમાં અર્થીપણું ક્યાંથી હોય ? અને આનું=વિમલકુમારવું, મારા વડે=રત્નચૂડ વડે, કોઈક પ્રત્યુપકાર કરાવો જોઈએ અન્યથા મારા ચિત્તની નિવૃત્તિ નથી=મારા ચિત્તમાં સંતોષ નથી એ પ્રમાણે માનતા રત્નચૂડ વડે હસ્તતલમાં એક રત્ન પ્રગટ કરાયું. અને તે કેવું છે ? विमलाय रत्नदानं
શ્લોક ઃ
किं नीलं किमिदं रक्तं, किं पीतं यदिवा सितम् ।
किं कृष्णमिति सुव्यक्तं, लोकदृष्ट्या न लक्ष्यते ।। १८९।।
રત્નચૂડ દ્વારા વિમલને રત્નનું દાન
શ્લોકાર્થ :
શું નીલ છે ? શું આ રક્ત છે ? શું આ પીત છે ? શું આ સફેદ છે ? શું આ કૃષ્ણ છે ? એ પ્રમાણે લોકદૃષ્ટિથી સુવ્યક્ત જણાતું નથી. ।।૧૮૯।।