________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ तन्माहात्म्येन च भवन्त्येते यथेच्छ्या विविधरूपधारिणो, जायन्ते परमाणुवत्सूक्ष्माः, संपद्यन्ते पर्वतवद् गुरवः, वर्त्तन्ते अर्कतूलवल्लघवः, पूरयन्ति स्वदेहविस्तारेण भुवनं, आज्ञापयन्ति किङ्करमिव देवेश्वरं, निमज्जन्ति कठिनशिलातले, कुर्वन्त्येकघटाद्घटशतसहस्रं दर्शयन्त्येकपटात्पटशतसहस्रं, आकर्णयन्ति सर्वाङ्गोपाङ्गैः, हरन्ति स्पर्शमात्रेण निःशेषरोगगणं, गच्छन्ति पवनवद् गगने, सर्वथा नास्ति किञ्चिदसाध्यमेतेषां भगवतां सुसाधूनां प्राप्तलब्धयो ह्येते सर्वस्य करणपटवो भवन्ति । अतोऽयं मुनिसत्तमः पूर्वं तथा कुरूपो मया दृष्टः अधुना पुनरेवंविधरूपधारी दृश्यते तन्नूनं प्राप्तलब्धिरेष भगवानित्यहो भगवतोऽतिशयः ।
૭૬
બુધાચાર્ય વડે રૂપપરાવર્તન
તેથી મારા વડે વિચારાયું. અરે ! તે જ આ તપસ્વી કેવી રીતે ફરી મનોહર રૂપવાળા ક્ષણમાં જ થયા. અથવા આમાં=મહાત્માના અકમનીયમાંથી કમનીય રૂપ થવામાં, શું આશ્ચર્ય છે ? અર્થાત્ આશ્ચર્ય નથી. મને પૂર્વમાં ધર્મગુરુ એવા ચંદન વડે નિવેદન કરાયું. શું નિવેદન કરાયું ? તે ‘વથા’થી બતાવે છે ભગવાન એવા સુસાધુઓને લબ્ધિઓ થાય છે=ભગવાન સુસાધુઓને નિઃસ્પૃહતા રૂપ અસંગ પરિણામજન્ય ક્ષયોપશમભાવની અનેક પ્રકારની લબ્ધિઓ થાય છે. અને તેના માહાત્મ્યથી આ=ભગવાન, યથા ઇચ્છાથી વિવિધરૂપવાળા થાય છે. પરમાણુની જેમ સૂક્ષ્મ થાય છે, પર્વતની જેમ ગુરુ થાય છે, અર્કતૂલની જેમ લઘુ થાય છે, સ્વદેહના વિસ્તારથી ભુવનને પૂરે છે, કિંકરની જેમ દેવેશ્વરને આજ્ઞા કરે છે, કઠિન શિલાતલમાં નિમજ્જન કરે છે, એક ઘટથી લાખ ઘડા કરે છે, એક પટથી લાખ પટ કરે છે, સર્વ અંગોપાંગોથી સાંભળી શકે છે, સ્પર્શમાત્રથી નિઃશેષ રોગના સમૂહને હરણ કરે છે, પવનની જેમ આકાશમાં જાય છે, ભગવાન એવા આ સુસાધુઓ જ સર્વથા કંઈ અસાધ્ય નથી. દિ=જે કારણથી, પ્રાપ્ત લબ્ધિવાળા એવા આ સર્વને=સર્વ કાર્યોને, કરવામાં પટુ થાય છે. આથી આ મુનિસત્તમ પૂર્વમાં તે પ્રકારે મારા વડે કુરૂપ દેખાયા. હમણાં વળી આવા પ્રકારના રૂપને ધારણ કરનારા દેખાય છે. તે કારણથી ખરેખર પ્રાપ્ત લબ્ધિવાળા આ ભગવાન છે. એથી અહો ભગવાનનો અતિશય.
-
ततः प्रहृष्टचेतसा वन्दितो मया भगवानन्यमुनयश्च, अभिनन्दितोऽहं सर्वैः स्वर्गापवर्गमार्गसंसर्गनिसर्गहेतुना धर्मलाभेन, निविष्टो भूतले, श्रुता चामृतकल्पा आक्षेपकारिणी भव्यचित्तानां विक्षेपजननी विषयाभिलाषस्य, अभिलाषोत्पादनी शिवसुखे, निर्वेदसंपादनी भवप्रपञ्चे, बाधनी विमार्गस्य भगवत धर्मदेशना, रञ्जितोऽहं तस्य गुणप्राग्भारेण, पृष्टश्च निकटोपविष्टः शनैरेको मुनिर्मया, यदुत - कोऽयं भगवान् किंनामा कुत्रत्यो वेति ? तेनोक्तं - सूरिरेष गुरुरस्माकं बुधो नाम, स धरातलपुरवास्तव्यस्तदधिपतेरेव शुभविपाकनृपतेस्तनयो निजसाधुतानन्दनस्तृणवदपहाय राज्यं निष्क्रान्तः साम्प्रतमनियत