________________
૫૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
જેમ બીજા પુરુષને પણ મૃતપ્રાયઃ કરીને તે વિદ્યાધર રત્નચૂડ પોતાની પત્ની પાસે આવે છે, ત્યારપછી તે રત્નચૂડ વિમલકુમારના ઉપકારને સ્મરણ કરીને અત્યંત પ્રશંસા કરે છે અને વિચારે છે કે આ ઉપકારનો બદલો વાળવો મારા માટે અશક્ય છે, જેના ઉપરથી ઉત્તમ પુરુષનો કૃતજ્ઞતાગુણ કેવા પ્રકારનો વિશિષ્ટ હોય છે તેનો માર્ગાનુસારી બોધ થાય છે. વળી, ગુણના અર્થી જીવે કોઈનો પણ કરાયેલો અલ્પ પણ ઉપકાર નિત્ય સ્મરણ કરીને પોતાનો કૃતજ્ઞતાગુણ અતિશય કરવો જોઈએ એમ સૂચિત થાય છે. વળી, રત્નચૂડ અત્યંત શિષ્ટભાષાથી વિમલકુમારને તે ઉપકારને અભિવ્યક્ત કરે છે જે સાંભળીને ઉત્તમ પ્રકૃતિવાળા વિમલકુમાર પણ કહે છે – આ તારી પત્ની તારા માહાસ્યથી જ રક્ષણ કરાઈ છે, ફક્ત તમારો આ શું પ્રસંગ છે ? તે જાણવા માટે મને કૌતુક છે. તેથી રત્નચૂડ પોતાનું જન્મસ્થાન વગેરે અને તેની પત્નીને લેવા માટે આવેલા બે વિદ્યાધરો કોણ હતા તે સર્વ સંક્ષેપથી કથન કરે છે. અને પોતે તેઓને પરાસ્ત કરીને આવેલો છે ત્યારે પોતાની પત્ની ચૂતમંજરી વિષયક તેને અત્યંત ચિંતા થાય છે અને તેનું રક્ષણ કરીને હે વિમલકુમાર ! તેં મારું રક્ષણ કર્યું છે ઇત્યાદિ કહીને તેના ઉપકારને અત્યંત સ્મરણ કરે છે. વિમલકુમાર પણ અત્યંત વિવેકપૂર્વક નમ્રભાષાથી તેને ઉત્તર આપે છે. અંતે તે ઉપકારનું સ્મરણ કરીને રત્નચૂડને દેવતાથી પ્રાપ્ત થયેલા રત્નને આપવાનો પરિણામ થાય છે. અને તેને ગ્રહણ કરવા અત્યંત આગ્રહ કરે છે. પરંતુ તે રત્નના ગુણોને જાણીને પણ વિમલકુમારનું ચિત્ત ગ્રહણ કરવાના અભિમુખ તેને ભાવવાળું થતું નથી, તે વખતે ચૂતમંજરી અત્યંત આગ્રહ કરીને કહે છે કે આર્યપુત્રની અભ્યર્થનાનો ભંગ તમારે કરવો જોઈએ નહીં. તેને શું ઉત્તર આપવો એ પ્રમાણે વિમલકુમાર મનમાં વિચારે છે, એટલામાં રત્નચૂડ દિવ્ય વસ્ત્રમાં રહેલ તે રત્નને કુમારના વસ્ત્રના છેડે બાંધી દે છે. તે વખતે રત્નચૂડ વિચારે છે કે આ વિમલકુમારનું આવું સુંદર ચિત્તરત્ન છે આથી જ આવા રત્નને જોઈને પણ તે નિઃસ્પૃહ રહે છે, લેશ પણ ગ્રહણ કરવાનો પરિણામ થતો નથી. તેવા મહાત્માને બાહ્ય રત્નોથી શું પ્રયોજન છે. ખરેખર ઘણા ભવો સુધી સુંદર ધર્મને સેવીને પુણ્યશાળી જીવોને જ આવું સુંદર ચિત્ત પ્રાપ્ત થાય છે અને જેઓ શુદ્ધધર્મ સેવતા નથી તેઓને આવું સુંદર ચિત્ત સંભવતું નથી. તેથી ફલિત થાય છે કે સદ્ધર્મનું સેવન મહાત્માના ચિત્તને અત્યંત નિઃસ્પૃહ બનાવે છે. આથી જ પૂર્વભવના સધર્મના સેવનને કારણે અનેક પ્રકારની વિશેષતાથી યુક્ત તે રત્ન હોવા છતાં કુમારનું ચિત્ત લેશ પણ તે રત્નને ગ્રહણ કરવાના પરિણામવાળું થતું નથી જે શુદ્ધધર્મના સેવનથી થયેલું ઉત્તમ ચિત્ત છે.
ततश्चैवमवधार्य चिन्तितं रत्नचूडेन-अये! पृच्छामि तावदेनमस्य कुमारस्य सहचरं, यदुतकुत्रत्योऽयं कुमारः? किंनामा? किंगोत्रः? किमर्थमिहागतः? किंवाऽस्यानुष्ठानमिति, ततः पृष्टोऽहं यथाविवक्षितमेकान्ते कृत्वा रत्नचूडेन, मयाऽपि कथितं तस्मै यथाअत्रैव वर्धमानपुरे क्षत्रियस्य धवलनृपतेः पुत्रोऽयं विमलो नामा, अभिहितं चाद्यानेन यथावयस्य वामदेव! यदिदं क्रीडानन्दनमुद्यानमतिरमणीयं जनवादेन श्रूयते तन्मम जन्मापूर्वं, ततोऽद्य गच्छावस्तद्दर्शनार्थं, मयोक्तं- यदाज्ञापयति कुमारः, ततः समागताविह, श्रुतो युवयोः शब्दः तदनुसारेण गच्छद्भ्यां दृष्टा पदपद्धतिः तथा