________________
૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ વડે, સર્વ સુંદર કહેવાયું. તે કારણથી અહીં=વિમલકુમારના વિષયમાં, આ પ્રાપ્તકાલ છે=આ કરવા યોગ્ય છે. આને ભગવાનનું બિબ બતાવું. તેના દર્શનને આ યોગ્ય છે=ભગવાનના દર્શનને આ યોગ્ય છે. તેના દર્શનથી જિનબિંબના દર્શનથી, આ=વિમલકુમારને, મહાન ઉપકાર થશે. અને આ રીતે કરતાં આને જિનબિંબના દર્શન કરતાં, એવા મને પણ પ્રતિઉપકાર કરવાનો મનોરથ પરિપૂર્ણ થશે. એ પ્રમાણે વિચારીને આના વડે=રત્વચૂડ વડે, વિમલકુમાર કહેવાયો. શું કહેવાયો? તે ‘ાથા'થી બતાવે છે – હે કુમાર ! આ ક્રિીડાનંદનમાં ક્યારેક પૂર્વમાં મારા દાદા મણિપ્રભ આવેલા. આ ઉદ્યાન અતિમનોહર પ્રતિભાષ થયેલ. તેથી=મારા દાદાને આ ઉદ્યાન મનોહર લાગેલ તેથી, અહીં ફરીફરી વિદ્યાધરોના અવતરણ માટે મહાભવન કરીને તેમના વડે=મણિપ્રભ વડે, ભગવાન યુગાદિનાથનું બિંબ પ્રતિષ્ઠિત કરાયું છે. આથી જ હું ઘણી વખત અહીં પૂર્વમાં આવેલો. તેથી મારા અનુગ્રહથી કુમારને તે જોવું યોગ્ય છેઃજિતબિંબ જોવું યોગ્ય છે. વિમલ વડે કહેવાયું. આર્ય જે કહે છે. તે સાંભળીને=વિમલકુમારે જિનબિંબ જોવા માટે પોતાના વચનનો સ્વીકાર કર્યો તે સાંભળીને, રત્વચૂડ હષિત થયો. ત્યારપછી અમે ભવનને અભિમુખ ગયા. ત્યારપછી ભગવાનનું મંદિર જોવાયું. તે કેવું છે? તે બતાવે છે –
युगादिदेवभवने प्रवेशः શ્લોક :
विमलस्फटिकच्छायं, स्वर्णराजिविराजितम् । तडिद्वलयसंयुक्तं, शरदम्बुधरोपमम् ।।२०२।।
આદીશ્વર પ્રભુના જિનમંદિરમાં પ્રવેશ શ્લોકાર્ચ -
વિમલ સ્ફટિકની છાયાવાળું, સ્વર્ણરાજિથી શોભતું, વીજળીના વલયથી સંયુક્ત, શરદપૂર્ણિમાના ચંદ્રની ઉપમાવાળું, /ર૦રા. શ્લોક :
विलसद्वज्रवैडूर्यपद्मरागमणित्विषा । नष्टान्धकारसम्बन्धमुद्योतितदिगन्तरम् ।।२०३।।
શ્લોકાર્ધ :
વિલાસ કરતા વજ, વૈડૂર્ય, પદ્મરાગ મણિની છાયાથી નષ્ટ થયેલા અંધકારના સંબંધવાળું, ઉધોતિત દિગંતરવાળું=બધી દિશાઓ જેણે ઉઘોધિત કરી છે તેવું મંદિર હતું. ૨૦3II.