________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ પામ્યો. સંવેગ પરિચિત કરાયો. ભવનિર્વેદ ઘણી વખત સેવાયો છે. કરુણા પ્રગુણિત થઈ. આસ્તિક્ય અનુગુણિત કરાયું સ્થિર કરાયું. ગુરુભક્તિ પ્રગુણીભૂત થઈ. તપ-સંયમ ક્ષેત્રભૂત થયા=મારી પ્રકૃતિરૂપ થયા. તેથી=પૂર્વભવોમાં આ સર્વ મેં સેવેલું છે તેથી, જ્યાં સુધી મારા વડે આ ભુવનભત ભગવાનનું નિષ્કલંક બિંબ જોવાયું, ત્યાં સુધી હું જાણે અમૃતરસથી સિંચાયો. જાણે રતિથી પુરાયો. જાણે સુખાસિકાથી સ્વીકાર કરાયો. જાણે પ્રમોદથી ભરાયો. તેથી મારા હૃદયમાં સ્કુરિત થયું. શું સ્ફરિત થયું? તે વડુતથી બતાવે છે – શ્લોક :
रागद्वेषभयाज्ञानशोकचिह्नविवर्जितः ।
प्रशान्तमूतिर्देवोऽयं, लोचनानन्ददायकः ।।२१५।। શ્લોકાર્થ :
રાગ, દ્વેષ, ભય, અજ્ઞાન અને શોકનાં ચિહ્નોથી વર્જિત, પ્રશાંત મૂર્તિવાળા, લોચનના આનંદને દેનાર આ દેવ છે. ll૧૧૫ll શ્લોક :
दृश्यमानो यथा धत्ते, ममाह्लादं तथा पुरा ।
नूनं क्वचिन्मया मन्ये, दृष्टोऽयं परमेश्वरः ।।२१६ ।। શ્લોકાર્ચ -
જોવાતા એવા દેવ જે પ્રમાણે મને આહ્વાદ આપે છે તે પ્રમાણે પૂર્વમાં ખરેખર ક્યાંક મારા વડે આ પરમેશ્વર જોવાયા છે એ પ્રમાણે હું માનું છું. /ર૧૬. શ્લોક :
एवं च चिन्तयन्नेव, लोकातीतं रसान्तरम् ।
प्रविष्टोऽनुभवद्वारसंवेद्यमतिसुन्दरम् ।।२१७।। શ્લોકાર્થ :
અને આ રીતે ચિંતવન કરતાં જ અનુભવ દ્વારા સંવેદ્ય, અતિસુંદર, લોકથી અતીત એવા રસાંતરમાં હું પ્રવેશ્યો. ll૧૭ના શ્લોક :
यतो भवात्समारभ्य, प्राप्तं सम्यक्त्वमुत्तमम् । ततः स्मृता मया सर्वे, तदारानिखिला भवाः ।।२१८ ।।