________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ क्षतिभयाल्लोकापवादभयाच्च, दुष्टशीलश्चासौ चपलः, ततश्छलेन हत्वा यद्येनां चूतमञ्जरी विनाशयिष्यति ततो मे गृह्णतो मुञ्चतश्चैनां लाघवं संपत्स्यते, न चान्योऽस्ति मे सहायो यो युध्यमानस्य मे चूतमञ्जरी रक्षति, तस्मादत्रावसरे ममापक्रमणं श्रेयः, ततो गृहीत्वा चूतमञ्जरीमपक्रान्तोऽहं, दृष्टपूर्वं च मयेदं बहुशः क्रीडानन्दनमुद्यानं, ततोऽत्र समागत्य स्थितो लतागृहके यावदनुमार्गेणैव मे समागतौ तावचलचपलौ, समाहूतश्चाहं गतोऽहं तदनुमार्गेण यावत्प्राप्तोऽसौ मया उत्तेजितः परुषवचनैः वलितो मदभिमुखं पुनर्लग्नमायोधनं ततो मया दत्त्वा बन्धमास्फोटितोऽसावचलो, गगनवर्तिनैव सतिरस्कारं सस्पर्धं निष्ठुरमचलेन, ततस्तद्वचनमाकर्णयतो मे हृदयं कीदृशं संपन्नं? -
વિમલ અને રત્નચૂડનો સંબંધ એટલામાં મારા વડે કહેવાયું વામદેવ વડે, કહેવાયું. હે કુમાર ! વિમલ તારું તે વચન સંવદન કરે છે પૂર્વે વિમલકુમારે મિથુનનાં પગલાંઓને જોઈને કહેલું કે કોઈક વિશિષ્ટ પુરુષ અહીંથી ગયેલ છે તે તારું વચન સત્યતાને બતાવે છે. વિમલ વડે કહેવાયું. હે મિત્ર વામદેવ ! તે વચન મારું નથી તો શું? એથી કહે છે – આગમવચન છે. અને અહીં=આગમવચનમાં, વિસંવાદ ક્યાંથી હોય ? રત્વચૂડ વડે કહેવાયું. ત્યારપછી તે મારા મામા રત્નશેખર વડે આ ઉચિત છે, આ સાધર્મિક છે, આ સલક્ષણવાળો છે એ પ્રમાણે માનીને મને આ ચૂતમંજરી આપી, મારા વડે પરણાઈ, ત્યારપછી અચલ અને ચપલ પ્રકુપિત થયા. અને મને પરાભવ કરવા માટે સમર્થ થયા નહીં. છિદ્રોને ગોતે છે. તેથી છલઘાતની શંકાથી મારા વડે મુખર નામનો ચર મોકલાયો. તેના વડેકચર પુરુષ વડે, આવીને મને નિવેદન કરાયું. જે ‘થા'થી બતાવે છે. કોઈક રીતે તે અચલ-ચપલ દ્વારા કાલી વિદ્યા પ્રાપ્ત કરાઈ છે. તેને સાધવા માટે-તે કાલી વિદ્યાને સાધવા માટે, તે બંને અચલ-ચપલ, કોઈક ઠેકાણે ગયા છે. મારા વડે કહેવાયું–ર–ચૂડ વડે કહેવાયું. હે ભદ્ર ! મુખર ! જ્યારે તેઓ આવે ત્યારે તારા વડે નિવેદન કરાયું જોઈએ. મુખર વડે કહેવાયું. દેવ જે આજ્ઞા કરે છે. ત્યારપછી આજે પ્રભાત સમયે તેના વડે=મુખર વડે, મને નિવેદન કરાયું. જે “યથા'થી બતાવે છે. હે દેવ ! તે બેકઅચલ અને ચપલ આવ્યા છે. કાલી વિદ્યા સિદ્ધ થઈ છે. તે બંને વડે મંત્રણા થઈ છે. અચલ વડે કહેવાયું. જે આ પ્રમાણે – હે ચપલ ! મારા વડે રત્વચૂડ સાથે યુદ્ધ કરાવું જોઈએ. વળી, તારા વડે ચૂતમંજરી હરણ કરાવી જોઈએ. આ સાંભળીને દેવ=રત્વચૂડ, પ્રમાણ છે એમ મુખર બોલે છે. ત્યારપછી મારા વડે વિચારાયું રત્વચૂડ વડે વિચારાયું. સવિદ્યાવાળા પણ તે બેનું નિરાકરણ કરવામાં હું સમર્થ છું. કેવલ માસીના પુત્ર એવા તે અચલ-ચપલ ધર્મક્ષતિના ભયથી, લોકઅપવાદના ભયથી મારા વડે મારવા જોઈએ નહીં. અને દુષ્ટશીલ એવો આ ચપલ છે. તેથી છલથી આ ચૂતમંજરીને હરીને વિનાશ કરશે, તો આને ચૂતમંજરીને, ગ્રહણ કરતા અને મૂકતા એવા મને લાઘવ પ્રાપ્ત થશે. અને યુદ્ધ કરતા એવા મને સહાય એવો અન્ય તથી, જે મારી ચૂતમંજરીનું રક્ષણ કરે, તે કારણથી આ અવસરમાં મને અપક્રમણ શ્રેય છે અર્થાત્ સ્વઘરથી અન્યત્ર ચાલ્યા જવું શ્રેય છે. તેથી ચૂતમંજરીને ગ્રહણ કરીને હું અપક્રાંત થયો=સ્વસ્થાતથી