________________
પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ અન્યત્ર ચાલ્યો ગયો. અને મારા વડે આ ક્રીડાનું ઉદ્યાન ઘણી વખત પૂર્વમાં જોવાયેલું. તેથી અહીં આવીને લતાગૃહમાં જેટલામાં હું રહ્યો, તેટલામાં મારા અનુમાર્ગથી તે અચલ અને ચપલ આવ્યા. હું બોલાવાયો યુદ્ધ માટે બોલાવાયો. તેના અનુમાર્ગથી હું ગયો, એટલામાં આ પ્રાપ્ત થયો તેટલામાં મારા વડે કઠોર વચનોથી ઉત્તેજિત કરાયો. મારી અભિમુખ વળ્યો. વળી, યુદ્ધ શરૂ થયું. ત્યારપછી ગગતવર્તી જ એવા મારા વડે બંધનને આપીને આ અચલ આસ્ફોટિત કરાયો. ગગતવર્તી એવા અચલ વડે તિરસ્કારપૂર્વક સ્પર્ધાપૂર્વક નિષ્ફર વચન કહેવાયું=મને કહેવાયું, તેથી તેના વચનને સાંભળતાં મારું હૃદય કેવા પ્રકારનું પ્રાપ્ત થયું? તે બતાવતાં કહે છે – શ્લોક :
इतः प्रियतमास्नेहतन्तुनिर्बन्धकीलितम् ।
इतश्च शत्रुदुर्वाक्यैः, सङ्ग्रामरसभासुरम् ।।१७९ ।। શ્લોકાર્થ :
આ બાજુ પ્રિયતમાના સ્નેહના તંતુના નિબંધથી કીલિતકપ્રિયતમાના સ્નેહના તંતુના રાગથી ખેંચાયેલું, મારું હૃદય થયું એમ અન્વય છે. આ બાજુ શગુના દુર્વાક્યથી=અચલના દુર્વાક્યથી, સંગ્રામના રસથી ભાસુર મારું હદય થયું. ll૧૭૯ll શ્લોક :
न तिष्ठति न वा याति, मूढं कर्तव्यताकुलम् ।
दोलारूढमिवाभाति, क्षणं मे हृदयं तदा ।।१८०।। શ્લોકાર્ય :
કર્તવ્યતાથી આકુલ મૂઢ એવું મારું ચિત્ત રહેતું નથી=પિયતમાની પાસે રહેતું નથી અથવા જતું નથી યુદ્ધ કરવા જતું નથી. ત્યારે મારું હૃદય ક્ષણ-ક્ષણભર, દોલારૂઢ જેવું ભાસે છે અર્થાત પ્રિયતમા પાસે રહું કે શત્રુ સામે યુદ્ધ કરવા જાઉં એ પ્રકારના બે વિચારોમાં હીંચકા ખાતું મારું મન ભાસે છે. ll૧૮ell
तथापि गाढामर्षवशेन समुत्पतितोऽहं तदभिमुखं, लग्नमायोधनं दृष्टं च तत्प्रायो युष्माभिः, यावन्नष्टोऽचलो, गगनस्थेनैव भूतले ततस्तस्य चूर्णितान्यङ्गोपाङगानि, विगलितं पौरुषं संजातं दैन्यं न वहन्ति विद्या, निष्पन्दं शरीरं, ततो मया चिन्तितं-सर्वथा तथा संपन्नो यथा न पुनरागच्छति,
તોપણ=મારુ ચિત્ત દોલારૂઢ જેવું હતું તોપણ, ગાઢ આમર્ષના વશથી શત્રુના પૌરુષવચનને કારણે થયેલા ગાઢ ગુસ્સાના વશથી, હું તેને અભિમુખ સમુત્પન્ન થયો. યુદ્ધ શરૂ થયું. અને તે-યુદ્ધ, પ્રાય તમારા વડે જોવાયું. જ્યાં સુધી અચલ તાસ્યો, તેથી ગગનસ્થ જ એવા મારા વડે ભૂતલમાં તેનાં