________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
શ્લોક :
ये काकजङ्घाः पुरुषास्तथैवोद्बद्धपिण्डिकाः ।
ये दीर्घस्थूलजङ्घाश्च, दुःखितास्तेऽध्वगामिनः ।।९८।। શ્લોકાર્ચ -
જે કાકજંઘાવાળા પુરુષ છે, તે પ્રમાણે જ ઉબદ્ધપિંડીવાળા છે, જે દીર્ઘ સ્કૂલ જંઘાવાળા છે તે પુરુષો માર્ગમાં જનારા દુઃખિત છે. II૯૮II. શ્લોક :
ये हंसशिखिमातङ्गवृषगत्यनुकारिणः ।
नरास्ते सुखिनो लोके, दुःखिनोऽन्ये प्रकीर्तिताः ।।९९।। શ્લોકાર્થ :
જેઓ હંસ, શિબિ=મોર, માતંગ, વૃષ ગતિને અનુસરનારા નરો છે તેઓ લોકમાં સુખી છે. અન્ય દુઃખી કહેવાયા છે. II૯૯II શ્લોક :
जानुद्वयं भवेद् गूढं, गुल्फो वा सुसमाहितौ ।
यस्यासौ सुखितो ज्ञेयो, घटजानुर्न सुन्दरः ।।१००।। શ્લોકાર્ચ -
જાનુ બે ગૂઢ હોય અથવા સુસમાહિત ગુલ્ફ જેને હોય એ સુખી જાણવો. ઘટનાનુવાળો સુંદર નથી. II૧૦૦II શ્લોક :
हस्वं राजीवसच्छायमुन्नतं मणिके शुभम् ।
वक्रं दीर्घ विवर्णं च न लिङ्गमिह शस्यते ।।१०१।। શ્લોકાર્ધ :
હૃસ્વ કમળ જેવી કાંતિવાળું મણિકમાં ઉન્નત શુભ લિંગ જાણવું અને વક્ર, દીર્ઘ, વિવર્ણવાળું લિંગ અહીં પુરુષમાં, પ્રશસ્ત નથી. II૧૦૧ાા શ્લોક :
दीर्घायुष्का भवन्तीह, प्रलम्बवृषणा नराः । उत्कटाभ्यां पुनस्ताभ्यां, ह्रस्वायुष्काः प्रकीर्तिताः ।।१०२।।