________________
४४
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ત્યારપછી એક વડે કહેવાયું. અરે રે નિર્લજ્જ પુરુષાધમ ! નાસતાં પણ તારો મોક્ષ નથી. તે કારણથી હમણાં તું સુદ એવા જીવલોકને કર. ઈષ્ટ દેવતાનું સ્મરણ કર. અથવા પુરુષ થા અર્થાત્ યુદ્ધ કરવા તત્પર થા. આ સાંભળીને તે પુરુષનાં કઠોર વચન સાંભળીને, લતાગૃહમધ્યવર્તી આ પુરુષ=તે યુગલમાંથી જે વિદ્યાધર પુરુષ છે એ, તું ધીર થા એ પ્રમાણે તે સ્ત્રીને સંસ્થાપન કરીને, અરે રે, આ પોતાનું જલ્પિત વિસ્મરણ કરવું જોઈએ નહીં. અમે જોઈએ છીએ કોણ અહીં આપણા યુદ્ધમાં, વાસે છે એ પ્રમાણે બોલતો કરવાલને તલવારને, ખેંચીને તેને અભિમુખ દોડ્યો, શ્લોક :
ततस्ताभ्यां समं तस्य, विलसत्खड्गवारणम् । प्रेवत्खणखणारावसिंहनादातिभीषणम् ।।१६९।। अनेककरणोद्दामवल्गनोद्धतिबन्धुरम् ।
जातमायोधनं भीममाकाशे कृतविस्मयम् ।।१७० ।। युग्मम् । શ્લોકાર્ચ -
તેથી તે બંનેની સાથે તેનું તે વિધાધર પુરુષનું, વિલાસ પામતા તલવાર અને બસ્તરવાળું, અત્યંત હાલતા ખણખણના અવાજવાળા સિંહના નાદથી અતિ ભીષણ, અનેક કરણથી ઉદ્દામ, ઊંચા-નીચા વલ્સનની રીતથી મનોહર, આકાશમાં કૃતવિસ્મયવાળું ભયંકર આયોધન યુદ્ધ થયું. ll૧૬૯-૧૭oll
तयोश्चैकः पुरुषो मुहुर्मुहुर्लतागृहकं प्रवेष्टुमभिवाञ्छति स्म, ततः सा बाला भयविह्वला वेपमानपयोधरा हरिणिकेव सिंहवासिता दशस्वपि दिक्षु चक्षुः क्षिपन्ती निर्गत्य पलायितुं प्रवृत्ता, ततो दृष्ट्वा विमलकुमारमभिहितमनया-त्रायस्व पुरुषोत्तम! त्रायस्व, गताऽस्मि तवाहं शरणं, विमलेनोक्तं-सुन्दरि! धीरा भव, नास्त्यधुना ते भयं, अत्रान्तरे तद्ग्रहणार्थं प्राप्तः स पुरुषः, स च विमलकुमारगुणगणावर्जितया तस्मिन्नेव गगने स्तम्भितो वनदेवतया,
તે બેમાંથી એક પુરુષ યુદ્ધ માટે આવેલા તે બે પુરુષમાંથી એક પુરુષ, વારંવાર લતાગૃહકમાં પ્રવેશ કરવા માટે ઇચ્છતો હતો. તેથી તે બાલા ભયથી વિઘલ, કંપતા સ્તનવાળી, સિંહથી ત્રાસિત હરિણિકાની જેમ દશે પણ દિશામાં ચક્ષને ફેંકતી નીકળીને પલાયન થવા પ્રવૃત્ત થઈ. તેથી વિમલકુમારને જોઈને તેણી વડે કહેવાયું – હે પુરુષોત્તમ ! રક્ષણ કર. રક્ષણ કર. હું તારા શરણે આવી છું. વિમલ વડે કહેવાયું. હે સુંદરી ! ધીર થા. હવે તને ભય નથી. એટલામાં=વિમલકુમારે તે સ્ત્રીને આશ્વાસન આપ્યું એટલામાં, તેના ગ્રહણ માટે–તે સ્ત્રીના ગ્રહણ માટે, તે પુરુષ પ્રાપ્ત થયો. અને તેeતે સ્ત્રીને ગ્રહણ કરવા માટે આવેલો પુરુષ, વિમલકુમારના ગુણના સમૂહથી આવજિત થયેલી વનદેવતા વડે તે જ આકાશમાં સ્વસ્મિત કરાયો.