Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
=
सूत्र - २, प्रथम किरणे
२३
च परसहकारेण तत्त्वाव्यभिचारिजीवादिपदार्थाभिरुचिरधिगमसम्यक् श्रद्धा, यथाप्रवृत्त्यपूर्वानिवृत्तिकरणमात्रसहकारेण तत्त्वाव्यभिचारिजीवादिपदार्थाभिरुचिर्निसर्गसम्यक्श्रद्धेति च विज्ञेया ॥
ભલે, સમ્યક્ શ્રદ્ધા-સંવિત્-ચરણ રૂપ ત્રણના સમુદાયમાં કારણપણાનું કથન કર્યું, પણ સમુદાયગત અવયવોના અજ્ઞાનમાં સમુદાયનું જ્ઞાન અસંભવિત હોઈ તે સમુદાયગત કારણતાનું જ્ઞાન સંભવિત થાય છે. તેથી સમુદાયવર્તી અવયવોનું કારણ જણાવવા માટે ઉદ્દેશ પ્રમાણે પહેલાં સમ્યક્ શ્રદ્ધાનું લક્ષણ જણાવે છે.
ભાવાર્થ- જીવ આદિ તત્ત્વોમાં આસ્થા એટલે અભિરૂચિ અને શ્રી જિનેન્દ્ર ભગવાન પ્રણીત જ જીવાદિ વસ્તુ સત્ય જ છે, એ જ સમ્યક્ શ્રદ્ધા તરીકે નવાજાય છે.
વિવેચન- વળી રૂચિ રૂપ આસ્થા જીવની પૌરુષેય (આત્મિક વીર્યોલ્લાસજનિત) વિશિષ્ટ શક્તિ તરીકે ઓળખાવાય છે, કે જે રૂચિની અપેક્ષાએ જીવ સમ્યગ્દર્શની કહેવાય છે; નહિ કે સમ્યક્ત્વ મોહનીયકર્મ પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ; કેમ કે-આત્માના વિશિષ્ટ પરિણામમાં જ મોક્ષની કારણતા વિવક્ષિત છે.
સમ્યક્ત્વના ચાર ભેદો
(૧) પૌદ્ગલિક સમ્યક્ત્વ- જેમાંથી મિથ્યા સ્વભાવ દૂર થયો છે, એવા સમ્યક્ત્વ-શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલોના પુંજ ગત પુદ્ગલના અનુભવવાના સ્વરૂપવાળું ક્ષાયોપશમિક, પૌદ્ગલિક સમક્તિ કહેવાય છે.
(૨) અપૌદ્ગલિક સમ્યક્ત્વ- દર્શનમોહનીયના સમ્યક્ત્વ શુદ્ધ, અર્ધશુદ્ધ (મિશ્ર) અને અશુદ્ધ (મિથ્યાત્વ) રૂપ ત્રણ પુંજના સર્વથા ક્ષયથી થયેલ ક્ષાયિક અને ઉપશમથી થયેલ ઔપમિક સકિત અપૌદ્ગલિક કહેવાય છે, કેમ કે-કેવળ જીવપરિણામ રૂપ છે.
(૩) શૈક્ષયિક સમ્યક્ત્વ- જે દેશ-કાળ-સંઘયણ અનુસાર શક્તિને ઉલ્લંઘ્યા સિવાય યથાર્થ સંયમના અનુષ્ઠાન રૂપ, સંપૂર્ણ અને મુનિના આચાર ‘સમ્યક્ત્વમેન તમ્મૌન, મૌનું સમ્યક્ત્વમેવ 7'-એ ન્યાયથી નૈૠયિક-નિશ્ચયનયથી સમ્યક્ત્વ કહેવાય છે.
(૪) વ્યાવહારિક સમ્યક્ત્વ-શ્રી જિનેન્દ્ર પ્રવચનના પ્રબલ તત્ત્વના અનુરાગથી દોષોની પ્રશાંતિ રૂપ, વિષયપરિભોગ ત્યાગ રૂપ, અતત્ત્વના ત્યાગરૂપ અને તત્ત્વના સ્વીકાર રૂપ ‘ઉપશમ.’
શ્રી જૈન પ્રવચન અનુસાર નરક આદિ ચાર ગતિના અવલોકનથી દુઃખભર્યા ચતુર્ગતિ રૂપ સંસારથી સમ્યગ્ ભય, અતએવ હું એવો યત્ન કરું, કે જેથી ભવનો ભય ભાગી જાય, આવો મુક્તિ પ્રત્યે જવાનો તીવ્ર વેગ ‘સંવેગ.’
શ્રી જિનેન્દ્ર ભગવંતના ઉપદેશ અનુસાર વિષયો પ્રત્યે આસક્તિનો અભાવ ‘નિર્વેદ.’
શ્રી જિન પ્રવચન અનુસાર જીવ માત્ર પ્રત્યે દયાભાવ. જેમ કે-બધાય જીવો સુખના અર્થી છે અને દુ:ખના ધ્વંસના અર્થી છે. માટે આ જીવોને જરા જેટલી પણ પીડા નહિ કરવી, આવો વિચાર કરી ચિત્તની આવી આર્દ્રતા ‘અનુકંપા.’
શ્રી જૈનેન્દ્ર પ્રવચનમાં ઉપદેશેલ જીવ, પરલોક ઇત્યાદિ સર્વ અતીન્દ્રય પદાર્થો છે, આવી અસ્તિત્વ વિષય બુદ્ધિ ‘આસ્તિક્ય.'