________________
સંક્ષિપ્ત તરંગવતી કથા
(તરંગલોલા) મંગળ
એ સર્વ સિદ્ધોને હું પ્રથમ વંદના કરું છે, જે જરા અને મરણના મગરોથી ભરપૂર એવા દુ:ખસમુદ્રને પાર કરી ગયા છે, ધ્રુવ, અચલ, અનુપમ સુખને પામ્યા છે.
વિનયપૂર્વક અંજલિપુટ રચી, મસ્તક નમાવીને હું સંઘસમુદ્રને વંદન કરું છું – એવા સંઘસમુદ્રને કે જે ગુણ, વિનય, વિજ્ઞાન અને જ્ઞાનના જળથી પરિપૂર્ણ છે.
કલ્યાણ હો સરસ્વતીનું – જે સરસ્વતી સાત સ્વરો અને કાવ્યવચનોનો આવાસ છે, જેના ગુણપ્રભાવે, મૃત કવિવરો પણ પોતાના નામથી જીવિત રહે છે.
કલ્યાણ હો વિદતુપરિષનું – જે પરિષદ્ કાવ્યસુવર્ણની નિકષશિલા છે, નિપુણ કવિઓની સિદ્ધિભૂમિ છે, ગુણદોષની જાણકાર છે.
સંક્ષેપકારનું પુરોવચન પાદલિપ્ત જે તરંગવતી નામની કથા રચેલી છે, તે વૈચિત્ર્યપૂર્ણ, ઘણા વિસ્તારમાસ્તારવાળી અને દેશ્ય શબ્દોથી યુક્ત છે. તેમાં કેટલેક સ્થળે મનોરમ કુલકો, અન્યત્ર યુગલો અને કાલાપકો, તો અન્યત્ર ષકોનો પ્રયોગ છે, જે સામાન્ય પાઠકો માટે દુર્બોધ છે. આથી કરીને એ કથા નથી કોઈ હવે સાંભળતું, નથી કોઈ કહેતું કે નથી કોઈ તેની વાત પૂછતું : કેવળ વિદર્ભોગ્ય હોઈને સામાન્ય જન તેને શું કરે? એ કારણે પાદલિપ્તસૂરિની ક્ષમા યાચીને, અને મને ચિંતા થઈ કે “આ કથાનો કદાચ સર્વથા ઉચ્છેદ થઈ જશે' એટલે, તે સૂરિની રચેલી ગાથાઓમાંથી ચયન કરી, દેશ્ય શબ્દો ગાળી નાખી, કથાને સારી રીતે સંક્ષિપ્ત બનાવીને હું અહીં પ્રસ્તુત કરું છું. આ માટે હું પાદલિપ્તસૂરિની ક્ષમા યાચું છું.
ગ્રંથકારની પ્રસ્તાવના વિશાળ વસતિસ્થાનોવાળી અને કુશળ લોકોથી ભરપૂર કોસલા નામે એક લોકવિખ્યાત નગરી હતી – જાણે કે ધરતી ઉપર ઉતરી આવેલો