________________
૩૭
તરંગલોલા
દિવસ ક્રમે કરીને આવી લાગ્યો.
અમ્માએ તથા બાપુજીએ ચોમાસાના અતિચારનું શોધન કર્યું, તથા મેં પણ પિતાજીની ઇચ્છાનુસાર ઉપવાસ, પ્રતિક્રમણ અને પારણાં કર્યા.
પર્વદિવસે બપોરને સમયે હું અગાસી ઉપર ગઈ અને સ્વર્ગીય વિમાનોની શોભા ધરી રહેલી નગરીને જોવા લાગી. દૂધ જેવાં ધવળ, કળાકારોએ કુશળતાથી ચીતરેલા સ્તંભોવાળાં, આકાશને અડતાં, વિમાન જેવાં ભવનો મારી દૃષ્ટિએ પડ્યાં. દાનપ્રવૃત્તિ
સુંદર ભવનોનાં દ્વાર પર મૂકેલા જળ ભરેલા સુવર્ણકળશો જાણે કે દાનેશ્વરીઓની મોંમાગ્યું દાન આપવાની શ્રદ્ધાની ઘોષણા કરી રહ્યા હતા. લોકો યથેચ્છ સોનું, કન્યા, ગાય, ભક્ષ્ય, વસ્ત્ર, ભૂમિ, શયન, આસન અને ભોજનનું દાન દેતા હતા.
બાપુજી અને અમ્માએ ચૈત્યવંદન કરીને વિવિધ સદ્ગણ અને સત્યવૃત્તિવાળા સાધુઓને દાન દીધું. નવ કોટિએ કરીને શુદ્ધ, દસ પ્રકારના ઉદ્ગમદોષોથી મુક્ત, સોળ પ્રકારના ઉત્પાદનદોષોથી રહિત એવું વસ્ત્ર, પાન, ભોજન, શયન, આસન, રહેઠાણ, પાત્ર વગેરેનું પુણ્યકારક પુષ્કળ દાન અમે સુચરિતોને દીધું. જિનમંદિરોમાં પણ, હે ગૃહસ્વામિની, અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ અને રૂપાનું અને દાન કર્યું, જેથી પરલોકમાં તેનું મોટું ફળ મળે.
જે કાંઈ દાન દેવામાં આવે છે – પછી તે શુભ હોય કે અશુભ – તેનો કદી પણ નાશ થતો નથી : શુભ દાનથી પુણ્ય થાય છે, તો અશુભથી પાપ. વિવિધ ગુણ અને યોગથી યુક્ત, વિપુલ તપ અને સંયમવાળા સુપાત્રોને શ્રદ્ધા, સત્કાર અને વિનયથી યુક્ત થઈને આપવામાં આવેલું અહિંસક દાન અનેક ફળવાળું શ્રેય ઉત્પન્ન કરે છે. તેને પરિણામે ઉત્તમ મનુષ્યભવથી શોભતા ઊંચા કુળમાં જન્મ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે.
આ કારણે અમે તપસ્વી, નિયમશીલ અને દર્શનધારીઓને દાન દીધું. સુપાત્રને આપેલું દાન સંસારમાંથી મુક્તિ અપાવે છે. પરંતુ હિંસાચારી, ચોર, અસત્યવાદી અને વ્યભિચારીઓને જે કાંઈ અહિંસક દાન પણ આપવામાં આવે