________________
તરંગલોલા
૮ર
થઈને લઈ ગયો. તે વિસ્તીર્ણ હોઈ અમને નીકળી જતાં ઘણી વાર લાગી.
પછી ઘણી ઝડપથી ચાલતાં અમે બહુ મુશ્કેલીએ કાશતૃણના સાંઠાની ઝૂપડીઓમાંથી પસાર થયાં.
તે પછી તેણે જવા-આવવાથી પૂર્વપરિચિત, જાણીતા અંતરવાળો અને સુખે પાર કરી શકાય તેવો, જંગલની સરહદે પહોંચતો માર્ગ લીધો.
તે વેળા આગળપાછળ અને આજુબાજુ નિરીક્ષણ કરતો અને માર્ગ પર થોભીને અવાજોને સાંભળતો, આવરણ અને હથિયારથી સજ્જ અને બરાબર કચકચાવીને બખતર બાંધેલો તે ચોર મુખ્ય માર્ગ છોડીને આગળ વધતો હતો.
તેણે કહ્યું, “જે જીવતો માણસ ચોરોના જાસૂસોને હાથે મરવા ઇચ્છતો હોય તે જ આ રસ્તેથી પસાર થાય.'
એટલે ઘણી વાર સુધી આડે માર્ગે ચાલીને પછી અમે, તે ચોરને ભયભીત બનીને અનુસરતા, ગૂપચૂપ મુખ્ય માર્ગ પર આવ્યા. વન્ય માર્ગનો જોખમભર્યો પ્રવાસ
વનનાં સૂકાં પાંદડાં કચરાતાં થતા અવાજથી કેટલીક પક્ષીઓ પાંખ ફફડાવતાં, વૃક્ષો પરથી ઊડી ગયા.
જંગલી પાડા, વાઘ, દીપડા, જરખ અને સિંહના ચીત્કારો તથા ક્વચિત પંખીઓની ચિચિયારીઓ – એમ વિધવિધ શબ્દો અને સાંભળતાં હતાં.
ભારે ખતરા વચ્ચે હોવા છતાં અમને ભાવી અનુકૂળ લાગતું હતું, અને બધાં પશુપંખીનાં શુભ શકુન થતાં હતાં.
ક્યાંક જંગલી હાથીની સૂંઢનાં પ્રહારે જેનાં ફળ, કૂંપળો ને ડાળીઓ તોડ્યાં છે તેવાં, વૃક્ષોના કાંડો મારા જોવામાં આવ્યાં. ચોરની વિદાય : આભારદર્શન
આવા પ્રકારની અનેક વિવિધ પરિસ્થિતિઓ જોતાં જોતાં અને તે જંગલ પસાર કર્યું, એટલે તે ચોર બોલ્યો, “આપણે જંગલ પસાર કરી ગયાં, એટલે હવે તમે સહેજ પણ ડરશો નહીં. ગામો અહીં નજીકમાં જ છે. તમે અહીંથી