________________
તરંગલોલા
૧૦૮
ગેંડો, જંગલી બળદ, હરણ, જંગલી પાડા, હાથી, ભૂંડ વગેરેને હું મારતો.
સમય જતાં વડીલોએ મને અમારી જ જાતની મનગમતી, સુંદર, સુરતસુખદા તરુણી પરણાવી. સ્તનયુગલથી શોભતી, સ્થળ અને પુષ્ટ નિતંબવાળી, મૃદુભાષિણી, નિર્મળ હસતી, મુખથી ચંદ્રની વિડંબના કરતી, કમળ સમાન રહૂંબડાં નયનવાળી, યૌવનોચિત ગુણગણથી મંડિત અંગવાળી, શ્યામ અને સૂક્ષ્મ રોમરાજિ ધરતી, તે શ્યામાનું નામ વનરાજિ હતું.
સુંદર અને આનંદદાયક રૂપ, શેકેલા માંસનું ભોજન, મદભરી રૂપવતી કામિની અને કોમળ પર્ણની શય્યા – વ્યાધજીવનનાં આ શાશ્વત સુખો છે. જેમને વાધજીવન સ્વાધીન હોય તેમને કયું મનમાન્યું સુખ સુલભ નથી ? હાથીના શિકાર
વ્યાપસુંદરીની ભુજાઓના આશ્લેષમાં પુષ્ટ પયોધરથી પીડિત, સુરાપાનથી તૃપ્ત અને સુરતશ્રમથી કલાન્ત એવો હું એક સવારે ઊઠ્યો.
મોરપિચ્છના ધ્વજથી ભરચક અને તાજા લોહીથી છંટાયેલા એવા વ્યાધોની દેવીના સ્થાનકને આનંદિત ચિત્તે પ્રણામ કરીને, એક વાર ગ્રીષ્મઋતુમાં હું ધનુષ્યબાણ લઈ, ખભે તુંબડું ભેરવી, શિકાર માટે જંગલમાં ગયો.
જંગલી ફૂલોથી વાળનું વેખન કરી, પગમાં મેં મોજડી પહેરી અને દેવતા પાડવા માટે ધનુષ્યના પાછળના ભાગે અરણી બાંધી દીધી.
દંકૂશળ પ્રાપ્ત કરવા જંગલી હાથીની ખોજમાં હું જંગલમાં રખડી રખડીને ખૂબ થાક્યો અને છેવટે ગંગા નદીને કાંઠે પહોચ્યો.
ત્યાં મેં પહાડ અને વનવિસ્તારમાં ભમાવાવાળા, પર્વત જેવા પ્રચંડ એક હાથીને નાહીને બહાર નીકળતો જોયો. એ અપૂર્વ હાથીને જોઈને મેં મનમાં વિચાર્યું : આ હાથી ગંગાકાંઠેના વનમાંથી આવ્યો નથી લાગતો. જે હાથી ગંગાકાંઠેના, જાતજાતનાં અનેક વૃક્ષોથી ગીચ એવા એ વનમાંથી આવ્યો હોય તેનું લક્ષણ એ કે તેના વાળ સ્પર્શ કોમળ હોય. આ તો દંકૂશળ વિનાનો હોવા છતાં બીજા વનમાંથી આવેલો જણાય છે, અને વ્યાકુળના રક્ષણ માટે