________________
૧૨૩
તરંગલોલા
સાર્થપુત્રનો પ્રત્યુત્તર
માતાપિતાએ આ પ્રમાણે કરુણ વચનો કહ્યાં, એટલે પ્રવ્રજ્યા લેવા જેણે નિશ્ચય કર્યો છે તેવા તે સાર્થવાહપુત્રે એક દૃષ્ટાંત કહ્યું :
“જે પ્રમાણે કોશેટામાં રહેલો આજ્ઞાની કીડો પોતાનું શારીરિક હિત ઇચ્છતો છતો પોતાની જાતને તંતુઓના બંધનમાં બાંધી દે છે, તે જ પ્રમાણે મોહથી મોહિત બુદ્ધિવાળો માનસ વિષયસુખને ઇચ્છતો, સ્ત્રીને ખાતર સેંકડો દુઃખોથી અને રાગદ્વેષથી પોતાની જાતને બાંધી દે છે.
એને પરિણામે રાગદ્વેષ અને દુ:ખથી અભિભૂત અને મિથ્યાત્વથી ઘેરાયેલો એવો તે અનેક યોનિમાં જન્મ પામવાની ગહનતાવાળા સંસારરૂપી વનમાં આવી પડે છે.
વહાલી સ્ત્રીની પ્રાપ્તિથી એટલું બધું સુખ નથી મળી જતું, જેટલું – અરે ! તેનાથી કેટલુયે વધારે – દુઃખ તેને તે સ્ત્રીના વિયોગથી થાય છે.
તે જ પ્રમાણે ધન મેળવવામાં દુ:ખ છે, પ્રાપ્ત થયેલું ધન જાળવવામાં દુઃખ છે, અને તેનો નાશ થતાં પણ દુઃખ થાય છે – આમ ધન બધી રીતે દુ:ખ લાવનારું છે.
માબાપ, ભાઈભોજાઈ, પુત્રો, બાંધવો અને મિત્રો – એ સૌ નિર્વાણમાર્ગે જનાર માટે સ્નેહમય બેડીઓ જ છે.
જે પ્રમાણે કોઈ સાર્થરૂપે પ્રવાસ કરતા માણસો સંકટ ભરેલા માર્ગે જતાં, સહાય મેળવવાના લોભે, સાથેના અન્ય માણસોનું રક્ષણ કરે છે અને સાથમાં જાગતા રહે છે, પરંતુ જંગલ પાર કરી લેતાં, તે સાથને તજી દઈને જનપદમાં પોતપોતાને સ્થાને જવા પોતપોતાને રસ્તે ચાલતા થાય છે, તે જ પ્રમાણે આ લોયાત્રા પણ એક પ્રકારનો પ્રવાસ જ છે. સગાંસ્નેહીઓ કેવળ પોતપોતાનાં સુખદુ:ખની દેખભાળ લેવાની યુક્તિરૂપે જ સ્નેહભાવ દર્શાવે છે.
સંયોગ પછી વિયોગ પામીને, બાંધવોને તજી દઈને તેઓ પોતાનાં કર્મોના ઉદય પ્રમાણે અનેક પ્રકારની વિશિષ્ટ ગતિઓ પામે છે. નિત્ય બંધનકર્તા હોઈને વિષલિપ્ત રાગનો ત્યાગ કરવો અને વૈરાગ્યને મુક્તિમાર્ગ જાણવો. તે પછી ધર્મબુદ્ધિ પ્રાપ્ત થતાં, યોગ્ય સમય માટે થોભ્યા વિના, પ્રવ્રજ્યા લેવી