Book Title: Tarangvati
Author(s): H C Bhayani
Publisher: Image Publication Pvt Ltd
Catalog link: https://jainqq.org/explore/022657/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તરંગવતી પાદલિપ્તાચાર્યની લુપ્ત થયેલ પ્રાકૃત કથાના પ્રાચીન સંક્ષેપ ‘તરંગલોલા’નો અનુવાદ અનુવાદક હરિવલ્લભ ભાયાણી Page #2 -------------------------------------------------------------------------- ________________ તરંગવતી (પાદલિપ્તાચાર્યની લુપ્ત થયેલ પ્રાકૃત કથાના પ્રાચીન સંક્ષેપ ‘તરંગલોલા'નો અનુવાદ) તરુણ રમણીનું પ્રણયસંવેદન, સાહસ, પ્રાણસંકટ અને આત્મબલિદાન આલેખતી જન્મજન્માંતરની એક અદ્ભુત કૌતુકકથા. વિશ્વસાહિત્યનું એક અમર સર્જન અનુવાદક હરિવલ્લભ ભાયાણી ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ૧૯૯, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ Tarangavati of Pādaliptācārya Translated from Prakrit by H. C. Bhayani હરિવલ્લભ ભાયાણી પ્રકાશક મુદ્રક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. રજિ. ઑફિસ : સહજાનંદ પ્રિમાઇસીસ આચાર્ય ડોડે માર્ગ, શિવરી, મુંબઈ ૪૦૦૦૧૫ ૧૯૯, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૨ ફોનઃ ૨૦૦ ૨૬૯૧, ૨૦૦ ૧૩૫૮ ડી-૩૩, સીલ્વરઆર્ક પ્રથમ આવૃત્તિ : ૧૯૯૮ મૂલ્ય : રૂ. ૭૫=00 આવરણ : અપૂર્વ આશર લેઆઉટ/ટાઇપસેટિંગ 1 એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦૦૦૬ ફોન : ૬૫૮ ૪૯૬૦ ફેક્સ : ૬૫૮ ૨૫૪૩ રાકેશ હ. શાહ રાકેશ કોમ્પ્યુટર સેન્ટર ૨૭૨, સેલર, બી. જી. ટાવર, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦૦૦૪. ફોન : :- ૪૬૮૯૦૯. યુનીક ઑફસેટ નોબતસિંહ રૂપરાવ એસ્ટેટ તાવડીપુરા, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ સીસં કવિ ન ફુટ્ટ જમસ પાલિત્તે હરતસ્સ । જસ્ત મુહ-નિજ્ઞકરાઓ તરંગલોલા નઈ વૂઢા | ‘જેના મુખનિર્ઝરમાંથી “તરંગલોલા” નદી વહી, તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?' ન ચક્કાય-જુથલ-સુહાયા, રમ્મત્તણ-રાય-હંસ-કય-હરિસા। જસ્ત કુલ-પવ્યયસ વ, વિયરઇ ગંગા તરંગવઈ ।। ઉદ્યોતનસૂરિ ‘ચક્રવાક-યુગલથી શોભતી, ‘રાજ-હંસો” ને આનંદિત કરતી “તરંગવતી”, હિમાલયમાંથી વહી આવતી ગંગા સમી, પાદલિપ્તના મુખમાંથી વહી.’ Page #5 -------------------------------------------------------------------------- ________________ આભાર : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર રાકેશ કોમ્યુટર સેન્ટર હ. ભાયાણી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વકતવ્ય ભાયાણીસાહેબ મારા ગુરુ. એમના પુસ્તક વિષે પ્રકાશકીય નિવેદન કરવામાં મને ક્ષોભ, સંકોચ થાય, એ સ્વાભાવિક છે. સાથે સાથે આનંદ એ થાય છે કે એંસીને વટાવ્યા પછી પણ ભાયાણીસાહેબ આટલા સક્રિયછે. આપણે એને મળીએ ત્યારે આપમેળે મહેફિલ રચાય. મુદ્દાઓની ચર્ચા-વિચારણાઓ થાય જીવન અને સાહિત્યને તેઓ મુક્તપણે છોછ વિના સ્વીકારે છે. કોઈ જૂના નાટકનું ગીત હોય તો એ ગીતથી માંડીને પ્રાકૃતકથાનો આવો સમૃદ્ધ અનુવાદ પણ આવી શકે. મુગ્ધતા અને રસિક્તા એમણે એમની વિદ્વત્તાની અડખેપડખે અકબંધ જાળવી રાખી છે. નવી પેઢી માટે એ તીર્થધામ જેવાછે. ‘ઈમેજ'ને એમની પાસેથી જે કંઈ પુસ્તકરૂપે મળે એને હું આશીર્વાદ સમજુ છું. સુરેશ દલાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ કથાનો વિષયવિભાગ મંગળ સંક્ષેપકારનું પુરોવચન પ્રસ્તાવના કથાપીઠ કથામુખ બચપણ અને તારુણ્ય ઉજાણી ચક્રવાકમિથુન પ્રિયમિલન અનુક્રમણિકા VI પ્રેમીઓનું પલાયન ચોરપલ્લી પ્રત્યાગમન વ્યાધકથા વૈરાગ્ય વૃત્તાંત સમાપ્તિ – ઉપસંહાર ગ્રંથકારનો સ્વપરિચય પૃષ્ઠ ૧-૧ ૧-૧ ૧-૨ ૨-૭ ૭-૮ ૯-૧૫ ૧૫-૨૨ ૨૩-૩૨ ૩૨-૬૫ ૬૫-૭૨ ૭૨-૮૭ ૮૭-૧૦૧ ૧૦૧-૧૧૮ ૧૧૮-૧૨૭ ૧૨૭-૧૨૮ ૧૨૮-૧૨૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ સવિસ્તર વિષયનિર્દેશ મંગળ સંક્ષેપકારનું પુરોવચન પ્રસ્તાવના કથાપીઠ મગધદેશ. રાજગૃહનગર. કુણિકરાજા. નગરશેઠ. સુવ્રતામણિની. ગોચરીએ નીકળેલી શિષ્યા. રૂપવર્ણન. ગૃહસ્વામિનીનો વિસ્મય. ધર્મકથાનો મહિમા. આત્મકથા કહેવા વિનંતી. બચપણ અને તારુણ્ય વત્સદેશ. કૌશાંબીનગરી. ઉદયનરાજા. નગરશેઠ. તરંગવતીનો જન્મ. બચપણ. વિદ્યાભ્યાસ. યૌવન. માલણનું આગમન. શરદ-વર્ણન. સપ્તપર્ણપુષ્પોનો ઉપહાર. તરંગવતીની કસોટી. ઉજાણી ઉજાણીએ જવાનો પ્રસ્તાવ તૈયારી. પ્રયાણ. ઉદ્યાનદર્શન. સપ્તપર્ણ. ભ્રમરબાધા. સપ્તપર્ણ. કમળસરોવર. તરંગવતીની મૂછ. ચેટીની પૃચ્છા. તરંગવતીનો ખુલાસો. ચક્રવાકમિથુન (તરંગવતીનો પૂર્વજન્મ) ગંગાનદી. ચક્રવાકી. ચક્રવાક. વનહતી. વ્યાધ. વિદ્ધ ચક્રવાક. ચક્રવાકીવિલાપ. દહન. ચક્રવાક વિલાપ. સહગમન. વૃત્તાંતસમાપ્તિ. ભાવિજીવન અંગે નિશ્ચય. ચેટીનું આશ્વાસન. પ્રિય મિલન ઉજાણીએથી પ્રત્યાગમન. વૈદરાજનું આગમન. જ્વરના પ્રકાર. નિદાન. તરંગવતીની વિરહાવસ્થા. ચિત્રપટનું આલેખન કૌમુદી મહોત્સવ. Page #9 -------------------------------------------------------------------------- ________________ viii ઉત્સવમાં દાનધર્મ. સૂર્યાસ્ત. ચિત્રપટ-પ્રદર્શન. પ્રિયતમની ઓળખનો પ્રસ્તાવ. તરંગવતીનું સ્વપ્નદર્શન. સ્વપ્નફળ. તરંગવતીની ચિંતા. સૂર્યોદય. સારસિકાનું પ્રત્યાગમન. સારસિકાનો વૃત્તાંત (ચિત્રદર્શન. એક અનન્ય તરુણ પ્રેક્ષક. તરુણની મૂછ અને પૂર્વભવસ્મરણ. ચિત્રકારની ઓળખ. વૃત્તાંતસમાપ્તિ.) તરંગવતીની પ્રતિજ્ઞા. તરંગવતીનું માગું. તરંગવતીનો પ્રેમપત્ર અને પ્રિયસંદેશ. પદ્મદેવને મળવા ચેટીનું ગમન. પદ્મદેવનાં દર્શન (બ્રાહ્મણ બટુક અને તેનો અવિનય.) સંદેશસમર્પણ. પદ્મદેવનો વિરહવૃત્તાંત. પ્રતિસંદેશ. ચેટીનું પ્રત્યાગમન. પહ્મદેવનો પ્રેમપત્ર. તરંગવતીનો વિષાદ. ચેટીનું આશ્વાસન. તરંગવતીની કામાર્તતા. પહ્મદેવને મળવા જવાનો નિર્ણય. પ્રિયમિલન માટે પ્રયાણ. પ્રિયતમનું દર્શન. પ્રેમીઓનું મિલન. પ્રેમીઓનું પલાયન તરંગવતીના સાહસથી પમદેવની ચિંતા. નાસી જવાનો નિર્ણય. દૂતીને લીધા વિના પ્રયાણ. અપશુકન. નૌકાપવાસ. તરંગવતીની આશંકા. પદ્મદેવનું નિવારણ. ગાંધર્વવિવાહ. પ્રભાતકાળ. ચોરપલ્લી લૂંટારાના સકંજામાં. સામનો ન કરવાની તરંગવતીની પ્રાર્થના. લૂંટારાનાં બંદી. પલ્લીવાસીઓના પ્રતિભાવ. ચોરસેનાપતિ. પદ્મદેવ બંધનમાં. તરંગવતીનો વિલાપ. પ્રોત્સાહક ગીતશ્રવણ. કર્મફળની અનિવાર્યતા. બંદિનીઓ આગળ વીતકવર્ણન. રખેવાળ ચોરનું બંધનમુક્ત કરવા વચન. રાત્રિનું વર્ણન. બંધનમુક્તિ અને ચોરપલ્લીમાંથી પલાયન. ઘોર જંગલમાં પ્રવાસ. ચોરની વિદાય. વસતી તરફ પ્રયાણ. ક્ષાયકગામમાં આગમન. ગામનું તળાવ. ગ્રામીણ તરુણીઓ. આહારની તપાસ. સીતાદેવીના મંદિરમાં આશ્રય. પ્રત્યાગમન શોધે નીકળેલા સાથે ભેટો. વડીલોનો સંદેશ. ભોજનવ્યવસ્થા. પ્રણાશકનગરમાં વિશ્રાંતિ. વિદાય. વાસાલિય ગામમાં આગમન. કૌશાંબીના પાદરમાં. નગરપ્રવેશ. સામૈયું. સ્વાગત અને પુનર્મિલન. Page #10 -------------------------------------------------------------------------- ________________ ix વિવાહોત્સવ. સારસિકાએ આપેલો ઘરનો વૃત્તાંત (નગરશેઠનું દુઃખ અને રોષ. શેઠાણીનો વિલાપ. તરંગવતીની શોધ અને પ્રત્યાયન.) દંપતીનો આનંદવિનોદ. ઋતુચક્ર. ઉપવનવિહાર. વ્યાધકથા શ્રમણદર્શન. ધર્મોપદેશ (જીવતત્ત્વ. કર્મ સંસાર. મોક્ષ.) પૂર્વ વૃત્તાંતની પૃચ્છા. શ્રમણનો વૃત્તાંત (વ્યાધ તરીકેનો પૂર્વ ભવ. વ્યાધનો કુળધર્મ. વ્યાધજીવન. હાથીનો શિકાર. અકસ્માત ચક્રવાકહત્યા. ચક્રવાકી અને વ્યાજનું અનુમરણ. વ્યાધનો પુનર્જન્મ. ધૂતનું વ્યસન. ચોરપલ્લીમાં આશ્રય. ચોરસેનાપતિ. વ્યાધની ક્રૂરતા. બંદી બનેલ તરુણદંપતી. તરુણીની આત્મકથા. વ્યાધને પૂર્વભવનું સ્મરણ. દંપતીની મુક્તિ અને વ્યાધનો વૈરાગ્ય, પુરિમતાલ ઉદ્યાન. પવિત્ર વટવૃક્ષ અને ઋષભચૈત્ય. શ્રમણદર્શન અને પ્રવ્રજ્યા. સાધના.) વૈરાગ્ય તરંગવતી અને પદ્મદેવની વૈરાગ્યવૃત્તિ. શ્રમણની હિતશિક્ષા. પ્રવ્રજ્યા લેવાની તૈયારી. વ્રતગ્રહણ. સ્વજનોનો વિરોધ અને અનુમતિ. સાર્થવાહની વિનવણી. પાદેવની સમજાવટ. સાર્થવાહની અનુમતિ. સ્વજનોની વિદાય. ગણિનીને તરંગવતીની સોંપણી. તરંગવતીનું અધ્યયન અને તપ. વૃત્તાંતસમાપ્તિ ઉપસંહાર ગ્રંથકારનો સ્વપરિચય પ્રસ્તાવના અનુવાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રાચીન કાવ્યોમાં, પ્રબંધોમાં અને લોકકથાઓમાં તેમ જ ઇતિહાસમાં મળતી, ગોદાવરીકાંઠેના પ્રતિષ્ઠાનનગરમાં (હાલના પૈઠણમાં) રાજ્ય કરતા રાજા સાતવાહન-હાલની કીર્તિગાથા વિક્રમાદિત્યની કીર્તિગાથાથી પણ વધુ ઉજ્જવળતા ધરાવે છે. તેનું “કવિવત્સલ' બિરુદ હતું, અને બૃહત્કથાકાર ગુણાક્ય જેવા અનેક કવિઓ તેની રાજસભાના અલંકાર હોવાની અનુશ્રુતિ પ્રાચીન કાળથી મળે છે. તેના રાજકવિઓ અને કવિમિત્રોમાં પાદલિપ્તસૂરિ (પાલિત્ત કે શ્રીપાલિત)નો પણ સમાવેશ થયો હતો. આશરે સાતમી શતાબ્દીથી પ્રચલિત જૈન પરંપરા પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ ‘તરંગવતી' નામે એક અદ્ભુત કથા પ્રાકૃત ભાષામાં રચી હતી. પછીના પ્રાકૃત કથાસાહિત્ય પર તેનો સારો એવો પ્રભાવ પડ્યો જણાય છે. દુર્ભાગ્યે એ કથાકૃતિ લુપ્ત થઈ ગઈ છે. પરંતુ પાછળના સમયમાં કરવામાં આવેલો તેનો એક સંક્ષેપ જળવાયો છે. આ સંક્ષેપનું પ્રમાણ આશરે ૧૬૪૨ ગાથા જેટલું છે. સંક્ષેપકારે કહ્યું છે કે પાદલિપ્ત રચેલી ગાથાઓમાંથી પસંદગી કરીને તથા કઠિન દેશ્ય શબ્દો ટાળીને તેણે સંક્ષેપ તૈયાર કર્યો છે. સંક્ષેપકાર કોણ છે અને તેનો સમય કયો છે તે બાબત નિશ્ચિત થઈ શકી નથી. સંક્ષેપની અંતિમ ગાથામાં થોડીક માહિતી છે, પણ તે ગાથા ભ્રષ્ટ છે અને તેનો શબ્દાર્થ તથા તાત્પર્ય અસ્પષ્ટ રહે છે. હાઇયપુરીય ગચ્છના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણિ અથવા તેનો શિષ્ય “જસ' (‘જૈન ગ્રંથાવલી’ પ્રમાણે યશસેન) આ સંક્ષેપનો રચનાર છે કે માત્ર પ્રતિલિપિકાર છે, અને તે ક્યારે થઈ ગયો, તે કહી શકાતું નથી. ભદ્રેશ્વરની “કહાવલી’ (રચનાકાળ એક મતે અગિયારમી સદી)માં પણ તરંગવતીનો સંક્ષેપ આપેલો એ સંક્ષેપનો પાઠ ઈ.સ. ૧૯૪૪માં કસ્તૂરવિજગણિએ પાંચ પ્રતોને આધારે સંપાદિત કરીને શ્રી નેમિવિજ્ઞાન પ્રસ્થમાલાના નવમાં રત્ન તરીકે પ્રકાશિત કર્યો છે. મૂળ પ્રતોમાં પાઠ ઘણે સ્થળે ભ્રષ્ટ છે. પરંતુ મોટા ભાગની ગાથાઓ શુદ્ધ છે, અને પરિણામે અર્થ ન પકડાય કે સંદિગ્ધ રહે તેવા સ્થાનો ઓછાં છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ X1 આ અત્યંત મહત્ત્વની પ્રાકૃત કથાકૃતિ પ્રત્યે, ઈ.સ. ૧૯૨૧માં લોગ્માને જર્મન ભાષામાં કરેલા અનુવાદ દ્વારા સાહિત્યરસિકોનું પ્રથમ ધ્યાન દોરાયું. આ જર્મન અનુવાદ ઉપરથી નરસિંહભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ ૧૯૨૪ના ‘જૈન સાહિત્ય સંશોધક'માં જિનવિજયજીએ પ્રકાશિત ક્રયો, અને તે પછી સ્વતંત્ર પુસ્તિકારૂપે તે બે વાર પ્રસિદ્ધ થયો છે. તરંગવતીકાર પાદલિપ્તાચાર્ય જૈન પરંપરામાં સંગૃહીત પાદલિપ્તાચાર્યના દંતકથાપ્રધાન ચરિત્રમાં તેમનાં જન્મ, દીક્ષા, સામર્થ્ય, વિહાર અને પ્રવૃત્તિ વિશે જે માહિતી મળે છે તેનો સાર નીચે પ્રમાણે છે : વૈરોટ્યાદેવીના કહેવાથી કોસલાપુરીના શ્રાવક ફુલ્લ શ્રેષ્ઠીની નિઃસંતાન પત્ની પ્રતિમાએ નાગહસ્તીસૂરિના ચરણોદકનું પાન કર્યું, અને તેને ઉત્તરોત્તર જે દશ પુત્ર થયા, તેમાંના સૌથી પહેલા અત્યંત પ્રતિભાશાળી નાગેન્દ્રને તેણે સૂરિને અર્પિત કરી દીધો. અસાધારણ બુદ્ધિ અને સ્મૃતિને કા૨ણે તે બાળવયમાં જ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય વગેરે શાસ્ત્રોમાં તથા જૈન આગમ-સાહિત્યમાં પારંગત થઈ ગયો. એક વાર ગુરુની આજ્ઞાથી તે વહોરવા ગયો, અને કાંજી વહોરીને પાછો આવતાં ગુરુએ તેને ઇર્યાપથિકી ‘આલોયણા’ (આલોચના) કરવાનું કહ્યું, એટલે તેણે ‘આલોકના’ (અવલોકન) એવો અર્થ ઘટાવીને નીચેના અર્થની ગાથા કહી : ‘રતૂમડી આંખો અને કુસુમકળી સમી દંતપંક્તિવાળી નવવધૂએ નવા ચોખાની ખટાશયુક્ત, ગાંઠા પડ્યા વિનાની કાંજી શકોરા વતી મને આપી.’ આ સાંભળીને ગુરુએ કહ્યું, ‘અહો ! આ ચેલો તો શૃંગારરૂપી અગ્નિથી ‘વૃત્તિત્ત’ (પ્રદીપ્ત) છે.’ આ સાંભળીને ચેલો બોલ્યો, ‘ભગવાન એક કાનો વધારી દેવાની કૃપા કરો’ (એટલે કે ‘વૃત્તિત્તને બદલે મને પાત્તિ નામ આપો’). ૧. આ માટેનો મુખ્ય આધાર પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવપરિત (રચનાવર્ષ ઇ.સ. ૧૨૭૮; સંપાદક મુનિ જિનવિજય, ૧૯૪૦)છે. આ ઉપરાંત ભદ્રેશ્વરકૃત વહાવી, રાજરોખરકૃત પ્રબંધો, પુરાતનપ્રબંધસંગ્રહ વગેરેમાં પણ ઓછાવધતા વિસ્તાર અને કેટલીક વીગતફેર સાથે પાદલિપ્તનું ચરિત્ર મળેછે. નિર્વાણઝનિષ્ઠાની ભૂમિકામાં પણ ઉપર્યુક્ત આધારોમાંથી થોડાકને ઉપયોગમાં લઈને મો.ભ. ઝવેરીએ અંગ્રેજીમાં ચરિત્ર આપેલું છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ X11 ગુરુએ તેની બુદ્ધિચતુરાઈથી પ્રભાવિત થઈને તેને ઔષધિઓથી પાદલેપ કરીને આકાશમાર્ગે જવાની આકાશગામિની વિદ્યા આપી. ત્યારથી તે પાદલિપ્ત કહેવાયા. તે દસ વરસના થયા એટલે સંઘની અનુમતિથી ગુરુએ તેને પોતાને પદે આચાર્ય તરીકે સ્થાપ્યા. પછી તીર્થયાત્રા કરવા તે મથુરા ગયા અને ત્યાંથી તે પાટલિપુત્ર ગયા. ત્યાંના મુરુડ રાજાને અનેક કોયડા ઉકેલી આપીને તેમણે પ્રભાવિત કર્યો જેવા કે દોરાના દડામાં ગુપ્ત રહેલો દોરાનો છેડો શોધી કાઢવો, એકસરખી ગોળાઈ વાળા દંડનાં મૂળ અને અંત શોધી કાઢવાં, દાબડાના ઢાંકણનો ગુપ્ત સાંધો શોધી કાઢવો વગેરે. વળી મુરુંડરાજાની અસાધ્ય શિરોવેદના સૂરિએ પોતાના ઘૂંટણ પર ત્રણ વાર આંગળી ફેરવીને મંત્રબળે મટાડી. આ રીતે પાટલિપુત્રના રાજાને પ્રભાવિત કરીને પાદલિપ્તાચાર્ય પાર્શ્વનાથને વંદન કરવા મથુરા ગયા. ત્યાંથી તેઓ લાટદેશના ઓંકારપુરમાં ગયા. બાળસ્વભાવને કારણે, ઉપાશ્રયની નજીક, બીજાં બાળકો સાથે તે રમતા હતા ત્યારે દૂરથી દર્શનાર્થે આવેલા શ્રાવકોએ તેમને ચેલા માનીને પૂછ્યું, ‘પાદલિપ્તાચાર્ય ક્યાં છે ?' તેમને સ્થાન ચીંધીને પોતે ગુપ્ત રીતે ગુરુને આસને આવીને બેસી ગયા. બાળકને અર્થગંભીર ધર્મદેશના કરતા જોઈને શ્રાવકો પ્રભાવિત થયા. તેવી જ રીતે વાદ કરવા આવેલા પરધર્મીઓને ચાતુર્યથી મહાત કર્યા, અને ‘અગ્નિ ચંદનરસના જેવો શીતળ લાગે ખરો ?’ એવા તેમના પ્રશ્નનો ‘શુદ્ધ ચારિત્રવાળાનો જ્યારે ખોટા આળને કારણે અપયશ થાય ત્યારે તેને એ દુઃખમાં અગ્નિ પણ ચંદનલેપ સમો શીતળ લાગે' એવો ચમત્કારિક ઉત્તર આપ્યો. તે પછી સંઘની વિનંતીથી શત્રુંજયની યાત્રા કરી ત્યાંથી પાદલિપ્ત કૃષ્ણરાજાના માન્યખેટ નગરમાં ગયા. પોતે બનાવેલી પાદલિપ્તી નામક સાંકેતિક ભાષાથી કૃષ્ણરાજાને પ્રભાવિત કરીને ત્યાંથી તેઓ ભૃગુકચ્છ ગયા, અને અંતરિક્ષમાં તેજસ્વી આકૃતિરૂપે દર્શન દઈને ત્યાંના બલમિત્ર રાજાને તથા લોકોને પ્રભાવિત કર્યા. તીર્થયાત્રા કરતાં પાદલિપ્ત એક વાર સૌરાષ્ટ્રની ઢંકાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રહેતો સિદ્ધ નાગાર્જુન તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને Page #14 -------------------------------------------------------------------------- ________________ Xiji તેમનો શિષ્ય બન્યો. પાદલિપ્ત નિત્ય આકાશમાર્ગે તીર્થયાત્રા કરવા જતા અને એક મુહૂર્તમાં પાછા ફરતા. તેમનાં ચરણ ધોઈને નાગાર્જુને જે ઔષધિઓના પાદલપથી પાદલિપ્ત આકાશગમન કરી શકતા હતા, તેમાંની ૧૦૭ ઔષધિઓ સૂધી-ચાખીને ઓળખી કાઢી. તે ઔષધિઓનો પગ નીચે લેપ લગાડીને નાગાર્જુને આકાશમાં ઊડવા કૂદકો માર્યો, પરંતુ તે ભોંય પર પડ્યો અને પગ ભાંગી ગયા. તેના પ્રજ્ઞાબળથી પ્રસન્ન થઈને પાદલિએ તેને ખૂટતું ૧૦૮મું દ્રવ્ય બતાવ્યું. નાગાર્જુનને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કૃતજ્ઞભાવે તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં ગુરુને નામે પાદલિપ્તનગર વસાવ્યું, તથા ત્યાં મહાવીર વગેરે તીર્થકરોની અને પાદલિપ્તાચાર્યની મૂર્તિવાળું દેવાલય બનાવ્યું. વળી રૈવતક પર્વત ઉપર નેમિનાથના ચરિત્રને પ્રગટ કરતાં વિવિધ સ્થાનક પણ તેણે રચ્યાં. પ્રતિષ્ઠાનપુરના રાજા સાતવાહનની રાજસભામાં ચાર શાસ્ત્રસંપકાર કવિઓએ એકબે શબ્દોમાં જ કોઈ સમગ્ર શાસ્ત્રનો સાર વ્યક્ત કરી બતાવીને રાજકૃપા પ્રાપ્ત કરી. પણ ભોગવતી ગણિકાએ પાદલિપ્તસૂરિની તુલનામાં સૌની વિદ્વત્તા નીચી હોવાનું કહ્યું. આથી સાતવાહને પાદલિપ્તને નિમંત્ર્યા. આવી પહોંચેલ આચાર્યને બૃહસ્પતિ નામના વિદ્વાને કાંઠા સુધી ઘી ભરેલું પાત્ર મોકલાવીને એમ સૂચવ્યું કે અહીં કોઈ નવા વિદ્વાનને માટે સહેજ પણ અવકાશ નથી પરંતુ પાદલિપ્ત એ ઘીના પાત્રમાં સોય મૂકી બતાવીને પ્રત્યુત્તર વાળ્યો. તે પછી ત્યાં રહીને તેમણે જ્યારે પોતાની નવી રચેલી ‘તરંગલોલા કથા સાતવાહનની સભા સમક્ષ પ્રસ્તુત કરી, ત્યારે અદેખાઈથી પ્રેરાઈને પાંચાલ કવિએ એવો આક્ષેપ કર્યો કે “તરંગલોલા” મૌલિક કથા નથી, પણ મારી કૃતિઓમાંથી સ્વલ્પ અર્થ ચોરી લઈને બાળકો અને અજ્ઞોને રીઝવવા માટે બનાવેલી એક થાગડથીગડ કંથામાત્ર છે. આથી પાદલિપ્તાચાર્યે પોતે મૃત્યુ પામ્યા હોવાની કપટયુક્તિ રચી. તેમની શબવાહિની પાંચાલ કવિના ભવન પાસેથી નીકળી ત્યારે પશ્ચાતાપ કરતો તે લાગણીવશ થઈને બોલી ઊઠ્યો, ‘જેના મુખનિર્ઝરમાંથી તરંગલોલા નદી વહી તે પાદલિપ્તને હરી જનાર યમરાજનું મસ્તક ફૂટી કેમ ન ગયું ?” અને તરત જ પાદલિપ્ત પાંચાલના સત્યવચને હું પુનર્જીવિત થયો' કહેતાં ઊઠ્યા. સૌના નિંદાપાત્ર બનેલ પાંચાલ Page #15 -------------------------------------------------------------------------- ________________ xiv કવિને પાદલિપ્ત સ્નેહાદરથી વધાવ્યો. તે પછી નિર્વાણકલિકા', “સામાચારી', ‘પ્રશ્નપ્રકાશ' વગેરે ગ્રંથોની તેમણે રચના કરી. અંતે નાગાર્જુનની સાથે શત્રુંજય પર જઈને શુકુલ ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કરી તેમણે દેહ તજ્યો. પાદલિપ્તસૂરિના આ પરંપરાગત ચરિત્રમાં દેખાતાં જ વિવિધ તત્ત્વોની સેળભેળ થયેલી છે: (૧) મંત્રસિદ્ધિ પ્રાભૂતોનું જ્ઞાન, આકાશગમનનું સામર્થ્ય, શિરોવેદના મટાડવાની મંત્રશક્તિ વગેરે, (૨) સિદ્ધ નાગાર્જુનનું ગુરુત્વ, (૩) સાંકેતિક લિપિનું નિર્માણ, (૪) બુદ્ધિચતુરાઈના પ્રસંગો, (૫) ‘તરંગલોલા’ કથાની તથા કેટલીક માંત્રિક અને ધાર્મિક કૃતિઓની રચના, અને (૬) વિવિધ દેશના રાજવીઓ પર પ્રભાવ – એટલા આ ચરિત્રના મુખ્ય અંશો છે. પ્રતિષ્ઠાનના સાતવાહન રાજાનો સમય ઈસવી પહેલી શતાબ્દી લગભગનો અને માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (દ્વિતીય)નો સમય ઈ.સ. ૮૭૮ થી ૯૧૪ સુધીનો હોઈને પાદલિપ્ત એ બંનેના સમકાલીન ન હોઈ શકે. હવે, “અનુયોગદ્વારસૂત્ર', જિનભદ્રગણિનું વિશેષાવશ્યક ભાષ્ય', હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ', ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા' અને શીલાંકનું “ચઉપન્નમહાપુરિસચરિય” એ સૌ “તરંગવતી’ કથાનો, કથાકાર પાદલિપ્તનો અથવા તો એ બંનેનો ઉલ્લેખ કરતા હોઈને તરંગવતીકાર પાદલિપ્ત ઈસવી સનની આરંભની શતાબ્દીઓમાં થયા હોવાનું સ્વીકારવું જોઈએ. તો, એ પણ સ્પષ્ટ છે કે મંત્રશાસ્ત્રનું મહત્ત્વ અને તેના પ્રભાવની વ્યાપકતાનો સમય લક્ષમાં લેતાં, તથા “નિર્વાણકલિકા'નાં વિષય, શૈલી અને ભાષાપ્રયોગોની લાક્ષણિકતાઓ ગણતરીમાં લેતાં, “નિર્વાણકલિકાકાર પાદલિપ્તનો સમય એટલો વહેલો મૂકવાનું શક્ય નથી. એમને રાષ્ટ્રકૂટકાલીન (નવમી શતાબ્દી લગભગ થયેલા) માનવા યોગ્ય છે. ટૂંકમાં ભિન્ન ભિન્ન સમયે થઈ ગયેલા તરંગવતીકાર અને નિર્વાણકલિકાકાર એવા બે પાદલિપ્તાચાર્ય માનવાનું અનિવાર્ય જણાય છે. ‘તરંગવતીની અસાધારણ ગુણવત્તા ‘તરંગવતી'ના સંક્ષેપ ઉપરથી આપણે મૂળ કૃતિની ગુણવત્તાનો જે ક્યાસ કાઢી શકીએ છીએ તેથી તે ઘણી ઊંચી કોટિની કલાકૃતિ હોવા વિશે, અને પાદલિપ્તની તેજસ્વી કવિપ્રતિભા વિશે કશી શંકા રહેતી નથી. પ્રાચીન Page #16 -------------------------------------------------------------------------- ________________ XV પરંપરામાં પાદલિપ્ત અને “તરંગવતી'ની વારંવાર જે ભારે પ્રશસ્તિ કરાઈ છે તેમાં કશી અતિશયોક્તિ નથી. ‘તરંગવતી લુપ્ત થયાથી પ્રાકૃત કથાસાહિત્યનું એક અણમોલ રત્ન લુપ્ત થયું છે. ‘તરંગવતી'નું કથાવસ્તુ પોતે જ ઘણું હૃદયંગમ છે. સમૃદ્ધ નગરીના રાજમાન્ય નગરશેઠની લાડકી કન્યા, તારુણ્ય અને કલાગ્રહણ, શરદઋતુમાં ઉદ્યાનવિહાર, પૂર્વભવસ્મરણ, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, નિષાદકૃત્યથી ચક્રવાકની જોડીનું ખંડન, ચક્રવાકીનું અનુસરણ, પૂર્વભવના પ્રણયીની શોધ, ઓળખ, મિલન, પ્રેમીઓને પલાયન, ભીલો વડે નિગ્રહ, દેવીના પશુબલિ બનવું, અણધાર્યો છુટકારો, સ્વજનો સાથે પુનર્મિલન તથા વૈરાગ્ય અને દીક્ષાગ્રહણનો લાક્ષણિક જૈન ઉપસંહાર – આ પ્રકારની ઘટના સામગ્રીની ઉત્કટ રસાવહતા સ્વયં પ્રતીત છે. વિવિધ સ્થાને ઘટનાપ્રવાહમાં આવતા અણધાર્યા વળાંકો કથાકૌતુકને પોષે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં આ કથામાળખું (કે તેના વિવિધ ઘટકો) અનેક કૃતિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યાં છે તેથી પણ “તરંગવતી'ના કથાનકની લોકપ્રિયતા પ્રગટ થાય છે. કથાને તરંગવતીની આત્મકથા રૂપે પ્રસ્તુત કરીને અને પૂર્વભવના વૃત્તાંતથી ચમત્કારકતા સાધીને પાદલિપ્ત વસ્તુસંવિધાનની સારી કુશળતા દાખવી છે. જો કે પૂર્વજન્મની વાતનું ત્રણચાર વાર થતું પુનરાવર્તન (બંદિનીને કહેતાં, વ્યાધની આત્મકથામાં, ચિત્રવર્ણનમાં વગેરે) એ સંવિધાનનો કાંઈક અંશે દોષ લેખાય, પણ મૂળ કથામાં તેનું સ્વરૂપ અને પ્રમાણ કેવું હશે તે અંગે આપણે કશું ચોક્કસ જાણતા નથી. તરંગવતીનું અત્યંત સંવેદનશીલ, સંસ્કારસમૃદ્ધ અને પ્રગલ્ય વ્યક્તિત્વ સમગ્ર કથાનકમાં તેના પ્રાણપદ અને ચાલક તત્ત્વ તરીકે વ્યાપી રહ્યું છે. પાદલિપ્તના જેવી પાત્રની સૂક્ષ્મ અને પ્રબળ રેખાઓ અંકિત કરવાની, કથાવસ્તુના ક્ષમતા વાળા અંશોને પારખીને બહલાવવાની અને ભાવવાહી નિરૂપણ તથા વાસ્તવિક તેમ જ આલંકારિક વર્ણનની શક્તિ એક સાથે પ્રાકૃત કે સંસ્કૃત કથાસાહિત્યમાં ઝાઝી જોવા મળતી નથી. અનેક સ્થળે વાસ્તવિક જીવનના સંસ્પર્શે ‘તરંગવતી'ને જે જીવંતપણું આપ્યું છે તે પણ ઉત્તરકાલીન સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં અત્યંત વિરલ બન્યું છે. ‘તરંગવતી’ને પાદલિપ્તનું એક અદ્ભુત અને અમર સર્જન કહેવામાં જ તેનું ઉચિત મૂલ્યાંકન રહેલું છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ xvi વસ્તુસંવિધાન, પાત્રચિત્રણ, ભાવનિરૂપણ (ચક્રવાકીનો વિલાપ, તરંગવતીની વિરહવેદના, નૌકામાં નાઠા પછીના તરંગવતીના મનોભાવ વગેરે) અને પરિસ્થિતિઆલેખનની કુશળતા ઉપરાંત, ‘તરંગવતી’માં પ્રકટ થતી પાદલિપ્તની વર્ણનશક્તિ અને શૈલીસામર્થ્ય પણ તેને એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સ્થાપે છે. સાધ્વીરૂપે તરંગવતી, તેનું બાલ્ય, શરદઋતુ, ઉઘાનયાત્રા (પ્રયાણ, ઉદ્યાન, સપ્તપર્ણ, ભ્રમરબાધા, સરોવર, ચક્રવાકો), ગંગા, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, કૌમુદીમહોત્સવ, ચિત્રપટ્ટ, ચોરપલ્લી, ગ્રામીણ જીવન, નગરયાત્રા વગેરેના વાસ્તવિક, જીવંત, કલ્પનાપંડિત ચિત્રો કથાના ઉપલબ્ધ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ઘણી હૃદ્યતા ધરાવે છે, તો વર્ણનસમૃદ્ધિ કેવી હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. મૂળ કથાની તરંગવતીના અલંકારો આયાસમુક્ત અને મૌલિક કલ્પનાના સંસ્પર્શવાળા હોઈને અનેક સ્થળે ચારુતાના પોષક બને છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સ્વભાવોક્તિ વગેરેનાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી અનેક સ્મૃતિમાં જડાઈ જાય તેવાં હોઈને પાદલિપ્તની સૂક્ષ્મ સૌંદર્યદૃષ્ટિની તથા સાહિત્યિક પરંપરા સાથેના જીવંત અનુસંધાનની દ્યોતક છે. યમક અને અનુપ્રાસના વિષયમાં કવિ સિદ્ધહસ્ત હોવાનું પણ સહેજે જોઈ શકાય છે. સેંકડો ગાથાઓમાં યમક કે અનુપ્રાસ અલંકાર સહજતાથી પ્રયોજાયો છે. અને આમ છતાં કૃતિમાં અલંકારપ્રચુરતા, સમાસપ્રચુરતા કે પાંડિત્યનો બોજો કશે વરતાતો નથી એ હકીકત પાદાલિમની ભાષાશક્તિ અને ઔચિત્યદૃષ્ટિ પ્રગટ કરે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સંક્ષિપ્ત તરંગવતી કથા (તરંગલોલા) મંગળ એ સર્વ સિદ્ધોને હું પ્રથમ વંદના કરું છે, જે જરા અને મરણના મગરોથી ભરપૂર એવા દુ:ખસમુદ્રને પાર કરી ગયા છે, ધ્રુવ, અચલ, અનુપમ સુખને પામ્યા છે. વિનયપૂર્વક અંજલિપુટ રચી, મસ્તક નમાવીને હું સંઘસમુદ્રને વંદન કરું છું – એવા સંઘસમુદ્રને કે જે ગુણ, વિનય, વિજ્ઞાન અને જ્ઞાનના જળથી પરિપૂર્ણ છે. કલ્યાણ હો સરસ્વતીનું – જે સરસ્વતી સાત સ્વરો અને કાવ્યવચનોનો આવાસ છે, જેના ગુણપ્રભાવે, મૃત કવિવરો પણ પોતાના નામથી જીવિત રહે છે. કલ્યાણ હો વિદતુપરિષનું – જે પરિષદ્ કાવ્યસુવર્ણની નિકષશિલા છે, નિપુણ કવિઓની સિદ્ધિભૂમિ છે, ગુણદોષની જાણકાર છે. સંક્ષેપકારનું પુરોવચન પાદલિપ્ત જે તરંગવતી નામની કથા રચેલી છે, તે વૈચિત્ર્યપૂર્ણ, ઘણા વિસ્તારમાસ્તારવાળી અને દેશ્ય શબ્દોથી યુક્ત છે. તેમાં કેટલેક સ્થળે મનોરમ કુલકો, અન્યત્ર યુગલો અને કાલાપકો, તો અન્યત્ર ષકોનો પ્રયોગ છે, જે સામાન્ય પાઠકો માટે દુર્બોધ છે. આથી કરીને એ કથા નથી કોઈ હવે સાંભળતું, નથી કોઈ કહેતું કે નથી કોઈ તેની વાત પૂછતું : કેવળ વિદર્ભોગ્ય હોઈને સામાન્ય જન તેને શું કરે? એ કારણે પાદલિપ્તસૂરિની ક્ષમા યાચીને, અને મને ચિંતા થઈ કે “આ કથાનો કદાચ સર્વથા ઉચ્છેદ થઈ જશે' એટલે, તે સૂરિની રચેલી ગાથાઓમાંથી ચયન કરી, દેશ્ય શબ્દો ગાળી નાખી, કથાને સારી રીતે સંક્ષિપ્ત બનાવીને હું અહીં પ્રસ્તુત કરું છું. આ માટે હું પાદલિપ્તસૂરિની ક્ષમા યાચું છું. ગ્રંથકારની પ્રસ્તાવના વિશાળ વસતિસ્થાનોવાળી અને કુશળ લોકોથી ભરપૂર કોસલા નામે એક લોકવિખ્યાત નગરી હતી – જાણે કે ધરતી ઉપર ઉતરી આવેલો Page #19 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા દેવલોક! ત્યાં બ્રાહ્મણો, શ્રમણો, અતિથિઓ અને દેવો પુજાતા હતાં, તેથી સંતુષ્ટ થયેલા દેવો ત્યાંનાં કુટુંબોમાં પુષ્કળ ધનવર્ષા કરતા હતા. તે નગરીના રહેવાસી ગુણલિષ્ઠ શ્રમણ પાદલિપ્તની બુદ્ધિનું આ સાહસ તમે અવિક્ષિપ્ત અને અનન્ય ચિત્તે, મનથી સાવધાન થઈને સાંભળો. બુદ્ધિ દૂષિત ન હોય, તો આ પ્રાકૃત કાવ્ય રૂપે રચેલી ધર્મકથા સાંભળજો : જે કોઈ કલ્યાણકા૨ક ધર્મનું શ્રવણ કરે છે તે જમલોકન દર્શનથી બચે છે. કથાપીઠ ર મગધદેશ મગધ નામે દેશ હતો. ત્યાંના લોકો સમૃદ્ધ હતા. ઘણાં બધાં ગામો અને હજારો ગોઠોથી તે ભરપૂર હતો. અનેક કથાવાર્તામાં એ દેશના નામની ભારે ખ્યાતિ હતી. તે નિત્ય ઉત્સવોના આવાસરૂપ હતો; પરચક્રનાં આક્રમણો, ચોરો અને દુકાળથી મુક્ત હતો : બધાં જ પ્રકારની સુખસંપત્તિવાળો તે દેશ જગપ્રસિદ્ધ હતો. રાજગૃહ નગર રાજગૃહ નામની તેની રાજધાની પ્રત્યક્ષ અમરાવતી સમી હતી. ધરતી પરનાં નગરોમાં રાજગૃહ મુખ્ય હતું. તેમાં અનેક રમણીય ઉદ્યાનો, વનો અને ઉપવનો હતાં. કુણિક રાજા ત્યાં કુણિક નામે રાજા હતો. તે વિપુલ સેના અને કોશથી સંપન્ન હતો. શત્રુઓના જીવિતનો કાળ અને મિત્રો માટે સુકાળ હતો. તેણે યુદ્ધમાં પરાક્રમ કરીને બધા વિપક્ષી સામંતોને હરાવ્યા અને નમાવ્યા હતા. તેણે બધા પ્રકારના અપરાધોને પ્રસરતા રોક્યા હતા. તે પોતાના કુળ અને વંશના આભૂષણરૂપ અને શૂરવીર હતો. જેમના રાગ અને દ્વેષ વિલીન થઈ ગયા છે તેવા તીર્થંકર ભગવાન મહાવીરના શાસનમાં તે અનુરક્ત હતો : એ શાસન, જરા અને મરણથી મુક્તિ અપાવનારું હતું. નગરશેઠ તે સમયે ધનપાલ નામે ત્યાંનો નગરશેઠ હતો, જે સાક્ષાત્ ‘ધન-પાલ’ હતો. તે સૂક્ષ્મ જીવોનો પણ રખવાળ હતો; સર્વ પ્રજાજનોનો પ્રીતિપાત્ર Page #20 -------------------------------------------------------------------------- ________________ ო તરંગલોલા હતો ; કુલીન, માની, સુશીલ, કળાકુશળ અને જ્ઞાની હતો. તેની પત્ની હતી પ્રિયદર્શના, ચંદ્રના જેવી સૌમ્ય, સૌભાગ્ય વાળી અને પ્રિયદર્શન. સુવ્રતા ગણિની તેના ઉપાશ્રયમાં સુવ્રતા નામે ગણિની હતી. તે સિદ્ધિમાર્ગનો પાર પામવા ઉદ્યત હતી. જિનવચનોમાં વિશારદ હતી. બાળબ્રહ્મચારિણી હતી. અનેકવિધ નિયમો અને ઉપવાસોને લીધે તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. સંપૂર્ણ અગિયાર અંગગ્રંથોને તે જાણતી હતી. તેનો શિષ્યાપરિવાર બહોળો હતો. ગોચરીએ નીકળેલી શિષ્યા એક વાર તેની કોઈ એક વિનયયુક્ત શિષ્યા પારાંચિક તપને અંતે, છઠનું પારણું કરવા માટે, આવશ્યક અને નિયમ કરીને, યથાસમયે, જિનવચનમાં નિપુણ અને શ્રવણમનનમાં રત એવી સરખેસરખી શિષ્યાઓના સંગાથમાં, દુઃખનો ક્ષય કરવા, નીરસ પદાર્થોની ભિક્ષાચર્યાએ નીકળી. જ્યાં ત્રસ જીવો, બીજ અને વધુ લીલોતરી હોય તેવાં ભીની માટીથી ભરપૂર સ્થાનોને ત્યજતી, જીવદયાને કા૨ણે આગળની ચાર હાથ ભૂમિનું નિરીક્ષણ કરતી જતી, ભિક્ષા આદરથી મળે કે અનાદરથી, અથવા તો ભિક્ષા દેનાર નિંદા, રોષ કે પ્રસન્નતા દેખાડે તે પ્રત્યે સમદષ્ટિ રાખતી, જે ઘરોને શાસ્ત્રમાં ભિક્ષા માટે વર્જ્ય ગણ્યાં હોય અને જે ઘરો લોકવિરુદ્ધ હોય તેમને વર્જિત કરતી એ રીતે તે આર્યા જતી હતી. તેણે ગોચરીમાં ક્રમપ્રાપ્ત કોઈક શ્રીમંતના ઘરમાં પ્રવેશ કર્યો જેમ નભતળમાં રહેલી ચંદ્રલેખા શ્વેત અભ્રખુંજમાં પ્રવેશ કરે તેમ. એ ઘરના આંગણામાં, ત્રસ જીવો, બીજ અને લીલોતરીથી રહિત, દોષમુક્ત અને શુદ્ધ એવા સ્થાને કશી બાધા વિના તે ઊભી રહી. ― - ――― રૂપવર્ણન તે મહાલયની યુવાન દાસીઓ, તે આર્યાના રૂપથી આશ્ચર્યચકિત થઈને વિસ્ફારિત નેત્રે તેને જોવા લાગી, અને બોલી ઊઠી, ‘અરે ! ઓ ! દોડો! દોડો ! તમારે લક્ષ્મીના જેવી અનવદ્ય આર્યાને જોવી હોય તો ! એનું મસ્તક વારંવાર લોચ ક૨વાથી આછા થઈ ગયેલા, અસ્તવ્યસ્ત, સુંદર અંતભાગવાળા, પ્રકૃતિથી જ સુંવાળા અને વાંકડિયા એવા કેશથી શોભી રહ્યું છે. તેનું તપથી કૃશ અને પાંડુર વદન સભર લાવણ્યને લીધે, ધવલ અભ્રસંપુટમાંથી બહાર Page #21 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા નીકળેલા પૂનમના ચંદ્રનો ઉપહાસ કરે છે. પાતળા, વળાંક વાળા, જોડાયેલા અને વળેલા, રૂપાળી બૂટવાળા, પૂરેપૂરા લક્ષણયુક્ત તેના કાન આભૂષણરહિત હોવા છતાં સુંદર લાગે છે. ઉત્તરીયમાંથી બહાર નીકળેલો તેનો નિરાભરણ હાથ ફીણમાંથી બહાર નીકળેલ નાળવાળા, વાંકા વળેલા કમળનું વિડંબન કરી રહ્યો છે.' ગૃહસ્વામિનીનો વિસ્મયભાવ વિસ્મિત થયેલી દાસીઓએ શ્રમણીની રૂપપ્રશંસાના આવા ઉદ્ગારો કાચા, તે સાંભળીને એ ગૃહની મર્યાદાવેળ સમી ગૃહિણી બહાર આવી. તેનો સ્વર ગંભીર અને મીઠો હતો. બધાં અંગો પ્રશસ્ત હતાં. થોડાંક પણ મૂલ્યવાન આભરણ પહેર્યાં હતાં અને શ્વેત દુકૂલનો ઉત્તરાસંગ કરેલો હતો. અભિજાત સૌંદર્યવાળી તે આર્યાને ચેલીઓની સાથે પોતાના ઘરના આંગણાને ઘડીક સોહામણો કરતી નિહાળીને તે પ્રસન્ન થઈ. નિર્મળ ચીવર ધારણ કરેલી તે આર્યાને, જાણે કે તે મંથન કરેલા સિંધુમાંથી બહાર આવેલી અને તેથી ફીણથી આવૃત એવી લક્ષ્મી હોય, તેમ તેણે વિસ્મિત ચિત્તે વંદના કરી. ચેલીઓને પણ વિનયપૂર્વક પ્રણામ કરીને ગૃહિણી તે આર્યાનું ચંદ્રમાની કાંતિ ધરતું મુખ આશ્ચર્યચકિત નેત્રે એક ક્ષણ જોઈ રહી : કાળી કીકીવાળી આંખોને લીધે, તે મુખ, પૂર્ણ વિકસિત અને વચ્ચે રહેલા ભ્રમરયુગલવાળા કમળ સમું શોભતું હતું. કોમળ હાથ અને ચરણવાળી, લક્ષ્મી સમી તે આર્યાને એકાએક જોઈને તે ગૃહિણી આમ વિચરવા લાગી : મેં આના જેવી સુંદરીને સ્વપ્રમાં, શિલ્પમાં, ચિત્રમાં કે કથાઓમાં નથી જોઈ કે નથી કદી સાંભળી. લાવણ્યથી ઘડેલી આ તે કઈ સૌભાગ્યમંજરી હશે ! અથવા તો રૂપગુણથી યુક્ત એવી ચંદ્રની જ્યોત્સ્ના જ અહીં પધારી છે ! શું પ્રજાપતિએ બધી ઉત્તમ તરુણીઓના રૂપ અને ગુણનો સારભાગ લઈને પોતાની પૂરી કળાથી આ સુંદરીનું નિર્માણ કર્યું હશે ? જો મુંડિત અવસ્થામાં પણ તેનું આવું લાવણ્ય હોય, તો અહો ! ગાર્હસ્યભાવમાં તો તેની રૂપશ્રી કેવી હશે ! તેનાં આભૂષણ વિનાનાં અને મળથી મિલન અંગો પર પણ જ્યાં મારી દિષ્ટ ઠરે છે ત્યાંથી તે ખસી જ શકતી નથી ! પ્રત્યેક અંગમાં, ‘આ અતિશય રૂપાળું છે' એવા ભાવથી ચોંટી રહેતી, જોવાની Page #22 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા લાલસાવાળી મારી અનિમિષ દૃષ્ટિ હું ક્યાંય પણ સ્થિર કરી શકતી નથી. આર્યાના અસામાન્ય કાંતિવાળા અને મનને પ્રસન્નતાથી ભરી દેતા રૂપનો તો અપ્સરાઓને પણ મનોરથ થાય ! મને લાગે છે કે અમારી દાનવૃત્તિથી આકર્ષાઈને સાક્ષાત્ ભગવતી લક્ષ્મી જ કમળવન તજી, સાધ્વીનો વેશ ધરીને અમારે ઘરે પધારી છે. ૫ પણ લોકોમાં કિંવદંતી છે કે બધા જ દેવતા અનિમિષ હોય, તેમની ફૂલમાળા કદી કરમાય નહીં, તેમનાં વસ્ત્રોને રજ ન લાગે. વિકુર્વણાશક્તિથી દેવો નાનાવિધ રૂપો ધારણ કરે ત્યારે પણ, કહે છે કે તેમનાં નેત્ર ઉન્મેષનિમેષ વિનાનાં હોય છે. પરંતુ આ આર્યાનાં ચરણ તો ધૂળવાળાં છે, અને લોચન પણ ઉઘાડમીંચ થાય છે. માટે આ દેવી નથી, પણ માનવી છે. અથવા તો મારે આવી શંકાઓ શું કામ કરવી ? એને જ હું કોઈ નિમિત્તે પૂછી જોઉં હાથી નજરે દેખાતો હોય ત્યાં પછી તેનાં પગલાં શું કામ શોધવા જવું ? એ પ્રમાણે મનથી ઠરાવીને આર્યાના રૂપ અને ગુણના કુતૂહલ અને વિસ્મયથી પુલકિત થયેલ ગાત્રવાળી ગૃહિણીએ તેને કહ્યું, ‘આવ, આર્યા, તું કૃપા કર : જો તારા ધર્મને બાધા ન આવતી હોય તો, અને શુભ પ્રવૃત્તિ થતી હોય તો મને તું ધર્મકથા કહે.' ધર્મકથાનો મહિમા એ પ્રમાણે શેઠાણીએ કહ્યું એટલે આર્યા બોલી, ‘જગતના સર્વ જીવોને હિતકર એવો ધર્મ કહેવામાં કશી બાધા નથી હોતી. જે અહિંસાલક્ષણ ધર્મ સાંભળે છે તથા જે કહે છે, તે બંનેનાં પાપ ધોવાઈ જાય છે અને તેઓ પુણ્ય પામે છે. જો શ્રોતા ઘડીક પણ બધો વેરભાવ તજી દે અને ધર્મકથા સાંભળીને નિયમ ગ્રહણ કરે તો તેનું શ્રેય કથા કહેનારને પણ મળે છે. અહિંસાલક્ષણ ધર્મ કહેનાર પોતાને તથા સાંભળનારને ભવસાગરના પ્રવાહમાંથી તારે છે. આથી ધર્મકથા કહેવી એ પ્રશંસનીય છે. તો જે કાંઈ હું જાણું છું તે હું કહીશ, તમે એકાગ્ર ચિત્તે સાંભળો.' એટલે આર્યાને નિહાળતી પેલી બધી સ્ત્રીઓ એકમેકને હાથતાળી દેતી બોલવા લાગી, ‘અમારી મનકામના પૂરી થઈ : આ રૂપસ્વિની આર્યાને અમે Page #23 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા અનિમિષ દૃષ્ટિથી જોયા કરીશું.” ગૃહિણીએ પણ અભિવાદન કરીને ચેલીઓ સહિત આર્યાને આસન આપ્યું. પેલી સ્ત્રીઓ પણ મનથી રાજી થઈને અને આર્યાને વિનયપૂર્વક વંદીને ગૃહિણીની પાસે ભોંય પર બેસી ગઈ. એટલે, ફુટ શબ્દ અને અર્થવાળી, સજઝાય કરવાથી લાઘવવાળી, સુભાષિતોને લીધે કાન અને મનને રસાયણરૂપ એવી ઉક્તિઓ વડે આર્યા જિનમાન્ય ધર્મ કહેવા લાગી – એ ધર્મ જરા, રોગ, જન્મ, મરણ અને સંસારનો અંત લાવનાર હતો, સર્વ જગતને સુખાવહ હતો, જ્ઞાન, દર્શન, વિનય, તપ, સંયમ અને પાંચ મહાવ્રતોથી યુક્ત હતો, અપાર સુખનું ફળ આપનાર હતો. આત્મકથા કહેવાની આર્યાને વિનંતી અને તેનો સ્વીકાર તે પછી તેના રૂપથી વિસ્મિત બનેલી ગૃહિણી, ધર્મકથામાં વચ્ચે પડેલા આંતરાનો લાભ લઈને, સંયમ અને નિયમમાં તત્પર એવી તે આર્યાને હાથ જોડી કહેવા લાગી, ‘વારુ, ધર્મકથા તો અમે સાંભળી. હવે કૃપા કરીને એક બીજી વાત પણ અમને તું કહી સંભળાવ. હે ભગવતી, મારા પર કૃપા કરીને હું જે કહું છું તે તું સાંભળજે. આજે મારાં નયનો તો તારું રૂપ જોઈને ધન્ય બની ગયાં, પણ મારા કાન તારી જન્મકથા સાંભળવા ઝંખી રહ્યા છે. કયું નામ ધરાવતા પિતાને માટે તું અમીવૃષ્ટિ સમી હતી, અને જેમ કૌસ્તુભમણિ હરિનું, તેમ તું તેનું હૃદય આનંદિત કરતી હતી ? નિર્મળ જ્યોસ્નાની જનની સમી જગવંદ્ય તારી જનનીના કયા નામાક્ષર હતા ? આર્યા, તમે પોતાને ઘરે તેમ જ પતિને ઘરે કેવું સુખ ભોગવ્યું? અથવા તો શા દુઃખે આ અતિ દુષ્કર પ્રવ્રજ્યા લીધી? – આ બધું હું ક્રમશઃ જાણવા ઇચ્છું છું. પણ આમાં તને અગમ્યમાં ગમન કરવાનો દોષ રખે લાગે. લોકોમાં કહેવત છે કે નારીરત્નનું, નદીનું તેમ જ સાધુનું મૂળ ન શોધવું. વળી ધાર્મિક જનનો પરિભવ કરવો ઉચિત નથી એ પણ હું જાણું છું. અને તે છતાં પણ તારા રૂપથી ચકિત થઈને કુતૂહલથી હું તને પૂછું છું.” શેઠાણીએ એમ કહ્યું એટલે તે આર્યા બોલી, “ગૃહિણી, એ બધું કહેવું દુષ્કર હોય છે : એ અનર્થદંડનું સેવન કરવું અમારે માટે ઉચિત નથી. Page #24 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ઘરવાસમાં ભોગવેલાં સુખો, પૂર્વનાં કૃત્યો અને ક્રીડાઓ, પાપયુક્ત હોઈને તેમને મનમાં લાવવાં પણ યોગ્ય નથી, તો વાણીથી કહેવાની તો વાત જ કેવી ? તેમ છતાં પણ એવા વૃત્તાંતનું કથન સંસાર પ્રત્યે જુગુપ્સા જન્માવી શકે. તો એ કારણે, હું રાગદ્વેષથી મુક્ત રહી મધ્યસ્થભાવે આત્મવૃત્તાંત કહીશ. તો તમે મારા કર્મવિપાકનું ફળ સાંભળો.” એ પ્રમાણે તેણે કહ્યું એટલે તે ગૃહિણી તથા રમણીઓ રાજી રાજી થઈ ગઈ, અને શ્રવણાતુર બનીને સૌએ આર્યાને વંદન કર્યા. શ્રમણી તે બધી સ્ત્રીઓને પોતાના પૂર્વભવનાં કર્મના વિપાકરૂપ સમગ્ર કથા કહેવા લાગી. ઋદ્ધિ અને ગૌરવ રહિત થઈને, ધર્મમાં જ દૃષ્ટિ રાખીને, મધ્યસ્થભાવે પ્રત્યક્ષ સરસ્વતી સમી આર્યા બોલી : હે ગૃહિણી, જે કાંઈ મેં અનુભવ્યું છે, જે કાંઈ મેં સાંળળ્યું છે અને જે કાંઈ મને સાંભરે છે તેમાંથી થોડુંક પસંદ કરીને હું સંક્ષેપમાં વર્ણવું છું, તો તું સાંભળ. જ્યાં સુધી નરસાને નરસું કહીએ, સારાને સારું કહીએ – એટલે કે યથાર્થ વાત કરીએ ત્યાં સુધી તેમાં નિંદા કે પ્રશંસાનો દોષ આવતો નથી. કથામુખ વત્સદેશ ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામનો રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે : રત્નોનું ઉદ્ભવસ્થાન, મોટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર. સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જેવો રમણીય, નિર્વાણના જેવો વાસયોગ્ય, અને ધર્મપાલનના જેવો ફલપ્રદ. કૌશાંબીનગરી તેમાં છે નગરી નામે કૌશાંબી. તે હતી ઉત્તમ નગરજનોનું વાસભવન, દેવલોકનું વિડંબન, જનગણમનનું આલંબન. મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહ વાળી, તે યમુનાનદીને તીરે વિસ્તરી હતી. Page #25 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ઉદયન રાજા ત્યાં ઉદયન નામનો સજ્જનવત્સલ રાજા હતો. તેનું બળ અપરિમિત હતું, યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી. તે હતો મિત્રોનું કલ્પવૃક્ષ, શત્રુવનનો દાવાનળ, કીર્તિનો આવાસ. તે સુભટસમૂહથી વીંટળાયેલો અને ગ્લાધ્ય હતો. તે કાંતિમાં જાણે પૂર્ણચંદ્ર, સ્વરમાં જાણે હંસ, ગતિમાં જાણે નરસિંહ હતો. અશ્વ, ગજ, રથ અને સુભટ એમ ચતુરંગ સેનાની પ્રચુરતા વાળા હૈહયકુળમાં તે જન્મ્યો હતો. ઉત્તમ કુળ, શીલ અને રૂપવાળી વાસવદત્તા હતી તેની પત્ની : જાણે કે સર્વ મહિલાગુણોની સંપત્તિ, જાણે કે રતિસુખની સંપ્રાપ્તિ. નગરશેઠ શ્રેષ્ઠીઓની શ્રેણીમાં જેનું આસન પ્રથમ રહેતું એવો નગરશ્રેષ્ઠી ઋષભસેન તે રાજાનો મિત્ર અને સર્વકાર્યમાં સાક્ષી હતો. તે અર્થશાસ્ત્રમાં નિપુણ અને તેના તાત્પર્યનો જાણકાર હતો. અન્ય સર્વ શાસ્ત્રોમાં પણ તે નિષ્ણાત હતો. બધા પુરુષગુણો અને વ્યવહારોના તે નિકષરૂપ હતો. તે સૌમ્ય, ગુણોનો આવાસ, મિત, મધુર, પ્રશસ્ત અને સમયોચિત બોલનારો, મર્યાદાયુક્ત ચારિત્ર્યવાળો અને વિસ્તીર્ણ વેપારવણજ વાળો હતો. સમ્યગદર્શન વડે તેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી હતી. પ્રવચનમાં તે સંશયરહિત શ્રદ્ધા વાળો હતો. જિનવચનનો શ્રાવક અને શુચિ મોક્ષમાર્ગને અનુસરનારો હતો. તે મોક્ષના વિધાનનો જાણકાર હતો ; જીવ અને અજીવનું તેને જ્ઞાન હતું. તે વિનયમાં દત્તચિત્ત, નિર્જર, સંવર અને વિવેકનો અતિ પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિનો જાણકાર અને શીલવ્રતના ઉત્તુંગ પ્રાકાર સમો હતો. તે પોતાના કુળ અને વંશનો દીપક, પ્રજાજનો અને દીનદુ:ખીનું શીતગૃહ, લક્ષ્મીનો મધ્યાવાસ, ગુણરત્નોનો ભંડાર તથા ધીર હતો. Page #26 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તરંગવતીનો જન્મ, બચપણ, તારુણ્ય તરંગવતીનો જન્મ હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રોની પછી માનતા રાખ્યાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપ્નદર્શનપૂર્વક મારો જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. મિત્રો અને બાંધવોને, કહે છે કે અત્યંત આનંદ થયો અને મારા માતાપિતાએ વધામણી કરી. યથાક્રમે મારું બધુંયે જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈઓએ મારું નામ પાડતાં કહ્યું – “જળસમૂહ સભર અને ભંગુર તરંગે વ્યાપ્ત એવી યમુનાએ, માનતા માન્યાથી પ્રસન્ન થઈને આ દીધી, તેથી આનું નામ “તરંગવતી” હો.” બચપણ હે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊંધી થઈ જતી. તે પછી કહે છે કે અંકધાત્રી અને ક્ષીરપાત્રીએ એક વાર રમાડતા રમાડતાં મને વિવિધ મણિમય છોબંધ ભોંય પર પેટે ખસતાં શીખવ્યું. હે ગૃહિણી, મારા માટે કહે છે કે રમકડાંમાં સોનાની ખંજરી અને વગાડવાના ઘૂઘરા અને સોનાના ઘણા લખોટા હતા. હંમેશાં પ્રસન્ન અને હસમુખી, “અહીં, અહીં આવ” (એમ બોલતા) ભાઈઓના ખોળામાં ખેલતી હું, કહે છે કે વારંવાર ખિલખિલ હસી ઊઠતી. લોકોના અનુકરણમાં કહે છે કે હું આંખ અને હાથથી ચેષ્ટાઓ કરતી અને મને બોલાવતાં ત્યારે હું અસ્પષ્ટ, મધુરા ઉદ્ગાર કાઢતી. માતાપિતા, ભાઈઓ અને સ્વજનોના એક ખોળામાંથી બીજા ખોળામાં ઊંચકી લેવાતી હું થોડોક સમય જતાં ડગલાં માંડવા લાગી. વણસમજ્ય અને મધુર તાતા” એમ બોલ્યા કરતી હું બાંધવોની પ્રીતિને કહે છે કે વધુ ગાઢ કરતી હતી. ચૂડાકર્મનો સંસ્કાર ઊજવાઈ જતાં, હું દાસીઓના જૂથથી વીંટળાઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૦ યથેચ્છ હરતીફરતી એમ લોકોએ મને કહ્યું છે. સોનાની ઢીંગલીઓથી અને રેતીનાં ઘોલકાં કરીને હું રમતી અને એમ સહિયરોના સાથમાં મેં બાળક્રીડા માણી. વિદ્યાભ્યાસ પછી ગર્ભાવસ્થાથી આઠમે વરસે મારે માટે ચાર પ્રકારની બુદ્ધિવાળા, કળાવિશારદ, અને ધીર પ્રકૃતિના આચાર્યો લાવવામાં આવ્યા. તેમની પાસેથી મેં લેખન, ગણિત, રૂપકર્મ, આલેખ્ય, ગીત, વાદ્ય, નાટ્ય, પત્રછેદ્ય, પુષ્કરગત – એ કળાઓ ક્રમશઃ ગ્રહણ કરી. મેં પુષ્પપરીક્ષામાં તથા ગંધયુક્તિમાં નિપુણતા પ્રાપ્ત કરી. આમ કાળક્રમે મેં વિવિધ લલિતકળાઓ ગ્રહણ કરી. અમારા કુળધર્મ શ્રાવકધર્મને અનુસરતા મારા પિતાજીએ અમૃતતુલ્ય જિનમતમાં મને નિપુણ કરી. નગરીમાં જે મુખ્ય પ્રવચનવિદ અને પ્રવચનના વાચક હતા તેમને પિતાજીએ મારે માટે બોલાવ્યા, અને મેં નિગ્રંથ સિદ્ધાંતનો સાર ગ્રહણ કર્યો. તેઓએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનો મને ક્રમાનુસાર બોધ આપ્યો. યૌવન એ પછી હે ગૃહિણી, બાળપણ વિતાવીને હું કામવૃત્તિને કારણે આનંદદાયક અને શરીરના સ્વાભાવિક આભરણ સમું યૌવન પામી. તે વેળા કહે છે કે શ્રીમંત, પૂજનીય અને દેશના આભૂષણ રૂપ ઘણાયે વૃદ્ધ ગૃહસ્થો તેમની પુત્રવધુ તરીકે મારું માગું નાખતા હતા. પણ કહે છે કે મારી ઇચ્છા જાળવીને વર્તતા પિતાજી, સરખેસરખા કુળ, શીલ અને રૂપવાળો વર નજરમાં ન આવવાથી તે માગાંનો યુક્તિપૂર્વક અસ્વીકાર કરતા. એક વિનયવિવેકમાં કુશળ સારસિકા નામની દાસી મારા પ્રત્યેના સ્નેહને કારણે એ બધી વાતચીત સાંભળીને મને કહેતી. હું પણ “જી, જી,' કરતી સખીઓથી વીંટળાઈને, સાત માળની હવેલીની ટોચે અગાશીમાં રમતી. પુષ્પ, વસ્ત્રાભૂષણ, સુંદર ક્રીડનક અને જે કાંઈ ખાદ્ય પદાર્થો હોય તે સર્વ મારાં માતપિતા અને ભાઈઓ મને આપતાં. મારા વિનયથી સંતુષ્ટ હતા ગુરુજન, દાનથી ભિક્ષુકજન, સુશીલતાથી બંધુજન, અને Page #28 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા મધુરતાથી સર્વ ઇતરજન. કચિત્ ભોજાઈઓથી, તો કવચિત્ સહિયરોથી વીંટળાઈને હું મારા ઘરમંદિરમાં મંદ૨૫ર્વત ૫૨ લક્ષ્મીની જેમ રહેતી હતી. ૧૧ પૌષધશાળામાં હું વારંવાર સામયિક કરતી અને જિનવચનોની ભાવના માટે ગણિનીઓની સેવાશુશ્રુષા કરતી. માતાપિતા, ભાઈઓ અને બાંધવોને હૃદયથી વધુ ને વધુ પ્રિય થતી હું એ રીતે સુખસાગરમાં નિમગ્ન બનીને સમય ને વિતાવતી હતી. માલણનું આગમન હવે કોઈ એક વાર પિતાજી નાહી, વસ્ત્રાભૂષણ સજી, જમીને બેઠકખંડમાં આરામથી બેઠા હતા. ખંડમાં કૃષ્ણાગુરુના ધૂપના ગોટા પ્રસર્યા હતા, અને રંગરંગનાં કુસુમો વડે સજ્જા કરેલી હતી. લક્ષ્મી સાથે વિષ્ણુ વાર્તાલાપ કરતા હોય, તે પ્રમાણે તેઓ પડખે રહેલી મારી માતા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. હું પણ નાહી, અરહંતોને વાંદી, પૂજ્યોની પૂજા કરીને બા-બાપુજીને વંદન કરવા ગઈ. મેં પિતાજીને અને માતાને વિનયપૂર્વક પાયલગણ કર્યાં, એટલે તેઓએ ‘જીવતી રહે' કહીને મને તેમની પાસે બેસાડી. તે સમયે ત્યાં વાને શ્યામ પણ શ્વેત વસ્ત્રમાં સજ્જ થયેલી અને એમ ચંદ્રકિરણોથી વિભૂષિત શરદ-૨જની સમી શોભતી, દ૨૨ોજ ફૂલપાતરી લાવતી માલણ ઋતુનાં ફૂલોથી ભરેલ તાજાં પર્ણોનો સંપુટ લઈ આવી અને તેણે અમારા બેઠકખંડમાં પ્રવેશ કર્યો. શરદ-વર્ણન હાથ જોડી, દેહયષ્ટિને લાલિત્યથી નમાવી, ભ્રમર જેવા મધુર સ્વરે તે પિતાજીને સવિનય કહેવા લાગી : ‘માનસ સરોવરથી આવેલા અને હવે અહીં વસીને પરિતોષ પામેલા આ હંસો શરદના આગમનની સહર્ષ ઘોષણા કરી રહ્યા છે. આશ્રય લેતા હંસો, શ્વેત પદ્મો અને યમુનાતટના અટ્ટહાસ સમાં કાશફૂલો વડે શરદઋતુનું પ્રાકટ્ય એકાએક થઈ રહ્યું છે. ગળીના વનને નીલ રંગે, અસનવનને પીત રંગે, તો કાશ અને સપ્તપર્ણને શ્વેત રંગે રંગતો શદ આવી પહોંચ્યો છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા હે ગૃહસ્વામી, શરદ પ્રવર્તે છે. જેમ તારા શત્રુઓ તેમ હવે મેઘો પણ પલાયન કરી ગયા છે. જેમ શ્રી અત્યારે પદ્મસરોવરને સેવે છે, તેમ તે તારું ચિરકાળ સેવન કરો.' ૧૨ સપ્તપર્ણનાં પુષ્પોનો ઉપહાર એ પ્રમાણે બોલતી તે શેઠની સમીપ ગઈ, અને પત્રમાં વીંટેલી સપ્તપર્ણનાં પુષ્પોની ટોપલી તેણે ઊલટથી પિતાજીની સમક્ષ મૂકી. તેને ઉઘાડતાંની સાથે જ મદઝરતા હાથીની મદગંધ જેવી સપ્તપર્ણનાં ફૂલોની મહેક ઊઠી અને દશે દિશાઓને ભરી દેતી ઝડપથી પ્રસરવા લાગી. સપ્તપર્ણનાં ફૂલે ભરેલી એ ટોપલી પોતાના મસ્તક પર ધરીને પિતાજીએ એ ફૂલોથી અરહંતોની પૂજા કરી. તેમણે મને તેમ જ મારી અમ્માને તે ફૂલ આપ્યાં, પોતે પણ તેની માળા પહેરી, અને પુત્રો તથા પુત્રવધૂઓને પણ તે મોકલાવ્યાં. શરદના ચંદ્ર જેવાં શ્વેત સપ્તપર્ણનાં ફૂલોને ઉછાળતાં પિતાજીએ તેમાં હાથીદાંત સમાં શ્વેત ગુચ્છા જોયા, અને તે સાથે તેમાં તરુણીના અવિકસિત સ્તન જેવડો, પરાગરજવાળો, સોનાની ગોટી જેવો એક લઘુ ગુચ્છ પણ તેમના જોવામાં આવ્યો. એટલે એ કનકવર્ણા સુંદર ગુચ્છને હાથમાં પકડીને પિતાજી વિસ્મયવિસ્ફારિત નેત્રે ક્યાંય સુધી નિહાળી રહ્યા. તેને પકડી રાખીને, મનમાં કશોક ચોક્કસ નિર્ણય કરવા માટે પિતાજી સર્વાંગે નિશ્ચલ બનીને ઘડીક વિચારી રહ્યા. તરંગવતીની કસોટી પછી, હસતા મુખે તેમણે મને તે કુસુમગુચ્છ આપ્યો અને બોલ્યા, ‘બેટા, આ ગુચ્છના રંગનો ખુલાસો તું વિચારી જો. તું પુષ્પયોનિશાસ્ત્ર અને ગંધયુક્તિશાસ્ત્ર શીખી છે. એ તારો વિષય છે, તો બેટી, તને હું પૂછું છું. સપ્તપર્ણનાં પુષ્પગુચ્છ પ્રકૃતિથી શ્વેત જ હોય છે. તો પછી આ એક ગુચ્છ પીળો છે, તેનાં કયાં કારણો તને લાગે છે ? શું કદાચ કોઇ કલાવિદે આપણને આશ્ચર્ય પમાડવા માટે એ બનાવ્યો હશે, કે પછી પુષ્પયોનિશાસ્ત્રના શિક્ષણનો પ્રયોગ કરી બતાવવા માટે ? ક્ષાર અને ઔષધિઓના યોગથી ફળફૂલ અને Page #30 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પરાગ ત્વરિત ઉત્પન્ન કરી શકાય છે. તેનાં કારણો દર્શાવાયાં છે. આપણે ઇંદ્રજાળમાં જેમ જોઈએ છીએ તે પ્રમાણે ઔષધિના ગુણપ્રભાવે વૃક્ષોને તરત ઉગાડવાની, અથવા તો ફળફૂલોનું કે વિવિધ રંગનું નિર્માણ કરવાની ઘણી રીતો છે.’ ૧૩ પિતાજીએ એ પ્રમાણે કહ્યું એટલે મેં એ પુષ્પગુચ્છને લાંબા સમય સુધી સૂંઘી જોયો અને બરાબર ધ્યાનથી તેને તપાસ્યો. ઊહાપોહ અને વિચારણાની શક્તિ ધરાવતી મારી બુદ્ધિ વડે તેના રંગ, રસ, રૂપ અને ગંધના ગુણોની માત્રાનું મેં બરાબર પરીક્ષણ કર્યું, અને મને કારણ સમજાયું. એટલે સવિનય મસ્તક પર અંજલિ રચીને મેં, પિતાજીને નિકટના પરિચયે વિશ્વસ્ત મનથી કહ્યું : ‘વૃક્ષોની ભોંય, કાળ, ઉત્પત્તિ, પોષણ, પોષણનો અભાવ તથા વૃદ્ધિ એ બધું સમજ્યા પછી જ તેમની મૂળ પ્રકૃતિ અને તેમાં થયેલા વિકાર જાણી શકાય. વળી તે વિકારો કોઈ કળાવિદની પ્રયોગવિધિને કારણે પણ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આ પુષ્પગુચ્છનો વિશિષ્ટ રંગ તમે જે પાંચ કારણોનો નિર્દેશ કર્યો છે તેમાંનાં એકેયનું પરિણામ નથી. પિતાજી, આ ગુચ્છનો જે રંગ છે તે સુગંધી અને રતાશ પડતી પીળી પરાગરજના થરને લીધે છે, અને તેની વિશિષ્ટ ગંધ સૂચવે છે કે તે ઉત્તમ પદ્મનો પરાગ છે. પિતાજી બોલ્યા, ‘બેટા, વનની વચમાં રહેલા સપ્તપર્ણના પુષ્પમાં કમળ૨જ હોવાની વાત કઈ રીતે બંધ બેસે ?’ મેં કહ્યું, ‘પિતાજી, સપ્તપર્ણનો આ પુષ્પગુચ્છ કમળરજ વડે રતાશ પડતો પીળો કઈ રીતે થયો હશે તેના કારણનું મેં જે પદ્ધતિથી અનુમાન કર્યું છે તે તમે સાંભળો. જે સપ્તપર્ણ વૃક્ષનાં આ ફૂલો છે તે વૃક્ષની સમીપમાં, શરદઋતુમાં શોભાવૃદ્ધિ પામેલી કોઈક કમળતળાવડી હોવી જોઈએ. ત્યાં સૂર્યકિરણોથી વિકસેલાં અને પોતાની પરાગરજે રતાશ પડતાં પીળાં બનેલાં કમળોમાં પરાગના લોભે ભ્રમરવૃંદ ઊમટતાં હોય. ઘાટી પરાગરજની રતાશ પડતી પીળી ઝાંયવાળા એ ભ્રમરો ત્યાંથી ઊડીને બાજુના સપ્તપર્ણની પુષ્પપેશીઓમાં આશ્રય લેતા હોય. ભ્રમરવૃંદોના પગે ચોંટેલી કમળરજના સંક્રમણથી તે સપ્તપર્ણનાં પુષ્પ કમળરજની ઝાંય પામ્યાં હોય. આ વસ્તુ આ જ પ્રમાણે Page #31 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા હોવામાં મને કશો સંદેહ નથી.' એ પ્રમાણે મેં કહ્યું એટલે પેલી માલણ બોલી, ‘તમે બરાબર કળી ગયાં.' એટલે મને ભેટી, મારું મસ્તક સૂંઘી પિતાજીએ હર્ષભરેલ હૈયે અને પુલકિત શરીરે કહ્યું : ‘બેટા, તેં મર્મ બરાબર જાણ્યો. મારા મનમાં પણ એ જ પ્રમાણે હતું, પરંતુ તું જે કળા શીખી છે તેની પરીક્ષા કરવા પૂરતું જ મેં તને પૂછ્યું હતું. કૃશોદરી, તને વિનય, રૂપ, લાવણ્ય, શીલ અને ધર્મવિનય એવા ગુણોથી યુક્ત ઉત્તમ વર જલદી મળજો.' — ૧૪ ઉજાણીએ જવાનો પ્રસ્તાવ તે વેળા અમ્માએ પિતાજીને વિનંતી કરી, ‘બેટીએ વર્ણવેલું એ સપ્તપર્ણ વૃક્ષ જોવાનું મને ભારે કુતૂહળ છે.' પિતાજીએ કહ્યું, ‘બહુ સારું. તું સૌ સ્વજનો સાથે તે જોવા જજે, અને ત્યાંના સરોવ૨માં કાલે તારી પુત્રવધૂઓ સાથે સ્નાન પણ કરજે.' પિતાજીએ ત્યાં જ ઘરના મોટેરાઓને અને કારભારીઓને આજ્ઞા દીધી, ‘કાલે ઉદ્યાનમાં સ્નાનભોજન કરવા માટેની તૈયારીઓ કરજો. સુશોભિત વસ્ત્રો અને ગંધમાલ્ય પણ તૈયાર રાખજો મહિલાઓ ત્યાંના સરોવરમાં સ્નાન કરવા જશે.' ― હે ગૃહસ્વામિની, ધાત્રીઓએ, સખીઓએ તથા મારી બધી ભોજાઈઓએ મને એકદમ અભિનંદનોથી ઘેરી લીધી. પછી ધાત્રીએ મને કહ્યું, ‘બેટા, તારું ભોજન આ તૈયાર છે. તો જમવા બેસી જા. નહીં તો ભોજનવેળા વીતી જશે. બેટા, ભોજનવેળા થતાં જે જમી ન લે તેનો જઠરાગ્નિ બળતણ વિનાના અગ્નિની જેમ બુઝાઈ જાય છે. કહ્યું છે કે જઠરાગ્નિ જો બુઝાઈ જાય તો વર્ણ, રૂપ, સુકુમારતા, કાંતિ અને બળનો નાશ કરે. તો ચાલ બેટા, જમી લે, જેથી કરીને વેળા વીતી જવાથી થતો કોઈ દોષ તને ન લાગે.’ એ પ્રમાણે લાગણીથી તેણે મને કહ્યું. એટલે કહ્યા પ્રમાણે ઉચિત વેળા જાળવીને, મેં વર્ણ, ગંધ, રસ આદિ સર્વગુણસંપન્ન શાલિનું ભોજન કર્યું. કેવી હતી એ શાલિ ? બરાબર ખેડેલી અને દૂધે સીંચેલા ક્યારાઓમાં વાવેલી, ત્રણ વા૨ ઉખેડીને ચોપેલી, યોગ્ય રીતે વૃદ્ધિ પામીને પુષ્ટ થયેલી, લખેલી, મસળેલી, છડેલી, ચંદ્ર અને દૂધ જેવા શ્વેત વાનવાળી, પોચી, ગાઢ સ્નિગ્ધતા વાળી, ગુણ નષ્ટ ન થાય તે રીતે રાંધેલી, વરાળ નીકળે તેવી ફળફળતી, Page #32 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સુગંધી ઘીથી તર કરેલી અને ચટણી, પાનક વગેરેથી યુક્ત. હે ગૃહસ્વામિની, પછી મને બીજા પાત્રમાં હાથ ધોવરાવ્યા અને સુગંધી ક્ષૌમ વસ્ત્રથી મારા હાથ લૂછ્યા. પછી મેં હાથપગનો શણગાર સજવાના હેતુથી ઘી અને તેલનો સ્પર્શ કર્યો. ૧૫ કાલે તો ઉજાણીએ જઈશું એમ જાણીને ઘરની યુવતીઓનાં મુખ પર અંતરના ઉમંગની ઘોષણા કરતું હાસ્ય છવાઈ ગયું. ત્યાં તો જેમાં સમાપ્ત થઈ છે દિનભરની પ્રવૃત્તિ, પ્રાપ્ત થઇ છે ચક્ષુને વિષય-નિવૃત્તિ, જેને લઈ ને થતી કર્મથી નિવૃત્તિ અને નિદ્રાની ઉત્પત્તિ, એવી આવી પહોંચી રાત્રી. અંધારાને ફેડતો દીપક પાસે રાખી શયનમાં હું સૂતી અને મારી એ ચાંદનીચીતરેલી રાત્રી સુખે વીતી. ઉજાણી મેં હાથ, પગ અને મોં ધોયાં, અરહંતો અને સાધુઓને વંદન કર્યાં, લઘુ પ્રતિક્રમણ કર્યું અને ઉજાણીએ જવા હું ઉત્સુક બની ગઈ. ઉજાણીએ જવા ઉતાવળી હોઈને યુવતીઓ અને પુત્રવધૂઓએ પણ ત્યારે ગયેલી રાતને ‘કેમેય વીતતી ન હતી' એમ કહીને ઘણી ભાંડી હતી. કેટલીકોએ તો ‘ઉજાણીએ જઇશું, શું શું જોઈશું, કેવી નાહીશું' વગે૨ે મનોરથોની પરસ્પર વાતો કરીને આખી રાત જાગરણમાં જ ગાળી હતી. તૈયારી રસોઈયા, રક્ષકો, કામવાળા, કારભારીઓ અને પરિચારકો ભોજનની તૈયારી માટે સૌની પહેલાં ઉદ્યાને પહોંચી ગયા. ત્યાં તો એકાએક ગગનમાર્ગનો પથિક, પૂર્વદિશાના વદનકમળને વિકસાવનાર, જપાકુસુમ સમો રક્ત સૂર્ય ઊગ્યો. મહિલાઓએ રંગબેરંગી, ભાતભાતનાં, મહામોંઘાં પટ્ટ, ક્ષૌમ, કૌશિક અને ચીનાંશુક વસ્ત્ર લીધાં, કસબીઓએ કલાકુશળતાથી બનાવેલાં, સોના, મોતી અને રત્નનાં ઉત્તમોત્તમ આભૂષણ લીધાં. સૌંદર્યવર્ધક, સૌભાગ્યસમર્પક, યૌવન-ઉદ્દીપક પ્રસાધન લીધાં. Page #33 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા એ પછી નિમંત્રિત સગાસંબંધીની સર્વ મહિલાઓ આવી જતાં અમ્માએ ઉજાણીએ જવા નીકળવાની તૈયારીઓ કરી, અને શુભ મુહૂર્તે બધી સામગ્રી સહિત અમ્માએ તેમની સાથે પ્રયાણ કર્યું. તરત જ અમ્માની પાછળ વાસભવનના માર્ગને આભૂષણના રણકારથી ભરી દેતો યુવતીસમુદાય ચાલ્યો. તરુણીઓના નૂપુરનું રુમ્મકઝુમ્મક, સુવર્ણમય રત્નમેખલાનો ખણખણાટ, અને સાંકળીની કિંકિણીનો રણકાર એ સૌનો રમ્ય ઘોષ ઊઠતો હતો. મન્મથના ― ૧૬ ઉત્સવની શરણાઈ સમી તેમના આભૂષણની શરણાઈ જાણે કે લોકોને માર્ગમાંથી દૂર હઠવા કહી રહી હતી. અમ્માના આદેશથી મને બોલવવા આવેલી દાસીઓએ તેમના નીસર્યાના સમચાર મને કહ્યા. એટલે, હે ગૃહસ્વામિની, શરીરે સર્વ શણગાર અને મનોહર, મૂલ્યવાન વસ્ત્રથી સુસજ્જ થયેલી મારી સખીઓ કે મને મજ્જન કરાવીને શણગાર સજાવ્યા. મેં સુવર્ણચૂર્ણથી મંડિત, મૂલ્યવાન, સુકુમાર, સુંદર, શ્વેત, આકર્ષણ માટેના ધ્વજપટ સમું પટ્ટાંશુક પહેર્યું. વસ્ત્રાભૂષણનાં પાણીદાર રત્નોની ઝળહળતી કાંતિથી મારું લાવણ્ય, ઋતુકાળે ખીલી ઊઠેલી ચમેલીની જેમ, દ્વિગુણિત બન્યું. તરત જ હું દાસીમંડળથી વીંટળાઈને બહારના કોટની લગોલગના ચતુઃશાલના વિશાળ આંગણમાં નીકળી આવી. ત્યાં વસ્ત્રાભૂષણથી દીપતા એ યુવતી-સમુદાયને ઇંદ્રના આવાસમાં એકઠા મળેલા સુંદર અપ્સરાવૃંદ સમો મેં જોયો. ત્યાં બળદોને હાંકવામાં અને કાબૂમાં રાખવામાં અનુભવી, ગાડી પર બેઠેલા ગાડીવાને મને બોલાવી, ‘કુમારી, તમે ચાલો, ચાલો, ઉજાણીએ જવા માટેનાં વિમાન સમી આ સૌથી વધુ રૂપાળી ગાડી શેઠે આજે તમારા માટે નક્કી કરી છે.’ એ પ્રમાણે બોલતા તે સેવકે મને ઝડપ કરાવી, એટલે કામળો પાથરેલી તે ગાડીમાં હું સુખેથી ચઢી બેઠી. તે પછી મારી પાછળ મારી ધાત્રી અને દાસી સારસિકા પણ ચઢી. ઘંટડીઓનો રણકાર કરતી તે ગાડી ઊપડી. સ્ત્રીઓની સારસંભાળ રાખતા કંચુકીઓ, ઘરના કારભારીઓ અને પરિચારકો મારી પાછળ પાછળ આવતા હતા. પ્રયાણ આ પ્રમાણે સુયોજિત, સુંદર પ્રયાણ વડે નગરજનોને વિસ્મય પમાડતાં, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તરંગલોલા અમે સરળ ગતિએ રાજમાર્ગ પર થઈને જવા લાગ્યાં. હું વિવિધ હાટોવાળા, વિશાળ, અનેક શાખાઓમાં ફંટાયેલા, લક્ષ્મીના મોંઘામૂલા સારરૂપ, નગરના રાજપથને જોવા લાગી. હે ગૃહસ્વામિની, ભીડેલી જાળીયુક્ત કમાડવાળાં ઘરો, જોવાની રસિયણ યુવતીઓને લીધે જાણે કે વિસ્ફારિત લોચને મને જોઈ રહ્યાં હતાં. જોવાને ઉત્સુક રસ્તા પરના લોકો મને વાનરૂપી વિમાનમાં બેઠેલી લક્ષ્મીની જેમ પસાર થતી અનિમિષ નેત્રે જોતાં હતાં. વળી તે વેળા મને જોઈને રાજમાર્ગ પરના નગરના તરુણોનાં હૈયાં મન્મથની શરજાળથી જાણે કે બળી રહ્યાં હતાં. રમણ કરવાનો યોગ કેમ પ્રાપ્ત કરવો એવા મનોરથ કરતા તેઓ એક પળમાં તો પ્રાણસંશય થાય તેવો તીવ્ર તલસાટ અનુભવવા લાગ્યા. અપ્સરા જેવી રૂપાળી યુવતીઓને પણ મારું રૂપ જોઈને એવું રૂપ પ્રાપ્ત કરવાના મનોરથ ઉદ્ભવ્યા. મારું રૂપ, સૌકુમાર્ય અને હાવ વડે રમણીય શીલ જોઈને રાજપથ પરના સૌ લોકો જાણે કે અન્યમનસ્ક બની ગયા. વિશાળ રાજપથ પર થઈને અમે જતાં હતાં ત્યારે ત્યાં પ્રસરી ગયેલી સુગંધથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોની આ પ્રકારની વાતો સાંભળી મારી દાસીઓ અમે નગરમાંથી બહાર નીકળી ગયાં ત્યારે પાછળ દોડી આવીને મને કહી ગઈ. એ રીતે ઉદ્યાનમાં પહોંચીને મહિલાઓ વાહનોમાંથી ઊતરી. રક્ષકગણને ઉદ્યાનની સમીપના ભાગમાં નિકટમાં જ સ્થાપિત કર્યો. ઉદ્યાનદર્શન બે સખીઓ સહિત હું પણ ગાડીમાંથી ઊતરી, અને બીજી મહિલાઓની સાથે મેં એ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનનાં કોટ તથા દ્વાર ઉત્તુંગ અને શ્વેત હતાં. પુષ્પિત તરુવરોથી તે ભરચક હતું. નંદનવનમાં અપ્સરાઓ વિહરે તેમ તે ઉદ્યાનમાં મહિલાઓ વિહરવા લાગી. તે ઉપવનને નીરખતાં નીરખતાં તેઓ પર્ણગુચ્છોથી સભર સૌંદર્યધામ સમાં વૃક્ષોના પુષ્પગુચ્છો ચૂંટવા લાગી. એટલામાં અમ્માએ કહ્યું, “ચાલો, ચાલો, આપણે સપ્તપર્ણને જોઈએ ; કુંવરીએ એના ફૂલ પરથી સૂચવ્યું હતું Page #35 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ને, કે સરોવરને કાંઠે એ હોવો જોઈએ.” એટલે એ યુવતીસમુદાય અમ્માને અનુસરતો મસૃણ ગતિએ આગળ વધ્યો, અને પેલા સપ્તપર્ણ વૃક્ષને તેણે જોયું. ૧૮ - હું પણ ધાત્રી અને સારસિકા ચેટીના સંગાથમાં, સેંકડો દર્શનીય, નયનમોહક અને મનમોહક વસ્તુઓમાં લોભાતી, એ સોહામણા ઉઘાનને નિહાળવા લાગી — શરદઋતુએ તેના ગુણસર્વસ્વથી ત્યાં અવતરણ કર્યું હોઈ, તથા અનેકવિધ ઉત્તમ પુષ્પોથી સૌંદર્યસમૃદ્ધ બનેલું હોઈને ઉઘાન સર્વ પ્રેક્ષકોને માટે નયનરમણીય બન્યું હતું. હજારો પંખીઓનો શ્રવણસુખદ કલરવ સાંભળતી હું પુષ્પપરાગથી રંજિત મધુકરી સમી ભ્રમણ કરી રહી. ત્યાં વર્ષાઋતુ વીતતાં, શરદના આગમને પિચ્છકલાપ ખરી પડ્યો હોવાથી મવિહોણો બની ગયેલો મયૂર, જિતાયેલા જુગારી સમો મારી દૃષ્ટિએ પડ્યો. ત્યાંના કદલીગૃહો, તાડગૃહો, ચિત્રગૃહો, લાવણ્યગૃહો, ધારાગૃહો અને કેલિગૃહો મેં જોયાં. તે ઉદ્યાન સપ્તપર્ણોને લીધે જાણે કે ધૂંધવાતું હતું, અશોકવૃક્ષોથી જાણે કે સળગી રહ્યું હતું, પુષ્પિત બાણવૃક્ષો વડે જાણે કે આગંતુકોને નિહાળી રહ્યું હતું. સપ્તપર્ણ એ પછી મેં પેલો સર્વાંગસુંદ૨ સપ્તપર્ણ જોયો ઃ મોટા ભાગનાં પાન ખરી પડેલો, સર્વત્ર છવાઈ ગયેલાં પુષ્પોના ભારે લચતો, પુષ્પગુચ્છોથી શ્વેત શ્વેત બની ગયેલો, અને ગુંજતી મધુકરમાળા વડે સજ્જ જાણે કે નીલોત્પલની માળા ધારણ કરેલ બલદેવ. પવનથી ખરી પડીને નીચેની ભોંયને મંડિત કરતી તેની પેશીઓને દહીંભાત સમજીને કાગડાઓ ચોતરફથી ચાંચ વડે ખોતરતા હતા. મેં પત્રપુટમાં વીંટળાયેલો, મારા પુષ્ટ સ્તન જેવડો, રૂપાના ચત્તા કોશ સમો તેનો એક પુષ્પગુચ્છ ચૂંટ્યો. ભ્રમરબાધા એટલામાં તો મધુમત્ત ભ્રમરો, કમળના લોભે, કમળના જેવા જ સુગંધી મારા મુખકમળની પાસે આવી લાગ્યા. મનોહર ઝંકારના મધુર, સુખદ સ્વરને લીધે અનંગશર સમા ભ્રમરો, ગુંજન કરતા, મારા વદન ઉપર, કમળની ભ્રાંતિથી ઊતરી આવ્યા. ભ્રમરીઓનાં ટોળાં સહિત આવીને મારા મુખ પર આશરો લેતા તે ભ્રમરોને હું કોમળ કર વડે વારવા લાગી. એ રીતે હાથ ― Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તરંગલોલા વડે વારવામાં આવતાં તો ઊલટાં તેઓ વધુ ને વધુ નિકટ આવી લાગ્યા – માનું છું કે પવનથી હલતાં પલ્લવોથી જાણીતા હોઈને તેઓ ડરતા ન હતા. ભ્રમરભ્રમરીનાં ટોળાંને લીધે હું પ્રફુલ્લ ચમેલી સમી દેખાતી હતી. મને ડરથી પ્રસ્વેદ વળી ગયો, હું થરથરવા લાગી અને મેં મોટેથી ચીસ પાડી. પરંતુ મત્ત ભ્રમરભ્રમરીનાં ટોળાંના ઝંકારમાં અને જાતજાતના પક્ષીઓના ભારે ઘોઘાટમાં મારી ચીસનો અવાજ ડૂબી ગયો. ઘોડાની લાળથી પણ વધુ ઝીણા ઉત્તરીય વડે ભ્રમરોને વારીને અને મુખ ઢાંકી દઈને હું તેમના ડરથી નાઠી. દોડતા દોડતાં, કામશરોના નિવાસ સમી, ચિત્રવિચિત્ર રત્નમય મારી મેખલા મધુર રણકાર સાથે તૂટી પડી. અતિશય ભયભીત થયેલી હોઈને, હે ગૃહસ્વામિની, હું તૂટી પડેલી મેખલાને ગણકાર્યા વિના મહામુશ્કેલીએ ભ્રમરોથી મુક્ત એવા કદલીમંડપમાં પહોંચી ગઈ. સપ્તપર્ણ એટલે ત્યાં એકાએક દોડી આવીને ગૃહદાસીએ મને આશ્વાસન આપીને કહ્યું, “હે ભીરુ, ભમરાઓએ તને દૂભવી તો નથીને?” તે પછી ફરતાં ફરતાં મેં પેલા સપ્તપર્ણના વૃક્ષને જોયું. એ કમળસરોવરમાંથી ઊડીને આવતા ભ્રમરગણોનું આશ્રયસ્થાન હતું. શરદઋતુના પ્રારંભે બેઠેલાં પુષ્પોથી છવાઈ ગયું હતું. સરોવરતીરના મુકુટરૂપ હતું. ભ્રમરીઓનું પિયર હતું. ભ્રમરરૂપી લાંછનવાળા ધરતી પર ઊતરી આવેલા પૂર્ણચંદ્રરૂપ હતું. સૌ મહિલાઓ ફૂલ ચૂંટવામાં રત હોઈને ઘડીક ભેળી થઈ જતી તો ઘડીક છૂટી પડી જતી. એ વૃક્ષને ઘણો સમય નીરખીને પછી મારી દષ્ટિ કમળસરોવર તરફ ગઈ. કમળસરોવર સુવર્ણવલયથી ઝળહળતા ડાબા હાથે દાસીને અવલંબીને હું તે કમળસરોવર જોઇ રહી : Page #37 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તેમાં ભયમુક્ત બની કલરવ કરતાં અને જોડીમાં ફરતાં જાતજાતનાં પંખીઓનો નિનાદ ઊઠી રહ્યો હતો. ૨૦ અંદર નિમગ્ન બનેલા ભ્રમરોવાળાં વિકસિત કમળોનાં ઝૂંડનાં ઝૂંડ હતાં. પ્રફુલ્લ કોકનદ, કુમુદ, કુવલય, અને તામરસના સમૂહે તે સર્વત્ર ઢંકાઈ ગયું હતું. ઉદ્યાનની પતાકા સમા તે કમળસરોવરને હું જોઈ રહી. હે ગૃહસ્વામિની, રક્તકમળો વડે તે સંધ્યાનો, કુમુદો વડે જ્યોત્સ્વાનો, તો નીલકમળો વડે તે ગ્રહોનો નો ભાવ ધારણ કરતું હતું. ) ભ્રમરીઓના ગુંજારવથી તે જાણે કે ઉચ્ચ સ્વરે ગીત ગાતું હતું. હંસોના વિલાપથી જાણે કે તે રડતું હતું. પવનથી હલી રહેલાં કમળો વડે જાણે કે તે અગ્રહસ્તના સવિલાસ અભિનય સાથે નૃત્ય કરતું હતું. દર્પથી મુખર ટીટોડાઓ, ક્રીડારત બતકો અને હર્ષિત ધૃતરાષ્ટ્રો વડે તેના બંને કાંઠા શ્વેત બની ગયા હતા. મધ્યભાગને ક્ષુબ્ધ કરતા ભ્રમરવાળાં કમળો, વચ્ચે ઇંદ્રનીલ જડેલાં સુવર્ણપાત્ર સમાં શોભતાં હતાં. તેના પર બેઠેલા, ફીંડલું વાળેલા ક્ષૌમ વસ્ત્ર જેવા ધવલ અને શરદઋતુ પાસેથી ગુણગણ પામેલા એવા હંસો સરોવરના અટ્ટહાસ સમા દીસતા હતા. કેસરલિપ્ત મારા પયોધર જેવા શોભા ધરતા, પ્રકૃતિથી જ રતાશ પડતા, પ્રિયા સાથે જેમનો વિપ્રયોગ નિર્મિત છે તેવા ચક્રવાક મેં જોયા. પદ્મિનીપત્રો પર બેઠેલા કેટલાક ચક્રવાક લીલા મણિની ફરસ પર પડેલા કરેણનાં ફૂલના પુંજ સમા શોભી રહ્યા હતા. ઈર્ષ્યા અને રોષરહિત, સહચરીના સંગમાં અનુરક્ત, મનશિલ જેવા રતૂમડા ચક્રવાક મેં ત્યાં જોયાં. પોતાની સહચરીની સંગાથે પદ્મિનીપત્રોની વચ્ચે ૨મતા ચક્રવાક, Page #38 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા મરકતમણિની છો પર દડતા રત્નકલશના જેવી શોભા ધરી રહ્યા હતા. મૂર્છા ૨૧ સરોવરના અલંકાર સમા, ગોરોચના જેવી રતાશ ધરતા એ ચક્રવાકોમાં મારી ષ્ટિ કાંઈક અધિક રમમાણ રહી. હે ગૃહસ્વામિની, બાંધવજન સમા એ ચક્રવાકોને ત્યાં જોઈને મને મારા પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું, અને શોકથી મૂર્છિત થઈ હું ઢળી પડી. ભાન પાછું આવતાં, મારું હૃદય અતિશય શોકથી રૂંધાઈ ગયું, અને હું પુષ્કળ આંસુ સારી મનોવેદના પ્રગટ કરવા લાગી. હું રડતાં રડતાં, કમળપત્રમાં પાણી લાવીને મારા હૃદયપ્રદેશને તથા આંસુને લૂછતી દાસીને જોઈ રહી. પછી તે ગૃહસ્વામિની, હું ત્યાંથી ઊઠીને તાજાં, લીલાં પત્ર વાળી પદ્મિનીના ઝૂંડ સમા, સરોવ૨કાંઠેના કદલીમંડપમાં ગઈ. ત્યાં નિર્મળ ગગનતળ જેવી અત્યંત શ્યામ પથ્થરની પાટ પર હું શોકવિવશતાથી આંસુ વહેવરાવતી બેસી પડી. ચેટીની પૃચ્છા એટલે દાસીએ મને પૂછ્યું, ‘હે સ્વામિની, શું તને ખાધેલું બરાબર પચ્યું નથી ? અથવા તો વધુ પડતો થાક લાગ્યો છે ? કે પછી કશુંક તને કરડી ગયું ?' મારાં આંસુ લૂંછતી તે પોતે પણ મારા પ્રત્યેના સ્નેહથી આંસુ સારવા લાગી ; વળી તેણે પૂછ્યું, ‘તને શા કારણે આ મૂર્છા આવી ? મને સાચી વાત કહે, જેથી તરત જ ઉપાય કરી શકાય. વિલંબને લીધે તારા શરીરને રખે કશી હાનિ પહોંચે. કહ્યું છે કે વ્યાધિની, દુર્જનની મૈત્રીની અને દુઃશીલ સ્ત્રીની ઉપેક્ષા કરનાર પછીથી ભારે દુઃખી થાય છે. પ્રમાદ સેવવાથી અનર્થ આવી પડે અને વિનાશ પણ થાય, માટે હે સુંદરી, બધી બાબતમાં સમયસર પગલાં લેવાં એ જ સારું છે. માટે, આવી પડેલા નાના શા દોષ પ્રત્યે પણ પ્રમાદ ન સેવવો, નહીં તો યોગ્ય વેળાએ જે નખથી છેદાય તેવું હોય, તે પછીથી કુહાડાથી છેદવું પડે તેવું થઈ જાય.' આ પ્રકારનાં તેમ જ બીજાં પણ સહિયરને સહજ એવાં પથ્ય વચનો Page #39 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા દાસીએ વિનવણી કરતાં કરતાં મને કહ્યાં. એટલે ઊઠીને મેં તેને કહ્યું, ‘તુ બીશ નહીં, નથી મને અજીર્ણ થયું, નથી મને ભારે શ્રમ પડ્યો કે નથી મને કશું કરડી ગયું.' તે બોલી, ‘તો પછી એમ કેમ થયું કે ઉત્સવ પૂરો થયે જેમ ઇંદ્રધ્વજની યષ્ટિ પટકાય તે રીતે તું મૂર્છાવિકળ અંગોએ ભોંય પર ઢળી પડી ? હે સુંદરી, મને કશી સમજ નથી પડતી એટલે તને પૂછી રહી છું, તો તું તારી આ દાસીને રજેરજ વાત કર.' તરંગવતીનો ખુલાસો એટલે, હે ગૃહસ્વામિની, તે મરકતમણિના ગૃહ સમા કદલીગૃહમાં નિરાંતે બેઠાં બેઠાં મેં સારસિકાને મધુર વચને વાત કરી. ‘હે સખી, હું મૂર્છા ખાઈને શા કારણે ઢળી પડી, તેની કથની ઘણી લાંબી છે. હું તને ટૂંકમાં કહી સંભળાવું છું. સાંભળ. તું અને હું સાથે જ જન્મ્યાં, સાથે જ ધૂળમાં રમ્યાં અને આપણે સાથોસાથ સુખદુઃખ ભોગવ્યાં છે; વળી તું તો મારું બધું રહસ્ય જાણે છે. એટલે જ હું તને આ વાત કહું છું. હે પ્રિય સખી, જે તારા કર્ણદ્દારમાં પ્રવેશે છે, તે તારા મુખમાંથી બહાર ન નીકળે તેની તું સંભાળ રાખે છે, તેથી જ તો હું આ વાત તને કહું છું. હું તને મારા જીવતરના સમ દઉં છું, તું મારું આ રહસ્ય કોઈને પણ ન કહેતી.’ ૨૨ આ પ્રમાણે જ્યારે મેં સારસિકાને શપથથી બાંધી લીધી ત્યારે તે મારે પગે પડીને કહેવા લાગી, ‘તું કહે છે તેમ જ કરીશ. હું ઇચ્છું છું કે તું તારી આ વાત મને કહે. હે વિશાલાક્ષિ, હું તારા ચરણના અને મારા જીવતરના શપથ ખાઉં છું કે તું જે કહીશ તે હું પ્રગટ નહીં જ કરું.' મેં કહ્યું, ‘હે સારસિકા, તું મારા પ્રત્યે અનુરાગવાળી છે તેથી તને વાત કરું છું. મારું કોઈ પણ એવું રહસ્ય નથી જે મેં તને ન કહ્યું હોય. પૂર્વે મેં જે દુઃખ અનુભવ્યું છે તેથી મારી આંખોમાંથી આંસુ વરસી રહ્યાં છે. તીવ્ર વેદના ફરીથી સહેવાના ભયે હું કહેતાં અંચકાઉંછું. પણ તું સાંભળ, સાંભળતાં ખિન્ન કે વિહ્વળ ન બનતી પ્રિયવિરહનાં કારુણ્યવાળી સર્વ સુખદુ:ખની પરંપરા હું વર્ણવું છું. સાંભળવાનું તને ખૂબ કુતૂહળ છે, તો હું અહીં નિરાંતે બેઠાં બેઠાં શોકથી વિષણ અને ગળતાં નેત્રે મારી કથની કહું છું. — Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તરંગલોલા પૂર્વભવનો વૃત્તાંત ચક્રવાક-મિથુન ગંગાનદી મધ્યદેશના મિત્ર સમો અંગ નામનો દેશ હતો : ધાન્યથી ભરપૂર, તથા શત્રુઓના આક્રમણ, ચોર અને દુષ્કાળથી મુક્ત. તેની રાજધાની હતી ચંપા – રમણીય વનરાજિ અને ઉદ્યાનોથી મંડિત, બધી ઉત્તમ પુરીઓના ગુણોથી સમૃદ્ધ અને એમ સાચ્ચે જ એકમાત્ર પુરી. જેના કાંઠા સ્નિગ્ધ હતા અને બંનેય તટ પુષ્કળ ગામો, નગરો અને જનપદોથી ભરચક હતા તેવી, પંખીઓનાં ઝૂડથી વ્યાપ્ત, અંગદેશની રમણીય નદી ગંગા ત્યાં થઈને વહેતી હતી. કાદંબ પક્ષીરૂપી કુંડળ અને હંસરૂપી મેખલા ધરતી, ચક્રવાકરૂપી સ્તનયુગલવાળી, સાગરપ્રિયા ગંગા ફણનું વસ્ત્રપરિધાન કરી ગમન કરતી હતી. તેના કાંઠા પરનાં વૃક્ષો મત્ત વનગજોના દંતૂશળના પ્રહારવાળાં હતાં. તેના તરપ્રદેશોમાં જંગલી પાડા, વાઘ, દીપડા અને તરસની મોટી વસતી હતી. તે નદી પર, પાકવા માંડેલા કલમી ચોખા જેવી રતાશ ધરતા ચક્રવાક્યુગલોનાં જૂથ શોભી રહ્યાં હતાં. તેમની પોતપોતાની જોડીમાંના સાથીદાર સદા એકમેક પ્રત્યે અનુરક્ત રહેતાં. ત્યાં ધૃતરાષ્ટ્ર, સારસ, આડિ, કાદંબ, હંસ, ટીટોડા અને તેવાં બીજાં પક્ષીઓનાં ટોળાં નિર્ભયપણે અને સ્વચ્છંદે ક્રીડા કરતાં હતાં. ચક્રવાકી હે સખી, ત્યાં હું આગલા ભવમાં એક ચક્રવાકી હતી. કપૂરના ચૂર્ણથી મિશ્રિત કપીલા જેવો આછો રતૂમડો મારા શરીરનો વાન હતો. એ પક્ષીભવમાં તે અવસ્થાને યોગ્ય પ્રચુર સુખસન્માનમાં હું આસક્ત હોઈને પછીના મનુષ્યભવનું મને સ્મરણ થતું હતું. સંસારમાં સર્વ યોનિઓના જીવોને, જો Page #41 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૨૪ તેઓ સુખસંપત્તિથી મોહિત હોય તો તેમને આગલા જન્મની સ્મૃતિ થતી હોય જેમાં સ્વચ્છેદે અને સુખે વિચારવાનું હતું, જોઈતી વસ્તુ સ્વચ્છેદે પ્રાપ્ત થતી તેવી ચક્રવાક્યોનિમાં હું ગાઢપણે આસક્ત હતી. જેવો તદન દોષમુક્ત અનુરાગ ચક્રવાકોમાં હોય છે, તેવો જીવલોકના અન્ય પ્રાણીઓ વચ્ચે નથી હોતો. ચક્રવાક ત્યાં એક ચક્રવાક હતો. સહેજ ગોળાશ ધરતું, સુંદર, સશક્ત તેનું શરીર હતું. અગરુ જેવો મસ્તકનો વાન હતો. ગંગામાં વિચરવામાં તે કુશળ હતો. શ્યામ ચરણ અને ચાંચવાળો એ ચક્રવાક લાવણ્યમાં, નીલકમળની પાંખડીઓથી મિશ્રિત તાજાં કોરંટ પુષ્પોના ઢગનો આભાસ ઉપજાવતો હતો. આમરણ નિરંતર એકધારી પ્રેમવૃત્તિવાળો તે સ્વભાવે ભદ્ર અને ગુણવાન હતો, અને તપસ્વીની જેમ રોષવૃત્તિથી તે તદન મુક્ત હતો. સજળ મેઘો સમા જળપ્રવાહમાં વીજળીની જેવી ત્વરિત ગતિવાળી હું તેના સંગાથમાં, સરિતાના તીરોના કંઠાભરણ સમી વિહરતી હતી. કમલિનીની કુંકુમ-અર્ચા સમી, ગિરિનદીની રત્નદામણી સમી, તટપ્રદેશમાં રાચતી, હું પ્રિયમાં અનુરક્ત રહેતી વિચરતી હતી. પરસ્પરના શ્રોત્રને શાતા આપતા, કર્ણરસાયણ સમા મનહર કલરવે અમે ખેલતાં હતાં. અમે એકમેકનો પીછો કરતાં, એકમેકના સ્વરનું અનુકરણ કરતાં, એકમેકમાં અનુરક્ત, એકમેકને ઘડીક પણ છોડવાને ઇચ્છતાં ન હતાં. એ પ્રમાણે એકબીજાનું અનુવર્તન કરતાં અમારો બંનેનો બાધારહિત, સંતુષ્ટ જીવનક્રમ પ્રવર્તતો હતો. આ રીતે અમે વિવિધ નદીઓમાં, અનેક Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તરંગલોલા રમણીય પાસરોવરોમાં, રેતાળ કે ટીંબાવાળા મનોહર તીરપ્રદેશોમાં રમણ કરતાં હતા. વનહસ્તી હવે એક વાર અનેક પ્રકારના પક્ષીઓનાં ગણો અને યુગલો વચ્ચે અમે, રત્નની છે જેવા ભાગીરથીના જળની સપાટી પર રમતાં હતાં. એ વેળા ત્યાં સૂર્યના તાપે તપ્ત એક મદમસ્ત ગજ નહાવા આવ્યો. રાજ્યલક્ષ્મી જેવા ચંચળ અને દુંદુભિ જેવો મધુરગંભીર શબ્દ કરતા તેના કાન તેના સ્કંધ પર પડતા હતા. મેઘની જેમ તે ગર્જતો હતો, ગિરિશિખર જેવું સ્થૂળ તેનું શરીર હતું, મંડસ્થળ મટે ખરડાયેલું હતું. શરીર ધૂળથી લિપ્ત હતું. પોતાના મદપ્રવાહની મનહર, મઘમઘતી સુગંધે વનવૃક્ષોનાં પુષ્પોની સુગંધને હરી લેતો, શરીર પરથી વહેતા, તાજા સપ્તપર્ણના ફૂલ જેવી ગંધવાળા અને વાયુવેગે ચોતરફ છંટાતા મદજળ વડે આસપાસની ધૂળને સુગંધિત કરતો, સાગરની મહિષી ગંગાના વિશાળ પુલિનરૂપી જઘન પર જાણે કે મેખલા રચતો તે ગજરાજ અમે હતા તે તરફ લલિત ગતિએ આવવા લાગ્યો. ગંગા તેના આગમનથી ડરતી હોય તેમ, ઊઠેલા જબ્બર કલ્લોલોને મિષે જાણે કે દૂર ખસી જવા લાગી. પાણી પી પીને પછી ધરામાં ઊતરીને તેમાં નિમગ્ન થતો તે સુંદર લાગતો હતો. - સૂંઢ વડે તે ચારે દિશાઓમાં અને પોતાની પીઠ પર જળ ઉડાડતો, જાણે કે મલિન જળને સ્વચ્છ કરવાની આતુરતાથી ધરાને ઉલેચી નાખવા તે ઈચ્છતો હોય તેમ લાગતું હતું. હે સખી ! સૂંઢને જળથી ભરીને તે જળની ધાર ઉડાડતો, તે અગ્રભાગથી ઝરતા નિર્ઝરવાળા ગિરિશિખર સમો શોભતો હતો. તે સૂંઢ ઊંચી કરતો ત્યારે તેનું રાતા તાળવા, જીભ અને હોઠવાળું મુખ, શુદ્ધ અંજનના ગિરિમાં હિંગળોકની ખાણની ગર્તા જેવું શોભતું હતું. Page #43 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા જળમાં મજ્જન કરતાં, જળ પ્રવાહને અનેક રીતે ડખોળતાં અને જળ પીતાં તેણે અમને સૌ પક્ષીઓને ઉડાડ્યાં. દૂર ઊડી ગયા છતાં અમારો ભય જતો ન હતો. નાહીને શાતા અનુભવતો હાથી પોતાની ઇચ્છા અનુસાર પાણીની બહાર નીકળ્યો. ૨૬ વ્યાધ તે વેળા પ્રાણીઓને મારીને પોતાનો જીવનનિર્વાહ ચલાવતો એવો એક જુવાનજોધ વ્યાધ ત્યાં આવી પહોંચ્યો. જંગલી ફૂલોની માળા તેણે મસ્તક પર વીંટી હતી. હાથમાં ધનુષ્યબાણ સાથે તે કાળદંડ ધારણ કરેલા યમરાજ સમો લાગતો હતો. તેના અડવાણા પગ થાંભલા જેવા હતા. પગના નખ ભાંગેલા અને આડાઅવળા હતા. પગની આંગળીઓ ઊપસેલા હાડકાવાળી અને મેળ વગરની હતી. સાથળ ઊપસેલાં હતાં. છાતી ખૂબ વિશાળ હતી. બહુ વારંવાર ધનુષ્ય ખેંચવાના મહાવરાથી કઠોર બનેલા હતા. દાઢીમૂછ રતાશ પડતાં અને વધેલાં હતાં. મોઢું ઉગ્ર હતું. આંખો પીંગળી અને રાખોડી હતી. દાઢો લાંબી, વળેલી, ફાટેલી અને પીળાશ પડતી ભૂખરી હતી. ખભા પ્રચંડ હતા. ચામડી પવન અને તાપના મારથી કાળી અને કકર્શ બનેલી હતી. વાણી કઠોર હતી. Page #44 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા આવો પક્ષીઓના કાળ સમો તે કૃતાંત ત્યાં આવી લાગ્યો. તેના ખભે તૂંબડું લટકાવેલું હતું. તેણે ભયાનક વ્યાઘ્રચર્મ પહેર્યું હતું, જે કાળા કાજળથી કાબરચીતરા કરેલા પીળા વસ્ત્ર જેવું લાગતું હતું. ૨૭ પેલા હાથીને જોઈને તે વ્યાધ, હાથી પહોંચી ન શકે તેવા સ્થાને નદીકાંઠે ઊગેલા એક પ્રચંડ થડવાળા વિશાળ વૃક્ષ પાસે પહોંચ્યો. ખભા પાસે ધનુષ્યને ગોઠવી નજરને તીરછી કરી તે દુષ્ટ પેલા જંગલી હાથીને મારવા માટે ધનુષ્યની પણછ પર બાણ સર્જ્યું. બરાબર સ્થાન લઈને, ધનુષ્યની પણછ પર ચડાવેલું તે પ્રાણઘાતક બાણ તેણે હાથી તરફ છોડ્યું, અને કાળમુહૂર્તમાં ત્યાંથી પસાર થતા મારા સાથીને કાળયોગે તે બાણે કટિપ્રદેશમાં વીંધી નાખ્યો. પ્રબળ ચોટની પીડાથી મૂર્છિત બનેલો, ગતિ અને ચેષ્ટાથી રહિત થઈને તે પહોળી પાંખે પાણીમાં ધબકાયો અને સાથે મારું હૃદય પણ ભાંગી પડ્યું. વિદ્ધ ચક્રવાક તેણે બાણથી વીંધાયેલો જોઈને પહેલવહેલા માનસિક દુઃખના શોકનો ભાર ધારણ કરવાને અશક્ત બનીને હું પણ મૂર્છા ખાઈને નીચે પડી. ઘડીક પછી ગમે તેમ કરીને ભાન આવતાં શોકથી વ્યાકુળ બની વિલાપ કરતી હું આંસુપૂરે ઉભરાતી આંખે મારા પિયુને જોઈ રહી. તેના કટિપ્રદેશમાં બાણ ભોંકાયેલું હતું ; બંને પાંખોનો સંપુટ, છૂટો, પહોળો ને ઢળી પડેલો હતો ; પવનને ઝપાટે ઢાળીને ભાંગી નાખેલા, વેલો વળગેલા પદ્મ સમો તે પડ્યો હતો. પડવાને લીધે બહાર નીકળી આવેલા લોહીથી લદબદ એવો તે લાખથી ખરડાયેલા પાણીભીના સુવર્ણ કળશ સમો દીસતો હતો. લોહીથી ખરડાયેલા શરીરવાળો તે મારો સાથી ચંદનના દ્રવથી સિંચિત પૂજાપા માટેના અશોકપુષ્પોના ઢગ સમો દીસતો હતો. જળપ્રવાહને કાંઠે પડેલો કેસૂડાના જેવા સુંદ૨વાનવાળો તે આથમવાની અણી પર આવેલા, ક્ષિતિજમાં ડૂબવા માંડેલા સૂરજ સમો શોભતો હતો. મારા પ્રિયતમને ભોંકાયેલું બાણ ચાંચ વડે ખેંચી કાઢવામાં મને એ ડર લાગતો હતો કે બાણ ખેંચવાની વેદનાને પરિણામે તે કદાચ મૃત્યુ પામે. પાંખ Page #45 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૨૮ પસારીને તેને ભેટતી, “હા ! હા ! કંથ !' એમ બોલતી હું તેની સંમુખ થઈને આંસુઘેરાયેલી આંખે તેનું મુખ જોઈ રહી. બાણપ્રહારે નિપ્રાણ બનેલા મારા પ્રિયતમની ચાંચ વેદનાથી ખુલ્લી થઈ ગઈ હતી. આંખના ડોળા ઉપર ચડી ગયા હતા અને બધાં અંગો તદન શિથિલ થઈ ગયાં હતાં. કિંકર્તવ્યવિમૂઢ બનેલી હું, સ્વાભાવિક પ્રેમને કારણે, ઉપરાઉપર આવતા તરંગોથી વીંટળાયેલા તેને, તે મૃત હોવા છતાં જીવતો માનવા લાગી. પરંતુ તે તદન ફીકો પડી ગયો છે તેમ જાણીને એકાએક આવી પડેલા દુઃસહ શોકાવેગથી હું મૂછિત થઈને ભાન ગુમાવી બેઢી. તે પછી કેમેય કરીને ભાનમાં આવતાં હું મારા આગળનાં પીંછાં ચાંચથી તોડવા લાગી. તેનાં પીંછાંને પંપાળવા લાગી અને પાંખ વડે હું તેને ભેટી પડી. હે સખી ! હું આમતેમ ઊડતી પાણી છાંટતી, મૃત પ્રિયતમની બધી બાજુ ભ્રમણ કરતી આ પ્રમાણે મારા હૃદયનાં કરુણ વિલાપવચનો કાઢવા લાગી: ચક્રવાકી-વિલાપ અરેરે! બીજાના સુખના વિધાતક કયા દયાહીને આને વીંધી નાખ્યો ? કોણે સરસી (સરોવર) રૂપી સુંદરીનું આ ચક્રવાકરૂપી સૌભાગ્યતિલક ભૂંસી કાઢ્યું ? કોણે મને ઓચીંતું આ સ્ત્રીઓના સુખનું વિનાશક શોક !' વિધવ્ય આપ્યું ? હે નાથ ! તારા વિરહમાંથી પ્રગટેલા અનુતાપના ધુમાડા અને ચિંતાની જ્વાળાવાળા શોકાગ્નિથી હું બળી રહી છું. કમળપત્રની આડશમાં તું રહ્યો હોય ત્યારે તારું રૂપ ન જોતાં હું તારા દર્શનથી જ્યારે વંચિત થતી, ત્યારે કમળસરોવરોમાં પણ મારું મન ઠરતું ન હતું. મારી દષ્ટિ બીજા કોઈ વિષય પર ચોટતી જ નહીં – કમળપત્રના Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તરંગલોલા અંતરે રહેલો તું ત્યારે પણ મને દેશાંતરે ગયા સમો લાગતો. તું મારે માટે અદશ્ય બનતાં હવે મારું આ શરીર શું કામ ટકી રહ્યું છે ? પ્રિયના વિયોગનું દુઃખ નિરંતર હોય છે. દહન પેલો વનગજ પાછો ચાલ્યો જતાં તે વનચર મારા સહચરને વીંધાયેલો જોઈને હાય હાય કરતો ત્યાં આવી પહોંચ્યો. હાથ ધુણાવતો, મોટા શોકપ્રવાહ સમો તે વ્યાધ, જ્યાં મારો પ્રિયતમ મરેલો પડ્યો હતો તે સ્થળે આવ્યો. પ્રિયતમના પ્રાણઘાતક કાળ સમા ભીષણ એવા તેને જોતાં જ ભયવ્યાકુળ બનીને હું ઝડપથી આકાશમાં ઊડી ગઈ. પછી તેણે ચક્રવાકને ઝાલીને તેમાંથી પોતાનું બાણ ખેંચી કાઢ્યું, અને મરી ગયેલો જાણીને તેને રેતાળ કાંઠા પર અનુકંપાથી મૂક્યો. મારા પ્રિયતમને ચંદ્રકિરણ જેવા શ્વેત તટ પર નાખીને તે નદીની આજુબાજુ કાષ્ઠ શોધવા લાગ્યો. એ વનચર લાકડાં લઈને પાછો આવે તે દરમિયાન હું પ્રિયતમના પડખામાં લપાઈને બેઠી. ‘હાય નાથ ! હું તને આ છેલ્લી વાર જ જોવાની. એક ઘડીમાં તો તું સદાનો દુર્લભ બની જઈશ.’ એમ હું વિલાપ કરવા લાગી. ત્યાં તો તે વનચર જલદી લાકડાં લઈને મારા પ્રિયતમની પાસે આવી પહોંચ્યો. એટલે હું પણ ઝડપથી ઊડી ગઈ. હાથમાં દારુ (લાકડાં) સાથે તે દારુણને જોઈને હું વિચારવા લાગી કે આ દુષ્ટ મારા પ્રિયતમને આનાથી ઢાંકી દઈને બાળી નાખશે. મનમાં એ પ્રમાણે વારંવાર વિચારતી દુ:ખથી સંતપ્ત બનીને પાંખો વીંઝતી હું મારા પ્રિયતમની ઉપર ચોતરફ ભ્રમણ કરવા લાગી. પછી તેણે ધનુષબાણ તથા ચામડાંની કૂપી બાજુ પર મૂકીને મારા પ્રિયતમને બધાં લાકડાંથી ઢાંકી દીધો. પછી વ્યાધે બાણ સાંધીને અરણિમાં અગ્નિ પ્રગટાવ્યો અને ‘તને સ્વર્ગ મળજો' એમ મોટે અવાજે ઘોષણા કરી. ધુમાડાવાળા અને જ્વાળાથી પ્રકાશતા તે અગ્નિને પ્રિયતમની ઉપર છવાયેલો જોઈને, જેમ દાવાનળે વન સળગી ઊઠે, તેમ હું એકદમ શોકથી સળગી ઊઠી. કૃતાંતે પાડેલી આપત્તિથી સંતપ્ત બનીને હું મારી નિરાધાર જાત પર રોવા લાગી, Page #47 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા અને વિલાપ કરતી હૃદયથી પ્રિયતમને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી દહનવેળાનો ચક્રવાકીનો વિલાપ સરોવર, સરિતા, વાવ, જળતટ, તળાવ, સમુદ્ર અને નવાણોમાં ઉલ્લાસથી જેણે રમણ માણ્યું તે તું આ દારુણ આગ શું સહી શકીશ ? આ પવનબળે આમતેમ ઘૂમતી જ્વાલાવલીથી પ્રકાશતો અગ્નિ તને બાળી રહ્યો છે તેથી હે કાન્ત, મારા અંગો પણ બળુંબળું થઈ રહ્યાં છે. મને પ્રિયતમના સંયોગમાંથી આમ વિયોગ કરાવીને હવે, લોકોના સુખદુ:ખની પારકી પંચાતનો રસિયો કૃતાંત ભલે ધરાતો. લોખંડનું બનેલું આ હૈયું તારી આવી વિપત્તિ જોવા છતાં ફાટી ન પડ્યું, તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે. પ્રિયતમને પડખે રહીને આવી આગ મારાથી સો વાર પણ સહેવાય, પણ આ પ્રિયવિયોગનું દુઃખ મારાથી સહ્યું જતું નથી. સહગમન એ પ્રમાણે વિલાપ કરતાં કરતાં અતિશય શોકથી ઉત્તેજિત થઈને સ્ત્રીસહજ સાહસવૃત્તિથી મારા મનમાં મરવાનો વિચાર આવ્યો. અને તે સાથે જ હું નીચે ઊતરી અને પ્રિયના અંગના સંસર્ગથી શીતળ એવી આગમાં, પહેલાં હું હૃદયથી પડી હતી, તે હવે મારા શરીરથી પડી. આમ જેને પ્રિયતમના શરીરનો સંપર્ક હતો તેવા, મારા કંઠના જેવા કુંકુમવર્ણા અગ્નિમાં, મેં જેમ મધુકરી અશોકપુષ્પના ગુચ્છ પર ઝંપલાવે, તેમ ઝંપલાવ્યું. ઘુરઘુરરાટ કરીને સળગતો સોના જેવી પિંગળી શિખાવાળો અગ્નિ મારા શરીરને બાળતો હોવા છતાં, પ્રિયતમના દુઃખથી પીડાતી હોવાથી મને કશું લાગ્યું નહીં. એ પ્રમાણે, હે સારસિકા, મારા પહેલાં મૃત્યુ પામેલા મારા પ્રિયતમના શોકાગ્નિની જ્વાળાએ ઉદીપ્ત તે અગ્નિમાં હું બળી મરી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ તરંગલોલા વૃત્તાંતની સમાપ્તિ એ પ્રમાણે હે ગૃહસ્વામિની, પ્રિયતમના અને મારા મરણનો વૃત્તાંત કહેતાં કહેતાં પ્રગટેલા દુ:ખને લીધે હું મૂર્છિત થઈને ઢળી પડી. પાછી ભાનમાં આવતાં, મન અને હૃદયથી વ્યાકુળ બની મેં ધીરે ધીરે સારસિકાને કહ્યું : તે વેળા મૃત્યુ પામીને પછી હું આ કૌશાંબી નગરીમાં સર્વગુણસંપન્ન શ્રેષ્ઠીના ઘરમાં જન્મી. આ જળતરંગોમાં શરદના અંગ સમાં, ચક્રવાકોને જોઈને, હે સખી, મને તીવ્ર ઉત્કંપ પ્રગટ્યો. ચક્રવાકોનાં યુગલ જોવામાં હું તલ્લીન હતી, ત્યારે એકાએક મારા હૃદયસરોવરમાં મારો એ ચક્રવાક ઊતરી આવ્યો. અને હે સખી, અનેક ગુણે રુચિકર એવો મારો ચક્રવાકીનો ભવ અને તે ભવમાં જે બધું ભોગવ્યું અને જે તને મેં હમણાં કહી બતાવ્યું તે સાંભરી આવ્યું. મારી એ સ્મૃતિને કારણે પ્રિયતમના વિયોગની કરુણ કથની મેં તને સંક્ષેપમાં કહી. ભાવિ જીવન અંગે નિશ્ચય તને મારા જીવતરના શપથ છે જ્યાં સુધી મને તે મારા પ્રિયતમનું પુનર્મિલન ન થાય ત્યાં સુધી તું આ વાત કોઈને પણ કહીશ નહીં. જો આ લોકમાં કેમેય કરીને તેની સાથે મારો સમાગમ થશે તો જ, હે સખી, હું માનવી સુખભોગોની અભિલાષા રાખીશ. સુરતસુખની સ્પૃહા રાખતી હું આશાપિશાચીને વિશ્વાસે, તેને મળવાની લાલચે સાત વરસ પ્રતીક્ષા કરીશ. પરંતુ સખી, ત્યાં સુધીમાં જો તે મારા હૃદયમંદિરના વાસીને નહીં જોઉં, તો પછી જિન-સાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગમાં હું પ્રવ્રજ્યા લઈશ. અને પછી હું એવું તપ આચરીશ જેથી કરીને, સાંસારિક બંધનોવાળાની ઉપર સહેજે આવી પડતું પ્રિયજનનું વિરહદુઃખ હું ફરી કદી ન પામું. હું શ્રમણત્વરૂપી પર્વત પર નિર્વિઘ્ને આરોહણ કરીશ, જેથી કરીને જન્મ, મરણ વગેરે સર્વે દુઃખોનું વિરેચન થઈ જાય. ――― હે ગૃહસ્વામિની, એ પ્રમાણે મારામાં અત્યંત આસક્ત અને સ્નેહવશ દાસીને મેં મારી કથની કહી શોકને હળવો કર્યો. ચેટીનું આશ્વાસન એ કથની સાંભળીને, મારા પ્રત્યેના વાત્સલ્યથી કોમળ હૃદયવાળી Page #49 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સારસિકા મારા દુઃખ અને શોકથી સંતપ્ત થઈને કેટલાયે સમય સુધી રડતી રહી. પછી તે રડતાં રડતાં મને કહેવા લાગી, ‘અરેરે સ્વામિની ! મેં જાણ્યું, તારું આ પ્રિયવિરહનું દુ:ખ કેવું હૈયું બાળી નાખે તેવું છે તે. પોતે પૂર્વે કરેલાં કર્મોરૂપી પાપવૃક્ષોનાં કડવાં ફળો કાળે કરીને પરિપકવ થતાં હોય છે. હે સ્વામિની, તું વિષાદ તજી દે ; દેવતાની કૃપાથી, હે ભીરુ, તારા તે ચિરપરિચિત પ્રિયતમની સાથે તારો સમાગમ થશે જ.' ૩૨ એ પ્રમાણે અનેક મીઠાં વચનોથી આશ્વાસન આપી, મનાવીને તેણે મને સ્વસ્થ કરી તથા જળ લાવીને મારાં આંસુ પખાળ્યાં. તે પછી, હે ગૃહસ્વામિની, દાસીની સાથે તે કદલીમંડપમાંથી બહાર નીકળીને હું જ્યાં અમ્માની સમીપમાં અમારો પરિચારક વર્ગ વિહરી રહ્યો હતો, ત્યાં પહોંચી. પ્રિયમિલન ઉજાણીએથી પ્રત્યાગમન પછી વાવને કાંઠે બેઠેલી અને સ્નાન, શણગાર વગેરે કરવામાં રચીપચી અમ્માને જોઈને હું તેની પાસે ગઈ. ભૂંસાઈ ગયેલી બિંદીવાળું, સહેજસાજ બચેલા આંજણ યુક્ત રાતાં નયનવાળું, ખિન્ન બનેલું અને પ્રભાતકાળના ચંદ્ર સમુ ફીકું એવું મારું વદન જોઈને વિષાદ પામતી અમ્માએ કહ્યું, ‘બેટા, ઉદ્યાનમાં ભમવાના થાકને લીધે તું કરમાયેલી ઉત્પલમાળાના જેવી શોભાહીન બની ગઈ કે શું ?’ એટલે પ્રિયતમના વિયોગે દુઃખી, સર્વસ્વ હરાઈ ગયું હોય તેવી હું આંસુ ભરેલી આંખે બોલી, ‘મારું માથું દુઃખે છે.’ ‘તો બેટા, તું નગરમાં પાછી જા.' ‘મારાથી એક ડગલું પણ દઈ શકાય તેમ નથી. મને તાવ ચડ્યો છે.' એ વચન સાંભળીને અત્યંત ખિન્ન બનેલી મારી વત્સલ માતાએ કહ્યું, ‘તું સ્વસ્થ થાય તે પ્રમાણે કરીશું. હું પણ નગરીમાં ન આવું, તો આવી દુર્દશામાં તને એકલી કેમ મુકું ? મારી પુત્રી આખા કુળનું સર્વસ્વ છે.’ એ પ્રમાણે કહીને પુત્રી પ્રત્યેના અતિશય સ્નેહવાળી અમ્માએ શયનવાળું એક ઉત્તમ વાહન મારે માટે જોડાવ્યું. પછી પેલી મહિલાઓને તેણે કહ્યું, ‘તમે Page #50 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સૌ સ્નાનશણગાર કરી, ભોજન પતાવીને વેળાસર પાછી આવી જજો, હોં, મારે જરા નગરમાં જવાનું છે, કાંઇક તાકીદનું અનિવાર્ય કામ છે, પણ તમે કશી ચિંતા ન કરશો.' એ પ્રમાણે તે બધીને સારું લાગે તેમ કહ્યું. ઉજાણીના આનંદોત્સવમાં સ્ત્રીઓને કશો અંતરાય ન પડે એ દૃષ્ટિએ અમ્માએ પોતાનું નગરીમાં પાછા ફરવાનું ખરું કારણ ન જણાવ્યું. સાથેના સૌ રક્ષકો, દેખરેખ રાખનારા વૃદ્ધો અને કંચુકીઓને પોતપોતાના કાર્યમાં બરોબર સાવધ રહેવાનું કહીને, થોડાક પરિવારને અને અનુભવી પરિચારકોને સાથે લઈને તે વાહનમાં બેસીને અમ્મા મારી સાથે નગરીમાં આવી. ૩૩ વાસભવનમાં તળાઈ અને તકીયાવાળા શયનમાં હું બેઠી. ગળાનો મોતીનો હાર, માળા, કાનનું કુંડળયુગલ, કટિમેખલા એ બધું કાઢીને મેં દાસીને સોંપ્યું. એટલે અમ્માએ મારા બાપુજીને કહ્યું, ‘તરંગવતીના શરીરમાં તોડ છે. માથું પણ દુખે છે. એટલે ઉદ્યાનમાં તેને વધુ રહેવાનું ગોઠ્યું નહીં. જેના નિમિત્તે હું ઉદ્યાનમાં ગઈ, તે સપ્તપર્ણનું વૃક્ષ સરોવરની સમીપમાં ઊગેલું અને ઢંકાઈ ગયેલું મેં જોયું. સૌ સ્ત્રીઓને ઉદ્યાનમાં રમણભ્રમણ કરવામાં કશું વિઘ્ન ન થાય એ હેતુથી મેં મારા પાછા ચાલી આવવાનું સાચું કારણ તેમને નથી જણાવ્યું.’ એ વચન સાંભળીને મારા પર પુત્રો કરતાં પણ વધુ સ્નેહબંધવાળા બાપુજી અધિક વ્યાકુળ અને દુઃખી થયા. વૈદરાજનું આગમન અમ્માની સલાહથી વૈદ્યને બોલાવ્યો. તે વિવેકબુદ્ધિવાળો અને પોતાની વિદ્યાના ગુણે આખા નગરમાં પ્રખ્યાત હતો; ઉત્તમકુળમાં જન્મેલો, ગંભીર સ્વભાવનો અને ચારિત્ર્યવાન હતો; શાસ્ત્રનો જાણકાર હતો; અને તેનો હાથ શુભ, કલ્યાણકારી અને હળવો હતો. બધા પ્રકારની વ્યાધિઓના લક્ષણ, નિદાન અને નિગ્રહમાં તથા તેને લગતા પ્રયોગવિધિમાં કુશળ એવો તે વૈદ્ય નિરાંતે આસન પર બેસીને મને પૂછપરછ કરવા લાગ્યો. ‘મને કહે, તને વધારે કષ્ટ શેનાથી થાય છે તાવથી કે માથાના દુ:ખાવાથી ? તું વિશ્વાસ રાખ. આ ઘડીએ જ તારું કષ્ટ હું દૂર કરી દઈશ. તેં ગઈ કાલે ભોજનમાં શું લીધું હતું ? તને ખાધેલું બરાબર. ――――― Page #51 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૩૪ પચ્યું હતું? તારી રાત કેવી રીતે ગઈ, આંખોને બીડી દેતી ઊંઘ બરાબર આવી હતી ?' એટલે સારસિકાએ મેં જે કાંઈ રાત્રે આહાર કર્યો હતો તે, તથા પૂર્વ જન્મના સ્મરણ સિવાયની ઉજાણીએ ગયાની વાત કહી જણાવી. એ પ્રમાણે પૂછીને અને મને જોઈતપાસીને વસ્તુતિથિનો મર્મ પામી જઈ વૈદ્ય કહેવા લાગ્યો, “આ કન્યાને કશો રોગ નથી.' જ્વરના પ્રકાર લોકોને જમ્યા પછી તરત આવતો જ્વર કફજ્વર હોય, પાચન થતાં જે જ્વર આવે તે પિત્તજ્વર અને પાચન થઈ ગયા પછી આવતો જ્વર તે વાતજ્વર હોય છે. આ ત્રણેય વેળાએ જે વર આવે તે સન્નિપાત-વર હોય, જેમાં ઘણા પ્રબળ દોષો રહેલા હોવાનું જાણવું. અથવા તો જેમાં ઉક્ત ત્રણેય પ્રકારના જ્વરના દોષ અને લક્ષણો વરતાય તેને સન્નિપાત-જ્વર જાણવો. વળી દંડ, ચાબુક, શસ્ત્ર, પથ્થર વગેરેના પ્રહારને લીધે, ઝાડ પરથી પડવાથી કે ધકેલાવાથી – એવા કોઈ વિશિષ્ટ કારણે ઉત્પન્ન થતા જ્વરને આગતુંક જ્વર જાણવો. આ જ્વરોમાંથી એકેય લક્ષણ મને અહીં દેખાતું નથી. માટે તમે નિશ્ચિત રહો, આ કન્યાનું શરીર તદન સ્વસ્થ છે. લાગે છે કે તમારી પુત્રી ઉદ્યાનમાં ભ્રમણ કરીને અને વાહનની અથડામણથી થાકી ગઈ છે. આ શારીરિક પરિશ્રમ જાણે કે જ્યર હોય એમ બાળાને લાગે છે. અથવા તો પછી ભારે શોક કે ડરને લીધે આને કશો ચિત્તવિકાર થયો હોય, જેથી કરીને આ બાળા ખિન્ન બની ગઈ હોય. આમાં બીજું કશું કારણ નથી.” એ પ્રમાણે અમ્માને તથા બાપુજીને કારણો તથા દલીલોથી સમજાવીને, સન્માનપૂર્વક વિદાય કરાયેલો વૈદ્ય અમારે ઘેરથી ગયો. વિરહાવસ્થાની વ્યથા પછી ભારે શોકથી તપ્ત હૃદયવાળી અને દુઃખાર્ત બની ગઈ હતી. અમ્માએ મને શપથ દઈને બપોરે જમાડી. ઉજાણીએથી પાછી ફરેલી પેલી Page #52 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા મહિલાઓ પણ સ્નાન, શણગાર, ભોજન અને આનંદપ્રમોદના અનેક પ્રસંગો વર્ણવા લાગી. નીલરંગી શયનમાં અશરણ બનીને સૂતાં, નિદ્રારહિત આંખોએ મારી એ રાત્રી કેમેય કરીને વીતી. ૩૫ કહે છે કે આગલે દિવસે મને જોઈને જેઓ મદનનાં બાણથી વીંધાઈ ગયા હતા, તેમના વડીલ સેંકડો પુરુષો બાપુજી પાસે મારું માગું કરવા આવેલા, પરંતુ ઉમેદવારો રૂપાળા હોવા છતાં, શીલ, વ્રત, નિયમ અને ઉપવાસના ગુણોમાં તે બધા મારા સમોવડ ન હોવાથી, હે શેઠાણી, તેમનો બાપુજીએ અસ્વીકાર કર્યો. એને લગતી વાતોના અને ગુણકીર્તનના પ્રસંગોમાં વારંવાર ઉપસ્થિત રહેતો મારો પ્રિયતમ જ મારી આંખોમાં પાણી રૂપે ઊતરી આવ્યા કરતો હતો. પહેલાંના એ મારા દેહસંબંધનું હું વારંવાર સંસ્મરણ કરતી તેથી મારા ઉપર જાણે કે ક્રોધે ભરાઈને રિસાઈને મારી ભોજનચિ ચાલી ગઈ. - હે ગૃહસ્વામિની, હું દુ:ખીદુઃખી હોઈને, સ્નાન અને શણગાર મને ઝેર જેવા લાગતાં; વડીલો અને કુટુંબીજનોથી મારો હૃદયભાવ છુપાવવા હું તે ની૨સપણે કર્યે જતી. જો મનોરથરૂપી તરંગો મારા જીવિતમાં પ્રસરેલા ન હોત, તો હું પ્રિયતમના સંગથી વિયુક્ત રહીને એક ક્ષણ પણ જીવી ન શકત. સ્વૈરપણે ભ્રમણ કરતો, કામદેવના બાણ જેવો, સપ્તચ્છદની સૌરભવાળો, સુખી લોકોને શાતા આપતો, ઋતુને લીધે પ્રચંડ એવો પવન મને પીડતો હતો. મદનના શરપાત સમાં, તિમિરનાશક ચંદ્રકિરણોનો સ્પર્શ હું ક્ષણ પણ સહી શકતી ન હતી. કુમુદવનને અમૃતવૃષ્ટિ સમી અત્યંત પરિતૃપ્ત કરતી શીતલ જ્યોત્સ્ના પણ ઉષ્ણ હોય તેમ મારા અંગને દઝાડતી હતી. હે, ગૃહસ્વામિની, વિષયસુખની તૃપ્તિ કરાવતા પાંચ પ્રકારના ઇષ્ટ ઇંદ્રિયાર્થો, મારા પ્રિયતમ વિના મને શોક ઉપજાવતા હતા. તે વેળા મેં પ્રિયતમને પામવા માટે, સર્વે મનોરથ પૂરા કરનાર એક સો આઠ આયંબિલ કરવાનો સંકલ્પ કર્યો. સર્વે દુઃખનું વિનાશક અને સર્વે Page #53 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૩૬ સુખનું ઉત્પાદક એવું એ વ્રત કરવા માટે, મારું મન રાજી રાખવા વડીલોએ મને સંમતિ આપી. હું આયંબિલ વ્રત કરવાથી દૂબળી પડી ગઈ હોવાનું મારા સ્વજનો અને પરિજનોએ માન્યું; કામદેવના બાણથી હું શોષાઈને કૃશ બની ગઈ હોવાનું તેઓ ન કળી શક્યા. ચિત્રપટનું આલેખન પછી, હે ગૃહસ્વામિની, વિરહદુઃખે સંતપ્ત બનેલી મેં હૃદયના શોકથી વિસામો મેળવવા, ચિત્રકર્મ માટે યોગ્ય એવો એક પટ્ટ તૈયાર કરાવ્યો. મજબૂત પાસથી બાંધેલી, યોગ્ય માપની, ઝીણા વાળ વાળી, મસૂણ, સુંદર પીંછીઓ તૈયાર કરાવી. તે બંને બાજુ તીક્ષ્ણ અગ્રવાળી, ઉપકૃત, સપ્રમાણ, ઝીણી, સ્નિગ્ધ રેખા પાડતી અને હાથમાં ઉત્સાહ પ્રેરે તેવી હતી. તેમના વડે મેં તે ચિત્રપટમાં જે કાંઈ ચક્રવાકી તરીકેના ભવમાં મારા પ્રિયતમની સાથે મેં અનુભવ્યું હતું તે બધું જ આલેખ્યું : જે રીતે અમે રમતાં અને વિહરતાં, જે રીતે મારો સહચર વીંધાયો અને મરણ પામ્યો, જે રીતે વ્યાધે તેને ખમાવ્યો, અને જે રીતે મેં તેની પાછળ અનુકરણ કર્યું. વળી મેં ભાગીરથીનાં વહેણ, સમુદ્રસમા તરંગવાળી ગંગા અને તેના પટમાં રચાંગ નામધારી વિહંગો – એટલે કે ચક્રવાકો, હાથી, જુવાનજોધ અને ધનુષ્યધારી વ્યાધયુવક – એ બધું ક્રમશઃ તૂલિકા વડે ચિત્રપટમાં આલેખ્યું. વળી પદ્મસરોવર, અનેક પ્રકારનાં વૃક્ષોની ગીચ ઝાડીવાળી દારુણ અટવી, અને ત્યાંનો હજારો કમળો વાળો ઋતુકાળ એ બધું ચીતર્યું. ચિત્રગત એ મારા કુંકુમવર્ણા, મનોરમ ચક્રવાકને હું અનન્ય ચિત્તે જોતી જ રહી. કૌમુદી મહોત્સવ એ સમયે વિવિધ ગુણ અને નિયમવાળી, પવિત્ર શરદપૂર્ણિમા નજીકમાં જ હતી. ધર્મના જેવી શુભકર, અને અધર્મની પ્રતિબંધક એવી ઘોષણા કરવામાં આવી. લોકોએ આ વ્રતનિમિત્તે ઉપવાસ અને દાન આદર્યા. આમ, હે ગૃહસ્વામિની, દ્વિજોની દુર્દશા દૂર કરવાવાળો અને ધર્મ કરાવાવાળો શરદપૂનમનો Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તરંગલોલા દિવસ ક્રમે કરીને આવી લાગ્યો. અમ્માએ તથા બાપુજીએ ચોમાસાના અતિચારનું શોધન કર્યું, તથા મેં પણ પિતાજીની ઇચ્છાનુસાર ઉપવાસ, પ્રતિક્રમણ અને પારણાં કર્યા. પર્વદિવસે બપોરને સમયે હું અગાસી ઉપર ગઈ અને સ્વર્ગીય વિમાનોની શોભા ધરી રહેલી નગરીને જોવા લાગી. દૂધ જેવાં ધવળ, કળાકારોએ કુશળતાથી ચીતરેલા સ્તંભોવાળાં, આકાશને અડતાં, વિમાન જેવાં ભવનો મારી દૃષ્ટિએ પડ્યાં. દાનપ્રવૃત્તિ સુંદર ભવનોનાં દ્વાર પર મૂકેલા જળ ભરેલા સુવર્ણકળશો જાણે કે દાનેશ્વરીઓની મોંમાગ્યું દાન આપવાની શ્રદ્ધાની ઘોષણા કરી રહ્યા હતા. લોકો યથેચ્છ સોનું, કન્યા, ગાય, ભક્ષ્ય, વસ્ત્ર, ભૂમિ, શયન, આસન અને ભોજનનું દાન દેતા હતા. બાપુજી અને અમ્માએ ચૈત્યવંદન કરીને વિવિધ સદ્ગણ અને સત્યવૃત્તિવાળા સાધુઓને દાન દીધું. નવ કોટિએ કરીને શુદ્ધ, દસ પ્રકારના ઉદ્ગમદોષોથી મુક્ત, સોળ પ્રકારના ઉત્પાદનદોષોથી રહિત એવું વસ્ત્ર, પાન, ભોજન, શયન, આસન, રહેઠાણ, પાત્ર વગેરેનું પુણ્યકારક પુષ્કળ દાન અમે સુચરિતોને દીધું. જિનમંદિરોમાં પણ, હે ગૃહસ્વામિની, અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ અને રૂપાનું અને દાન કર્યું, જેથી પરલોકમાં તેનું મોટું ફળ મળે. જે કાંઈ દાન દેવામાં આવે છે – પછી તે શુભ હોય કે અશુભ – તેનો કદી પણ નાશ થતો નથી : શુભ દાનથી પુણ્ય થાય છે, તો અશુભથી પાપ. વિવિધ ગુણ અને યોગથી યુક્ત, વિપુલ તપ અને સંયમવાળા સુપાત્રોને શ્રદ્ધા, સત્કાર અને વિનયથી યુક્ત થઈને આપવામાં આવેલું અહિંસક દાન અનેક ફળવાળું શ્રેય ઉત્પન્ન કરે છે. તેને પરિણામે ઉત્તમ મનુષ્યભવથી શોભતા ઊંચા કુળમાં જન્મ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. આ કારણે અમે તપસ્વી, નિયમશીલ અને દર્શનધારીઓને દાન દીધું. સુપાત્રને આપેલું દાન સંસારમાંથી મુક્તિ અપાવે છે. પરંતુ હિંસાચારી, ચોર, અસત્યવાદી અને વ્યભિચારીઓને જે કાંઈ અહિંસક દાન પણ આપવામાં આવે Page #55 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તો તેથી અનિષ્ટ ફળ મળે છે. અમે અનુકંપાથી પ્રેરાઈને, ઉપસ્થિત થયેલા સેંકડો બ્રાહ્મણો, દીનદુઃખિયાઓ અને માગણોને દાન દીધું. લોકોએ શરદપૂનમને દિવસે અનેક દુષ્કર નિયમ પાળ્યા, ચાર દિવસના ઉપવાસ કર્યા, દાનવૃત્તિવાળાં થયા, અત્યંત ધર્મપ્રવણ બન્યા. ૩૮ સૂર્યાસ્ત એ પ્રામાણે હું નગરીમાં થતી વિવિધ ચેષ્ટાઓ જોઈ રહી હતી, ત્યાં તો પોતાની રશ્મિજાળને સંકેલી લેતો સૂરજ અસ્તાચળ પર ઊતરવા લાગ્યો. પૂર્વદિશારૂપી પ્રેયસીના પરિપૂર્ણ ઉપભોગથી થાકેલો અને ફીકી પડેલી કાંતિવાળો સૂરજ પશ્ચિમ દિશારૂપી સુંદરીના વક્ષ:સ્થળ પર ઢળી પડ્યો. ગગનતળમાં ભ્રમણ કરીને શ્રમિત થયેલો સૂરજ સુવર્ણના રજ્જુ જેવા પોતાના રશ્મિથી ભૂમિતળ ૫૨ જાણે કે ઊતર્યો. સૂરજ આથમતાં, તિમિરે કલંકિત કરેલી શ્યામા(રાત્રી)એ સમગ્ર જીવલોકને શ્યામતા અર્પી. ―― અમારા અમે પણ મુખ્ય દ્વાર પાસે એક અનુપમ રંગમંડપ રચ્યો વાસભવનના કર્ણપૂર સમો, રાજમાર્ગના બાજુબંધ સમો. તેની એક બાજુએ, હે ગૃહસ્વામિની, વિશાળ વેદિકા બનાવી, ઉ૫૨ રત્નકંબલનો ચંદરવો બાંધીને ત્યાં મારું પેલું ચિત્રપટ ઊભું કરવામાં આવ્યું. સારસિકાને સોંપેલી દેખરેખ ત્યાં ચિત્રસ્થાને, મેં મારા પ્રિયતમની શોધ માટે મારા પ્રતિનિધિ લેખે, મારી વિશ્વાસપાત્ર, સ્નેહપાત્ર અને ઉપકારકારી ચેટીને મૂકી. મધુર, પરિપૂર્ણ, પ્રસ્તુત, પ્રભાવશાળી અને રસિક વચનો અને ભાવોની જાણકાર સારસિકાને, હે ગૃહસ્વામિની, મેં આ પ્રમાણે કહ્યું : ‘આકાર, ઇંગિત અને ભાવ દ્વારા તું અન્યનો હૃદયગત અર્થ જાણી શકે છે. તો મારા પ્રાણને ખાતર તું આટલું તારા હૃદયમાં ધારણ કરજે. જો મારો એ પ્રિયતમ આ નગરીમાં અવતર્યો હશે તો તેને આ ચિત્રપટ જોઈને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ તરંગલોલા પોતાના પૂર્વભવનું સ્મરણ થશે. જેણે પોતાની પ્રિયા સાથે જે કાંઈ સુખદુઃખ પહેલાં અનુભવ્યું હોય, તે પછીથી તેના વિયોગે જ્યારે જોવામાં આવે ત્યારે તે ઉત્કંઠિત થતો હોય છે. વળી જગતમાં, માણસના હૃદયમાં જે ઊંડામાં ઊંડો પ્રિય કે અપ્રિય ગૂઢાર્થ હોય, તે પ્રકટપણે ન કહેવાયા છતાં પણ, તેની આંખોના ભાવથી સૂચિત થઈ જાય છે. ચિત્તમાં ઉગ્ર ભાવ હોય ત્યારે દૃષ્ટિ પણ તીખી હોય છે. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે દષ્ટિ નિર્મળ, શ્વેત હોય છે. લજ્જિત થયેલાની દષ્ટિ પાછી વળેલી હોય છે. તો વીતરાગની દષ્ટિ મધ્યસ્થભાવવાળી હોય છે. જેણે ભોગમાં અંતરાય પડ્યાનું દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે માણસ પારકું દુઃખ જોઈને પણ અનુકંપાવાન અને દીન બને છે. અને લોકોમાં પણ એવી કહેતી છે કે પૂર્વભવનું સ્મરણ થતાં, જે અત્યંત દારુણ સ્વભાવનો હોય તેને પણ મૂછ આવે છે. પ્રિયતમની ઓળખનો પ્રસ્તાવ પરંતુ મારા પ્રિયતમનું હૃદય તો સ્વભાવે જ વત્સલ અને મૃદુ છે, એટલે તે આ ચિત્રપટ જોતાં, પોતે જે અનુભવેલું તે જ આ દુઃખ છે એમ જાણીને અવશ્ય મૂર્ણિત થઈ જશે, અને એકાએક તેનું હૃદય શોકાકુળ અને આંખો ભીની થઈ જશે. તે ખરી હકીકત જાણવાને આતુર થઈને આ ચિત્રપટ બનાવનારને વિશે પૂછપરછ કરશે. તેને જોઈને તું, પરલોકથી ભ્રષ્ટ થઈને મનુષ્યયોનિમાં અવતરેલા મારા પ્રાણનાથ ચક્રવાક તરીકે તેને ઓળખી લેજે. તેનું નામ, ગુણ, વાન, રૂપ અને વેશભૂષા બરાબર જાણી લઈને તું જો કાલે મને કહીશ તો તો હું જીવી જઈશ. તો, હે સખી, મારો હૃદયનો શોક નષ્ટ થશે અને હું કામ ભોગ ભોગવતી તેની સાથે સુરતસુખ માણીશ. પરંતુ જો મારા અલ્પ પુણ્ય તે મારો નાથ તારે હાથ નહીં આવે તો હું જિનસાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગનું શરણ લઈશ. જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્માચરણથી રહિત છે, તેનું લાંબું જીવું નિરર્થક છે.' હે ગૃહસ્વામિની, પ્રિયતમનો સમાગમ કરવાને ઉત્સુક બનેલી મેં, ચિત્રપટ Page #57 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૪૦ લઈને જતી સારસિકાને એ પ્રમાણે સંદેશ આપ્યો. સ્વપ્નદર્શન સૂર્યાસ્ત થતાં અને અંધકારથી રાત્રી ઘેરાવા માંડતાં, તે વેળા, હે ગૃહસ્વામિની, હું પૌષધશાલામાં ગઈ. અમ્મા અને પિતાજીની સાથે મેં દેવસિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને પવિત્ર અરિહંતોને વંદ્યા. હું ભોય પર શયન કરતી હતી. મારા શયન પાસે મારી માતા બેઠી. નિદ્રામાં મને એક સ્વપ્ન આવ્યું જાગી જતાં મેં એ સ્વપ્નની વાત બાપુજીને કરી : સ્વપ્નમાં, હું એક વિવિધ ધાતુથી ચિત્રવિચિત્ર, દિવ્ય ઔષધિઓ અને દેવતાઈ વૃક્ષોથી સુશોભિત, આકાશના પોલાણ સુધી પહોંચતા ઊંચા શિખરવાળા, એક રમ્ય પર્વતની પાસે ગઈ, અને તેના ઊંચા શિખર પર ચડી. પણ તેટલામાં તો હું જાગી ગઈ : તો એ સપનું મને કેવું ફળ આપશે ?' સ્વપ્નફળ એટલે બાપુજી સ્વપ્નશાસ્ત્રને આધારે આ પ્રમાણે કહેવા લાગ્યા, “બેટા, તારુ એ સ્વપ્ન ધન્ય અને માંગલિક છે. સ્વપ્નમાં સ્ત્રીપુરુષોનો અંતરાત્મા તેમનાં ભાવિ લાભાલાભ, સુખદુઃખ અને જીવનમરણનો સ્પર્શ કરે છે. માંસ, મત્સ્ય, લોહીનીંગળતો વ્રણ, દારુણ વિલાપ, બળતા હોવું, ઘાયલ થવું, હાથી, બળદ, ભવન, પર્વત કે દુઝતા વૃક્ષ ઉપર ચડવું, સમુદ્ર કે નદી તરીને પાર કરવાં એવાં સ્વપ્ન દુઃખમાંથી મુક્તિનાં સૂચક હોવાનું તું જાણજે. પુંલ્લિગ નામવાળી વસ્તુના લાભથી પુંલ્લિગ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ નષ્ટ થતાં, તેવા જ નામવાળી વસ્તુ નષ્ટ થાય છે. સ્ત્રીલિંગ નામવાળી વસ્તુના લાભથી તેવા જ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ લુપ્ત થતાં, તેવા જ નામવાળી વસ્તુ લુપ્ત થાય છે. પૂર્વે કરેલા શુભ કર્મ કે પાપકર્મનું જે ફળ જેને મળવાનું હોય તે, સૌને તેમનો અંતરાત્મા સ્વપ્નદર્શન દૂરા સૂચવતો હોય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તરંગલોલા રાત્રીની શરૂઆતમાં આવતું સ્વપ્ન છ માસે ફળ આપે, અર્ધ રાત્રે આવતું સ્વપ્ન ત્રણ માસે, મળસકે આવતું સ્વપ્ન દોઢ માસે, અને સવારે આવતું સ્વપ્ન તરતમાં જ ફળ આપે. નિશ્ચિત અને નિરાંતવા જીવે સૂતેલાને આવતાં સ્વપ્ન ફળ આપનારાં હોય છે. તે સિવાયનાં સ્વપ્ન ફળ આપે કે ન યે આપે. પર્વતશિખરના આરોહણથી કન્યાને ઉત્તમ રૂપગુણવાળો પતિ મળે. જ્યારે બીજાઓને ધનલાભ થાય. એટલે હે પુત્રી, એક અઠવાડિયામાં તને એ અતિશય આનંદનો પ્રસંગ આવશે. વળી તારું સ્વપ્ન એમ પણ સૂચવે છે કે પતિવિયોગે તારે રડવાનું થશે.” તરંગવતીની ચિંતા આ સાંભળીને મારા મનમાં થયું : “જો બીજો કોઈ પુરુષ પતિ તરીકે મને મળશે તો મારી જીવવાની ઇચ્છા નથી. જેને હું ચિંતવન કરી રહી છું, તેના વિના મને અહીં ભોગ ભોગવવામાં શો રસ ?” મને એ પ્રમાણે ચિંતા થવા લાગી. પરંતુ વડિલોની સમક્ષ મેં મારા આકારનું ગોપન કર્યું – રખેને મારું અંતર્ગત રહસ્ય પ્રકટ થઈ જાય. ‘એ સારસિકા પાછી ન આવે ત્યાં સુધી તો હું પ્રાણ ધારણ કરીશ. તેની પાસેથી વૃત્તાંત સાંભળીને તે પછી મારાથી જે થઈ શકશે તે હું કરીશ” એમ મેં વિચાર્યું. બા-બાપુજીએ મને અભિનંદન આપીને મારો સત્કાર કર્યો. ભોંયપથારીએથી ઊઠીને મેં સિદ્ધોને વાંદ્યા. આલોચન કરીને અને રાત્રીના અતીચારની નિંદા કરીને, હાથપગ અને મોં ધોઈને અને ગુરુવંદના કરીને, હે ગૃહસ્વામિની, હું પરિચારકો વિના એકલી જ, સાગરના જેવા “સચિત્ત' (૧. જળચર પ્રાણીવાળા, ૨. ચિત્રવાળા), મણિકાંચન અને રત્નથી શોભતા, અને વિશાળ હમ્મતળ (આગાશી) પર ચઢી. હે ગૃહસ્વામિની, સંકલ્પવિકલ્પ કરતી અને એકાગ્રચિત્તે તે ચક્રવાકને હૃદયમાં ધરતી હું ત્યાં ઊભી રહી. ત્યાં તો પર્વકાળનો ઉદ્ભાવક, રતાશ પડતા સ્નિગ્ધ અને વિસ્તીર્ણ બિંબવાળો, કિંશુકવરણો, જગતનો સહસ્રરશ્મિદીપ, સૂર્ય, જીવલોકને મસૂણ કુંકુમના દ્રવથી લીંપતો અને કમળસમૂહને વિકસાવતો ઊગ્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સારસિકાનું પ્રત્યાગમન તેટલામાં ભાવી સ્નેહભાવભરી દષ્ટિ વડે મને જોતી હોય તેમ, પ્રયાસની સફળતાના સંતોષથી હસતા વદનકમળ વાળી, મધુર વિનય ને મધુર વચનની ખાણ સમી સારસિકા શિરપર અંજલિ રચીને મારી પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી : વાદળરહિત અને અંધકાર-વિનાશક એવા સંપૂર્ણ શરશ્ચંદ્ર સમા મુખથી શોભતા, લાંબા સમયથી ખોવાયેલા અને તારા મનમાં રમી રહેલા એ તારા પ્રિયતમને મેં જોયો. સિંહગર્જનાથી ભયત્રસ્ત બનેલી બાલ હરિણીના જેવાં નેત્ર વાળી હે સખી, તું હવે આશ્વાસન લે અને તેની સાથે આનંદપૂર્વક રહીને કામભોગની કામના પૂરી કર.' એ પ્રમાણે બોલતી તેને હું સંતોષથી આંખ બીડી દઈને, રોમાંચિત થઈને, એકાએક હૃદયપૂર્વક ગાઢપણે ભેટી પડી. મેં કહ્યું “પ્રિય સખી, બદલાયેલી દેહાકૃતિવાળા એ મારા પૂર્વજન્મના ચક્રવાક પતિને તે કઈ રીતે ઓળખી કાઢ્યો ?' તે બોલી, “વિકસિત કમળના સ્નિગ્ધ ગર્ભ જેવા વાનવાળી હે સખી, મને તેનું કઈ રીતે દર્શન થયું તે વાત હું માંડીને કહું છું, તો તું સાંભળઃ સારસિકાનો વૃત્તાંત ચિત્રદર્શન હે સ્વામિની, ગઈ કાલે બપોરના સમયે જ્યારે હું ચિત્રપટ લઈને જતી હતી ત્યારે તેં મને શપથ સાથે સંદેશો આપેલો. મેં તે ચિત્રપટને તારા ઘરના વિશાળ આંગણા પાસેના, ભ્રમરકંડિત કમળની શોભાવાળા મંડપમાં રાખ્યું. તે વેળા, હે સ્વામિની, કમળોને આનંદ આપતો સૂર્ય જીવલોકનું તેજ હરી લઈને ગગનમાંથી અદશ્ય થયો. પછી, તે સ્વામિની, દહીંના નિસ્યદ (માખણ) જેવો, મન્મથના કંદ સમો, જ્યોખ્ખા પ્રસારતો, રાત્રિના મુખને આનંદિત કરતો પૂર્ણચંદ્ર ઊગ્યો. નિર્મળ ગગનસરોવરમાં પ્રફુલ્લિત, મૃગભ્રમરના ચરણથી ક્ષુબ્ધ એવા ચંદ્રકમળનો જ્યોત્નાપરાગ ઝરવા લાગ્યો. તારા ચિત્રના પ્રેક્ષકોમાં ગર્ભશ્રીમંતો પણ હતા. તેઓ વૈભવી વાહનોમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તરંગલોલા બેસી મોટા રસાલા સાથે આવતા હોઈને રાજવીઓ જેવા લાગતા હતા. પરપુરુષની દૃષ્ટિથી અસ્કૃષ્ટ રહેતી ઈર્ષ્યાળુ મહિલાઓ પણ રથમાં બેસીને રાત્રિવિહાર કરવા નીકળી પડી હતી. કેટલાક તરવરિયા જુવાનડા પોતાની મનની માનેલી તરુણીની સાથે, હાથે હાથ ભીડીને, પગે ચાલતા ફરી રહ્યા હતા. તો વળી કેટલાક પોતાના મનગમતા ગોઠિયાને મળવાની આતુરતા સેવતા, અવિનયના પિંડ સમા, છેલબટાઉ જુવાનિયા ફરતા હતા. નગરીમાં આવી પહોંચેલા જનપ્રવાહો, વર્ષાકાળમાં સમુદ્ર તરફ જતી મહાનદીઓના વિપુલ જળપ્રવાહો જેવા, રાજમાર્ગ ઉપર દીસતા હતા. લાંબા લોકો સુખે જોતા હતા; ઠીંગુજીઓ ઊંચાનીચા થતા હતા ; જાડાઓ માણસોની ભીડથી ધકેલાતા બૂમાબૂમ કરી રહ્યા હતા. વચ્ચે કાળાશ પડતી નાની શગવાળા, અને વાટમાંથી ખલાસ થયેલા તેલવાળા દીપકો, જાણે માથા ઉપર રહેલી કાળી નાની શિખાવાળા અને નષ્ટ થયેલી સ્નેહવૃત્તિવાળા અધ્યાપકો હોય, તેમ રાત્રી પૂરી થવા આવી હોવાનું સૂચવતા હતા. જેમ જેમ રાત ગળતી જતી હતી, તેમ તેમ ચિત્રપટને જોવા આવનારા લોકો, આંખ નિદ્રાથી ઘેરાતી હોઈને, ઓછા ને ઓછા થતા જતા હતા. હું પણ તારી અત્યંત માનનીય આજ્ઞા પ્રમાણે ત્યાં રહીને દીપકને બળતો રાખવાને બહાને લોકોનું નિરીક્ષણ કરતી હતી. એક અનન્ય તરુણ પ્રેક્ષક એવો દેશકાળ હતો ત્યારે, મનગમતા મિત્રોના વૃંદથી વીંટળાયેલો કોઈક સ્વરૂપવાન તરુણ ચિત્રપટ્ટ જોવા આવ્યો. તેનાં અંગોના સાંધા દેઢ, સુસ્થિત અને પ્રશસ્ત હતા. ચરણ કાચબા જેવા મૂદુ હતા. પીંડી નિર્મળ માણિક્ય સમી, પ્રશસ્ત હતી. Page #61 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સાથળ સુપ્રમાણ હતા. વક્ષ:સ્થળ સોનાની પાટ જેવું સમતલ, વિશાળ, માંસલ અને પહોળું હતું. બાહુયુગલ સર્પરાજની ફણા જેવું દીર્ઘ, પુષ્ટ અને દૃઢ હતું. જાણે બીજો ચંદ્ર હોય તેવો, પૂર્ણ ચંદ્રસમા મુખ વડે ચંદ્ર કરતાં પણ વધુ પ્રિયદર્શન હોઈને સ્વૈરેણીઓના વદનકુમુદને તે વિકસાવતો હતો. ૪૪ રૂપ, યૌવન અને લાવણ્યથી સમૃદ્ધ શ્રીને લીધે ત્યાં રહેલી તરુણીઓ તેની પાસે સુરતક્રીડાની માગણી કરવા લાગી. ત્યાં એવી એક પણ યુવતી ન હતી જેના ચિત્તમાં એ શરદ૨જનીના અંધકારવિનાશક પૂર્ણ ચંદ્ર સમો તરુણ પ્રવેશ ન પામ્યો હોય. દેવોમાં આવો તેજસ્વી કોઈ હોતો નથી, એટલે આ કોઈ દેવ નથી લાગતો,' એ પ્રમાણે અનેક લોકો તેની પ્રશંસા કરતા હતા. જેનું આખું અંગ ક્રમશઃ દર્શનીય છે તેવો તે તરુણ પેલા ચિત્રપટ્ટ પાસે આવીને જોવા લાગ્યો અને ચિત્રકલાની પ્રશંસા કરતો તે બોલ્યો : ‘ચોતરફ ઊઠતાં વમળોથી ક્ષુબ્ધ જળવાળી, સ્વચ્છ ધવળ તટપ્રદેશવાળી આ સાગરપ્રિય નદી કેટલી સરસ આલેખી છે ! ભરપૂર મકરંદવાળા કમળવનથી વ્યાપ્ત કમળસરોવરો, તથા પ્રચંડ વૃક્ષોવાળી અને વિવિધ અવસ્થા વ્યક્ત કરતી આ અટવી પણ સુંદર ચીતરી છે. વળી વનમાં શરદથી માંડીને હેમંત, વસંત અને ગ્રીષ્મ સુધીની ઋતુઓનું પોતપોતાનાં ફળફૂલ સાથે ચારુ આલેખન કર્યું છે. આ ચક્રવાકયુગલ પણ, પરસ્પર સ્નેહબદ્ધ અને વિવિધ અવસ્થાઓ દર્શાવતું કેવું રમણીય છે ! જળમાં, કાંઠા ૫૨, અંતરિક્ષમાં અને પદ્મિની પાસે રહેલું, તે નિરંતર સમાન અનુરાગવાળું રમતુંભમતું બતાવ્યું છે. — સુંદર, બેઠી ગ્રીવાવાળો, સ્નિગ્ધ મસ્તકવાળો, દૃઢ અને કિંશુક પુષ્પના ઢગ સમા શરીરવાળો ચક્રવાક જેવો પ્રશસ્ય દીસે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તેવી જ ચક્રવાકી પણ પાતળી સુકુમાર ગ્રીવાવાળી, તાજા કોરંટપુષ્પના ઢગ જેવા વાનવાળી અને પોતાના પ્રિયતમને અનુસરતી સરસ દર્શાવી છે. ૪૫ આ હાથી પણ ભાંગલાં વૃક્ષો પર થઈને જતો, આકૃતિ દ્વારા તેના ગુણો વ્યક્ત થાય તેમ પ્રમાણની વિશાળતા જાળવીને સરસ આલેખ્યો છે. તેને નદીમાં ઊતરતો, જળમાં યથેચ્છ નહાતો, મદમસ્ત બનીને તરબોળ શરીરે બહાર નીકળતો બતાવ્યો છે. આ જુવાન શીકારીને પણ વૈશાખસ્થાનમાં ઊભો રહેલો અને હાથીને પ્રાપ્ત કરવા કાન સુધી ખેંચેલા ધનુષ્યબાણને હાથમાં ધરેલો બરાબર દોર્યો છે. જુઓ, આ શાળના કણસલાના સુંદર કેસર જેવા ચળકતા કેસરી શરીરવાળો તે ભોળો પક્ષી શીકારીના બાણથી કમ્મરે વીંધાયેલો અહીં દેખાડ્યો છે. અને અહીં પતિસ્મરણે વ્યાકુળ અને કરુણ દશાવાળી, શાળના કણસલા જેવી કાંતિવાળી અને પડતી ઉલ્કાની જેમ શરીરને પડતું મૂકતી ચક્રવાકી આલેખી છે. મરણ પામેલા આ ચક્રવાકને નદી કાંઠે દાહ દેતા શીકારીએ, જુઓ, તેને નામશેષ બનાવી દીધો. તો અહીં શોકાગ્નિથી બળતી કરુણ દશામાં આવી પડેલી ચક્રવાકી પતિના પંથને અનુસરતી અગ્નિમાં પ્રવેશ કરતી આલેખી છે. કેવું મનોહર ચિત્ર છે ! શરદપૂનમની સર્વ દર્શનીય વસ્તુઓનું આ સારસર્વસ્વ છે, પરંતુ આ ચિત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે જણાય તેવું નથી.' તરુણની મૂર્છા : પૂર્વભવસ્મરણ કુતૂહળથી ઘેરાઈને મિત્રોને બતાવતાં બતાવતાં આટલે સુધીનું ચિત્રમાંનું ચરિત્ર જોઈને એ તરુણ એકાએક મૂર્છિત થઈ ગયો. મજબૂત દોરડાનો બંધ છૂટતાં નીચે પડતા ઇંદ્રધ્વજની જેમ તે એકદમ, વિરલ પ્રેક્ષકોને કારણે સૂના બનેલા ધરણીતલ પ૨ ધબ દઈને પડ્યો. તેના Page #63 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૪૬ મિત્રો બાજુમાં જ હોવા છતાં, ચિત્રકર્મને જોવામાં તેમનું ધ્યાન ચોટેલું હોઈ તેમને તેના પડ્યાની તરત જાણ ન થઈ. નિશ્રેષ્ટ બનેલા તેને તેઓએ લેપ્યમય યક્ષમૂર્તિની જેમ ઊંચક્યો, અને લાવીને એક બાજુએ હવાવાળા સ્થાનમાં મૂક્યો. ચિત્રપટ્ટને જોઈને જ એ પડી ગયો છે એવું તેઓ સમજી ગયા. હું પણ તેનું પડવાનું કારણ શું છે તે જાણવાને ત્યાં જઈ પહોંચી. મારું હૃદય પણ એકાએક સંતોષનો ભાવ અનુભવતું પ્રસન્ન બની ગયું લાભાલાભ અને શુભાશુભની પ્રાપ્તિનું આ નિમિત્ત હોય છે. હું વિચારવા લાગી, “આ જો પેલો ચક્રવાક જ હોય તો કેવું સારું ! તો આ શેઠની પુત્રી પર ખરેખર મોટો અનુગ્રહ થાય. શોકસમુદ્રમાં ડૂબતી, હાથીની સૂંઢ સમા સુંદર ઉરુવાળી તે બાલાને, તો આ ગુણરત્નના નિધિ સમો વર પ્રાપ્ત થાય.” હું એ પ્રમાણે વિચારતી હતી. તેટલામાં પેલાની તેનો મિત્રોએ આસનાવાસના કરી. ગદ્ગદ કંઠે કરુણ રુદન કરતો તે આ પ્રમાણે બોલવા લાગ્યો : રુચિર કુંકુમના જેવો વાન ધરતી, સ્નિગ્ધ શ્યામ નેત્રવાળી, મદનબાણે પીડનારી, રે મારી સુરતપ્રિય સહચરી ! તું ક્યાં છે ? ગંગાના તરંગ પર વિહરતી, પ્રેમની મંજૂષા સમી મારી ચક્રવાકી, તારા વિના ઉત્કટ દુઃખ હું કેમ ધારણ કરી શકીશ ? પ્રેમ અને ગુણની પતાકા સમી, મને અનુસરવાને સદા તત્પર, મારે માટે સદા અત્યંત માનનીય, હે સુતનુ અરેરે તું મારે ખાતર કેમ મરણને શરણ થઈ ?' એ પ્રમાણે વિલાપ કરતો, આંસુથી ખરડાયેલા વદનવાળો, તે લાજ તજી દઈને, દુઃખથી સર્વાગે આળોટવા લાગ્યો. અરે ! આ શું! તારું ચિત્તભ્રમ થઈ ગયું છે કે શું?' એ પ્રમાણે બોલતા મિત્રોએ તેને, “આવું જંગધડા વિનાનું ન બોલ' એવું કહીને ધમકાવ્યો. તેણે કહ્યું : “મિત્રો, મારું ચિત્ત ભમી નથી ગયું.'. તો પછી તું આમ પ્રલાપ કેમ કરે છે?' તેઓએ કહ્યું Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૭ તરંગલોલા તે બોલ્યો “લો, સાંભળો અને મારી એ ગુપ્ત વાત મનમાં રાખજો. આ ચિત્રપટ્ટમાં જે ચક્રવાકનો પ્રેમવૃત્તાંત આલેખેલો છે તે બધુંયે મેં જ મારા ચક્રવાક તરીકેના પૂર્વજન્મમાં અનુભવ્યું છે.' તેં આ કઈ રીતે અનુભવ્યું છે? ' એ પ્રમાણે તે તારા પ્રિયતમના મિત્રોએ પૂછયું, એટલે તેણે કહ્યું, “એ પૂર્વજન્મમાં અનુભવ્યાનું મને સ્મરણ થયું છે.' અને વિસ્મિત મુખે સામે બેઠેલા તે મિત્રોને, તે મને જે કહ્યો હતો તે જ પોતાનો અનુભવવૃત્તાંત, રડતાં રડતાં, અને તે જ ગુણોનું વર્ણન કરતાં કરતાં, તેણે કહ્યો. ‘તે વેળા શીકારીના બાણના પ્રહારે હું જ્યારે નિષ્ઠાણ બની ગયો ત્યારે મારી પાછળ પ્રેમને કારણે મૃત્યુને ભેટેલી તે ચક્રવાકીને ચિત્રપટ્ટમાં જોઈને મારા હૃદયરૂપી વનમાં દાવાગ્નિ સમો શોક એકદમ સળગી ઊઠ્યો. એટલે અનુરાગરૂપી વનમાં પ્રગટેલા પ્રિયવિરહના કરુણ દુઃખે મન વ્યથિત થતાં હું કઈ રીતે પડી ગયો તે જાણતો નથી. આ પ્રમાણે, ચિત્ર જોતાં સાંભરી આવેલું તે બધું ભારે દુઃખ જે રીતે મેં અનુભવેલું તે ટૂંકમાં મેં કહ્યું. મેં હવે પ્રતિજ્ઞા કરી છે કે તેના પ્રત્યેના પ્રેમને કારણે મારે બીજી કોઈ સ્ત્રીની મનથી પણ ઇચ્છા ન કરવી. જો એ સુંદરીની સાથે મારો કોઈ પણ રીતે સમાગમ થશે, તો જ હું માનવજીવનના કામભોગોની અભિલાષા રાખીશ. માટે તમે જાઓ, જઈને પૂછો, આ ચિત્રપટ કોણે આલેખ્યું છે : એની દેખભાળ કરનાર કોઈક અહીં હશે જ. ચિત્રકારે પોતાના જ અનુભવનું આલેખન કરીને અહીં પ્રદર્શિત કર્યું છે. અનેક એંધાણીઓ પરથી હું જાણું છું કે આ ચિત્ર કલ્પિત નથી. મેં પૂર્વે પક્ષીના ભવમાં તેની સાથે જે અનુભવ્યું હતું, તે તેના વિના બીજું કોઈ આલેખી ન જ શકે.” ચિત્રકારની ઓળખ એ પ્રમાણે સાંભળીને, હે સુંદરી, હું ચિત્રપટ્ટની પાસે સરકી ગઈ, જેથી તેઓ જો કાંઈ પૂછવા આવે, તો હું તેમને કહું. દીવાને સંકોરવાના કામમાં રોકાયેલી હોઉં તે રીતે હું પૂછગાછ કરવા આવનારનું ધ્યાન રાખતી બેઠી હતી. Page #65 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ४८ એટલામાં વ્યાકુળ દષ્ટિવાળો તેઓમાંનો એક જણ આવી પહોંચ્યો અને તેણે મને પૂછ્યું, “આ ચિત્રપટ્ટ આલેખીને આખી નગરીને કોણે વિસ્મિત કરી છે ?' મેં તેને કહ્યું, “ભદ્ર, એનું આલેખન શ્રેષ્ઠીની કન્યા તરંગવતીએ કર્યું છે. તેણે અમુક આશયને અનુરૂપ ચિત્ર કર્યું છે. એ કલ્પિત નથી.” એ પ્રમાણે ચિત્રના ખરા મર્મની જાણ મેળવીને તે જ્યાં તારો પ્રિયતમ હતો ત્યાં પાછો આવ્યો. હું પણ તેની પાછળ પાછળ ગઈ અને એક બાજુ રહીને એક ચિત્તે તેમનાં વચન સાંભળવા લાગી. એટલે પેલો તરુણ ત્યાં જઈને હસતાં હસતો ઉપહાસના સ્વરમાં બોલ્યો, પદ્મદેવ, બા, તું ડર નહીં, તારા પર ગોરી પ્રસન્ન થઈ છે. ચિત્રકાર છે ઋષભસેન શ્રેષ્ઠીની પુત્રી નામે તરંગવતી. કહે છે કે તેણે પોતાના ચિત્તના અભિપ્રાયને અનુરૂપ ચિત્ર દોર્યું છે ; તેણે કશું મનથી કલ્પિત નથી આલેખ્યું. એ બધું, કહે છે કે પહેલાં ખરેખર બનેલું. મારા પૂછવાથી તેની દાસીએ પ્રત્યુત્તરમાં મને એ પ્રમાણે કહ્યું.” એ વચન સાંભળીને તારા પ્રિયતમનું વદન પ્રફુલ્લ કમળ જેવું આનંદિત બની ગયું, અને તેણે કહ્યું : “હવે મારા જીવવાની આશા છે. તો એ શ્રેષ્ઠીની પુત્રી જ અહીં પુનર્જન્મ પામેલી ચક્રવાકી છે. હવે આ બાબતમાં શું કરવું? શ્રેષ્ઠી ધનના મદે ગર્વિત છે, એટલે તેની કુંવરીને વરવા જે જે વર આવે છે તેમને તે નકારે છે. વધુ કરુણ તો એ છે કે એ બાળાનું દર્શન પણ સાંપડે તેમ નથી – કોઈ અપૂર્વ દર્શનીય વસ્તુની જેમ તેનું દર્શન દુર્લભ છે.” એટલે એક જણે કહ્યું, “એની પ્રવૃત્તિ શી છે તે આપણે જોયું જાણ્યું. તો જે વસ્તુનું અસ્તિત્વ છે તેને મેળવવાનો ઉપાય પણ હોય છે. ક્રમે ક્રમે તારું કામ સિદ્ધ થવાનું જ. અને શેઠની પાસે કન્યાનું માથું નાખવા જવામાં તો કશો દોષ નથી. તો અમે જઈને મારું નાખીશું : કહેવત છે કે કન્યા એટલે લોકમાં સૌની'. અને જો શ્રેષ્ઠી કન્યા આપવાની ના પાડશે તો અમે તેને ત્યાં જઈને બળાત્કારે તેને ઉઠાવી લાવીશું ; તારું હિત કરવા અમે ચોર થઈને Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તરંગલોલા તેનું હરણ કરી લાવીશું.’ એ સાંભળીને તારા પ્રિયતમે કહ્યું, ‘તેને ખાતર, અનેક પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલ કુલીનતા, શીલની જાળવણી વગેરે ગુણોનો તમે લોપ ન કરશો. જો શ્રેષ્ઠી મારી બધી ઘરસંપત્તિના બદલામાં પણ કન્યા નહીં આપે, તો ભલે હું પ્રાણત્યાગ કરીશ, પણ કશું અનુચિત તો નહીં જ આચયું.’ સારસિકાના વૃત્તાંતની સમાપ્તિ તે પછી તેને વીંટી વળીને મિત્રો ઘર તરફ જવા ઊપડ્યા. તેનું કુળ ચોક્કસ જાણવા માટે હું પણ તેની પાછળ પાછળ ગઈ. તે પોતાના મિત્રો સાથે એક ઊંચા, વિશાળ, પૃથ્વી પર રહેલા ઉત્તમ વિમાન સમા, સર્વોત્તમ પ્રાસાદમાં પ્રવેશ્યો. ત્યાં તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ ક્રમે કરીને બરાબર જાણી લઈને, મારું કામ પાર પડતાં હું ત્યાંથી સત્વર પાછી ફરી. આકાશની કોર પરના પ્રદેશમાંથી ગ્રહ, તારા અને નક્ષત્ર અદશ્ય થતાં તે ચૂંટી લીધેલાં કમળવાળા અને સુકાઈ ગયેલા તળાવ સમું લાગતું હતું. બંધુજીવક, જાસૂદ અને કેસૂડાના જેવા વર્ણનો, જીવલોકનો પ્રાણદાતા, આકાશનો અશ્વ, સૂરજ ઊગ્યો. અત્યારે સૂર્યે ચારેય દિશાઓને સોનેરી બનાવી દીધી છે. હું પણ તને પ્રિય સમાચાર પહોંચાડવા ઉત્સુક બનીને અહીં આવી પહોંચી. સુંદરી, આ પ્રમાણે મેં જે રીતે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું તે તને કહ્યું. તું મારા કહેવામાં વિશ્વાસ રાખજે, હું તારા ચરણની કૃપાના શપથ ખાઉં છું.' ચેટીએ વાત પૂરી કે તરત જ મેં તેને કહ્યું, ‘તું મને તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ કહે.' સારસિકા બોલી, ‘સુંદરી, સ્વામિની, એ બાલચંદ્ર સમો પ્રિયદર્શન તરુણ જેનો પુત્ર છે તે ઉન્નત કુલ, શીલ અને ગુણોવાળા સાર્થવાહનું નામ ધનદેવ છે. પોતાની વેપારી પ્રવૃત્તિથી તેણે સમસ્ત સાગરને નિઃસાર બનાવ્યો છે, પૃથ્વીને રત્નરહિત કરી છે, હિમાલયમાં માત્ર પથ્થરો જ બાકી રાખ્યા છે. તેણે કરાવેલાં સભા, પરબ, આરામ, તળાવ, વાવ અને કૂવાઓથી આખા દેશની તથા પરદેશની ભૂમિનાં ગામો શોભે છે. સાગરની મેખલાવાળી સમસ્ત Page #67 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૫૦ પૃથ્વીમાં તે ભ્રમણ કરે છે. શત્રુઓના બાધક, પોતાના કુળના યશવર્ધક, વિવિધ ગુણના ધારક, એવા શૂરવીર સાર્થવાહનો તે પુત્ર છે.” સુંદરી, રૂપમાં કામદેવ સમા, આકારે ઇંદ્ર સમા નિત્ય સુંદર તે તરુણનું નામ પદ્મદેવ છે.” હું ચેટીના વદનકમળની સામે એકી ટશે જોઈ રહી. મેં પ્રેમપિયાસીએ તેના વચનામૃતને મારા કર્ણપુટ વડે પીધું. મેં સારસિકાને કહ્યું, “તારા ધન્ય ભાગ્ય કે તે મારા પ્રિયતમને જોયો અને તેની વાણી સાંભળી.” એમ કહેતી હું ધસીને ચેટીને ભેટી પડી. હાસ્યથી પુલકિત થઈને મેં ચેટીને કહ્યું, “મારો પ્રિયતમ મને સ્વાધીન છે એ જાણીને મારો શોકનો વેગ નષ્ટ થયો છે.” એ પ્રમાણે આશ્વસ્ત થતાં, હે ગૃહસ્વામિની, હું હરખથી મારા ઘરમાં સમાતી ન હતી. સ્નાન કરી, બલિકર્મ કરી, પૂજનીય અરહંતોને વાંદીને મેં ઉપવાસનું પારણું સુખભર્યા ચિત્તથી કર્યું. હે ગૃહસ્વામિની, ઉપવાસ પારવાના પરિશ્રમને મેં શીતળ આસ્તરણવાળી તળાઈ પર આરામ કરીને હળવો કર્યો. તરંગવતીનું માગું : અસ્વીકાર તેનો સમાગમ કરવાના વિવિધ મનોરથો સેવતી, તેની હૃદયમૂર્તિ સાથે રમતી, હું પ્રિયથી વ્યાકુળ અવસ્થામાં રહેતી હતી. તેટલામાં એક વાર સારસિકા દાસી મારી પાસેથી ચાલી ગઈ અને કેટલોક સમય રહીને પાછી મારી પાસે આવી. ઊના ઊના નિઃશ્વાસ નાખતી, આંસુથી ઘેરાયેલી આંખે, જેમતેમ આંસુ ખાળીને, મનના પરિતાપ સાથે તે કહેવા લાગી : “પૃથ્વીમાં ભ્રમણ કરવાવાળો તે સાર્થવાહ ધનદેવ પોતાના બાંધવો અને * મિત્ર સાથે, શ્રેષ્ઠી પાસે તારું માગું કરવા આપણા દીવાનખંડમાં આવ્યો હતો. તેણે કહ્યું, “તમે અમારા પદ્મદેવને તમારી કન્યા તરંગવતી આપો. અમે કહેશો તે મૂલ્ય આપીશું.” એટલે નિર્દય શ્રેષ્ઠીએ તેની માગણીને નકારતાં, આવાં વિવેકહીન, કટુ વચનો કહ્યાં : પ્રવાસ જેનું મુખ્ય કર્મ છે, જેનો પોતાના ઘરમાં સ્થિરવાસ હોતો નથી, જે સર્વે દેશોના અતિથિ જેવો છે તેને હું મારી પુત્રી કેમ આપું? સાર્થવાહનું Page #68 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા કુટુંબ સારી રીતે સમૃદ્ધ હોવા છતાં તેમાં રહીને મારી પુત્રીને, પતિના વિયોગમાં એક વેણીએ કેશ બાંધતી, વેદના અને ઉત્કંઠા સહેતી, શણગાર સજવાથી અળગી રહેતી, લગાતાર રુદનથી ભીંજાયેલ રાતી આંખો અને વદનકમળવાળી, પત્ર લખવામાં રત, સાદા જળથી સ્નાન કરતી, ઉત્સવ પ્રસંગે પણ મલિન અંગવાળી — એવી બનીને રહેવું પડે અને એમ જીવનભર, કહોને કે વૈધવ્યના જેવું, ભારે દુ:ખ ભોગવવું પડે. સ્નાન, પ્રસાધન, સુગંધી વિલેપન વગેરેથી તે સદાને વંચિત રહે તેના કરતાં કોઈ દરદ્રને આપવાનું હું પસંદ કરું.” - ૫૧ આ પ્રમાણે માગાનો અસ્વીકાર થતાં, હસીને તેનો સત્કાર કરવામાં આવેલો હોવા છતાં સ્પષ્ટ રીતે તેની વિડંબના કરવામાં આવી હોઈને તે સાર્થવાહ ખિન્ન ચિત્તે પાછો ફર્યો. એ પ્રમાણે સાંભળીને હિમપાતથી કરમાયેલી નલિનીની જેમ મારું સોહાગ નષ્ટ થયું, હૃદય શોકથી સળગી ઊઠ્યું અને તે જ ક્ષણે મારી બધી કાંતિ વિલાઈ ગઈ. શોકનો આવેગ કાંઈક શમતાં, આંસું નીગળતી આંખે, હે ગૃહસ્વામિની, મેં ચેટીને રડતાં રડતાં કહ્યું : ‘જો કામદેવા બાણથી આક્રાંત થયેલો તે મારો પ્રિયતમ પ્રાણત્યાગ કરશે તો હું પણ જીવતી નહીં રહું, તે જીવશે તો જ હું જીવીશ. જો પશુયોનિમાં રહીને પણ હું તેની પાછળ મૃત્યુને ભેટી તો હવે તે ગુણવંતના વિના હું કઈ રીતે જીવતી રહું ? તો, સારસિકા, તું એ મારા નાથની પાસે મારો પત્ર લઈને જા અને મારાં આ વચનો તેને કહેજે.' એ પ્રમાણે કહીને મેં પ્રસ્વેદે ભીંજાતી આંગળીવાળા હાથે પ્રેમથી પ્રેરિત અને પ્રચુર ચાટુ વચનોવાળો પત્ર ભૂર્જપત્ર પર લખ્યો. સ્નાનવેળાના અંગમર્દનની માટીથી મુદ્રિત કરીને તિલકલાંછિત તે લેખ, થોડા શબ્દો અને ઝાઝા અર્થવાળો મેં દાસીના હાથમાં આપ્યો, અને કહ્યું : ‘સારસિકા, તું મારા પ્રિયતમને પ્રેમનો અનુરોધ કરનારાં અને હૃદયના આલંબન રૂપ આ મારાં વચનો કહેજે : ગંગાજળમાં રમનારી જે તારી પૂર્વજન્મની ભાર્યા હતી તે ચક્રવાકી શ્રેષ્ઠીની પુત્રી રૂપે જન્મી છે. તને શોધી કાઢવા માટે તેણે આ ચિત્રપટ્ટ પ્રદર્શિત કર્યો હતો. હે સ્વામી, તારી ભાળ Page #69 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પર મળી તેથી ખરેખર તેની કામના સફળ થઈ. હે પરલોકના પ્રવાસી, મારા હૃદયભવનના વાસી, યશસ્વી, તને ખોળતી તારી પાછળ મરણને ભેટીને હું પણ અહીં આવી. ચક્રવાક ભવમાં જેવો પ્રેમસંબંધ હતો, તેવો હજી પણ તું ધરી રહ્યો હોય તો, હે વીર, મારા જીવિત માટે મને તું હસ્તાલંબન આપ. પક્ષીભવમાં આપણા વચ્ચે જે સેંકડો સુખની ખાણ સમો સ્વભાવગત અનુરાગ હતો, જે રમણભ્રમણ હતાં, તે તું સંભારજે.' મારા બધા સુખના મૂળ સમા પ્રિયતમની પાસે જતી સારસિકાને મેં વ્યથિત હૃદયે આ તેમ જ એ પ્રકારનાં બીજાં વચન કહ્યાં. વળી કહ્યું : . “સખી, તેની સાથે સુરતસુખનો ઉદય કરનાર મારો સમાગમ, તું સામથી, દાનથી કે ભેદથી પણ કરાવજે. મારું કહેલું અને અણકહેલું, સંદેશા તરીકે આપેલું અને ન આપેલું, જે કાંઈ મારું હિતકર હોય તે બધું તું તેને કહેજે.' એ પછી, હે ગૃહસ્વામિની, તે ચેટી મારા હૃદયને સાથે લઈને મારા પ્રિયતમની પાસે જવા ઊપડી. ચેટીનું પાદેવને આવાસે ગમન તેના ગયા પછી મને ચિંતા થવા લાગી. થોડાક સમયમાં સારસિકા પાછી આવી. તેણે મને કહ્યું, “સ્વામિની, તમે મને વિદાય કરી એટલે હું રાજમાર્ગ પર પહોંચી. સુંદર ઘરો વડે શોભતો તે માર્ગે વત્સદેશની આ નગરીની સેંથી સમો વિરાજતો હતો. અનેક ચાચર, ચોક, શૃંગાટક પસાર કરીને હું એક વૈભવથી દીપતા, કુબેરભવન સમા આવાસ પાસે પહોંચી. હૃદયમાં ડરતી હું બહારના કોઇકના દ્વાર પાસે જઈને બેઠી. અનેક દાસદાસીઓ ભાતભાતની પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં હતાં. તેઓ એમ સમજ્યાં કે હું અહીં મૂકેલી કોઈક નવી દાસી છું. એટલે મને પૂછ્યું, “ક્યાંથી આવી ?” સાચી વાતને છુપાવવાનું સ્ત્રીઓને સદા સહેજે આવડતું હોય છે. મને જે ભળતું બહાનું તે વેળા સૂઝી આવ્યું તે મેં કહ્યું: “તું આર્યપુત્રને મળી આવ” એવા આદેશ સાથે આર્યપુત્રના દાસે મને અહીં મોકલી છે. હું નવી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ તરંગલોલા જ છું તે તમે બરાબર જાણી ગયા.' એટલે દ્વાર પર નિર્ગમ અને પ્રવેશની દેખભાળ રાખતા સિદ્ધરક્ષ દ્વારપાલે કહ્યું, ‘સેંકડો માણસોમાંથી કોઈ પણ મારી જાણ બહાર નથી હોતું.' તેનાં વખાણ કરતાં મેં કહ્યું, ‘સાર્થવાહનું ઘર ભાગ્યશાળી છે કે ત્યાં તમારા જેવા દ્વારને સંભાળે છે. આર્ય, તમે મારા પર પણ એટલી તો કૃપા કરજો કે સાર્થવાહનો જે પુત્ર છે તે આર્યપુત્રનાં મને દર્શન થાય.' એટલે તેણે કહ્યું, ‘હું આ દ્વારની સંભાળ રાખવાનું કામ ઘડીક જેને સોંપી શકું તેવો પ્રતિહાર મને મળી જાય, તો.હું પોતે જ તને આર્યપુત્રનાં દર્શન કરાવું.' પછી તેણે એક દાસીને કામ સોંપ્યું, ‘આને ઉપરના માળ પર આર્યપુત્રની પાસે જલદી લઈ જા.' એટલે તે મને તરત જ રત્નકાંચન જડેલી ભોંયવાળા ઉપરના માળે લઈ ગઈ. એ રાજમાર્ગના લોચન સમો દીસતો હતો. તેની વચ્ચેના રત્નમય ગવાક્ષમાં સુખાસન પર સામે બેઠેલા સાર્થવાહપુત્રને દેખાડીને તે દાસી તરત જ ચાલી ગઈ. હું પણ અંદરથી ગભરાતી, પરંતુ એ ચક્રવાક-પ્રકરણનો આધાર લઈ, વિશ્વસ્ત બનીને તેની પાસે પહોંચી ગઈ. પદ્મદેવનાં દર્શન એક મૂર્ખ બ્રાહ્મણબટુક તેની પાસે બેઠો હતો. સાર્થવાહના ખોળામાં ચિત્રફલક હતું. તે ધનુષ્ય વિનાના કામદેવ જેવો ને અત્યંત સુંદર લાવણ્યયુક્ત દીસતો હતો. આંખમાંથી ઝરતાં આંસુથી ચિત્રફલકની આકૃતિને તે કોઈ અણઘડ ચિત્રકારની જેમ દોરી દોરીને ભૂંસી રહ્યો હતો. તારો સમાગમ પામવાના મનોરથથી ભરેલા હ્રદયે, હસીખુશી વિનાનો, તે પોતાની દેહદશાનો શોક કરતો બેઠો હતો. તે વેળા વિનયથી ગાત્રો નમાવીને, મસ્તક પર હાથ જોડીને, તેની પાસે જઈ ને મેં કહ્યું, ‘આર્યપુત્ર ચિરંજીવી હો.' એટલે તુવેર જેવા રાતા રંગના વસ્ત્રમાં સજ્જ, વાંકું દંડકાઇ ધરાવતો, કર્કશ વાણી અને તુચ્છ ઉદરવાળો, ઉદ્ધત વદનવાળો, ગર્વિષ્ઠ, અતિશય મૂર્ખ, માંકડા જેવો અનાડી, મૂર્ખના જેવા ચાળાચસકા કરતો, ગોવિષ્ઠા જેવો નિંદ્ય, બહાર નીકળેલા દૂધીનાં બિયાં જેવા Page #71 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૫૪ દાંતવાળો, કૂંડી જેવા ફાફડા કાનવાળો, માત્ર દેહથી જ બ્રાહ્મણ એવો તે ઊતરેલ બટુક બોલ્યો, “આપ પહેલાં આ સુંદર બટુકને વંદન કેમ નથી કરતાં, અને આ શૂદ્રને વંદન કરો છો ?' એટલે જમણો હાથ નમાવીને દાક્ષિણ્ય દર્શાવતાં, એ બટુક પ્રત્યે હું બોલી, આર્ય, અહિયં અહિવાએ તે (“હું તને અધિક વંદન કરું છું”. અર્થાતર, “તારા પગ પાસે સાપ છે સાપ”)'. એટલે એકાએક દેડકા જેવો કૂદકો મારીને સાપ ક્યાં છે ? સાપ ક્યાં છે ? અરે અમને અબ્રહ્મણ્ય !” એમ તે બોલવા લાગ્યો. મને સાપની સૂગ હોઈને તે અમંગળકારીને હું જોવા ઇચ્છતો નથી. કહો, તમે શું ગારુડી છો ?' એ પ્રમાણે તે બટુકે મને પૂછ્યું. મેં તેને ઉત્તર આપ્યો, “અહીં ક્યાંય અહિ નથી. તે નિશ્ચિત થા.” એટલે તે બોલ્યો, “તો પછી તે મને “અહિયં અહિયાએ” એ પ્રમાણે કેમ કહ્યું? હું ઉત્તમ બ્રાહ્મણ વંશનો હારિત ગોત્રનો કાશ્યપનો પુત્ર છું. છંદોગ બ્રાહ્મણ છું. ગોળ, દહીં, ભાતનો રસિયો છું. તેં શું મારું નામ નથી સાંભળ્યું, જેથી પહેલાં મારું અપમાન કરીને પછી મને પ્રસન્ન કરી રહી છે ?' એ પ્રમાણે તે મૂર્ખ મને ઉદ્દેશી કલબલાટ કરી મૂક્યો. એટલે સાર્થવાહપુત્રે તેને કહ્યું, “અરે, તું કેટલી ચાંપલાશ કરી રહ્યો છે ? અહીં આવેલી આ મહિલાને નિરર્થક બહુ બાધા ન કર. સમય જોયા વિના બોલબોલ કરતો તું નીકળ અહીંથી, કેટલો નિર્લજ્જ છે તું. અવિનીત, અસભ્ય બ્રાહ્મણબંધુ !” એ પ્રમાણે સાર્થવાહપુત્રે તે બ્રાહ્મણને કટુવચન કહ્યાં, એટલે માકડાની જેમ મોંના ચાળા કરતો, તે ત્યાંથી ચાલ્યો ગયો. તે ગયો તેથી મને અત્યંત સંતોષ થયો : મારા પર દેવોએ કૃપા કરી. સંદેશસમર્પણ એ પછી સાર્થવાહપુત્રે મને આ પ્રમાણે કહ્યું, “ભદ્ર, તું ક્યાંથી આવી ? તારા આવવાનું શું પ્રયોજન છે ? કહે, તારે માટે શું કરવાનું Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ તરંગલોલા છે ?' એ પ્રમાણે તેણે કહ્યું, એટલે તારું પ્રેમકાર્ય પાર પાડવાના કર્તવ્યથી બંધાયેલી હું બોલી, “અમારી સ્વામિનીએ આપને માટે મારી સાથે આ પ્રમાણે વચન કહેવડાવ્યાં છે : “હે કુલચંદ્ર, વિનયભૂષણ, અપયશ-દરિદ્ર, ગુણગર્વિત, યશસ્વી, સર્વ લોકોના ચિત્તમાં પ્રવેશ કરનાર, તું આ નાની શી મારી વિનંતી સાંભળ : “દિવ્યલોકવાસી અપ્સરાસુંદરીઓના સમી, શ્રેષ્ઠી ઋષભસેનની કુંવરી તરંગવતીના હૃદયના મનોરથની વિશ્રાંતિ થાય અને તેનો મનોગત કામભાવ જે રીતે સફળ થાય તે રીતે કરવા આપ કૃપા કરો. ચક્રવાકભવમાં જે તારો પ્રેમસંબંધ હતો તે હજી પણ તેવો હોય, તો તે ધીર પુરુષ, તેના જીવિતને તારા હાથનો આધાર આપ.” તરંગવતીના કહેવા પ્રમાણે મેં તને તેનો આ મૌખિક સંદેશો કહ્યો. તેની વિનંતીના પિંડિતાર્થ રૂપ આ પત્ર પણ તું સ્વીકાર.” પદ્મદેવનો વિરહવૃત્તાંત મેં એ પ્રમાણે કહ્યું એટલે સદનને લીધે સર્વાગે કંપતો, ઉદ્વિગ્ન વદન અને નયનવાળો, શોકમિશ્રિત આંસુ સાથે કણસતો, અને એમ ગાઢ અનુરાગ પ્રગટ કરતો તે આંસુથી વાણી રૂંધાયેલી હોવાથી કશો પ્રત્યુત્તર આપી ન શક્યો. દુઃખમાંથી આશ્વાસન મેળવવા માટે ખોળામાં રાખેલા ચિત્રપટ્ટને તેણે પોતાના આંસુઓથી ધોયો. રુદનથી લાલ આંખે તેણે તે પત્ર લીધો. પોતાની ભમર નચાવતાં ધીમે ધીમે તેણે તે વાંચ્યો. પત્રનો અર્થ ગ્રહણ કરીને પ્રસન્ન, ધીર, ગંભીર સ્વરે તેણે મને મધુર, સ્વસ્થ, સ્પષ્ટાર્થ, અને મિતાક્ષરી વચનો આ પ્રમાણે કહ્યાં : ‘હું અધિક શું કહું? તો પણ ટૂંકમાં એક ખરી વાત કહું છું તે તું સાભળ : જો તું અત્યારે ન આવી હોત તો ખાતરીથી કહું છું કે હું જીવતો રહ્યો ન હોત. સુંદરી, તું અહીં ઠીક વેળાસર અને યથાસ્થાન આવી પહોંચી. તેથી હવે તેના સંગાથમાં મારું જીવન જીવલોકનો સમગ્ર સાર અનુભવશે. ઉગ્ર શરપ્રહાર કરવાવાળા કામદેવે જ્યારે મને ઢાળી દીધો હતો, ત્યારે તારા આ આગમન રૂપી સ્તંભનો આધાર મને મળ્યો છે.” Page #73 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા અને તે પછી તારો ચિત્રપટ્ટ જોવાથી થયેલું પૂર્વભવનું સ્મરણ, જે રીતે તેં મને કહ્યું હતું, તે બધું તેણે મને કહ્યું. ઉદ્યાનમાંની કમળતળાવડીમાં ચક્રવાકોને જોઈને તને થઈ આવેલા પૂર્વભવના સ્મરણની વાત મેં પણ તેને મૂળથી કહી. ૫૬ તેણે કહ્યું, ‘ચિત્રપટ્ટને જોઈને મારા હૃદયમાં, પૂર્વજન્મના ઊંડા અનુરાગને લીધે એકાએક શોક ઉદ્ભવ્યો. એટલે આખી રાતના ભ્રમણ પછી પ્રિય મિત્રો સાથે પાછા ફરીને મેં, ઉત્સવ પૂરો થતાં ઇંદ્રધ્વજ તૂટી પડે તેમ, પથારીમાં પડતું મૂક્યું. ઊના નિઃશ્વાસ નાખતો, અસહાય, શૂન્યમનસ્ક બનીને હું મદનથી વલોવાતો, જળમાંના માછલાની જેમ, પથારીમાં તડફડતો હતો. આડું જોઈ રહેતો, ભમર ઉલાળીને બકવાસ કરતો, ઘડીકમાં હસતો તો ઘડીકમાં ગાતો હું ફરી ફરીને રુદન કરતો હતો. મને કામથી અતિશય પીડિત અંગોવાળો, નખાઈ ગયેલો જોઈને મારા વહાલા મિત્રોએ લજ્જા તજી દઈને મારી માતાને વિનંતી કરી : ‘જો શ્રેષ્ઠીની પુત્રી તરંગવતીનું ગમે તેમ કરીને તમે માગું નહીં કરો તો પદ્મદેવ પરલોકનો પરોણો બનશે.' એટલે, પછી મેં જાણ્યું કે આ વાત મારી અમ્મા પાસેથી જાણીને બાપુજી શ્રેષ્ઠીની પાસે ગયા, પણ શ્રેષ્ઠીએ માગું અમાન્ય કર્યું. અમ્માએ અને બાપુજીએ મને સમજાવ્યો, ‘બેટા, એ કન્યા અપ્રાપ્ય હોઈને તેના સિવાયની કોઈ પણ કન્યા તને ગમતી હોય તેનું માગું અમે નાખીએ.’ પ્રણામપૂર્વક તેમનો આદર કરી, ભૂમિ પર લલાટ ટેકવી, અંજલિપુટ રચીને, લજ્જાથી નમેલા મુખે મેં વિનય કર્યો : ‘તમે જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. એના વિના શું અટક્યું છે ?’ એ પ્રમાણે કહીને મેં વડીલોને નિશ્ચિત કર્યા, અને પરિણામે તેઓ શોકમુક્ત થયા. એમનાં એ વચનો સાંભળ્યા પછી, હે સુંદરી, મરવાનો નિશ્ચય કરીને હું રાત્રી થવાની પ્રતીક્ષા કરી રહ્યો. તેના સમાગમની આશા ન રહી હોઈને મેં વિચાર્યું, ‘ઘણા લોકો ઉપસ્થિત હોવાથી દિવસે મૃત્યુ ભેટવા આડે મને વિઘ્ન Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ તરંગલોલા આવશે; માટે રાત્રે સૌ લોકોના સૂઈ ગયા પછી હું જે કરી શકીશ તે કરીશ.' એ પ્રમાણે મનથી પાકું કરીને હું આકારનું સંવરણ કરીને રહ્યો. જીવવા બાબત હું નિઃસ્પૃહ બન્યો હતો, મરવા માટે સંનદ્ધ થયો હતો. પિતાજીના પરિભાવ અને અપમાનથી મારું વીરોચિત અભિમાન પણ ઘવાયું હતું ; અને વડીલ પ્રત્યેનો આદર અને ભક્તિને કારણે હવે મારો ધર્મ શું છે તે હું સમજી ગયો હતો. તેવામાં તું આ આવાસમાં પ્રિયતમાના વચનોનો – હૃદયને ઉત્સવ સમા અને મારા જીવતર માટે મહામૂલા અમૃત સમાં વચનોનો – ઉપહાર લઈને આવી પહોંચી. તરંગવતીનાં કરુણ વચનો સાંભળીને, મારું ચિત્ત શોક અને વિષાદથી ભરાઈ આવ્યું છે અને આંખો આંસુથી છલકાઈ ગઈ છે, જેથી કરીને હું તેનો પત્ર બરાબર વાંચી પણ શકતો નથી. પણ તું મારાં આ વચનો તેને કહેજે : “મને તે તારા અનુમરણથી ખરીદી લીધેલો હોઈને હું સાચે જ તારાં ચરણો પાસે દાસ બનીને વાસ કરીશ. તારો ચિત્રપટ્ટ જોઈને મને પૂર્વજન્મના સંમાનનું સ્મરણ થયું છે ; મારાં પુણ્ય ઓછાં પડ્યાં, જેથી કરીને મને તારી પ્રાપ્તિ નથી થઈ. આથી મારું ચિત્ત વિષણ બન્યું છે. તારી વાત સાંભળતાં સાંભળતાં, નિરંતર સ્નેહવૃત્તિવાળો હું પ્રીતિના રોમાંચે કદંબપુષ્પની જેમ કંટકિત થઈ ઊઠ્યો.” ચેટીનું પ્રત્યાગમન એ પ્રમાણે તારી સાથેના સુરતના મનોરથની વાતોથી મને ક્યાંય સુધી રોકી રાખીને, કામબાણથી જર્જરિત શરીરવાળા પદ્મદેવે અનિચ્છાએ મને વિદાય કરી. વિદાય લઈને હું તે અનુપમ પ્રાસાદમાંથી નીસરીને, સ્વર્ગમાંથી ભ્રંશ પામી હોઉં તેમ, જે માર્ગે ગઈ હતી તે માર્ગે થઈને અહીં પાછી આવી. તેના ભવનની જેવાં સમૃદ્ધિ, વિલાસ અને વિશાળતા, શ્રેષ્ઠીના ભવનને બાદ કરતાં, બીજા કોઈનાં પણ નહીં હોય. અત્યારે પણ હું તેના ભવનની સમૃદ્ધિ, વિલાસ ને પરિજનોની વિશેષતા તેમ જ તેનું અનન્ય, અપ્રતિમ રૂપ જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહી છું. અને સ્વામિની, તેણે સમસ્ત ગુણયુક્ત, પ્રેમગુણનો પ્રવર્તક, Page #75 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૫૮ હસીખુશીનું પાત્ર એવો આ પ્રત્યુત્તર-પત્ર તારે માટે આપ્યો છે.” એટલે, હે ગૃહસ્વામિની, મુદ્રાથી અંકિત કરેલા, મારા પ્રિયતમના દર્શન સમા, તે પત્રને મેં લીધો અને નિઃશ્વાસ સાથે હું તેને ભેટી. ચેટીની પાસેથી સાંભળેલા વચનોથી ઉફુલ્લ ચંપકલતાની જેમ હાસ્યપુલકિત બનીને મેં પત્રગત અર્થને પામવાની આતુરતાથી તે પત્ર ની મુદ્રા તોડીને, સત્વર, પ્રિયતમનાં વચનોના નિધાન સમો તે ઉખેળ્યો. તેમાં તેનું તે જ આખું પ્રકરણ, એક માત્ર મારા મરણને પાદ કરતાં, જેવું મેં અનુભવ્યું હતું તેવું જ લખાણમાં અક્ષરબદ્ધ કરેલું હતું. જે કાંઈ મેં અનુભવ્યું હતું, અને જે કાંઈ તેણે કર્યું હતું તે બધું તેમાં વ્યક્ત કરેલું હતું. તેનું મૃત્યુ પહેલાં થયું અને મારું અનુસરણ તેણે ન જાણ્યું એ પણ બરાબર હતું. ભૂર્જપત્રમાં લખેલો, પ્રિયતમ પાસેથી આવેલો તે લેખ ભગ્નહૃદયે હું વાંચવા લાગી. જ્યારે જ્યારે અમારી જે જે અવસ્થા હતી તે તે બરાબર બન્યા પ્રમાણે, એંધાણીઓ સાથે, પ્રિયતમે શબ્દોમાં વર્ણવી હતી. શબ્દરૂપે રહેલા તે મન્મથને, કામદેવના બંધને બદ્ધ વચનોવાળા આ અર્થ દ્વારા હું નિહાળી રહી : પઘદેવનો પ્રેમપત્ર આ પત્ર મારી હૃદયવાસિની તરંગવતી નામની સુંદરીને આપવાનો છે: મદનના શિકારનો ભોગ બનેલી, અનંગના ધનુષ્યરૂપ, અત્યંત શોચનીય શરીર ધરતી, સુવિકસિત કમળ સમા વદનવાળી તે બાળાનું આરોગ્ય અને કુશળતા હોજો. હે પ્રિયે, કામદેવની કૃપાથી મારા અને તારા વચ્ચેના પ્રેમનું ચિંતન થતું રહેતું હોવાથી અહીં સહેજ પણ અસુખ નથી. છતાં પણ, તરંગવતી, અનંગશરપ્રહારે પીડિત બનેલો હું તારી અપ્રાપ્તિને કારણે મારાં શિથિલ બનેલાં કોમળ અંગો કેમેય ધારણ કરી શકતો નથી. તું જે જાણે છે તે બધા કુશળસમાચારનું નિવેદન કરીને, હે કમળદળ સમાં વિશાળ અને સુંદર નેત્રવાળી, વધુમાં આ પ્રમાણે મારી વિનંતી છે : Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૯ તરંગલોલા હે પ્રફુલ્લ, કોમળ કમળસમા વદનવાળી, પૂર્વને પ્રેમપ્રસંગોમાં વ્યક્ત થયેલા તારા ગાઢ પ્રણયાનુરાગથી જન્મેલી કામનાથી હું જળી રહ્યો છું. અજ્ઞાનરૂપી અંધકારે પરિપૂર્ણ અને વિવિધ યોનિથી ભરપૂર એવા આ જગતમાં પરલોકથી ભ્રષ્ટ પ્રેમીઓને એકબીજા સાથે સંયોગ થવો દુર્લભ હોય છે. તે ચિત્તવાસિની, મિત્રો અને બાંધવોના વિશાળ બળ વડે, ભરચક પ્રયાસ કરીને, હું તારી પ્રાપ્તિ માટે શેઠને ફરીથી પ્રસન્ન કરું, ત્યાં સુધી, હે વિશાલાક્ષી તરુણી, આ થોડોક સમય તું વડીલની પ્રીતિના સુખવાળી કૃપાની આશા ધરતી પ્રતીક્ષા કરજે.” તરંગવતીનો વિષાદ એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, તેના પત્રના વિસ્તૃત અર્થનું તાત્પર્ય ગ્રહણ કરીને, તેનો મધ્યસ્થભાવ હોવાનું જાણીને ખિન્ન બનેલી હું સૂનમૂન થઈ ગઈ. સાથળ પર કોણી ટેકવી ચત્તી રાખેલી હથેળીથી નિરંતર મુખચંદ્રને ઢાંકી, નિશ્ચય નેત્રે, કશાકના ધ્યાનમાં બેઠી હોઉં તેવી દશા હું ધરી રહી. એટલે ઉચિત વિનયવિવેક કરવામાં વિશારદ ચેટી વિનયપૂર્વક કરકમળ વડે મસ્તક પર અંજલિ રચીને મને કહેવા લાગી, “સુંદરી, ચિરકાળ સેવેલો મનોરથ પૂરનારો, જીવિતને અવકાશ આપનારો, સંતોષને સત્કારનારો, પ્રેમસમાગમ અને સુરતપ્રવૃત્તિના સારરૂપ આ પત્ર તેણે તને મોકલ્યો છે એ તો નક્કી છે. પ્રિયવચનોના અમૃતપાત્ર સમો તે પત્ર તારા શોકનો પ્રતિમલ્લ છે. માટે તું વિષાદ ન ધર ; હે પ્રિયંગુવર્ણી, ભીરુ, સુરતસુખદાયક પ્રિયજનનો સમાગમ તને તરતમાં થશે.' ચેટીનું આશ્વાસન પણ એ પ્રમાણે કહેતી ચેટીને, હે ગૃહસ્વામિની, મેં કહ્યું, “હે સખી, સાંભળ, શા કારણે મને મનમાં વિષાદ થયો છે તે. મને લાગે છે કે તેના ચિત્તમાં મારા પ્રત્યેનો સ્નેહભાવ કાંઈક મંદ પડ્યો છે, કારણ, તે મારો સમાગમ કરવાની બાબતમાં કાળપ્રતીક્ષા કરવાનું કહે છે.” એટલે, હે ગૃહસ્વામિની, ચેટીએ વિનયપૂર્વક હાથ જોડીને મને ફરીથી કહ્યું, “હે સ્વામિની, તને મારી વિનંતી છે. તું સાંભળ કે ઉત્તમ પુરુષ કેમ વર્તે છે. કુલીન અને જ્ઞાનસંપન્ન હોવા છતાં જેઓ અનુચિત વર્તનને વારતા નથી તેમનો લોકોમાં ઉપહાસ થાય છે. જેમ યોગ્ય ઉપાય વિના ગાય દોહનારને Page #77 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા દૂધ મળતું નથી, તેમ જગતમાં અન્ય કાંઈ પણ યોગ્ય ઉપાય વિના પ્રાપ્ત થતું નથી. ૬૦ જે કામો પૂરા વિચાર કર્યા વિના, ઉતાવળે, યોગ્ય ઉપાય વિના શરૂ કરાય છે તે પૂરાં થાય તો પણ કશું પરિણામ લાવતાં નથી. જ્યારે યોગ્ય ઉપાય અનુસાર શરૂ કરેલાં કામો પાર ન પડે તો પણ લોકો તે કરનારની ટીકા કરતા નથી. તીક્ષ્ણ કામબાણનો પ્રહાર થવાથી પીડિત બનેલો તે ધીર પુરુષ સંકટમાં હોવા છતાં, પોતાના કુળ અને વંશનો અપયશ થવાના ડરે સન્માર્ગ નથી છોડવા માગતો.' તરંગવતીની કામાર્તતા એ પ્રમાણે ચેટીની સાથે તેની વાતો કરવામાં રચ્યાપચ્યા ચિત્તે મને ખબર ન પડી કે કમળોને જગાડનારા સૂર્યનો ક્યારે અસ્ત થયો. એટલે પછી, હે ગૃહસ્વામિની, હું જેમતેમ નહાઈ લઈ, જમીને ચેટી તથા ધાત્રી અને પરિજનો સાથે અગાશી પર ચડી ગઈ. ત્યાં ઉત્તમ શયન અને આસન પર આરામ કરતી, પ્રિયતમની વાતોથી મનને બહેલાવતી હું રાત્રીના પહેલા પહોરની પ્રતીક્ષા કરી રહી. ત્યાં તો ચંદ્રરૂપી રવૈયો શરદઋતુના સૌંદર્યમંડિત ગગનરૂપી ગાગરમાં ઊતરીને તેમાં રાખેલા જ્યોત્સ્નારૂપી મહીનું મંથન કરવા લાગ્યો. તે જોઈને મારા ચિત્તમાં વધુ ગાઢ અને દુ:સહ વિષાદ છવાઈ ગયો અને કરવત સમો તીવ્ર કામ મને પીડવા લાગ્યો. પદ્મદેવને મળવા જવાનો નિર્ણય કામવિવશ અને દુઃખાતે અવસ્થાને લીધે હું શરીરે ભારે વ્યાકુળતા અનુભવી રહી અને મેં મારી સખીને કહ્યું, ‘સખી, આ વિનંતી વડે હું તારી પાસે પ્રાણભિક્ષા યાચું છું. હું ખરું કહું છું, બહેન, કુમુદબંધુ ચંદ્ર વડે અત્યંત પ્રબળ બનેલો વેરી કામદેવ નિષ્કારણ મને પીડી રહ્યો છે. તેની શત્રુતાને કારણે, હે દૂતી, તારાં મીઠાં વચનોથી પણ મારું હૃદય, પવનથી ઝપટાતા સમુદ્રજળની જેમ, સ્વસ્થ નથી થતું. Page #78 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તો, સારસિકા, કામે જેનું ચારિત્ર્ય નષ્ટ કર્યું છે તેવી મને અસતીને, તેના દર્શનની પ્યાસીને તું જલદી પ્રિયતમને આવાસે લઇ જા.' ૬૧ એટલે ચેટીએ મને કહ્યું, ‘તારી યશસ્વી કુલપરંપરાનું તારે જતન કરવું ઘટે છે ; તું આવું દુઃસાહસ ન કર, અને તેની ઉપહાસપાત્ર ન બન. તે તારે સ્વાધીન છે ; તેણે તને જીવતદાન દીધું જ છે. તો પછી તું અપયશ થાય તેવું કરવાનું માંડી વાળ. વડીલને પ્રસન્ન કરીને તું તેને મેળવી શકીશ.' પરંતુ સ્ત્રીસહજ અવિચારિતા અને અવિવેકને લીધે તથા કામાવેગથી પ્રેરાઈને હું ફરીથી ચેટી પ્રત્યે બોલી, ‘જગતમાં જે સાહસિક ઉત્સાહથી ચોક્કસ સંકલ્પ કરીને, નિંદાના દોષને અવગણીને નિર્ભય બને છે તે જ અમાપ લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત કરતો હોય છે. જેની કઠિનતાને કારણે પ્રવૃત્તિ રૂંધાઈ જાય તેવું ભગીરથ કામ પણ શરૂ કરી દઈએ એટલે હળવું બની જતું હોય છે. પ્રિયતમના દર્શન માટે આતુર બનેલી મને જો તું તેની પાસે નહીં લઈ જાય, તો કામબાણથી હણાયેલી હું હમણાં જ તારી સમક્ષ મૃત્યુ પામીશ. માટે તું વિલંબ ન કર, મને પ્રિયતમની સમીપ લઈ જા. જો તું મને મરેલી જોવા ઇચ્છતી ન હો તો આ ન કરવાનું કામ પણ કર.' આ પ્રમાણે મેં કહ્યું, એટલે તે ચેટીએ ઘણી આનાકાનીથી, મારા પ્રાણરક્ષણને ખાતર પ્રિયતમના આવાસે જવાનું સ્વીકાર્યું. પ્રિયમિલન માટે પ્રયાણ એટલે આનંદિત મને મેં કામદેવના ધનુષ્ય સમા, આકર્ષણના સાધનરૂપ, સૌંદર્યનાં સાધક શણગાર ઝટપટ સજ્યા. મારાં નેત્રો ક્યારનાંયે પ્રિયતમની શ્રીનું દર્શન ક૨વાને તલસી રહ્યાં હતાં, મારું હૃદય અત્યંત ઉત્સુક્તા અનુભવી રહ્યું હતું. એટલે હું દૂતીએ વિગતે વર્ણવેલા પ્રિયતમના આવાસે હું પહેલાં હૃદયથી તો તે જ ક્ષણે પહોંચી ગઈ, અને પછી પગથી જવા ઊપડી. રત્નમેખલા તથા જંઘા પર નૂપુર ધારણ કરીને, રૂમઝૂમતા ચરણે, ધ્રૂજતાં ગાત્રે, એકબીજાનો હાથ પકડીને અમે બંને બાજુના દ્વારેથી બહાર નીકળી, અને વાહનો અને લોકોની ભીડવાળા રાજમાર્ગ પર ઊતરી. અનેક બજારો, પ્રેક્ષાગૃહો અને નાટ્યશાળાઓથી ભરચક, સ્વર્ગના Page #79 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા વૈભવનું અનુકરણ કરતા, કૌશાંબીના રાજમાર્ગ પર અમે આગળ વધી રહ્યાં. અનેક ઉત્તમ અને સુંદર વસ્તુઓ દર્શનીય હોવા છતાં હું પ્રિયતમના દર્શન માટે અત્યંત આતુર હોવાથી મારું ચિત્ત તેમાં ચોટ્યું નહીં. આજે દીર્ઘ કાળે પ્રિયતમનાં દર્શન થશે એના ઉમંગમાં હે ગૃહસ્વામિની, ચેટી સાથે જઈ રહેલી મેં થાકને ન ગણ્યો. ઝડપથી દોડાદોડ જતી, તો ભીડને કારણે વેગ ધીમો કરતી, અમે મહામુશ્કેલીએ, ભરાયેલા શ્વાસે પ્રિયતમના આવાસે પહોંચી. પ્રિયતમનું દર્શન ભવનના મુખ્ય દ્વાર પર, આસપાસ મિત્રોથી વીંટળાઈને નિરાંતે બેઠેલો પ્રિયતમ, એકાંત સ્થાને રહેલી મને, દાસીએ બતાવ્યો – સર્વના મનોહારી, જ્યોત્નાપ્રવાહ વહેવરાવતા, દીપમાલાની વચ્ચે રાત્રીએ ઉદય પામેલા શરચંદ્ર સમો. તેને જોતાં, કાજળથી શામળ આંસુથી ભરાઈ આવેલી મારી આંખોની તૃષ્ણા શમતી જ ન હતી. ચિરકાળ જોયો હોઈ ને ચક્રવાકયોનિથી ભ્રષ્ટ થયેલા તેને, જાણે કે એ ખોટ પૂરવા માટે, હું ક્યાંય સુધી જોયા કરવા ઇચ્છતી હતી. મેં તેને ઘણે લાંબે ગાળે જોયો તેથી, અત્યારે ઘણા સમય સુધી જોઈ રહેવા છતાં, આંખો આંસુ ભરેલી હોઈને હું તેને નિરંતર જોઈ ન શકી. પ્રિયતમને જોયો તેથી હર્ષિત થતી હું ત્યાં એક બાજુ ઊભી રહી. ગભરાયેલી અને લજ્જિત એવી અમે અંદર પ્રવેશ કરતાં ડરતી હતી. ત્યાં તો અમારા સદ્ભાગ્યે તેણે પોતાના પ્રિય મિત્રોને, “તમે કૌમુદીવિહાર જુઓ, હું તો હવે શયન કરીશ” એમ કહીને વિદાય કર્યા. તેઓ ગયા એટલે ચેટીએ કહ્યું, “આવ, હવે આપણે એ ચક્રવાકશ્રેષ્ઠને મળવાને શ્રેષ્ઠીના ઘરની અંદર જઈએ.' હું જઈને ભવનના આંગણાના એક ભાગમાં ધડકતા હૃદયે ઊભી રહી. દાસી જઈને તેને મળી. હું વસ્ત્રાભરણને ઠીકઠાક કરતી, મિલનાતુર, દેહધારી કામદેવ જેવા પ્રિયતમને મન ભરીને જોતી રહી. વિનયપૂર્વક હાથ જોડીને ત્યાં આવી ઊભેલી ચેટીને જોઈને અતિશય Page #80 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા આદરભાવે હાંફળોફાંફળો પ્રિયતમ એકદમ ઊભો થયો. જે જગ્યાએ લજ્જાથી સંકોચાતી, ગુપ્તપણે હું ઊભી હતી તે તરફ જ તેણે ચેટીની સાથે પગલાં ભર્યાં. હર્ષાશ્રુથી સજળનેત્રે, દૂતીની આંગળી પકડીને, સંતોષની સ્પષ્ટ ઝલકવાળા વદને તે બોલ્યો : ૬૩ ‘મારા જીવતરની પાળ સમી, સુખની ખાણ સમી, મારા હૃદયગૃહમાં વસનારી, તે મારી સહચરી, તારી સ્વામિની કુશળ છે ને ? મદનના બાણપ્રહારે ઘાયલ હૃદયવાળા મને તો તેનો સમાગમ કરવાના મનોરથોના ખેંચાણને લીધે સહેજ પણ સુખ નથી. દૂતી, બહાનું કાઢીને મારા પ્રિય મિત્રોને એમ કહીને મેં વિદાય કર્યા કે તમે સૌ કૌમુદીવિહાર જોવા જાઓ. મિત્રોને વળાવી દઈને હું પ્રિયાવિરહની ઉત્કંઠાને હળવી કરવા, તમારા આવાસ પાસે જઈને ચિત્રપટ્ટ જોવા વિચારતો હતો ત્યાં તો મેં મારા આવાસમાં તને આવેલી જોઈ અને તેના સંતોષથી મારો હૃદયશોક દૂર થઈ ગયો. કહે, દૂતી, પ્રિયતમાએ જે તને કહ્યું તે હું સાંભળવા ઇચ્છું છું. એટલે ચેટીએ તેને કહ્યું, ‘તેણે મારી સાથે કશો સંદેશો નથી મોકલ્યો; એ સ્વયં અહીં તમારી પાસે આવી છે, તેથી તે જ તમને વિનંતી કરશે. હે સ્વામી, આટલી વેળા તેણે કેમેય કરીને ધીરજ ધરી, તો એ કામાતુરનો હવે તમે હાથ ઝાલજો. તરંગે ઊછળતી ગંગા જેમ સમુદ્ર પાસે જાય, તેમ હે પુરુષસમુદ્ર, પૂર્વજન્મના અનુરાગજળે ભરેલી આ તરંગવતી કન્યાસરિતા તારી પાસે આવી છે.' પ્રેમીઓનું મિલન તે વેળા મને પણ અત્યંત ગભરાટ થતો હતો. પરિશ્રમને કારણે મારાં અંગો પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં. એકાએક આનંદાશ્રુ ઊભરાઈ આવવાથી કંપતી હું તેના ચરણમાં પડવા ગઈ, ત્યાં તો પ્રિયતમે વિનયથી મને, હાથીની સૂંઢ સમી તેની સુખદ ભુજાઓ વડે ઊંચકી લીધી, ગાઢ આલિંગન દઈને, ક્યાંય સુધી આંસુ સારીને તે બોલ્યો, ‘મારા શોકને નષ્ટ કરનારી કે સ્વામિની, તારું સ્વાગત હો.’ Page #81 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૬૪ | વિકસિત કમળસરોવરમાંથી બહાર આવેલી પણ કમળરહિત કરવાની લક્ષ્મી સમી મને તે હાસ્યથી વિકસતા સરસ મુખકમળ, અનિમિષ નેત્રે જોઈ જ રહ્યો. લજ્જાથી નમેલાં, અરધાં તીરછાં વળેલાં, હાસ્યથી પુલકિત અંગો સાથે હું પણ તેને ક્ષોભપૂર્વક તીરછી આંખે કટાક્ષથી જોતી હતી, અને તેની દષ્ટિ પડતાં મારી દૃષ્ટિ નીચી ઢાળી દેતી હતી. પ્રિયતમના બધાં અવસ્થાંતરોમાં સુંદર અને અતિશય કાંત એવા રૂપથી મારી કામના પરિપૂર્ણ થઈ. તેના દર્શનથી ઉદ્ભવેલી, પ્રીતિરૂપી ધાન્યની ઉત્પાદક, પરિતોષરૂપી વૃષ્ટિ વડે મારું હૃદયક્ષેત્ર તરબોળ બની ગયું. તરંગતીના સાહસથી પઘદેવની ચિંતા પછી પ્રિયતમે મને કહ્યું, “તેં આવું સાહસ કેમ આદર્યું? કૃશોદરી, મેં તને કહ્યું તો હતું કે વડીલની સંમતિ મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરજે. તારો પિતા રાજવીનો માનીતો છે, શ્રીમંત છે, વેપારીઓના મંડળમાં તેનું વચન માન્ય હોય છે, તેનું મિત્રમંડળ ઘણું મોટું છે અને તે નગરશેઠ પણ છે. આ અવિનાની જાણ થતાં તે તારા ગુણ અને વિનયને બાધા પહોંચાડશે અને મારા પર રૂઠતાં તે મારા આખા કુળનો ઉચ્છેદ કરશે. માટે તેને તારા અહીં આવ્યાની જાણ થાય તે પહેલાં જ તું તારા ઘેર પાછી ફર. હું કોઈક યોગ્ય ઉપાય વડે તારી પ્રાપ્તિ થાય તેવું કાંઈક કરીશ. હે સુંદરી, આપણે ગુપ્તપણે નાસી જઈએ તોપણ તારો પિતા તકેદારી રાખનારા જાસુસોની કામગીરી દ્વારા જાણી લેશે તેમાં કશો સંદેહ નથી.” નાસી જવાનો નિર્ણય એ જ વખતે ત્યાં કોઈક પુરુષ ગીત ગાતો ગાતો રાજમાર્ગ ઉપરથી પસાર થયો. હે ગૃહસ્વામિની, તેના ગીતનો અર્થ આવો હતો : સામે પગલે ચાલીને આવેલી પ્રિયતમા, યૌવન, સંપત્તિ, રાજવૈભવ અને વર્ષાઋતુની ચાંદની એ પાંચ વસ્તુનો તરત જ ઉપભોગ કરી લેવો. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૫ તરંગલોલા પોતે જેને ઇચ્છતો હોય તે પ્રિયતમા પ્રાપ્ર થયા પછી જે માણસ તેને જતી કરે છે, તે જાતે ચાલીને આવેલી લલિત લક્ષ્મીને જ જતી કરે છે. જીવતરના સર્વસ્વ સમી, અત્યંત દુર્લભ એવી પ્રિયતમાને દીર્ઘ કાળે પ્રાપ્ત કર્યા પછી જે તેને જતી કરે છે તે સાચો પ્રેમી નથી.' આ સાંભળીને, હે ગૃહસ્વામિની, ગીતના મર્મથી વિચારને ધક્કો વાગતાં, સંપૂર્ણ અને નિર્મળ શરશ્ચંદ્ર સમા મુખવાળો મારો પ્રિયતમ બોલ્યો, “પ્રિયે, બીજો વિચાર એવો પણ છે કે જો આપણે અત્યારે જ ક્યાંક પરદેશ ચાલ્યા જઈએ, તો ત્યાં રહીને લાંબો સમય નિર્વિને રમણ કરી શકીએ.” એટલે રડતાં રડતાં હું બોલી, “નાથ, હવે પાછા જવાની મારી શક્તિ નથી. હું તો તને જ અનુસરીશ. તું કહે ત્યાં આપણે જતાં રહીએ.” મને વિવિધ અન્ય ઉપાયો બતાવ્યા છતાં હું કૃતનિશ્ચય હોવાનું જાણીને તેણે કહ્યું, “તો આપણે જઈએ જ. પરંતુ હું માર્ગમાં વાપરવા માટે ભાથું વગેરે લઈ લઉં.' એમ કહીને તે તેના ઘરના અંદરના ભાગમાં ગયો. એટલે મેં પણ ચેટીને મારા આભૂષણો લઈ આવવા મોકલી. પ્રેમીઓનું પલાયન દૂતીને લીધા વિના પ્રયાણ દૂતી અમારા આવાસ તરફ જવા ઝડપથી ઊપડી. તેટલામાં તો મારો પ્રિયતમ હાથમાં રત્નકરંડક લઈને પાછો આવ્યો. તેણે કહ્યું, “કમલપત્ર સમાં લોચનવાળી ! ચાલ, રોકવાનો હવે સમય નથી. શ્રેષ્ઠીને જાણ થાય ત્યાં સુધીમાં જ તું નાસી જઈ શકીશ.” હું લજ્જિત થતી બોલી, “મેં ચેટીને મારાં આભૂષણ લાવવા મોકલી છે, એ પાછી આવે ત્યાં સુધી આપણે ઘડીક થોભીએ.” તેણે કહ્યું, ‘સુંદરી, શાસ્ત્રકારોએ અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે દૂતી પરાભવની દૂતી જ હોય છે, એ કાર્ય સિદ્ધ કરનારી નથી હોતી. એ દૂતી દ્વારા જ આપણી ગુપ્ત સંતલસ ફૂટી જશે. તે એને શું કામ મોકલી ? સ્ત્રીનું પેટ છીછરું હોય છે, તેમાં લાંબો સમય રહસ્ય ટકતું નથી. કસમયે Page #83 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા આભૂષણ લઈને આવતી તે કદાચ જો પકડાઈ જશે તો આપણો ભેદ ફૂટી જશે અને નાસી જવાનું ઊંધું વળશે એ નક્કી. એટલે તે પકડાઈ જાય તે પહેલાં આ ઘડીએ જ ભાગવું પડશે. સમયનો વ્યય કર્યા વિના પગલાં ભરનારનું કામ નિર્વિને પાર પડે છે. વળી મેં મણિ, મુક્તા અને રત્નથી જડેલાં આભૂષણ લઈ લીધાં છે. મૂલ્યવાન અન્ય સામગ્રી, મોદક વગેરે પણ લીધાં છે. તો ચાલ, આપણે ભાગીએ. તેણે આ પ્રમાણે કહ્યું એટલે તેની ઇચ્છાને વશ વર્તીને, તે ગૃહસ્વામિની, હું સારસિકાની વાટ જોયા વિના, સત્વર રવાના થઈ. આખી રાત લોકોની અવરજવરને કારણે નગરીનાં દ્વાર ખુલ્લા જોઈને અમે બહારનીસરી ગયાં, અને ત્યાંથી યમુનાને કાંઠે પહોંચ્યાં. ત્યાં દોરડાથી ખીલે બાંધી રાખેલી નાવ અમે જોઈ. તે હળવી, સરસ ગતિ કરી શકે તેવી, પહોળી, છિદ્ર વગરના તળિયાવાળી હતી. તેને બંધનમાંથી છોડીને અમે બંને જણ સત્વરે તેમાં ચડી બેઠાં. મારા પ્રિયતમે રત્નકરંડકને અંદર મૂક્યો અને હલેસાં હાથમાં લીધાં. નાગોને અને યમુના નદીને પ્રણામ કરીને અમે સમુદ્ર તરફ વહી જતા યમુનાપ્રવાહમાં જવા ઊપડ્યાં. અપશુકન તે જ વેળાએ અમારી જમણી બાજુ, બધાં ચોપગાં પ્રાણીઓના બંદિજન સમાં, નિશાચર શિયાળો શંખનાદ જેવો નાદ કરવા લાગ્યાં. તે સાંભળીને પ્રિયતમે નાવને થોભાવીને મને કહ્યું, “સુંદરી, ઘડીક આપણે આ શુકનનું માન રાખવું પડશે. ડાબી બાજુ દોડી જતાં શિયાળ કુશળ કરે, જમણી બાજુ જતાં ઘાત કરે, પાછળ જતાં પ્રવાસથી પાછા વાળે, આગળ જતાં વધ કે બંધન કરાવે. પણ આમાં એક લાભ એ છે કે મારી પ્રાણહાનિ નહીં થાય. આ ગુણને લીધે અપશુકનના દોષની માત્રા ઓછી થાય છે.” એ પ્રમાણે કહેતાં પ્રિયતમે આપત્તિથી સાશંક બનીને પછી નાવને વેગે પ્રવાહમાં વહેતી કરી. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તરંગલોલા નૌકાપ્રવાસ જળતરંગો પર નાચતી કૂદતી વછેરીની જેમ જતી નાવમાં, ઝડપથી ચાલતાં હલેસાંથી તૃત વેગે અમે આગળ જઈ રહ્યાં હતાં. કાંઠેનાં વૃક્ષો, આગળ જોઈએ તો ફુદરડી ફરતાં લાગતાં હતાં ; તો પાછળ જોતાં તે નાસી જતાં હોય તેવો આભાસ થતો હતો. વહન અતિશય મંદ હોવાથી, કાંઠેનાં વૃક્ષો વાયુને અભાવે નિષ્કપ હોવાથી, પક્ષીઓના બોલ પણ ન સંભળાતા હોવાથી યમુનાએ જાણે કે મૌનવ્રત લીધું હોય એમ લાગતું હતું. એ વેળા, હવે ભીતિમુક્ત થતાં, પૂર્વના પરિચયથી વિશ્વસ્ત બનેલો પ્રિયતમ મારી સાથે હૃદયને ઠારે તેવો વાર્તાલાપ કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘પ્રિયે, ભીરુ, ચિરકાળથી વિખૂટાં પડેલાં આપણો ઈષ્ટ સુખ આપનારો સમાગમ કેમેય કરીને પુણ્યપ્રભાવે થયો છે. સુંદરી, તે જો સમાગમ સાધવા માટે ચિત્રપટ્ટ ન કર્યો હોય તો આપણે આપણાં બદલાયેલાં રૂપને કારણે એકમેકને કદી ઓળખી ન શક્યા હોત. હે કાન્તા, તે ચિત્રપટ્ટ પ્રદર્શિત કરીને મારા પર જે અનુગ્રહ કર્યો, તેથી આ પુનર્જીવન સમો પ્રેમસમાગમ પ્રાપ્ત થયો.' આ પ્રકારનાં, શ્રવણ અને મનને શાતા આપતાં અનેક મધુર વચનો પ્રિયતમે મને કહ્યાં, પણ હું પ્રત્યુત્તરમાં કશું જ બોલી ન શકી. ચિરકાળના પરિચિત પ્રસંગોને કારણે તેને મેં જીતી લીધો હોવા છતાં, હું અતિશય લજ્જા ધરતી, મારું મુખકમળ આડું રાખીને, ઢાળેલી નજરે કટાક્ષપૂર્વક તેને જોતી હતી. વાણી મારા કંઠમાં જ અટવાતી હતી ; રતિની ઉત્સુકતાને લીધે મારું હૃદય ધડકધડક થતું હતું ; મારા મનોરથ પૂરા થવાનાં મંડાણ થતાં હોઈને કામદેવે મને ઉત્તેજિત કરી મૂકી હતી. તરંગવતીની આશંકા દેહાકૃતિએ પ્રસન્ન અને અંગે પુલકિત બનેલી હું નાવના તળિયાને પગથી ખોતરતી પ્રિયતમને કહેવા લાગી, “હે નાથ, હું પોતે અત્યારે તને કોઈ દેવતાને કરતી હોઉં તેમ નિવેદન કરી રહી છું : હું હવે તારાં સુખદુ:ખની ભાગીદાર Page #85 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ભાર્યા છું. તારે ખાતર મારા પિયરને મેં તજ્યું છે. તો મારો તું ત્યાગ ન કરજે. તું જ મારો ભર્તા અને બાંધવ હોઈને તારા હાથેથી મારો ત્યાગ ન કરીશ. ૬૮ હે પ્રિય, હું તારામાં પ્રેમ૨ક્ત હોઈને મને માત્ર તારાં વેણ સાંભળવા મળશે તો નિરાહાર રહીને પણ દીર્ઘકાળ સુધી મારો દેહ ટકાવી રાખી શકીશ. પરંતુ તારા વિના, હૃદયને સુખકર એવાં તારાં વેણથી વંચિત બનતાં, એક ઘડી પણ હું ધીરજ નહીં ધરી શકું.' હે ગૃહસ્વામિની, એ પ્રમાણે ભાવી સુખનો મનથી વિચાર કરીને, અને મનુષ્યનાં ચિત્ત ચંચળ હોવાનું માનીને મેં તેને કહ્યું. આશંકાનું નિવારણ એટલે તે બોલ્યો, ‘પ્રિયે, તુ તારા પિયર માટે ચિંતિત અને ઉત્કંઠિત થઈશ નહીં. હે વિશાળનેત્રે, હું તારું સહેજ પણ અહિત નહીં કરું. નાવ શરદઋતુના વેગીલા નદીપ્રવાહને લીધે ચપળ ગતિએ, ધીમી પડ્યા વિના ચાલે છે અને અનુકૂળ પવનથી ધકેલાતાં તે ઝડપથી ધસી રહી છે. હે સુંદરી, હે વિશાળનેત્રે, થોડી વારમાં જ આપણે શ્વેત પ્રાસાદો વડે શોભતી, સમૃદ્ધ અને પ્રશસ્ય કાકંદીનગરી પહોંચીશું. ત્યાં મારાં ફોઈ રહે છે. તેના શ્રેષ્ઠ મહાલયમાં તું નિશ્ચિતપણે, સ્વર્ગમાં અપ્સરાની જેમ, ૨મણ કરજે. તું મારી સુખની ખાણ છે, દુઃખનાશિની છે, મારા ઘરપરિવારની ગૃહિણી છે.' એ પ્રમાણે પ્રિયતમે મને કહ્યું. ગાંધર્વવિવાહ એ પછી તેણે ચક્રવાકના ભવનો પ્રણય સાંભરી આવતાં તેથી ઉત્તેજિત બનીને મને તેના ભુજપંજરમાં ભીડી દીધી. પ્રિયતમના સ્પર્શના એ રસપાનથી મને એવી શાતા વળી, જેવી ગ્રીષ્મના તાપે સંતમ ધરતીને વર્ષોથી ટાઢક વળે. તેણે મને ગાઢ આલિંગન દીધું અને છતાં પણ મારાં સ્તનો પુષ્ટ હોવાથી તેના ઉરમાં મારું ઉર નિરંતર અને પૂરેપૂરું લીન ન થઈ શક્યું. અમે ગાંધર્વ વિવાહવિધિથી ગુપ્ત વિવાહ કર્યો, જે માનવીય સુખોના સુધાપ્રવાહ સમો હતો. પોતપોતાના દેવોને પ્રણામ કરીને યૌવનની સ્વર્ગપ્રાપ્તિ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ તરંગલોલા સમું તેણે મારું પાણિગ્રહણ કર્યું. વિરહીઓની જેમ અતૃપ્ત પ્યાસવાળાં, ક્યાંય સુધી પરસ્પરને નિહાણીને અમે પરિતોષ પામ્યાં અને તે ગૃહસ્વામિની, માનવીય રતિસુખોનું કલ્યાણ પામ્યાં. ભાગીરથીમાં ક્રમે ક્રમે તે નાવમાં કરતાં, ચક્રવાક સમાં અમે માનવચક્રવાકો રમી રહ્યાં. પ્રભાતકાળ તેટલામાં ચંદ્રરૂપી તિલકે શોભતી, જ્યોસ્નાકૃપી અત્યંત ઝીણું, શ્વેત દુકૂલ ધરતી, તારાઓના હારવાળી રાત્રી યુવતી વિદાય થઈ. ચાર પ્રહરરૂપી તરંગો જેના શરીરને ધકેલતા હતા. તે ચંદ્રરૂપી હંસ ગગનરૂપી સરોવરમાં તરતો તરતો પૂર્વ કાંઠેથી પશ્ચિમ કાંઠે પહોંચ્યો. જાગી જઈને પ્રભાતકાળે મુખર બનેવા હંસ, સારસ, કારંડવ, ચક્રવાક અને ટીટોડા જાણે કે મંગળપાઠ કરી રહ્યા હતા. એટલામાં તો અંધકારનો શત્રુ, દિનચર્યાનો સાક્ષી ગગનાંગણની અગનજ્યોત અને જીવલોકનો આલોક એવો સૂર્ય ઊગ્યો. ચક્રવાક પક્ષીના શબ્દ પૂર્ણ અને તૃપ્ત મનોરથ વાળા અમે પણ ભાગીરથીના પ્રવાહના વેગે ઘણે દૂર ગયા. એટલે પ્રિયતમે મને કહ્યું, “હે પૃથુશ્રોણિ, હવે મોઢું ધોવાનો સમય થઈ ગયો; સૂર્યનો ઉદય થતાં રતિપ્રસંગ કરવો યોગ્ય નથી ગણાતો. હે બાલા, જમણા કાંઠે જે શંખના ટુકડા જેવો શ્વેત રેતાળ પ્રદેશ છે ત્યાં આપણે જઈએ, અને સુંદરી, ત્યાં આપણે સુખે રમણ કરીએ.” ઉતરાણ : લુંટારાની ટોળીના સંકજામાં એ પછી પ્રિયતમ અવલોકનયંત્રનો ઉપયોગ કરીને, કુશળતાથી ગતિનું નિયંત્રણ કરીને, નાવને તે તરફ દોરી. રતિવ્યાયામથી થાકેલાં અમે કશી બાધા વિના ગંગાના ધોળી રેતીવાળા પુલિન ઉપર નિઃશંકપણે ઊતર્યા. ત્યાંનાં રમણીય અને પ્રશસ્ત સ્થળો એકબીજાને દેખાડતાં, કશા ભયનું ભાન ન હોવાથી વિશ્વસ્ત એવાં અમને એકાએક ચોરોએ જોયાં. ગંગાકાંઠેની ઝાડીમાંથી ધસી આવેલા, માથે ફટકા બાંધેલા, જમપુરુષ જેવા ક્રોધી, કઠોર અને કાળિયા ચોરોએ અમને ઘેરી લીધાં. Page #87 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૭૦ પ્રિયતમને ભેટી પડીને ડરને લીધે મોટેથી અને ફાટેલે સાદે રડતાં મેં કહ્યું, ‘પ્રિયતમ, આવી પડેલી આ આપત્તિમાં, કહે હવે શું કરીશું ? એટલે પ્રિયતમે કહ્યું, “સુંદરી, ડરીશ નહીં, ઘડીક ધીરજ રાખ, આ દારુણ ચોરો પર પ્રહાર કરીને હું તેમને અટકાવું છું. તું મને પ્રાપ્ત થઈ તેના સંતોષથી મારું મન મોહિત થઈ ગયું અને મેં હથિયાર સાથે ન લીધાં. માત્ર આપણે રમણભમણ કરવાનું છે એમ માનીને મેં તારા માટે મણિ, રત્નો અને આભૂષણો જ લીધાં. સુંદરી, કામદેવના શરથી સંતપ્ત, સાહસબુદ્ધિ વાળો પુરુષ, મૃત્યુને ભેટવાના નિશ્ચયથી, આવી પડતા સંકટને ગણકારનો નથી. ભલે આ ચોરો . સમર્થ હોય, પણ તુ વિશ્વાસ રાખજે કે શક્તિશાળી પુરુષ માટે ભયંકર શત્રુને પણ યુદ્ધમાં પરાસ્ત કરવો એ સહેલું છે. હે વિલાસિની, સાચી પરિસ્થિતિથી અજાણ આ ચોરો ત્યાં સુધી જ મારી સામે ખડા છે, જ્યાં સુધી તેમણે, ઉગામેલા ખજ્ઞથી પ્રજ્વલિત મારી ભુજાનું દર્શન નથી કર્યું. આમાનાં એકાદને મારી નાખીને તેનું હથિયાર લઈ લઈને હું જેમ પવન મેઘોને વિખેરી નાખે, તેમ આ બધાને નસાડી મૂકીશ. પૌરુષ દર્શાવતાં મારા પર વિપત્તિ આવે તો પણ ભલે, પણ હે કૃશોદરી, તને રડતીને તેઓ ઉઠાવી જાય તે કેમેય હું નહીં જોઈ શકું. હે સુંદરી, નિષ્ફર અને બળિયા ચોરોથી લુંટાઈને તને, છીનવાયેલાં વસ્ત્રાભૂષણને લીધે વિષણ, શોકગ્રસ્ત અને ભાંગી પડેલી હું કેમેય નહીં જોઈ શકું. તે આગલા ભવમાં મારે ખાતર મૃત્યુ વોર્યું અને આ ભવમાં પિયર અને સુખસમૃદ્ધિ તજ્યાં – તેને ચોરો તરફથી થતો આ બળાત્કાર હું જીવતો છતાં ન વારુ તે કેમ બને? તો હે બાલા, હું ચોરોનો સામનો કરું છું, તું જો, આ ચોરો સાથે લડતાં કાં તો આપણું તરણ કે કાં તો મરણ.” સામનો ન કરવાની તરંગવતીની પ્રાર્થના - પ્રિયતમનાં આ વચનો સાંભળીને હું, “હે નાથ, તુ મને અનાથ નહીં છોડી જતો' એમ બોલતી તેના પગમાં પડી. “જો તે આમ જ કરવાનો નિશ્ચય કર્યો હોય તો હું આત્મહત્યા કરું ત્યાં સુધી તું થોભી જા . ચોરોને હાથે તારો Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ તરંગલોલા વધુ થતો હું કેમેય જોઈ નહીં શકું. મારો દેહ પડશે તો તેથી મને ઘણો લાભ થશે, પણ ચોરો તારો ઘાત કરે તો જીવતી રહીને પણ મને કશો જ લાભ નથી. અરેરે મુગ્ધ, દીર્ધકાળે લબ્ધ, ભાગીરથીના પથિક, ઘડીક માત્રના મિલનને અંતે, હે નાથ, સ્વપ્નમાં જોયો અને અદૃશ્ય થતો હોય તેમ તું હવે અલભ્ય બની જઈશ. પરલોકમાં આપણો ફરી સમાગમ થાય કે ન થાય, પણ જ્યાં સુધી હું જીવું છું, ત્યાં સુધી તો તું મારું રક્ષણ કરજે જ. એકબીજાને ન છોડતાં આપણું જે થવાનું હશે તે થશે; નાસી જનારો પણ કર્મવિપાકના પ્રહારોથી બચી નથી જ શકતો.’ એ પ્રમાણે અત્યંત વિલાપ કરતી અને પ્રિયતમને સંઘર્ષમાં ઊતરવાથી વારતી હું મસ્તક પર હાથ જોડીને રડતી ચોરોને કહેવા લાગી, ‘તમારી ઇચ્છા મુજબ મારા શરીર પરથી બધી જ મૂલ્યવાન ચીજો તમે લઈ લો. પણ હું વીનવું છું કે આ ગભરુને તમે હણશો નહીં.' લુંટારાનાં બંદી બન્યાં ત્યાં તો પાંખો કાપી નાખીને જેમના આકાશગમનનો અંત આણ્યો તેવાં પંખી સમાં દુ:ખીદુ:ખી અને નાસી છૂટવાને અશક્ત એવાં અમને ચોરોએ પકડ્યાં. બીજા કેટલાક ચોરોએ આ પહેલાં નાવનો અને તેમાંના ઘરેણાના દાબડાનો કબજો લીધો; તો ચીસો પાડીને રડતી મને બીજા કેટલાંકે ધકેલીને પાડી દીધી. બીજા કેટલાકે મારા કહ્યા પ્રમાણે સામનો ન કરતા મારા પ્રિયતમને પકડ્યો જાણે કે મંત્રબળનો પ્રતિકાર ન કરી શકતો વિષભર્યો નાગ. - એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, અમને બંનેને ભાગીરથીના પુલિન પર ચોરોએ પકડ્યાં અને અમારો રત્નનો દાબડો પણ લઈ લીધો. હે ગૃહસ્વામિની, હાથમાં કંકણ સિવાયનાં મારાં બધાં ઘરેણાં તેઓએ લઈ લીધાં. મારો પ્રિયતમ મને ફૂલ ચૂંટી લીધેલી લતાના જેવી શોભાહીન થયેલી જોઈને ડબકડબક આંસુ સારતો મૂંગું રુદન કરવા લાગ્યો. લૂંટાયેલા ભંડાર Page #89 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સમા અને કમળ વિનાના કમળસરોવર સમા શ્રીહીન મારા પ્રિયતમને જોઈને હું પણ દુ:ખે રડી રહી. ૭૨ મોટે અવાજે રડતી મને નિષ્ઠુર ચોરોએ ધમકાવી, ‘દાસી, ગોકીરો કર મા, નહિતર આ છોકરાને અમે મારી નાખશું.' એવું કહ્યું એટલે હું પ્રિયતમનું પ્રાણરક્ષણ કરવા તેને ભેટીને રહી અને ડૂસકાં ભરતી, ધ્રૂજતા હૃદયે મૂંગું રુદન કરવા લાગી. આંસુથી મારો અધરોષ્ઠ ચીકટ બની ગયો ; નયનરૂપી મેઘો વડે હું મારા પયોધરરૂપી ડુંગરોને નવડાવી રહી. હે ગૃહસ્વામિની, ચોરોની ટોળકીનો સરદાર ત્યાં લાવી મૂકેલો દાબડો જોઈને રાજી રાજી થઈ ગયો અને પોતાના સુભટોને કહેવા લાગ્યો, ‘એક આખો મહેલ લૂંટ્યો હોત તો પણ આટલો માલ ન મળત. ઘણા દિવસે નિરાંતે જુગાર ખેલીશું અને આપણી મનમાનીતીઓના કોડ પૂરીશું.’ એ પ્રમાણે મસલત કરીને એ ચોરો નદીકાંઠેથી ઊતરીને, અમારા બન્ને ઉપર ચોકી રાખતા, દક્ષિણ તરફ ચાલતા થયા. ચોરપલ્લી વિકસેલી સૂર્યવલ્લીથી અમને બંનેને બાંધીને તેઓ જલદ વિષ કરતાં પણ ચડી જાય તેવી, ચોરોને સુખદાયક એવી પલ્લીમાં લઈ ગયા. તે પહાડના કોતરમાં આવેલી હતી. રમણીય અને દુર્ગમ હતી. તેની આસપાસનો પ્રદેશ નિર્જળ હતો, પણ અંદર જળભંડારો હતા અને શત્રુસેના માટે તે અગમ્ય હતી. તેના દ્વારપ્રદેશમાંથી સતત અનેક લોકો આવજા કરતા હતા અને ત્યાં તલવાર, શક્તિ, ઢાલ, બાણ, કનક, ભાલા વગેરે વિવિધ આયુધધારી ચોરોની ચોકી હતી. ત્યાં મલ્લધટી, પટહ, ડુંડુક્ક, મુકુંદ, શંખ અને પિરિલીના નાદો ગૂંજતા હતા. મોટેથી થતાં ગાનતાન, હસાહસ, બૂમબરાડાનો ચોતરફ કોલાહલ હતો. Page #90 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા - તેમાં પ્રવેશ કરતાં અમે પ્રાણીઓના બલિદાનથી તુષ્ટ થતી દેવીનું સ્થાનક જોયું. દેવળ સુધી જવા માટે પગથિયાં બનાવેલાં હતાં, અને તેના પર અનેક ધજાપતાકા ફરકતી હતી. કાત્યાયની દેવીના સ્થાનકને નમસ્કાર કરી તેની પ્રદક્ષિણા કરીને અમે ત્યાં રહેલા તથા બહારથી પાછા ફરેલા ચોરોને જોયા. સૌને પોતાનું કામ પતાવીને અક્ષત શરીરે લાભ મેળવીને પાછા ફરેલા જોઈને ત્યાં રહેલા ચોરોએ તેમની સાથે વાત કરી અને પલ્લીમાં લવાયેલાં અને લતાના બંધને બાંધેલાં એવાં અમને બંનેને તે ચોરો વિસ્મિત હૃદયે અને અનિમિષ નેત્રે જોઈ રહ્યા. તો કેટલાક કહેવા લાગ્યા, “નરનારીના રૂપના ઉત્તમ સાર વડે આ જોડું શોભે છે. લાગે છે કે વિધાતાએ સહેજ પણ માનસિક થાક અનુભવ્યા વિના આમને ઘડ્યાં છે. ચંદ્રથી જેમ રાત્રી શોભે અને રાત્રીથી શરદચંદ્ર શોભે તેમ આ તરુણ અને તરુણી એકબીજાથી શોભે છે.” તે પલ્લીમાં એક તરફ લોકો આનંદપ્રમોદ કરતા હતા, તો બીજી તરફ બાંધીને બંદી કરેલા લોકોનો કરુણ સ્વર ઊઠતો હતો. એ રીતે ત્યાં દેવલોક અને જમલોક ઉભયનાં દર્શન થતાં હતાં. પલ્લીવાસીઓના વિવિધ પ્રતિભાવ અનન્ય રૂપ, લાવણ્ય અને યૌવનવાળું, દેવતાયુગલ જેવું તરણતરુણીનું યુગલ સુભટો પકડી લાવ્યા છે એવું સાંભળીને કૌતુકથી બાળકો, બુદ્દાઓ અને સ્ત્રીઓ સહિત લોકસમુદાયથી પલ્લીનો માર્ગ ભરાવા લાગ્યો. એ પ્રમાણે અમને કરુણ દશામાં લઈ જવાતાં જોઈને સ્ત્રીઓ શોક કરવા લાગી અને બંદિનીઓ અમને પોતાનાં સંતાન જેવાં ગણીને રડવા લાગી. એક સ્થળે, તરુણોનાં મન અને નયન ચોરનારી ચોરતરુણી મારા પ્રિયતમને જોઈને હાસ્યથી પુલકિત થતા શરીરે કહેવા લાગી : “આકાશમાંથી રોહિણી સહિત નીચે ઊતરેલા ચંદ્ર જેવા આ યુવાન બંદીને તેની પત્નીની સાથોસાથ જ રાખજો.” Page #91 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૭૪ મારા પ્રિયતમના રૂપને કારણે, વિશાળ અને શ્વેત આંખોવાળી ચોરસ્ત્રીઓના પ્રાણ માત્ર તેમની આંખોમાં આવીને વસ્યા. તરુણીઓ વિલાસયુક્ત અંગવિક્ષેપ રૂપી અનેક કામવિકાર દર્શાવતી, પસાર થઈ રહેલા પ્રિયતમ પ્રત્યે કાટાક્ષપાત કરતી હતી. તેમને કામવિકારથી ત્યાં હસી રહેલી જોઈને તે વેળા મારા ચિત્તમાં શોક અને ઈર્ષાયુક્ત રોષગ્નિ સળગી ઊઠ્યો. બંદી બનાવેલા મારા તે પ્રિયતમને મારી સાથે ત્યાં પ્રવેશ કરતો જોતા વંત કેટલીક બંદિનીઓ તેને પુત્ર સમો ગણીને શોક કરતી રોવા લાગી. “દેવ સમો સુંદર અને નયનને અમૃત સમો તું અમારો હૃદયચોર છે. તું મુક્ત થજે.' એ પ્રમાણે કેટલીક બંદિનીઓ મારા પ્રિયતમને ઉદેશીને કહેવા લાગી. તો બીજી કેટલીક બંદિનીઓ રડતી, ધા નાખતી કહેવા લાગી, “હે પુત્ર, તારી પત્ની સહિત તું મુક્ત થજે.” મારા પ્રિયતમનાં વિસ્મયકારક રૂપ અને ગુણથી પ્રગટેલી કામવૃત્તિથી વ્યાકુળ બનેલી કોઈક સ્ત્રી પોતાની કટિમેખલાના રણકારથી જાણે કે તેને નિમંત્રણ આપી રહી. વળી મને ત્યાં જોઈને કેટલાક છેલબટાઉ જુવાનિયાઓ આનંદની કિલકારીઓ કરતાં કહેવા લાગ્યા, “આ બાઈનાં શાં રૂપરંગ અને રસભર્યું લાવણ્ય છે !' તો કેટલાક મને વખાણતાં એકબીજાને બતાવતા હતા, “બચ્ચાઓ, આ અપ્સરાસમી બાઈને તો જુઓ ! સ્તનયુગલ રૂપી પુષ્પગુચ્છ અને હાથ રૂપી પલ્લવવાળી અને પ્રિયરૂપી મધુકર વડે ભોગવાયેલી આ સ્ત્રી રૂપી અશોકલતાને જુઓ. સ્તનયુગલ રૂપી ચક્રવાક, કટિમેખલારૂપી હંસશ્રેણી, નયનરૂપી મત્સ્ય અને વિસ્તીર્ણ કટિરૂપી પુલિન વાળી આ યુવતી રૂપી નદીને જુઓ. અત્યંત રુદન કરવાથી લાલચોળ થયેલું તેનું સહજસુંદર વદન, સંધ્યાની લાલ ઝાંયથી સંગિત શરદપૂર્ણિમાના ચંદ્ર સમું શોભી રહ્યું છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા બધા અવસ્થાંતોમાં સુંદર અને સશ્રીક દીસતા તેના રૂપને લીધે તે કમળરહિત હાથવાળી ભગવતી લક્ષ્મી સમી શોભે છે. ૭૫ તેના કેશ મસૃણ છે, નેત્ર કાળાં છે, દાંત નિર્મળ છે, સ્તન ગોળાકાર છે, સાથળ પુષ્ટ છે અને ચરણ સપ્રમાણ છે.' કેટલાક ચોરો કહેતા હતા, ‘આપણે આને જોઈને ધન્ય થઈ ગયા : શણગાર સજવાની તૈયારી કરતી દેવાંગના રંભા આવી જ હશે. આ ૨મણી સ્તંભને સ્પર્શ કરે તો તેને પણ ચલિત કરી દે, ઋષિઓના ચિત્તને પણ ચંચળ બનાવી દે : ઈંદ્ર તેની એક હજાર આંખોથી પણ આને જોતાં ન ધરાય.’ તો વળી પરાઈ સ્ત્રી પ્રત્યે પાપભીરુ એવા કેટલાક, વિનયપૂર્વક શરીર સંકોચીને જતા હતા. તેઓ ‘આ બિચારી દીન છે અને તેના ધણીની સાથે છે' એવા ભાવથી મારા પ્રત્યે જોઈને દૂર સરી જતા હતા. - આ તરુણને મારી નાખીને આપણો સેનાપતિ આ અસાધારણ રૂપાળી યુવતીને પોતાની ઘરવાળી બનાવશે.’ એ પ્રમાણે ત્યાં પકડીને લાવવામાં આવેલાં તેમ જ બીજાં પુરુષો અને સ્ત્રીઓ બોલતાં હતાં, અને મારા પ્રિયતમને મારી નાખશે એવા તેમના સંકેતથી હું અત્યંત ભયભીત બની જતી હતી. તરુણો મારી પ્રશંસા કરતા હતા અને વધુ તો તરુણીઓ મારા પ્રિયતમની પ્રશંસા કરી રહી હતી, જ્યારે બાકીના લોકો બંને પ્રત્યે અનુરાગવાળા કે તટસ્થ હતા. ચોરસેનાપતિ એ પ્રમાણે શત્રુ, મિત્ર અને તટસ્થ એવા પલ્લીજનો વડે જોવાતાં જોવાતાં અમને ઊંચી કાંટાની વાડવાળા ચોરસેનાપતિના ઘરમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં અમને પ્રવેશ કરાવીને, તે ચોરોની વસાહતના સેનાપતિના અડ્ડા સમા, અતિ ઊંચા બેઠકખંડમાં અમને લઈ જવામાં આવ્યાં. હે ગૃહસ્વામિની, ત્યાં અમે ચોરસમૂહના નેતા અને સુભટોના ચૂડામણિ એ શૂરવીરને કૂંપળોના ઢગના બનેલા આસન પર બેઠેલો જોયો. Page #93 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તપાવેલા સુવર્ણની કાંતિ ધરતી અને પુષ્પોની આસપાસ ગૂંજતા ભ્રમરોવાળી અસનવૃક્ષની ડાળીથી તેને ધીમે ધીમે પવન નાખવામાં આવતો હતો. વીર સૈનિકોના ઓળખચિહ્ન સમા અને સંગ્રામમાં પ્રાપ્ત અંગલેપ સમા, છાતીએ ઝીલેલા, પ્રશસ્ત પ્રહારો વડે તેનું આખું અંગ ચીતરાયેલું હતું. અનેક યુદ્ધોમાં ભાગ લઈને રીઢા થયેલા ચોરસુભેટોના સમૂહથી, કાળપુરુષો વડે યમરાજની જેમ, તે વીંટળાયેલો હતો. તે ઘુવડ જેવી આંખો વાળો, પાટાથી વીટલી મોટી પીંડીવાળો, કઠોર સાથળ અને પુષ્ટ કમર વાળો હતો. મરણના ભયથી ત્રસ્ત, ધ્રૂજતાં અમે તે વેળા તેને કરસંપુટની અંજલિરૂપી ભેટ ધરીને તેનું અભિવાદન કર્યું. દૃષ્ટિને સંકોચીને અમારામાં ભય પ્રેરતો, અનિમિષ નેત્રે, વાઘ હરિણયુગલને જુઓ તેમ, તે અમને નિહાળી રહ્યો. ત્યાં રહેલા ચોરસમૂહો પણ અમારાં રૂપ, લાવણ્ય અને યૌવનને તેમની સ્વભાવતઃ રૌદ્ર દૃષ્ટિથી જોતાં વિસ્મિત થયા. અનેક ગાય, સ્ત્રી ને બ્રાહ્મણોનો વધ કરીને પાપમય બનેલી બુદ્ધિથી જેનું હૃદય નિષ્કપ અને નિવૃત્ત થઈ ગયું છે તેવા તે ભીષણ સેનાપતિએ અમારું નિરીક્ષણ કરતાં કરતાં પાસે રહેલા એક ચોરના કાનમાં નિષ્કપ સ્વરે કશોક સંદેશો કહ્યો. : “ચાતુર્માસ સમાપ્ત થતાં સેનાપતિઓએ સ્ત્રીપુરુષની જોડી વડે દેવીનો જાગ કરવો એવી પ્રથા છે. તો નોમને દિવસે જાગમાં આ યુગલનો વધ કરવાનો છે. એટલે તેઓ પલાયન ન થઈ જાય તે રીતે તું તેમની સંભાળથી ચોકી રાખજે.” આ સંભળીને તરત જ મારું હૃદય મરણના ભયથી મિશ્રિત અને ઉત્તરોત્તર વિસ્તરતા એવા શોકથી ભરાઈ ગયું. પદ્રદેવ બંધનમાં પછી પોતાના સ્વમીનું વચન હાથ જોડીને સ્વીકારીને તે ચોરયુવાન અમને તેના રહેઠાણે લઈ ગયો. વગરવાંકે શત્રુ બનેલા તે ચોરે મારા પ્રિયતમના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૭ તરંગલોલા હાથ બળપૂર્વક પાછળ મરડીને તેનાં અંગેઅંગ બાંધ્યાં. એટલે પ્રિયજનની આપત્તિથી ભભૂકી ઊઠેલા દુઃખે હું, જેમ નાગયુવાન ગરુડ વડે ગ્રસાતાં નાગયુવતી વિલાપ કરે તેમ વિલાપ કરતી ભોંય પર પડી. વિખરાયેલા કેશકલાપ સાથે, આંસુના પૂરે રૂંધાયેલી આંખે હું પ્રિયતમનું બંધન વારવાનું કરતી તેને ભેટી પડી. અનાર્ય, તું એને બદલે મને બાંધ, જેના કારણે આ પુરુષહસ્તી, જેમ મુખ્ય હસ્તિનીને ખાતર વીર હસ્તી બંધન પામે તેમ, બંધન પામ્યો છે.' આલિંગન આપવામાં સમર્થ, સુંદર, જાનુ સુધી લંબાતી એવી પ્રિયતમની ભુજાઓને પીઠ પાછળ એકબીજી સાથે લગોલગ રાખીને તેણે બાંધી દીધી. તેનાં બંધન છોડવાની મથામણ કરતી મને, રોષે ભરાયેલા તે ચોરે લાત મારી, ધમકાવીને એક કોર ફેંકી દીધી. બંધનની વેળાએ જે મારો પ્રિયતમ ધૈર્ય ધારણ કરીને વિષાદ ન પામ્યો, તે મને કરાયેલા પ્રહાર અને અપમાનથી ઘણો દુ:ખી થયો. રડતો રડતો તે મને કહેવા લાગ્યો, ‘અરેરે પ્રિયા, મારે કારણે, પહેલાં કદી ન સહેલું એવું મરણથી પણ અધિક કષ્ટદાયક આ અપમાન તારે વેઠવું પડ્યું. હું મારા પિતા, માતા, બંધુવર્ગનો અથવા તો મારો પોતાનો પણ એટલો શોક નથી કરતો, જેટલો આ તારા નવવધૂપણાની અવદશાનો શોક કરું છું.’ એ પ્રમાણે બોલતા તેને તે ચોરે, કોઇ ગજરાજને બાંધે તેમ ખીલા સાથે પાછળથી બાંધી દીધો. એમ બંધન વડે તેને વશ બનાવીને તે નિર્દય ચોર પડાળીની અંદર ગયો અને શેકેલા માંસ સાથે તેણે સુરાપાન કર્યું. મરણના ભયે ત્રસ્ત, અત્યંત ભયભીત એવી હું પ્રિયતમને કહેવા લાગી, અરેરે કાંત, આ ભયંકર પલ્લીમાં આપણે મરવું પડશે.' દ્રવ્યના બદલામાં છોડવાનો નિષ્ફળ પ્રસ્તાવ : તરંગવતીનો વિલાપ મેં પેલા ચોરને કહ્યું, ‘કૌશાંબીનગરીના સાર્થવાહનો આ એકનો એક પુત્ર છે, અને હું ત્યાંના શ્રેષ્ઠીની પુત્રી છું. તારે જેટલાં મણિ, મુક્તા, સુવર્ણ Page #95 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૭૮ કે પ્રવાલની ઇચ્છા હોય તેટલાં અમે તને અહીં રહ્યાં છતાં અપવીશું. તમારો કોઇ માણસ અમારા લખેલા પત્ર લઈને બંનેને ઘરે જાય અને તમને દ્રવ્ય મળે તે પછી તમે અમને બંનેને છોડજો.' એટલે તે ચોરે કહ્યું, “અમારા સેનાપતિએ તમને બંનેને કાત્યાયનીના જાગ માટેના મહાપશુ ઠરાવ્યાં છે. તેને આપવાનું અમે ન આપીએ તો તે ભગવતી અમારા પર રૂઠે, એની કૃપાએ તો અમારી બધી કામના પૂરી થાય છે. કાત્યાયનીની કૃપાથી અમારા કામમાં સિદ્ધિ, યુદ્ધમાં વિજય અને બધી વાતનું સુખ થશે, એટલે અમે તમને છોડવાના નથી.” એ સાંભળીને તથા ગરદન અને હાથને પીઠ તરફ વાળીને બાંધવાને કારણે પ્રિયતમના શરીરને મરડેલું જોઈને હું વધુ જોરથી રુદન કરવા લાગી. હે ગૃહસ્વામિની, પ્રિયતમના ગુણ અને પ્રેમાનુરાગરૂપી બેડીથી બંધાયેલી હું ત્યાં અતિ કરુણ રુદન કરતી, વિવર્ણ અને નિષષ્ણ બની રહી. હું જોનારના ચિત્તને ઉત્તપ્ત કરીને વ્યથિત કરે તેવું, બંદિનીઓને પણ આંસુ આવે તેવું કણસતું રુદન કરવા લાગી. આંસુથી ગાલ, અધરોષ્ઠ અને સ્તનપૃઇને ભીંજવતી હું પ્રિયતમને છોડી મૂકવા વિનવતી લગાતાર રડી રહી. હે ગૃહસ્વામિની, કૂટતીપીટતી; વાળ ખેંચતી, હું ત્યાં ખાડાટેકરાવાળી ભોંય પર આળોટવા લાગી. “જાણે કે સ્વપ્નમાં જોયો હોય તેમ તું ગુણવંતો મને પ્રાપ્ત થયો. તેથી કરીને મને આ રુદન આવી પડ્યું : હે ગૃહિણી, પ્રિયના આવી પડનારા દુઃસહ વિરહના શોકે ઘેરાયેલી હું એવાં એવાં કરુણ વચને વિલાપ કરવા લાગી. અકસ્માત પ્રોત્સાહક ગીતનું શ્રવણ તે વેળાએ ત્યાં પીઠામાં બેઠેલા કેટલાક સુભટોએ શ્રવણને સુખદ સુમધુર ગીતવાદિત્ર સાથે આ પ્રમાણે ગાયું : આવી પડેલી આપત્તિની અવગણના કરીને સાહસકર્મ આચરનાર પુરુષને કાં તો વિપત્તિ મળે, કાં તો સિદ્ધિ મળે. પ્રવૃત્તિ આદરનાર પુરુષને કાં તો લક્ષ્મી પ્રાપ્ત થાય અથવા તો મરણ. Page #96 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પરંતુ પ્રવૃત્તિ શરૂ ન કરનારને મરણ તો અવશ્ય આવવાનું અને લક્ષ્મી પણ નહીં મળવાની. મૃત્યુ સૌકોઈને આવતું હોય છે, માટે પોતાનું પ્રિય તરત થાય તેમ કરવાની ઉતાવળ રાખો. પોતાના મનોરથ પૂરા થયાથી સંતુષ્ટ બનેલા માણસનું મરણ સફળ કહેવાય છે. અત્યંત સંકટગ્રસ્ત પુરુષે પણ વિષાદ પામવો નહીં. અરે ! છોડીને ચાલી ગયેલી લક્ષ્મી ઘડીકમાં જ પાછી આવી મળે છે. જે વિષમ દશા ભોગવતો હોય અને જેનો પુરુષાર્થ નષ્ટ થયો હોય તેવા પુરુષને સહેવું પડતું દુઃખ પણ તેની પ્રિયતમાના સંગમાં સુખ બની જાય છે. કર્મફળની અનિવાર્યતા હે ગૃહસ્વામિની, એ પ્રમાણે સાંભળીને મારો પ્રિયતમ એ ગીતના ભાવાર્થથી પ્રેરાઈને મને કહેવા લાગ્યો, “હે વિશાળ નિતંબવાળી પ્રિયા, તું મારાં આ વચનો પ્રત્યે ધ્યાન આપ : હે કાળા, સુંવાળા, લાંબા કેશકલાપવાળી પ્રિયા, જેનું રહસ્ય નિગૂઢ છે તેવાં પૂર્વે કરેલાં કર્મોના પરિણામથી નાસી છૂટવું hઇ રીતે શક્ય નથી. ગમે ત્યાં નાસી જનાર પણ, હે પ્રિયા, કૃતાંતને વશ અવશ્ય થાય છે; તેના પ્રહારોથી સંતાવાનું કરનાર કોઈ પણ માણસ પ્રારબ્ધ કર્મફળને અટકાવી શકતો નથી. જો ગ્રહો અને નક્ષત્રવૃંદના સ્વામી અમૃતગર્ભ ચંદ્રને પણ આપત્તિ આવી પડતી હોય છે, તો પછી સામાન્ય માણસનો તો ક્યાં શોક કરવો ? પોતે જ કરેલાં કર્મ નું પરિણામ ક્ષેત્ર, દ્રવ્ય, ગુણ અને કાળ પ્રમાણે, સુખદુ:ખનાં ફળ રૂપે પ્રાપ્ત થાય છે, તેમાં બીજો કોઈ તો માત્ર નિમિત્ત બને તો હે સુંદરી, તું વિષાદ ન ધર ; આ જીવલોકમાં કોઈ કરતાં કોઈથી પણ સુખદુ:ખની પ્રાપ્તિ કરાવનારું વિધિનું વિધાન ઓળંગી શકાતું નથી. આમ, હે ગૃહસ્વામિની, એ દશામાં પ્રિયતમના સમજાવટનાં વચનોનો Page #97 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા મર્મ પામીને, એ પ્રિય વચનોથી પ્રાપ્ત થયેલા આશ્વાસને કરીને મારો શોક હળવો થયો. ८० સમભાવી બંદિનીઓ આગળ વીતકકથાનું વર્ણન મારા રુદનથી ત્યાં એકઠી થયેલી બંદિનીઓ, પોતાના પતિની સાથે બંધન પામેલી અને સ્વભાવથી ભોળી મૃગલી જેવી મારી દશા જોઈને અત્યંત ઉગ પામી. મારો કરુણ વિલાપ સાંભળીને તેમનાં આંસુ ઉભરાઈ આવ્યાં. તેઓ પોતપોતાનાં સ્વજનોને સાંભરીને ક્યાંય સુધી રુદન કરતી રહી. તેમાંની જે કેટલીક તેમના સ્વભાવગત વાત્સલ્યને લીધે સુકુમાર હૃદયવાળી હતી તે અમારા પર આવી પડેલું સંકટ જોઈને અનુકંપાથી અંગે કંપિત થતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગો. રડેલાં નેત્રે તે બંદિનીઓ પૂછવા લાગી, ‘તમે ક્યાંથી, કઈ રીતે આ અનર્થના ઘર સમા ચોરોના હાથમાં આવી પડ્યાં ?' એટલે કે ગૃહસ્વામિની, તે ચક્રવાક તરીકેના ભવનો સુખોપભોગ, હાથીનું સ્નાન, વ્યાધ વડે થયેલો ચક્રવાકનો વધ, કઈ રીતે મેં અનુમરણ કર્યું, કઈ રીતે હું મનુષ્યભવ પામીને વત્સનગરીમાં જન્મી, કઈ રીતે ચિત્ર દ્વારા અમે એકમેકની ઓળખ મેળવી, કઈ રીતે મારું માગું નાખ્યા છતાં મને ન દીધી, કઈ રીતે મેં મારી ચેટી સારસિકાને મારા પ્રિયતમને ઘેર મોકલી, કઈ રીતે અમે નાવમાં નાસી ગયાં અને કઈ રીતે ભાગીરથીના પુલિન પર એ ચોરોએ અમને પકડ્યાં એ બધું જ મેં રડતાં રડતાં તે બંદિનીઓને કહી સંભળાવ્યું. — અનુકંપા પ્રગટતાં ચોરનું બંધનમુક્ત કરવા વચન મારી એ કથની સાંભળીને પેલો ચોર પડાળીમાંથી બહાર આવ્યો અને અનુકંપાથી તેણે મારા પ્રિયતમનાં બંધનો તે સરખો શ્વાસ લઈ શકે તેટલાં ઢીલાં કર્યાં. પછી તેણે પેલી બંદિનીઓને ધુત્કારી-ધમકાવી, જેથી મેઘગર્જનાથી ભયભીત બનેલી હરણીઓની જેમ તેઓ ત્યાંથી પલાયન કરી ગઈ. Page #98 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તેઓ ગઈ એટલે તે ચોરે ધીમે સ્વરે મારા પ્રિયતમને કહ્યું, ‘તું ડરીશ નહીં, હું તને મોતમાંથી બચાવીશ. મારી સર્વ શક્તિથી, સર્વે ઉપાય અજમાવીને, મારો પ્રાણત્યાગ કરીને પણ હું તમારું પ્રાણરક્ષણ કરીશ.” તેના મોંમાથી નીકળેલું આવું વચન સાંભળીને અમારો મરણનો સંત્રાસ નષ્ટ થઈ ગયો, અને અમને એકદમ શાતા થઈ. અમારું જીવિત કુશળ રહો એ ભાવ સાથે અમે જિનવરોને વંદન કરીને, લીધેલા પ્રત્યાખ્યાનનું પારણું તે વેળા પાદડાંની પતરાવળીમાં માંસ લઈને, “આ તમારે માટેનું જમવાનું છે, તો ખાઓ ; આપણે ઘણે દૂર જવાનું છે એમ તે ચોર કહેવા લાગ્યો. અમને એ ખપતું નથી' એમ કહીને અમે તે લીધું નહીં, પણ ખોબો ઊંચો કરીને અમે તે વેળા પાણી પીધું. નિશાનું આગમન તેટલામાં રાજ્યભ્રષ્ટ રાજાની જેમ જેનો પ્રાતપ નષ્ટ થયો છે તેવો સૂર્ય ગગન પાર કરીને ફરી ઊગવા માટે આથમ્યો. દિવસ આથમતાં, વૃક્ષોનાં પાન સંકેચાયાં ; તેમના માળામાં અનેક પક્ષીઓ પાછાં ફરીને કલરવ કરવા લાગ્યાં. હે ગૃહસ્વામિની, મરણભયે ધ્રૂજતાં એવાં અમારો એ અતિશય લાંબો દિવસ રડતાં રડતાં એ રીતે વીત્યો. ગગનતળને શોભાવતી, તિમિરસમૂહે કાળી, જીવલોકના અવલંબન સમી ઘૂવડને પ્રિય એવી રાત જીવલોક પર ઊતરી. સાગરનો વૃદ્ધિવિકાસ કરનારો, આકાશના ગતિમાન તિલક સમો, કુંદકુસુમ સમો, શ્વેત ચંદ્ર ઊગ્યો. બંધનમુક્તિ અને ચોરપલ્લીમાંથી પલાયન ચોરપલ્લીમાં હાસ્યનો શોરબકોર, ધમધમતા ઢોલના નિનાદ અને ગીતના શબ્દ, તથા મદમત્ત બનીને નાચતા ચોરોના રંગરસ છવાઈ ગયા. તે વેળા જ્યારે લોકો જમવામાં રોકાયેલા હતા ત્યારે તે ચોરે મારા પ્રિયતમને છોડ્યો, અને તેને કહ્યું, “તું ડરીશ નહીં, હવે હું તને નસાડવાનું કરું છું.' પછી તે કોઈને જાણ ન થાય તેમ અમને પલ્લીપતિના ઘરના વિજયદ્વારમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૮ર થઈને લઈ ગયો. તે વિસ્તીર્ણ હોઈ અમને નીકળી જતાં ઘણી વાર લાગી. પછી ઘણી ઝડપથી ચાલતાં અમે બહુ મુશ્કેલીએ કાશતૃણના સાંઠાની ઝૂપડીઓમાંથી પસાર થયાં. તે પછી તેણે જવા-આવવાથી પૂર્વપરિચિત, જાણીતા અંતરવાળો અને સુખે પાર કરી શકાય તેવો, જંગલની સરહદે પહોંચતો માર્ગ લીધો. તે વેળા આગળપાછળ અને આજુબાજુ નિરીક્ષણ કરતો અને માર્ગ પર થોભીને અવાજોને સાંભળતો, આવરણ અને હથિયારથી સજ્જ અને બરાબર કચકચાવીને બખતર બાંધેલો તે ચોર મુખ્ય માર્ગ છોડીને આગળ વધતો હતો. તેણે કહ્યું, “જે જીવતો માણસ ચોરોના જાસૂસોને હાથે મરવા ઇચ્છતો હોય તે જ આ રસ્તેથી પસાર થાય.' એટલે ઘણી વાર સુધી આડે માર્ગે ચાલીને પછી અમે, તે ચોરને ભયભીત બનીને અનુસરતા, ગૂપચૂપ મુખ્ય માર્ગ પર આવ્યા. વન્ય માર્ગનો જોખમભર્યો પ્રવાસ વનનાં સૂકાં પાંદડાં કચરાતાં થતા અવાજથી કેટલીક પક્ષીઓ પાંખ ફફડાવતાં, વૃક્ષો પરથી ઊડી ગયા. જંગલી પાડા, વાઘ, દીપડા, જરખ અને સિંહના ચીત્કારો તથા ક્વચિત પંખીઓની ચિચિયારીઓ – એમ વિધવિધ શબ્દો અને સાંભળતાં હતાં. ભારે ખતરા વચ્ચે હોવા છતાં અમને ભાવી અનુકૂળ લાગતું હતું, અને બધાં પશુપંખીનાં શુભ શકુન થતાં હતાં. ક્યાંક જંગલી હાથીની સૂંઢનાં પ્રહારે જેનાં ફળ, કૂંપળો ને ડાળીઓ તોડ્યાં છે તેવાં, વૃક્ષોના કાંડો મારા જોવામાં આવ્યાં. ચોરની વિદાય : આભારદર્શન આવા પ્રકારની અનેક વિવિધ પરિસ્થિતિઓ જોતાં જોતાં અને તે જંગલ પસાર કર્યું, એટલે તે ચોર બોલ્યો, “આપણે જંગલ પસાર કરી ગયાં, એટલે હવે તમે સહેજ પણ ડરશો નહીં. ગામો અહીં નજીકમાં જ છે. તમે અહીંથી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ તરંગલોલા આથમણી દિશા તરફ જાઓ. હું પણ પાછો ફરું છું. માલિકના હુકમથી મેં પલ્લીમાં તમને બાંધ્યાં અને માર્યા તે માટે મને ક્ષમા કરશો.” એટલે ઉપકારી ચોર પ્રત્યે મિત્રભાવ પ્રગટ કરતાં, દૃષ્ટિથી જાણે કે તેને પીતો હોય તેમ, મારા પ્રિયતમે, ગદ્ગદ સ્વરે તેને થોડાંક મધુર વચન આ પ્રમાણે કહ્યાં : “તમે તમારા માલિકના આજ્ઞાકારી છો ; પરંતુ તે વીર, અત્રાણ, અશરણ, બંધનમાં રહેલાં, જીવવાની આશા તજી દીધેલાં, તદન નિરાશ બનેલાં એવાં અમને તમે આ રીતે જીવતદાન દઈને અસાધારણ ઉપકાર કર્યો છે. હું વત્સ પુરીના ધનદેવ સાર્થવાહનો પુત્ર છું. મારું નામ પધદેવ છે. તારા કહેવાથી જે કોઈ ત્યાં આવીને મને મળશે તેને તારા માટે હું પુષ્કળ ધન આપીશ. તું મને આ પ્રમાણે વચન આપ તો જ હું જઉં. વળી કોઈ કારણે તમારું ત્યાં આવવાનું થાય, તો તમને શપથ છે કે તમારાં દર્શન ન થાય એવું ન બને. જીવલોકના સર્વસારરૂપ જીવતદાન દેનારનું ઋણ ચૂકવવું આ સમગ્ર જીવલોકમાં શક્ય નથી. અને બીજું, અમારા પ્રત્યેના તમારા આદર અને પ્રેમને કારણે, અમારા પર અનુગ્રહ કરીને તમારે સ્થાન-પરિગ્રહનો સંયમ પાળવો પડશે.” આ પ્રમાણે કહેવામાં આવતાં તે બોલ્યો, “હું ખરેખર ધન્ય અને અનુગૃહીત થયો છું. તમે મારા પર પૂરા પ્રસન્ન છો તેમાં જ તમે મારું બધું કર્યું છે. એ પ્રમાણે બોલીને, “હવે તમે જાઓ' એમ કહીને તે ઉત્તર તરફ વળી ગયો, અને અમે પણ પશ્ચિમ તરફ ચાલવા લાગ્યાં. વસતી તરફ પ્રયાણ પગ ફાટી જતાં, ત્રણમાંથી વહેતા લોહી સાથે આડવાટે અમે મહા મુશીબતે આગળ વધી રહ્યાં હતાં. બહુ ઝડપથી ચાલવાને લીધે હું ભૂખ અને તરસથી થાકીને લોથ થઈ ગઈ. શ્રમથી અને બીકથી મારું ગળું અને હોઠ સુકાઈ ગયાં અને હું લથડવા લાગી. ચાલવાને અશક્ત બનેલી એવી મને મારા પ્રિયતમે પીઠ પર ઊંચકી લેવા ચાહ્યું, પરંતુ તેથી બચવા હું પરાણે પરાણે પગે ચાલવા લાગી. Page #101 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ८४ મારી સારસંભાળ કરતાં મારા પ્રિયતમે કહ્યું, “આપણે આસ્તે આસ્તે જઈએ. હે મૃગાક્ષી, તું ઘડીક આ ક્વચિત અહીં તહીં પડેલાં લાકડાં વાળા વનપ્રદેશ તરફ દૃષ્ટિ કર. ગાયોની અવરજવરથી કચરાયેલાં અને આછા તૃણ અને છાણવાળાં ગોચરો પરથી જણાય છે કે ગામ સમીપમાં જ છે, તો તું ડર તજી દે.” એટલે હે ગૃહસ્વામિની, લોકમાતા સમી ગાયોને જોતાં મારો ડર એકદમ દૂર થયો અને મને અત્યંત પ્રસન્નતા થઈ. લાયક ગામમાં આગમન ત્યાં તો અસનપુષ્પોના કર્ણપૂર પહેરેલાં, લાઠીથી ખેલતાં, દૂધ ચમકતા ગાલ વાળા, ગોવાળના છોકરાઓ નજરે પડ્યા. તેમણે અમને પૂછ્યું, ‘તમે આ આડે રસ્તે ક્યાંથી આવો છો ?' એટલે આર્યપુત્રે કહ્યું, ‘મિત્રો, અમે રસ્તો ભૂલ્યાં છીએ. આ પ્રદેશનું નામ શું છે ? આ નગરનું નામ શું ? કયાં નામનું ગામ અહીંથી કેટલે દૂર હશે ?' તેમણે કહ્યું, “પાસેના ગામનું નામ લાયક છે. પણ અમે વધુ કશું નથી જાણતા, અમે તો અહીં જંગલની સરહદમાં જ મોટા થયા છીએ.” પછી આગળ ચાલતાં ક્રમે કરીને અમે હળથી ખેડેલી ભૂમિ પાસે પહોંચ્યાં. એટલે પ્રિયતમે મને ફરીથી આ પ્રમાણે વચન કહ્યાં, “હે વરોડ, વનનાં પાંદડાં ચૂંટી લાવતી આ ગ્રામીણ યુવતીઓ જો, પાંદડાંનો ખોળો ભરેલો હોઈને તેમનાં દઢ, રતાશ પડતાં, પુખ સાથળ ખુલ્લા દેખાય છે.” પ્રિય વચનો કહેતો મારો પ્રિયતમ, મારો શોક અને પરિશ્રમ ઓછો કરવા આ તેમ જ અન્ય વસ્તુઓ મને બતાવતો જતો હતો. ગામનું તળાવ તે પછી થોડે દૂર જતાં અમે ગામના તળાવ પાસે જઈ પહોંચ્યા. તે સ્વચ્છ જળ ભરેલું હતું, અંદર પુષ્કળ માછલીઓ હતી. ચોતરફ કમળોનાં ઝૂંડ વિકસ્યાં હતાં. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૫ તરંગલોલા એ ગામના તળાવમાંથી અને સ્વચ્છ, વિકસિત કમળની સુગંધવાળું પાણી ભયમુક્ત મને ખોબે ખોબે પીધું. હે ગૃહસ્વામિની, પછી પાણીમાં નાહીને, જળથી શીતળ બનેલા અને પવનથી વીજણો નખાતા અંગે, ભયમુક્ત બનેલાં અમે તે ગામમાં પ્રવેશ્યાં. ઉત્સુક ગ્રામીણ તરુણીઓ ત્યાં ઘડાને કાંઠે બલયાંવાળો હાથ વીંટાળીને ઘડાને કટિપ્રદેશ પર રાખીને પાણી વહી લાવતી જુવાનડીઓને અમે જોઈ. મને થયું, આ ઘડાઓએ શું પુણ્ય કર્યું હશે કે પ્રિયતમની જેમ યુવતીઓ તેમને કટિતટે રાખીને બલૈયાંવાળી ભુજાઓ વડે આલિંગન દે છે? તેઓ પણ વિસ્મિત થઈને, વિસ્મયે પહોળા થયેલાં નેત્રે, ફરી ફરીને, અવિરતપણે ક્યાંય સુધી અમને જોઈ રહી. હૂંબડાં રૂપી વિપુલ સ્તનવાળી, સરસ પ્રૌઢ વાડો રૂપી મહિલાઓથી આલિંગિત એ ગામમાં અમે બંને પહોચ્યાં. અમારા સૌદર્યથી વિસ્મિત થયેલી, અમને આંખથી અળગાં ન કરતી, ઉતાવળના જોસમાં એકબીજીને ધકેલતી એ ગ્રામતરુણીઓએ કેટલેક સ્થળે તો જોણું જોવાની એકબીજા સાથેની ચડસાચડસીમાં, વાડોને કડકડાટ કરતી તોડી પાડી. વાડો ભાંગવાના અવાજથી વૃદ્ધો ચિંતાતુર બનીને બહાર રસ્તા પર નીકળી આવ્યા. કેટલીક જગ્યાએ કૂતરાઓ ટોળે મળીને ઊંચું મોઢું કરી ભસતા હતા. અતિશય ઢીલાં બલૈયાંવાળી, ફીકા મેલા ને દૂબળા દેહવાળી, ઘરડી તેમ જ માંદી સ્ત્રીઓ પણ અમને જોવા નીકળી હતી. હે ગૃહસ્વામિની, સુંવાળી, ઊંચા કાપડની ઓઢણી ઓઢેલી, કેડ પર છોકરાં લઈ ઘર બહાર નીકળી આવીને ગૃહસ્થની સ્ત્રીઓ પણ અમને જોતી હતી. એ રીતે અનેક પ્રકારની પરિસ્થિતિઓનું અટકળે ગ્રહણ કરતાં, ચાલતાં ચાલતાં બધું જોતાં અમે તે માર્ગ પસાર કર્યો. આહારની તપાસ વનની કેડીએ ચાલવાથી મારા પગમાં છાલાં પડી ગયાં હતાં. હું જીવતા રહેવાની ઝંખનામાં ભૂખતરસ અને થાકને ગણકાર્યા વિના, જંગલને પાર કરી Page #103 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ગઈ. પણ હવે ભયમુક્ત થઈ હોવાથી, અને બચી જવાનો માર્ગ મોકળો થયો હોવાથી મને પગ અને અન્ય ગાત્રોની પીડાનું, થાકનું અને ભૂખતરસનું ભાન થયું. આથી મેં પ્રિયતમને કહ્યું, “આપણે હવે ભૂખ શમે તેવા પથ્ય અને નિર્દોષ આહારની ક્યાંક તપાસ કરીએ.” એટલે પ્રિયતમે મને કહ્યું, “ચોરોએ આપણું સર્વસ્વ આંચકી લીધું છે, તો પણ અજાણ્યા અને પારકા ઘરમાં આપણે શી રીતે પ્રવેશ કરી શકીએ ? કુલનપણાના અતિશય અભિમાનીને માટે, તે સંકટગ્રસ્ત હોય ત્યારે પણ કરુણભાવે “મને કાંઈક આપો” એમ કહેતાં, લોકોની પાસે જવું ઘણું કઠિન હોય છે. | હે માનિની, લજાવનારી, માનવિનાશક, અપમાનજનક, હલકા પાડનારી યાચના હું કેમ કરીને કરું ? ધન ગુમાવ્યાથી અસહાય બનેલો, એકલો પડી ગયેલો, અને અત્યંત કષ્ટ ભોગવતો હોવા છતાં પણ સજ્જન માગણ બનવાનું પસંદ નથી કરતો. યાચના કરવા ધૃષ્ટ બની દિન વચન બોલવાને સજ્જ થઈ, અસભ્યતાના ડરથી મુક્ત બની “મને આપો' એવું બોલવા મારી જીભ અસમર્થ છે. એક અણમોલ માનના ભંગને બાદ કરતાં, બીજું એવું કશું નથી કે તારે માટે ન કરું. તો હે વિલાસિની, તું ઘડીક આ મહોલ્લાને નાકે શોભી રહેલા દેવળમાં વિસામો લે, તેટલામાં હું ભોજનનો કશોક પ્રબંધ કરું. સીતાદેવીના મંદિરમાં આશ્રય અમે એ ગામના સીતાદેવીના મંદિરમાં જઈ પહોંચ્યાં. તે ચાર સ્તંભ અને ચાર દ્વારવાળું હતું. તે ઉત્સવદિનની ઊજવણી જોવા એકઠા થતા ખેડૂત જુવાનોનું વાતચીત કરવાનું સ્થાન હતું, પ્રવાસીઓનું આશ્રયસ્થાન હતું, ગૃહસ્થોનું મિલનસ્થાન હતું અને ગ્રામીણ જુવાનડાઓનું સંકેતસ્થાન હતું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ તરંગલોલા લોકવિખ્યાત યશવાળી, સર્વની આદરણીય, દશરથની પુત્રવધૂ અને રામની પતિવ્રતા પત્ની સીતાદેવીને પ્રણામ કરીને અમે બંને લીલોતરીરહિત, શુદ્ધ ભોંય પર એક તરફ બેઠાં – પર્વ પૂરું થતાં વેરાયેલાં શાળનાં કૂંડાની જેમ. તે વેળા અમે એક જુવાનને બધાં અંગોમાં સ્કૂર્તિવાળા અને વિશુદ્ધ, સૈધવ જાતિના ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને આવતો જોયો. તેણે અત્યંત ઝીણા અને શ્વેત ક્ષોમનું પહેરણ અને ક્ષોમનું કટિવસ્ત્ર પહેર્યા હતાં. તેની આગળ ઝડપથી દોડતા તરવરિયા સુભટોનો પરિવાર હતો. એ નગરવાસી તરુણને જોઈને લજ્જાવશ હું એ સીતામંદિરના એક ખૂણામાં એક અષ્ટકોણ સ્તંભને અઢેલી, સંકોચાઈને ઊભી રહી. પ્રત્યાગમન શોધમાં નીકળેલા સ્વજન સાથે મિલન : ઘરે બનેલી ઘટનાઓ - પછી તે કુભાષહસ્તી નામે જુવાને દેવળની પ્રદક્ષિણાઓ કરતાં કરતાં આર્યપુત્રને જોયા, અને એકાએક ઘોડા કરતાં પણ અધિક વેગે દોડીને મોટે સ્વરે રડતો રડતો તે આર્યપુત્રના પગે પડ્યો. પછી બોલ્યો, “હવે તમારે ઘરે ચિરકાળ શાંતિ થઈ જશે.' આર્યપુત્રે પણ તેને ઓળખ્યો, અને ગાઢ આલિંગન દઈને તેને પુછ્યું, “અરે ! તારે અહી કેમ આવવાનું થયું તે મને જલદી કહે. સાર્થવાહ, માતા, અને સેવકો સૌ કુશળ તો છે ને ?' તે બાજુમાં ભોય પર બેસી, પોતાના જમણા હાથમાં મારા પ્રિયતમના ડાબા હાથની આંગળી પકડીને કહેવા લાગ્યો, “કન્યા નાસી ગઈ એમ જ્યારે શ્રેષ્ઠીના ઘરમાં નિર્મળ પ્રભાતકાળે જાણ થઈ, ત્યારે દાસીએ અમને તમારો પૂર્વસંબંધ જણાવ્યો. રાત્રીના નીકળીને ચોરીછૂપીથી તમારું પ્રયાણ વગેરે તે દાસીએ તમારા સંબંધીઓને જે પ્રમાણે પોતે જોયું હતું તે પ્રમાણે બધું જ કહ્યું. પ્રભાતસમયે શ્રેષ્ઠીએ સાર્થવાહને ઘરે જઈને કહ્યું, “સાર્થવાહ, મેં ગઈ Page #105 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૮૮ કાલે તારું મન કડવું કર્યું તે માટે મને ક્ષમા કર. મારા જમાઈની શોધ કરો. તે ડર ન રાખે અને જલદી પાછો આવે. તમારો પુત્ર પરદેશમાં અને પરધરે રહીને શું કરશે ?' વળી તમારા પૂર્વજન્મનો વૃત્તાંત દાસીએ જે પ્રમાણે જણાવ્યો હતો તે બધો શ્રેષ્ઠીએ ક્રમશઃ સાર્થવાહને કહ્યો. તારી વત્સલ માતા તારા વિયોગમાં શોકાવેગે રુદન કરતી આસપાસનાને પણ રડાવી રહી. તેટલામાં તો સાર્થવાહના પુત્રને અને શ્રેષ્ઠીની પુત્રીને તેના પૂર્વજન્મનું સ્મરણ થયું છે એવી કર્ણોપકર્ણ પ્રસરેલી વાતથી આખી વસનગરી ભરાઈ ગઈ. તે પછી શ્રેષ્ઠી અને સાર્થવાહે તમને ખોળવા માટે સેંકડો દેશ, નગર, ખાણ વગેરે સ્થળોએ ચોતરફ માણસો મોકલ્યા. મને પણ ગઈ કાલે તમારી શોધમાં પ્રણાશક મોકલ્યો આજે હું ત્યાં આવી પહોંચ્યો, પણ ત્યાં તમારા કશા સમાચાર મળ્યા નહીં. મેં વિચાર કર્યો કે પૈસે ઘસાઈ ગયેલા, અત્યંત પીડિત પતિત, અપરાધી અને કપટવિદ્યા વાળા લોકો સીમાવર્તી ગામમાં આશરો લઈને રહેતા હોય છે. આથી ત્યાં સર્વત્ર પૂછપરછ કરીને તપાસને માટે હું અહીં આવ્યો. મારા પર દેવોની કૃપા થઈ જેથી કરીને મારો શ્રમ સફળ થયો. સાર્થવાહ અને શ્રેષ્ઠીએ પોતાને હાથે લખેલા આ પત્રો તારે માટે આપ્યા છે.' એ પ્રમાણે કહીને તેણે પ્રણામપૂર્વક તે પત્રો ધર્યા. વડીલોનો સંદેશ : ભોજન વ્યવસ્થા એટલે આર્યપુત્રે પ્રણામ કરીને તે પત્રો લીધા. તે ઉઘાડીને તેમના સંદેશ અને આદેશ તેણે ધીરે ધીરે, કશાંક રહસ્યવચન હોય તો તેમને ગુપ્ત રાખવા, મનમાં વાંચ્યા. તે પછી તેમનું અર્થગ્રહણ કરીને આર્યપુત્રે મને સંભળાવવા તે પત્રો મોટેથી વાંચ્યા. બંને પત્રમાં લખેલો, રોષવચન વગરનો, પ્રસન્નતા અને વિશ્વાસ સૂચવતો, ‘પાછા આવી જાઓ” એમ શપથ સાથે કહેતો સંદેશો મેં સાંભળ્યો. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ તરંગલોલા એ સાંભળીને મારો શોક તુરત જ અદશ્ય થયો, અને સંતોષથી પ્રગટેલા હસ્તે મારું હૃદય ભરી દીધું. તે વેળા, મારા પ્રિયતમના બાહુને તસતસતાં બંધનોથી અતિશય પીડા પામેલા, ઘણા વિકૃત બની ગયેલા અને સૂજી ગયેલા – એવી દશામાં જોઈને તે કુલ્માષહસ્તી બોલ્યો : સાચી વાત કહે, ગજવરની સૂક્સમા અને શત્રુનો નાશ કરવાને સમર્થ આ તારા બાહુઓ કેમ કરતાં વિકૃત, સૂજેલા અને ઘારાંવાળા થઈ ગયા છે?' એટલે અમે બંનેએ જે ભારે સંકટ ભોગવ્યું, જે મરણની ઘાંટી આવી અને જે કાંઈ કર્યું તે બધું યથાતથ તેને કહ્યું. એ સાંભળીને કુભાષહસ્તીએ તે ગામના આદરણીય બ્રાહ્મણ કુટુંબમાં અમારે માટે ભોજનની વ્યવસ્થા કરાવવા માંડી. ઊંચા સ્થાન પર રહેલા બ્રાહ્મણવાડામાં થઈને અમે તે બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. છતમાંથી લટકાવેલા કળશના ગળામાંથી ત્યાં જળબિંદુ ટપકતાં હતાં. પગ ધોઈને અમે ગૌશાળાની નિકટમાં બેઠાં હાથ ધોવા માટે અમને શુદ્ધ જળ આપ્યું. રસોઈ તૈયાર હોઈને અમને સુપવ, સરસ, સ્નિગ્ધ અન્નથી તુત કરવામાં આવ્યાં. હે ગૃહસ્વામિની, અમૃત સમો અત્યંત રુચિકર આહાર ત્યાં અમે લીધો. તે પછી હાથમાં ધોઈ, અજીઠાં વાસણ ખસેડી લઈ, પગે પડેલા ઊઝરડા પર ઘી ચોપડી, તે કુટુંબના લોકોને નમસ્કાર કરીને અમે ત્યાંથી નીકળ્યાં. પ્રણાશકનગરમાં વિશ્રાંતિ તે પછી અતિશય થાકેલાં અમે બંને ઘોડા પર સવાર થયાં. કુલ્માષહસ્તી અને તેના સુભટપરિવારથી વીંટળાઈને અમે તે પ્રદેશના આભૂષણરૂપ. લક્ષ્મીના નિવાસસમા, સમસ્ત ગુણવાળા, શોકવિનાશક પ્રણાશક નામના નગરમાં પહોંચ્યા. ત્યાં ગંગાની સખી સમી, ઊંચા કોતરોને લીધે વિષમ કાંઠાવાળા, જળભરપૂર તમસા નદી અમે નૌકામાં બેસીને પાર કરી. ગંગા અને તમસાના સંગમ રૂપી તિલકસ્થાને શોભતા ચૂડામણિ સમા, હાટોથી સમૃદ્ધ એવા પ્રણાશક નગરમાં દિવસનો ત્રીજા ભાગ બાકી રહ્યો હતો ત્યારે અમે પહોંચ્યાં. Page #107 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ८० કુલ્માષહસ્તીએ મોકલેલા માણસે સંપડાવેલા વાહનમાં બેસીને અમે ત્યાં ભાગોળે રહેતા એક મિત્રના ઘરમાં સુખેથી પ્રવેશ કર્યો. ત્યાં સ્નાન, ભોજન, અંગલેપન આદિ બરાબર શુશ્રુષા પામી, નિદ્રા લઈને અમે સુખપૂર્વક રાત ગાળી. સવારે હાથપગ અને મોં ધોઈ, દેવતાને વંદન કરી, શ્રમ, ભય અને ભૂખથી મુક્ત બનેલાં એવાં અમે ફરી શયનમાં આરામ કર્યો. તે વેળા સારું મુહૂર્ત જોઈને, ‘કુલ્માષહસ્તી સાથે અમે આવીએ છીએ' એ પ્રમાણે પ્રિયતમે અમારા ઘરે કૌશાંબી પત્ર પાઠવ્યા. અમ્બંગ, વસ્ત્રાભૂષણ અન્ય વિવિધ શારીરિક સુખસગવડ અને ખાનપાનથી આનંદ કરતાં અમે ત્યાં રહ્યાં. હે ગૃહસ્વામિની, એ પ્રમાણે કેટલાક દિવસ ત્યાં નિવાસ કરી, થાક ઉતારી, પત્રનો પ્રત્યુત્તર આવતાં પ્રસન્નતા અનુભવતાં અમો કૌશાંબી જવાને ઉત્સુક બન્યાં. અમારે માટે વાટખરચી પૂરતું સોનું અને વિવિધ વસ્ત્રો લાવવામાં આવ્યાં. તે મિત્રના ઘરની સ્ત્રીઓના નિવારવા છતાંયે મેં અમારા ભોજન પેટે તેમનાં છોકરાઓના હાથમાં એક હજાર કાર્ષાપણ આપ્યાં. સ્નેહનો અઘટિત પ્રત્યુત્તર વાળવાના ભયે પ્રિયતમને, તે આપતાં, ‘ઉપકારના પ્રત્યુપકાર પેટે આપણે આ તો ઘણું અલ્પ આપીએ છીએ' એવી લાગણીથી લજ્જા આવતી હતી. પ્રણાશકમાંથી વિદાય સૌ સ્ત્રીઓને ભેટીને મેં તેમની વિદાય લીધી. મિત્રના ઘરના સૌ પુરુષોની પણ પ્રિયતમે અને મેં વિદાય લીધી. વિદાય લેતી વેળા મિત્રના ઘરના લોકોને મેં યાદગીરી લેખે યથાયોગ્ય વિવિધ પ્રકારનાં કીમતી વસ્ત્રો ભેટ આપ્યાં. પછી ત્યાંથી અમે રસ્તાનાં જાતજાતનાં જોખમોની ગણતરી કરીને, હે ગૃહસ્વામિની, બધાં ઔષધો સહિત ભાતું સાથે લઈ લીધું. મારો પ્રિયતમ ઉત્તમ લક્ષણવાળા, જાતવાન અને વેગીલા અશ્વ પર સવાર થઈને મારા વાહનની પાછળ પાછળ આવતો હતો. સાર્થવાહ અને શ્રેષ્ઠીએ મોકલેલા, કુલ્માષહસ્તી સહિતના કાફલાથી તે વીંટળાયેલો હતો. અનેક યુદ્ધોમાં ભાગ Page #108 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા લઈ, પરાક્રમ કરીને જેમણે નામ રળ્યું છે અને જેમનો પ્રતાપ જાણીતો છે તેવા હથિયારધારી પુરુષો અમારા રક્ષક તરીકે રહેલા હતા. ૯૧ ઋદ્ધિ, સમૃદ્ધિ અને ગુણો વડે અનેક લોકોની ચાહના મેળવતાં અમે અનેક બજારથી સમૃદ્ધ વીથીઓવાળા પ્રણાશક ગામમાંથી પ્રયાણ કર્યું : નીરાંતે અને અમારી અનુકૂળતા પ્રમાણે રાજમાર્ગ ૫૨ થઈને જતાં અમને હજારો લોકો દૂર દૂર સુધી જોઈ રહ્યા હતા. મિત્રના ઘરના માણસો સ્નેહને લીધે અમને વળાવવા આવ્યા હતા. એ રીતે બીજાઓને માટે દુર્લભ એવા દબદબાથી અમે ગામની બહાર નીકળ્યાં. આર્યપુત્રના કહેવાથી સારથિએ વાહન ઊભું રાખ્યું, પ્રિયતમ પણ તેમાં ચઢી બેઠો અને વાહન પાછું ઊપડ્યું. સુગંધી, મન હરી લેતાં ઊંચી ઊંચી ડાંગરનાં ખેતરો અને ભથવારીઓ મારા જોવામાં આવ્યાં. ચોતરાઓ અને પરબો જોતાં જોતાં અમે જતાં હતાં. વાસાલિય ગામમાં આગમન કેટલાંક ગામો અતિક્રમીને અમે ધીરે ધીરે વાસાલિય ગામ પહોંચ્યાં. ત્યાં અમે એક રમણીય, પ્રંચડ વટવૃક્ષ જોયું : વિસ્તૃત શાખાઓ અને પર્ણઘટાવાળું, મેરુપર્વતના શિખર સમું, પક્ષીગણોનું રહેઠાણ અને પ્રવાસીઓ માટે વિસ્મયકારક, તેની પડોશમાં રહેનારાએ અમને આ પ્રમાણે વાત કરીઃ ‘કહેવાય છે કે નિગ્રંથ ધર્મતીર્થના ઉપદેશક, શીલ અને સંવરથી સજ્જ વર્ધમાનજિન તેમની છદ્મસ્થ અવસ્થામાં અહીં વાસો રહ્યા હતા. મહાવીર અહીં વર્ષાકાળમાં વાસો રહેલા તેથી અહીં આ ‘વાસાલિય’ નામનું ગામ વસ્યું. દેવ, મનુષ્ય, યક્ષ, રાક્ષસ, ગાંધર્વ અને વિદ્યાધરોએ જેને વંદન કર્યાં છે તેવું આ વટવૃક્ષ પણ જિનવરની ભક્તિને લીધે પૂજનીય બન્યું છે.' તેની આ વાત સાંભળીને અમે બન્ને વાહનમાંથી ઊતર્યાં. અત્યંત સહર્ષ અને ઉત્સુક નેત્રે, રોમાંચ અનુભવતાં, તે વડને પ્રત્યક્ષ જિનવર સમો ગણીને ઉત્તમ ભક્તિપૂર્વક મસ્તક નમાવીને અમે તેના મૂળ પાસે દંડવત પ્રણામ કર્યા. હાથ જોડીને હું બોલી, ‘હે તરુવર, તું ધન્ય છે, કૃતાર્થ છે કે તારી છાયામાં મહાવીર જિન રહ્યા હતા.’ વડની પૂજા અને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને અમે Page #109 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પુષ્ટિ અને તુષ્ટિ ધરતાં વાહનમાં બેઠાં. વર્ધમાન જિનની એ નિસહિયા (અલ્પાવધિ વાસસ્થાન)નાં દર્શન અને વંદન કરીને હર્ષ અને સંવેગ ધરતી હું મારી જાતને કૃતાર્થ માનવા લાગી. એ પ્રમાણે તે વેળા મારા પ્રિયતમના સંગમાં જાણે કે પીયરનાં સુખશાતા માણતાં માણતાં અમે એકાકીહસ્તીગ્રામ અને કાલીગ્રામ પસાર કર્યા. રાતવાસો રહેવા અને શાખાંજનીનગરીમાં પ્રવેશ કર્યો. એની વસતી ગીચ હતી. ભવનો વાદળોને રોકી રાખે તેવાં હતાં. ત્યાં અમે ભાગોળે રહેતા એક મિત્રના ઘરે ઉતારો કર્યો. તે કૈલાસના શિખર સમું ઊંચું, જાણે કે નગરીનો માનદંડ હોય તેવું હતું. ત્યાં સ્નાન, ભોજન, ઉત્તમ શય્યા વગેરે સગવડો વડે અમારો આદર કરવામાં આવ્યો. બધા માણસોને પણ જમાડવામાં આવ્યા અને વાહનના બળદોની પણ સારસંભાળ લેવાઈ. ત્યાં સુખે રાતવાસો કરી વળતે દિવસે સૂર્યોદય થતાં અમે હાથપગ અને મોં ધોઈને, ઘરના લોકોની વિદાય લઈને આગળ ચાલ્યાં. જાતજાતનાં પંખીગણોના કલરવથી, ભ્રમરવંદના ગુંજારવથી અને વડીલો વિશેની પરસ્પર કહેવાતી વાતોથી અમને પંથ કેમ કપાયો તેની ખબર પણ ન પડી. કુભાષહસ્તી ગામો, નગરો, ઉદ્યાનો, કીર્તિસ્મારકો, ચૈત્યવૃક્ષો અને રસ્તાઓનાં નામ અમને કહેતો જતો હતો અને અમે તે સૌ જોતાં જતાં હતાં. કૌશાંબીના પાદરમાં પ્રવેશ ક્રમે કરીને અમે લીલાં પર્ણોથી લીલાછમ દેખાતા, પથિકોના વિસામારૂપ, રાષ્ટ્રીય માર્ગના કેતુ સમા, ધરતીના પુષ્ટ પયોધર સમા, કૌશાંબીની સીમના મુકુટ સમા, પુષ્કળ ઘાટી અને પ્રચંડ શાખાઓમાં વિસ્તરેલા અને પંખીવૃંદથી છવાયેલા એવા કુભાષવડ પાસે આવી પહોંચ્યાં. ત્યાં રહેલા, નિર્જળ શ્વેત જલધરના ચંદરવાની શોભાનો ઉપહાસ કરતા, ઉત્તમ પ્રકારનાં તાજાં સુગંધી માંગલિક પુષ્પોથી શોભતા આંગણા વાળા, લટકતી વંદનમાળા અને મોટા સાથિયા વચ્ચે મૂકેલા નવા પૂર્ણ કલશવાળા, રમણીય તથા સ્વજનો અને પરિજનોથી ઉભરાતા – એવા પ્રથમ ઘરમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૩ તરંગલોલા અમે પ્રવેશ કર્યો. નિકટવર્તી સ્નેહીઓ, સ્વજનો, આદરણીયો અને મિત્રોના વૃંદથી વિશ્વસ્ત બનેલાં એવાં અમને બંનેને સેંકડો માંગલિક વિધિઓ સાથે કુલ્માષવડ નીચે સ્નાન કરાવ્યું. સ્નાન કરીને પ્રસાધન અને ઉચિત આભરણથી સજ્જ બનેલાં અમને બંનેને પ્રસન્ન સ્વજનોના વૃંદ વચ્ચે શ્વશુરઘર અને પિયરઘર તરફ લઈ જવામાં આવ્યાં. નગરપ્રવેશ હું પણ ઉત્તમ વાહનમાં ચડીને સાથે ચાલી. મારા ઘરેથી બહાર નીકળેલાં ધાત્રી, સારસિકા, વર્ષધરો, વૃદ્ધો, વ્યવસ્થાપકો, જુવાનિયાઓ અને દાસીજનથી અનુસરાતી હું પ્રિયતમની આગળ પ્રયાણ કરી રહી હતી. સોનાનાં આભૂષણથી શણગારેલા ઉત્તમ અશ્વ ૫૨ બેઠેલો મારો પ્રિયતમ તેના મિત્રો સહિત મારી પાછળ આવતો હતો. મારી ભોજાઈઓ તેમના પરિવાર સાથે મને મળવા આવી હતી.. તેઓ પણ ઉત્તમ વાહનોમાં બેસીને મારી સાથે નગરપ્રવેશમાં જોડાઈ. મોટા માણસોનાં સંકટ ને ઉત્સવ, દોષ ને ગુણ, જવું ને આવવું, પ્રવેશ અને નિર્ગમન લોકોમાં સર્વવિદિત બાબતો હોય છે. સામૈયું માંગલિક સૂર્ય, શુભ દક્ષિણ બાજુનાં શકુન અને અનેક મંગળ નિમિત્ત સાથે અમે ઉન્નત દેવદ્વા૨માં (પૂર્વા૨માં) થઈને કૌશાંબીનગરીમાં પ્રવેશ કર્યો. તે પછી માંગલિક શ્વેત, સુગંધી પુષ્પોથી શણગારેલા, જોવાના કુતૂહલવાળાં નરનારીનાં ટોળાંની બંને બાજુ ભીડવાળા, બંને બાજુ ઊંચા પ્રાસાદોની શ્રેણીથી મંડિત અને હાટોની ઓળથી શોભતા રાજમાર્ગમાં અમે પ્રવેશ્યાં. જેમ વિકસિત કમળવન પવનના ઝપાટે એક તરફ મુખ વાળે, તેમ લોકોનાં મુખપદ્મોનો સમૂહ અમારા તરફ વળેલો હતો. ઉત્સુક લોકો હાથ જોડીને પ્રેમે ઉભરાતી દષ્ટિ વડે મારા પ્રિયતમને જાણે કે ભેટી રહ્યા હતા. પ્રવાસેથી પાછા આવેલા પ્રિયતમને જોતાં લોકો ધરાતા ન હતા જેમ મેઘસંસર્ગથી મુક્ત બનેલા શરદચંદ્રના ઉદયને જોતાં ન ધરાય તેમ. - Page #111 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ८४ રાજમાર્ગ પરના બ્રાહ્મણોની આશિષ તથા અન્ય લોકોની વધામણી અને હાથ જોડીને કરાતું અભિવાદન સ્વીકારવામાં મારો સ્વામી પહોંચી શકતો ન હતો. તે બ્રાહ્મણો, શ્રમણો અને વડીલોને હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરતો હતો, મિત્રોને ભેટતો હતો, તો બાકીના સૌ લોકોની સાથે સંભાષણ કરતો હતો. કેટલાક લોકો બોલતા હતા : ‘શ્રેષ્ઠીના ચિત્રપટ્ટમાં જે ચક્રવાક વ્યાધથી વીંધાઈને મૃત્યુ પામેલો ચીતર્યો હતો તે આ પોતે જ છે ; અને જે ચક્રવાકી ચક્રવાકની પાછળ મૃત્યુ ભેટતી ચીતરી હતી તે જ આ નગરશેઠની પુત્રી તરીકે અવતરી અને પેલાની પત્ની બની. ચિત્રમાં જે મરણને ભેટેલું છે તે પરસ્પરને અનુરૂપ યુગલને ફરી પાછું દૈવે કેવું સરસ જોડી આપ્યું !” કેટલાકે તેને ગ્લાધ્ય કહ્યો, કેટલાકે સુંદર, કેટલાકે વિનીત, કેટલાકે શૂરો, કેટલાકે અભિજાત, કેટલાકે અનેક વિધાનો જાણકાર તો કેટલાકે સાચો વિદ્યાવંત – એ પ્રમાણે રાજમાર્ગ પરના અનેક લોકોની પ્રશંસા પામતો મારો પ્રિયતમ મારી સાથે પોતાના દેવવિમાન સમા પ્રાસાદમાં આવી પહોંચ્યો. આનંદિત પરિજનો ઊઠીને તેની સામે આવ્યા અને તૈયાર રાખેલી પૂજા સામગ્રીથી તેની પૂજા કરી ; ઊંબાડિયા વડે ઓળઘોળ કરવામાં આવ્યું અને આશીર્વાદ ઉચ્ચારાયા. દહીં, લાજા અને પવિત્ર પુષ્પો વડે દેવતાઓની મોટા પાયા પર પૂજા કરવામાં આવી હતી. જ્યાં વંદનમાળાઓ લટકાવવામાં આવી છે અને દ્વાર પર કમળવાળા ઝળહળતા કળશ મૂક્યા છે તેવા, ફરતા કોટે શોભતા તે મહાલયમાં, પૂરા થયેલા મનોરથને કારણે પ્રસન્ન એવા મારા પ્રિયતમે પ્રવેશ કર્યો અને અમે બંને ઊતર્યા. પછી, કરેલા અપરાધને લીધે લજ્જા પ્રકટ કરતી એવી મેં પણ લોકોની ભારે ભીડવાળા શ્વસુરગૃહના વિશાળ અને સુંદર પ્રાંગણમાં પ્રવેશ કર્યો. સ્વાગત અને પુનર્મિલન ત્યાં ઘરના બધા માણસોની સાથે આવીને શ્રેષ્ઠી, સાર્થવાહની સાથે, ઊંચા આસન પર બેઠેલા હતા. અમને જોઈ રહેલા, સાક્ષાત દેવ સમા એ વડીલોના ચરણકમળમાં અમે હાંફળાફાંફળાં નમી પડ્યાં. તેમણે અમને આલિંગન દીધું, Page #112 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા અમારાં મસ્તક સૂંધ્યાં, અને આંસુનીંગળતી આંખે તે વેળા અમને ક્યાંય સુધી તેઓ જોતા રહ્યા. ૯૫ પછી મારાં સાસુજીના પગમાં અમે પડ્યાં. અઢળક આંસુ સારતાં, પાનો મૂકતાં તે અમને ભેટ્યાં. તે પછી હું વિનયથી મસ્તક નમાવીને અનુક્રમે, આંસુભરી આંખોવાળા મારા ભાઈઓના ચરણમાં પડી. બીજા સૌ લોકોને પણ અમે હાથ જોડીને બોલાવ્યા, તથા સૌ પરિચારકવર્ગ અમારા પગે પડ્યો. ધાત્રી અને સારસિકાએ, રોકી રાખેલાં આંસુને વહેવા દીધાં પરથી ઝાકળબિંદુ ઝરે તેમ તે ઝરી રહ્યાં. ――― વેલ પછી શ્રેષ્ઠી અને સાર્થવહને માટે મોં ધોવા ગજમુખના આકારવાળી સોનાની ઝારીમાં જળ લાવવામાં આવ્યું. - હે ગૃહસ્વામિની, સ્વસ્થ થઈને, ત્યાં અમે બેઠાં એટલે અમારા સૌ બાંધવોએ કુતૂહલથી અમારા પૂર્વભવ વિશે પૂછ્યું. તેમને મારા પતિએ ચક્રવાક તરીકેનો અમારો સુંદર ભવ, મરણથી થયેલો વિયોગ, ચિત્રના આલેખન દ્વારા સમાગમ, ઘરમાંથી નાસી જવું, નૌકામાં બેસીને રવાના થવું, નૌકામાંથી કાંઠે ઊતરવું, ચોરો વડે અપહરણ, ચોરપલ્લીમાં પ્રાણસંકટ, ત્યાંથી ચોરની દેખભાળ નીચે પલાયન થવું, જંગલમાંથી બહાર નીકળવું, ક્રમશઃ વસતિમાં પ્રવેશ અને કુલ્નાષહસ્તી સાથે મિલન એ બધું જે પ્રમાણે અનુભવ્યું હતું તે પ્રમાણે કહી બતાવ્યું. આર્યપુત્ર કહેલું એ અમારું વૃત્તાંત સાંભળીને અમારા બંને પક્ષોએ શોકથી રુદન કર્યું. પિતાજીએ અમને કહ્યું, ‘તમે પહેલાં મને આ વાત કેમ ન કરી ? તો તમને આવી આફત ન આવત અને આવો અપવાદ ન લાગત. સજ્જન પોતાના પરનો ઉપકાર થોડો હોય તો પણ, જ્યાં સુધી તે પ્રત્યુપકાર ન કરે ત્યાં સુધી, ઋણની જેમ, કૃતજ્ઞભાવે તેને ઘણો મોટો માને છે. ઉપકારના ભારે ચંપાતા પુરુષો ઉપકારના વૃદ્ધિ પામતા ઋણ નીચે, Page #113 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પ્રત્યુપકાર કર્યા વિના કઈ રીતે ઉચ્છ્વાસ લઈ શકતા હશે ? કરેલા ઉપકારનો જ્યાં સુધી પોતે બમણો બદલો ન વાળી શકે ત્યાં સુધી સજ્જન મંદ૨૫ર્વતના જેટલો ભારે બોજો પોતાના મસ્તક પર વહે છે. જેમણે તમને જીવિતદાન આપીને અમને પણ જીવિતદાન આપ્યું તે માણસને હું ન્યાલ કરી દઈશ.' એવાં અનેક વચનો કહીને, હે ગૃહસ્વામિની, શ્રેષ્ઠી અને સાર્થવાહે અમારાં મન મનાવી લીધાં. ૬ સ્વજનો, પરિજનો તેમ જ ઇતરજનો અમારા પ્રત્યાગમનથી ઘણા રાજી થયા. નગરીના લોકો તે જ વેળા અમારું કુશળ પૂછવા આવ્યા. કુશળ પૂછવા આવનારાઓને તેમ જ મંગળવાદકો અને મંગળપાઠકોને સોનું તથા સોનાનાં આભૂષણની યથેચ્છ ભેટ આપવામાં આવી. કુલ્માષહસ્તીને પ્રસન્નતાપૂર્વક એક લાખ સોનામહોર અને મારા સૌ સ્વજનોના તરફથી એક એક આભૂષણ આપવામાં આવ્યું. વિવાહોત્સવ કેટલાક દિવસ પછી મારા કુલીન કુટુંબના વૈભવને અનુરૂપ અને નગરમાં અપૂર્વ એવો અમારો સુંદર વિવાહોત્સવ ઊજવાયો. અમારો તે અનુપમ વિવાહમહોત્સવ લોકોને માટે અસાધારણ દર્શનીય અને સૌની વાતનો વિષય બની ગયો. અમારાં બંને કુલીન કુટુંબો નિરંતર પ્રીતિ અને સ્નેહથી બંધાયેલાં અને પરસ્પરનાં સુખદુઃખના સમભાગી બનીને એક જ કુટુંબ જેવાં બની ગયાં. મારા પ્રિયતમે પાંચ અણુવ્રત તથા ગુણવ્રત લીધાં અને અમૃતરૂપ જિનવચનોના અગાધ જળમાં તે મગ્ન બન્યો. મારા બધા મનોરથ પૂરા થયા હોવાથી મેં પૂર્વ કરેલા, સર્વ મનોરથ પૂરનારા એક સો આઠ આંબેલના તપનું ઊજમણું કર્યું. પછી મેં દાસીને પૂછ્યું, ‘પ્રિયતમની સાથે જ્યારે હું ચાલી ગઈ તે વેળા અમારા ઘરમાં અને તારા સંબંધમાં શું શું બન્યું હતું ?' સારસિકાએ આપેલો ઘરનો વૃત્તાંત એટલે સારસિકા બોલી,‘“તું મારા ઘરેણાં લઈ આવ” – એ પ્રમાણે તેં મને મોકલી એટલે હું આપણા ઘરે ગઈ. ઘરના લોકો કામકાજમાં વ્યસ્ત Page #114 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા હતા. દ્વાર ખુલ્લું અને ચોકી વગરનું હતું એટલે સહેજસાજ ડરતી હું મહાલયની અંદર પહોંચી. ૯૭ ત્યાં અંતઃપુરના ઓરડામાંથી બધાં અત્યંત મૂલ્યવાન આભૂષણોથી ભરેલો કરંડિયો લઈને હું પાછી ફરી. તને ન જોતાં મેં ત્યાં બધે શોધ કરી, અને પછી વિષાદપૂર્ણ ચિત્તે હાથમાં રત્નકદંડક સાથે હું ઘરે પાછી ફરી. “હાય મારી સ્વામિની !'' એવા વિલાપવચન સાથે અંતઃપુરને નિહાળતી, છાતી કૂટતી હું ભોંય પર ઢળી પડી. ભાનમાં આવતાં, એકલી એકલી વિલાપ કરતી હું ત્યાં આ પ્રમાણે મારા મનમાં વિચારવા લાગી : “જો હું જાતે જઈને કન્યાની આ અત્યંત ગુપ્ત વાત નહીં કહું તો મને તે બદલ શિક્ષા થશે. તો મારે વાત જણાવી દેવી જોઈએ. લાંબી રાતને અંતે તે પણ દૂર છટકી ગઈ હશે, અને કહી દેવાથી મારો અપરાધ પણ હળવો થશે.’’ મારા મનમાં આવું આવું ચિંતવતાં શયનમાં મેં એ નિદ્રારહિત રાત વિતાવી. પ્રભાતકાળે મેં શ્રેષ્ઠીના પગમાં પડીને તારા પૂર્વજન્મના સ્મરણની અને પ્રિયતમ સાથે નાસી ગયાની વાત કરી. શેઠનું દુઃખ અને રોષ એ સાંભળીને અત્યંત કુલાભિમાન ધરતા એવા તેનો મુખચંદ્ર રાહુગ્રસ્યા ચંદ્રની જેમ નિસ્તેજ બની ગયા. “ધિક્કાર છે ! ધિક્કાર છે, તેં કેવું ન કરવાનું કર્યું !” એ પ્રમાણે શ્રેષ્ઠી હાથ ધુણાવતા બોલવા લાગ્યા, “હાય! અમારું કુલીન ગોત્ર અપકીર્તિથી ઘાસની જેમ સળગી જશે. તે પોતે તેને ઘેર ગઈ, એટલે આમાં સાર્થવાહનો કશો વાંક નથી. પોતાનો સ્વછંદી હેતુ પાર પાડવા ઉતાવળી થયેલી અમારી દિકરીનો જ વાંક છે. જેમ જળપ્રવાહના ઘુમરાવાથી નદીઓ પોતાના તટને તોડી પાડે છે, તેમ દુઃશીલ સ્ત્રીઓ કુલના અભિમાનને નષ્ટ કરે છે. સેંકડો દોષ ઊભા કરનારી, મોભાદાર કુટુંબને મલિન કરનારી પુત્રી આ જગતમાં જેના કુળમાં ન જન્મે તે જ ખરો ભાગ્યશાળી, કારણ કે પતિત Page #115 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૯૮ ચારિત્ર્યવાળી પુત્રી સ્વભાવે ભદ્ર અને પરવશ એવા સૌ બાંધવોને જીવનભર હૃદયદાહ અર્પે છે. કપટથી મીઠું બોલીને અન્યને વિશ્વાસ ઉપજાવતી સ્ત્રીનું સ્વરૂપ દર્પણમાંના પ્રતિબિંબની જેમ દુર્ણાહ્ય હોય છે.” પછી તેણે મને પૂછયું, “તેં મને આ વાત પહેલા કેમ ન કરી? તો હું એને જ તેનો હાથ સોંપી અને તો આ કલંક તો ન ચોંટત.” એટલે મેં કહ્યું, “તેણે મને પોતાના જીવતરના શપથ દઈને કહેલું કે હું જઈને તેને ન મળે ત્યાં સુધી તારે મારું આ રહસ્ય જાળવવું. તેને આપેલા વચનનું પાલન કરવા અને ડરના માર્યા હું કહી ન શકી. તમને આ વાત નિવેદિત ન કરી તે અપરાધ બદલ હું તમારાં ચરણની કૃપા યાચું છું.” શેઠાણીનો વિલાપ આ વાત સાંભળતાં શેઠાણી અપકીર્તિના અને તારા વિયોગના વિચારે મૂછિત થઈ ગઈ. તેને એકાએક ઢળી પડેલી જોઈને ઘરના બધા માણસો ગરુડથી ધ્રૂજતા નાગકુળની જેમ દીનભાવે ચિત્કાર કરી રડવા લાગ્યા. ભાનમાં આવતાં શેઠાણી અનેક પ્રકારે વિલાપ કરતી રડવા લાગી, જેથી અનેક જણને રોણું આવી ગયું. તે વેળા તારા સૌ ભાઈઓ, તેમની પત્નીઓ તથા કેટલાક પરિજનો પણ, હે સ્વામિની, તારા વિયોગે અતિ કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રી પ્રત્યેના સ્નેહને કારણે કરણ રુદન કરતાં કરતાં કોમળ હૃદયવાળી તારી અમ્માએ શેઠને વીનવણી કરીને આ પ્રમાણે અભ્યર્થના કરી : વિશુદ્ધ શીલવાળા અને કુળના વશમાં લુબ્ધ લોકોને પુત્રી જન્મીને બે અનર્થનું કારણ બને છે : પુત્રીવિયોગ અને અપયશ. પૂર્વે કરેલા કર્મના પરિણામરૂપ જે બધું વિધાન વિહિત હોય તે પ્રમાણે શુભ કે અશુભ થાય કે સૌ કોઈ સ્વવશ કે અવશ બને. શીલ અને વિનયયુક્ત મારી પુત્રીને દોષ દેવો ઘટતો નથી. કુટિલ વિધિથી જ આ સંસારમાં તે દોરાઈ છે. જો તેને પોતાના પૂર્વજન્મ સાંભર્યો, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ તરંગલોલા અને પોતાના પૂર્વજન્મના પતિની પાછળ તે ગઈ, તો તેમાં તેનો કશો મોટો વાંક થયો નથી. તો મારી બચ્ચીને તમે પાછી લઈ આવો. એ કુમાળી, પાતળી, નિર્મળ હૃદયની, અનેકની વહાલી મારી દીકરીને જોયા વિના હું એક પળ પણ જીવી નહીં શકું.” એ પ્રમાણે અત્યંત કરુણ વચનો કહેતી, પગે પડતી શેઠાણીએ શેઠની અનિરછા છતાં તેને મનાવીને “સારું” એમ કહેવરાવ્યું. તરંગવતીની શોધ અને પ્રત્યાયન શેઠાણીના અનુરોધથી શેઠે કહ્યું, “તું ધીરજ ધર, હું તારી દીકરીને લાવી આપું છું. સાર્થવાહને ઘેર તેના કશા સમાચાર હોય તો હું મેળવું છું.” “તું શા માટે તેને બહાર લઈ ગઈ?” એ પ્રમાણે ઘરના બધા માણસોએ મને પાઠ શીખવવા રોષપૂર્વક વાગ્માણથી વીંધી. આપણા જે માણસો તારી શોધમાં ગયા હતા, તેઓ સૌ તું પાછી આવી રહી છો એવા સમાચારે, હે સુંદરી, આનંદિત થઈને પાછા ફર્યા.” એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, સારસિકાને પૂછતાં તેણે જે રીતે બધું બન્યું હતું તે મને વિસ્તારપૂર્વક કહી બતાવ્યું. મેં પણ આર્યપુત્રની સલાહથી, ગુપ્તતા જાળવવાના હેતુથી, તેની વાટ જોયા વિના ઉતાવળે નાસી જવાનો નિર્ણય કેમ લીધેલો એનો ખુલાસો તેની પાસે કર્યો. દંપતીનો આનંદવિનોદ પછી કેટલાક દિવસ વીતતાં, સસરાજીએ મારા પ્રિયતમને, વિદગ્ધ આચાર્યોની દેખરેખ નીચે પુરુષપાત્ર વિનાનું નાટક તૈયાર કરાવીને આપ્યું. અમે અમારા સ્નેહીઓ, બાંધવો, પૂજ્યો અને મિત્રોના સમૂહથી વીંટળાયેલાં, ઉત્તમ મહાલયમાં વસતાં, કમળસરોવરમાં ચક્રવાકો સમાં ક્રીડા કરતાં હતાં. પ્રેમકેલીના પ્રસંગોથી પુષ્ટ બનેલા ઉત્કટ અનુરાગથી અમારાં હૃદય બંધાયેલાં હોઈને અમે એકબીજાને એકાદ ઘડી માટે પણ છોડી શકતાં ન હતાં. Page #117 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પ્રિયતમના સંગ વિનાનો અલ્પ સમય પણ મને ઘણો લાંબો લાગતો; બધો સમય અમે નિબિડ પ્રેમક્રીડામાં નિરંતર રચ્યાંપચ્યાં રહેતાં. સ્નાન, ભોજન, શણગાર, શયન, આસન વગેરે હૃદયાદ્લાદક શારીરિક ભોગોમાં અમે રમમાણ રહી પછી નટક જોતાં. સુગંધી અંગરાગ લગાવી, પુષ્પમાળાઓ પહેરી પરસ્પરમાં આસક્ત એવાં અમે તદ્દન નિશ્ચિંત મને સુખમાં દિવસો વિતાવતાં હતાં. ૧૦૦ ઋતુચક્ર એવા પ્રકારના સુખમાં, યથેષ્ટ વિષયસુખના સાગરમાં સહેલ કરતાં, અમે નિર્મળ ગ્રહ, ચંદ્ર અને નક્ષત્રોથી શોભતી, અનેક ગુણયુક્ત એવી શરદઋતુ પસાર કરી. તે પછી જેમાં ઠંડીનો ઉપદ્રવ હોય છે, વધુ ને વધુ લાંબી થતી રાત્રીઓ હોય છે, સૂરજ જલદી નાસી જતો હોય છે અને ખૂબ પવન ફૂંકાતો રહે છે તેવી શિશિર ઋતુ આવી પહોંચી. ચંદ્ર, ચંદનલેપ, મણિ અને મોતીના હાર તથા કંકણ તેમ જ ક્ષોમનાં પટકૂળ અને રેશમી વસ્ત્રો ત્યારે અરુચિકર બની ગયાં. શિશિર વીતતાં, વિષયસુખ માટે પ્રતિકૂળ, પતિના સંગમાં રહેલી સ્ત્રીઓને હિમરૂપી બળ અને પરાક્રમે ડરાવતી હેમંત ઋતુ આવી લાગી. તે પછી જેમાં આમ્રવૃક્ષોને મંજરી બેસે છે, જેમાં શીતનો નાશ અને લોકોનો સુખવાસ છે તેવો કામપ્રવૃત્તિનો માસ વસંતમાસ આવ્યો. એ સમયે, હે ગૃહસ્વામિની, યુદ્ધમાં ભાગ ન લેવા છતાં જેમને હણવામાં આવ્યા છે (ખોડવામાં આવ્યા છે), કશો અપરાધ નહીં છતાં જેમને બાંધવામાં આવ્યા છે, તેવા દોરડાંના હીંચકા ઘણા લોકોએ લટકાવ્યા. તે વેળા સૌ લોકો દુઃખીઓ પર અનુગ્રહ કરવા તત્પર હોવા છતાં પણ, વણઅપરાધે બંધનમાં રાખેલા હીંડોળા પર, પ્રિયજનના સંગમાં પરિતોષપૂર્વક ઝૂલતા હતા. ઉપવનવિહાર અદ્ભુત પ્રેક્ષણકવાળા પ્રમદવનમાં તથા મદન, બાણ અને કોશામ્રવૃક્ષોવાળા નંદનવનમાં દેવ સમા અમે અનુપમ ક્રીડાઓમાં રત રહેતાં હતાં. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તરંગલોલા ઉપવનમાં તરુલતારૂપી વનિતાનો પુષ્યનો શણગાર, ચંદ્રકિરણનો પણ પરાભવ કરતું અતિમુક્ત લતાનું પુષ્પ વગેરે મને સુંદર અને મિષ્ટ વચનો કહેતાં બતાવતા, મારા પ્રિયતમે મારા કેશમાં જાતજાતનાં સુગંધી કુસુમો ગૂંથ્યાં. ત્યાં વિહાર કરતાં અમે એ પ્રમાણે વૃક્ષોનાં વિવિધ રૂપરંગ અને આકારપ્રકાર પ્રીતિસભર અને મુદિત મને નિહાળતાં હતાં. શ્રમણનાં દર્શન તે વેળા ત્યાં અમે અશોક વૃક્ષ નીચે, શુદ્ધ શિલાપટ્ટ ઉપર, શોકમુક્ત અને નિર્મળ ચિત્તે બેઠેલા એક પવિત્ર શ્રમણને જોયા. કેશકલાપ પરનાં કુસુમો અને પગની પાદુકાઓ કાઢી નાખીને મેં તે વેળા મુખ પરનું ચૂર્ણ, પત્રલતા અને તિલક ભૂંસી કાઢયાં. - પ્રિયતમે પણ એ જ પ્રમાણે પાદુકા કાઢી નાખીને પુષ્પો દૂર કર્યા. કારણ કે ગુરુની પાસે ભપકાદાર વેશે જવું યોગ્ય નથી. તે પછી વિનયથી શરીર નમાવીને, સંયમપૂર્વક, ત્વરા સાથે છતાં આકુળ બન્યા વિના અમે અસંખ્ય રત્નોના નિધિસમાં તેનાં દર્શન કરીને પરિતોષ અનુભવ્યો. વંદના તે પછી માયા, મદ અને મોહરહિત, નિઃસંગ, ધર્મગુણના નિધિમા, ધ્યાનોપયોગથી જેણે કાયા અને વચનની પ્રવૃત્તિનો પ્રતિષેધ કર્યો છે તેવા તે શ્રમણની અમે નિકટ ગયાં, અને મસ્તક ઉપર અમારા કરકમળની અંજલી રચીને અમે સવિનય, પરમ ભક્તિપૂર્વક, ક્ષણ પૂરતું સંયમની પાળરૂપ, સામાયિક કરવા લાગ્યાં. વળી ઉગ્ર ઉપસર્ગ સહી શકે તેવો, સમગ્ર ગુણવાળો, સંપૂર્ણ કાયોત્સર્ગ અવ્યગ્ર ચિત્તે અમે બંને જણે કર્યો. પછી તેમને સર્વ આવશ્યક વડે શુદ્ધ, કર્મવિનાશક, વિનયયુક્ત એવી ત્રિવિધ વંદના અમે નીચા ઝૂકીને કરી. આ પ્રમાણે વિશેષે કરીને નીચ ગોત્રની નિવારક વંદના કરીને અમે તેમને તેમની તપસ્યામાં પ્રાશુક વિહાર પ્રાપ્ત થતો હોવા પરત્વે પૃચ્છા કરી. Page #119 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૦૨ એટલે તેમણે આશિષ દીધી, “તમે સર્વ દુઃખોથી મોક્ષ અપાવનાર, સર્વ વિષયસુખનો ક્ષય કરનાર, અનુપમ સુખરૂપ, અક્ષય અને અવ્યાબાધ, મોક્ષ પ્રાપ્ત કરો.” ધર્મપૃચ્છા તેમના આશીર્વચન મસ્તકે ચડાવીને, ભોયને વિશુદ્ધ કરીને અમે બંને આનંદિત મને નીચે બેઠાં. અને અત્યંત સાવધાન અને સંયતપણે, વિનયભારે નમતા અમે તેમને જરા ને મરણ નિવારનાર, નિશ્ચિત સુખરૂપ ધર્મ પૂછ્યો. એટલે તે શમણે આગમોમાં જેનો સાચો અર્થ સવિસ્તર નિશ્ચિત કરેલો છે, તેવો બંધ અને મોક્ષના તત્ત્વને પ્રકાશિત કરતો, અને કર્ણને સુંદર રસાયણરૂપ ધર્મ આ પ્રમાણે કહ્યો : ધર્મોપદેશ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને જિનવરે ઉપદેશેલી આજ્ઞા : આ ચાર બંધ અને મોક્ષનાં સાધન છે. ઇંદ્રિયના ગુણથી યુક્ત, સામે રહેલું, જેના મુખ્ય ગુણદોષ દેખાય છે તેવું અને જે સર્વ લોકમાં સિદ્ધ છે તે દ્રવ્યને પ્રત્યક્ષનો વિષય જાણવું. જે દ્રવ્યના ગુણ જોઈ શકાતા નથી, પણ જેના ગુણના એકાંશથી જે મુખ્યત્વે કળી શકાય છે અને એમ તેના ગુણદોષ જાણવામાં આવે તે દ્રવ્ય અનુમાનનો વિષય જાણવું.' પ્રત્યક્ષ દ્રવ્યની સાથે તેના જેવું કે પરોક્ષ, દોષરહિત દ્રવ્ય સરખાવાય તેને ઉપામનનો વિષય જાણવું. ત્રણ કાળનાં પ્રત્યક્ષ અને પરોક્ષ દ્રવ્યોનું શ્રુતજ્ઞાન દ્વારા જે ગ્રહણ થાય તેને ઉપદેશ કહેવામાં આવે છે. જીવતત્ત્વ જીવ સર્વદા વર્ણ, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ ગુણોથી રહિત અને આદિ-અંત વિનાનો હોવાનું જિનવરનું દર્શન છે. તે આત્મા શાશ્વત છે, અયોનિ છે, ઇંદ્રિયરહિત છે, ઇંદ્રયોર્થોથી રહિત Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તરંગલોલા છે, અનાદિ અને અનંત છે અને વિજ્ઞાનગુણવાળો છે. જે દેહસ્થ હોઈને સુખદુઃખ અનુભવે છે, નિત્ય છે અને વિષયસુખનો જ્ઞાતા છે તેને આત્મા જાણવો. આત્મા ઇંદ્રિયગુણોથી અગ્રાહ્ય છે ; ઉપયોગ, યોગ, ઇચ્છા, વિતર્ક, જ્ઞાન અને ચેષ્ટાના ગુણોથી તેનું અનુમાન કરવાનું હોય છે. વિચાર, સંવેદન, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ અને વિતર્ક એ જીવનાં લિંગો છે. શરીરમાં જીવ રહેલો છે કે કેમ એનો જે વિચાર કરે છે તે જ આત્મા છે ; કેમ કે જીવ ન હોય તો સંશય કરનાર જ કોઈ ન હોય. કર્મના સામર્થ્યથી જીવ રડે છે, હસે છે, શણગાર સજે છે, બીએ છે, વિચારે છે, ત્રસ્ત બને છે, ઉત્કંઠિત બને છે, ક્રીડા કરે છે. શરીરમાં રહેલો જીવ, બુદ્ધિથી સંયુક્ત પાંચ ઇંદ્રિયોના ગુણથી ગંધ લે છે, સાંભળે છે, જુએ છે, રસાસ્વાદ કરે છે અને સ્પર્શ અનુભવે છે. મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ત્રણ પ્રકારની પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાના પરિણામે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે. આસક્ત થઈને જીવ કર્મ કરે છે, અને વિરક્ત થતાં તેને ત્યજે છે – સંક્ષેપમાં આ જ જિનવરે આપેલો બંધ અને મોક્ષનો ઉપદેશ છે. કર્મ વડે જેનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે તેવો જીવ, ગાગરમાં મંથન કરતા રવૈયાની જેમ, વારંવાર અહીં બંધાય છે તો તહીં છોડાય છે. કવચિત કર્મરાશિને તજતો, તો ક્વચિત તેનું ગ્રહણ કરતો અને એમ સંસારયંત્રમાં જૂતેલો જીવ, રહેંટની માફક ભ્રમણ કર્યા કરે છે, શુભ કર્મના યોગે તે દેવગતિ પામે છે, મધ્યમ ગુણે મનુષ્યગતિ, મોહથી તિર્યંચગતિ અને ઝાઝા પાપકર્મથી નરકગતિ. કર્મ રાગદ્વેષના અનિગ્રહથી કર્મ ઉત્પન્ન થાય છે – તેમને જિનવરે કર્મબંધના ઉદુભાવક કહ્યા છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, મદ, ભય, અરિત, જુગુપ્સા, મન વચન અને કાયાના અશુભ યોગ, મિથ્યાદર્શન, પ્રમાદ, પિશુનતા, અજ્ઞાન, ઇંદ્રિયોનો અભિગ્રહ આ સૌ સંકલ્પથી યુક્ત થતાં આઠ પ્રકારનાં કર્મના બંધહેતુ હોવાનું જિનવરે નિરૂપ્યું છે. ― ૧૦૪ જેમ શરીરે તેલનો અભંગ કરેલાના અંગ પર રજ ચોટે છે તેમ રાગદ્વેષરૂપી તેલથી ખરડાયેલાને કર્મ ચોંટે છે એમ જાણવું. મહાન દ્વેષાગ્નિ વડે તેને જીવ વિવિધ રૂપે પરિણમાવે છે જેમ જઠરાગ્નિ પ્રત્યક્ષપણે પુરુષના ઔદારિક શરીરમાં વિવિધ પરિણામ લાવે છે. એ પ્રમાણે કર્મશ૨ી૨થી યુક્ત જીવને જાણવો. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર અને અંતરાય — એમ આઠ પ્રકારનાં કર્મોના છ પરિમિત ભેદ અને ગ્રહણ, પ્રદેશ અને અનુભાગ પ્રમાણે વિભાગ થાય છે. - છ જેમ ભોંયે વેરેલાં વિવિધ પ્રકારનાં બીજ તેના વિવિધ ગુણ અનુસાર પુષ્પ અને ફળરૂપે અનેકવિધતા પ્રાપ્ત કરે છે, તેમ યોગથી બાંધેલું અને અશાંત વેદનીય ગુણવાળું એક નવું કર્મ વિવિધ વિપાકરૂપે અનેકતા પ્રાપ્ત કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને અનુલક્ષીને કર્મનો ઉદય પાંચ પ્રકારે નિર્દેશ્યો છે. સંસાર તે કર્મને કારણે જીવ અપરિમિત સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારને કારણે ભવનો ઉપદ્રવ થતાં તે જન્મ પ્રાપ્ત કરે છે ; જન્મને કારણે શરીર, શરીરને કારણે ઇંદ્રિયવિશેષ, ઇંદ્રિય અને વિષયને કારણે મન, મનને કારણે વિજ્ઞાન, વિજ્ઞાનને કારણે તે સંવેદન અનુભવે છે અને સંવેદનને કારણે તે તીવ્ર શારીરિક અને માનસિક દુઃખો પામે છે. આ દુઃખ દૂર કરવા માટે સુખની ઇચ્છાવાળો તે પાપકર્મ આચરે છે અને તે પાપને કારણે જન્મમરણના રહેંટમાં તે ફેંકાય છે. તેનાં કર્મો તેને Page #122 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ઉત્તરોત્તર એકએક કરીને નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની યોનિમાં ભમાડે છે. કર્માનુસાર ચાંડાલ, મુષ્ટિક, પુલિંદ, વ્યાધ, શક, યવન, બર્બર વગેરે વિવિધ મનુષ્ય જાતિઓમાં તે જન્મે છે. ૧૦૫ ઇંદ્રિયો અને શરીરની નિર્મળતા અને પૂર્ણતા, પરવશતા અને પ્રભુત્વ, સૌભાગ્ય અને દુર્ભાગ્ય, સંયોગ અને વિયોગ, ઉચ્ચ કે નીચ ગોત્ર, આયુષ્ય અને ભોગોની વૃદ્ધિ કે ક્ષય, અર્થ અને અનર્થ જન્મને કારણે પોતાનાં કર્મોમાં ખૂંપેલો તે આ પ્રકારના તથા અન્ય અનેક સુખદુઃખ અનંત વાર પામે છે. મોક્ષ — પરંતુ મનુષ્યભવ પૂરતી જીવો માટે એટલી વિશિષ્ટતા છે કે સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર મોક્ષપદમાં અહીંથી જ જઈ શકાય છે. અજ્ઞાનરૂપી વૃક્ષોથી ગીચ એવા સંસારરૂપી મહાવનમાં જિનવરોએ જ્ઞાન અને ચરણને નિર્વાણે પહોંચવાના ધોરી માર્ગ રૂપે ચીંધ્યાં છે. કર્મની પ્રાપ્તિને સંયમ અને યોગ વડે અટકાવીને અને બાકીનાં કર્મની તપ વડે શુદ્ધિ કરીને અને એ રીતે સર્વ કર્મનો ક્ષય કરીને કર્મ વિશુદ્ધ થયેલો જીવ સિદ્ધ બને છે. ― એક સમયની અંદર તે અહીંથી બાધારહિત પરમપદમાં પહોંચે છે; સંસારના ભયથી મુક્ત બનેલો તે અક્ષય સુખવાળો મોક્ષ પામે છે. અનેક ભવભ્રમણ કરવામાં પ્રાપ્ત થતાં કર્મોથી મુક્ત બનેલો તે નિઃસંગ સિદ્ધોની સ્વભાવસિદ્ધ ઊર્ધ્વગતિને પામે છે. અનુત્તર દેવલોકની ઉપર ત્યાં ત્રણ લોકને મથાળે અર્જુન અને શંખ સમી શ્વેતવર્ણી, છત્રરત્નવાળી પૃથ્વી છે. સિદ્ધિ, સિદ્ધિક્ષેત્ર, પરમપદ, અનુત્તરપદ, બ્રહ્મપદ, લોકપિકા અને સીતા એવાં તેનાં નામ છે. આ ઇષત્ઝાગ્ગારા કે સીતાથી એક યોજન પર લોકાંત છે. તેના ઉપલા ત્રીજા ભાગમાં જ સિદ્ધોનું - સ્થાન હોવાનું કહેલું છે. સર્વ ભાવોને યથાર્થ ૫માં જાણતો સિદ્ધ, તેણે રાગદ્વેષને ખપાવ્યા Page #123 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૦૬ હોવાથી, તેમનાથી ફરી ખરડાતો નથી. આ ભવને છોડતાં અંતિમ વેળાએ તેનું જે પ્રદેશોના સંચયવાળું સંસ્થાન હોય તે સંસ્થાન તેનું સિદ્ધાવસ્થામાં હોય છે. તે આકાશમાં, સિદ્ધોથી ભરેલા સિદ્ધાલયમાં, અન્ય અસંખ્ય સિદ્ધોની સાથે અવિરુદ્ધ ભાવે વસે છે.” આ પ્રમાણે તે શ્રમણે ઉપદેશ આપ્યો, એટલે, હે ગૃહિણી, હર્ષથી રોમાંચિત થયેલાં અમે મસ્તક ઉપર અંજલિ રચીને તેમને કહ્યું, ‘તમારું અનુશાસન અમે ઇચ્છીએ છીએ.' પછી તે સાધુને વિનયપૂર્વક વંદન કરીને મારા પ્રિયતમે કહ્યું, ‘તમે ભરજુવાનીમાં નિઃસંગ બન્યા તેથી તમે લીધેલી દીક્ષા ધન્ય છે. કૃપા કરીને મને કહો તમે કઈ રીતે શ્રમણ્ય લીધું ? હે ભગવાન, મારા પર અનુકંપા કરીને કહો, મને ઘણું જ કુતૂહલ છે.' એટલે તે પ્રશસ્ય મન વાળા અને જિનવચનોમાં વિશારદ શ્રમણે મધુર, સંગત અને મિત વચનોમાં, નિર્વિકારપણે અને મધ્યસ્થભાવે આ પ્રમાણે કહ્યું: શ્રમણનો વૃત્તાંત ચંપાની પશ્ચિમે આવેલા એક જનપદની બાજુનો અટવીપ્રદેશ અનેક મૃગ, મહિષ, દીપડા અને વનગજોથી સભર હતો. તેમાં જંગલમાં ઊડે, જંગલી પશુઓના કાળરૂપ અને નિંદ્ય કર્મ કરનારા વ્યાધોની એક વસાહત હતી. તેમની ઝૂંપડીના આંગણાના પ્રદેશ, ત્યાં આગળ સૂકવવા મૂકેલાં લોહીનીંગળતાં માંસ, ચામડા અને ચરબીથી છવાયેલા હોઈને સંધ્યાનો દેખાવ ધરી રહ્યા હતા. વ્યાધપત્નીઓ રાતી કામળીનાં ઓઢણાં ઓઢીને લોહીનીંગળતા કે સૂકા માંસને ખોળામાં ભરીને જતી દીસતી હતી. ત્યાં વ્યાધપત્નીઓ મોરપિચ્છથી શણગારેલું ઓઢણું ઓઢીને હાથીના દંકૂશળના સાંબેલા વડે ખાંડવાનું કામ કરી રહી હતી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તરંગલોલા વ્યાધ તરીકેનો પૂર્વભવ ત્યાં હું આની પહેલાંના ભાવમાં પ્રાણીઓનો ઘાત કરનારો, હાથીના શિકારમાં કુશળ, માંસાહારી વ્યાધ તરીકે જન્મ્યો હતો. દરરોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરીને તેમાં નિપુણ બનેલા મેં પ્રબળ પ્રહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરી. બાણાવળી તરીકે પ્રખ્યાત બનેલો હું “અમોઘકાંડ' નામે જાણીતો હતો. મારો પિતા સિંહ પણ દઢપ્રહારી અને અચૂક લક્ષ્યવાળો હોઈને પોતાના કામથી વિખ્યાત હતો. મારા પિતાને ઘણી વહાલી, વન્યવેશ ધારણ કરતી અટવીશ્રી નામે વ્યાધબાલા મારી માતા હતી. જ્યારે હું પુખ્ત વયનો થયો અને એક જ બાણ છોડીને હાથીને પાડવા લાગ્યો, ત્યારે મને પિતાએ કહ્યું, આપણો કુળધર્મ શો છે તે તું સાંભળ : વ્યાધનો કુળધર્મ વ્યાધોના કોશ અને ઘરનું રક્ષણ કરનાર શ્વાનને, અને બીજા પાડવાને સમર્થ એવા જૂથપતિ હાથીને તારે કદી મારવો નહીં. બચ્ચાંની સારસંભાળ કરતી, પુત્રસ્નેહથી પાંગળી અને વ્યાધથી ન ડરતી એવી હાથણીને પણ તારે મારવી નહીં. એકલું છોડી દીધું ન હોય તેવું નાનું, ભોળું, દૂધમુખે હાથીનું બચ્ચું પણ તારે મારવું નહીં – બચ્ચું આગળ જતાં મોટું થશે એવી ગણતરી રાખવી. કામવૃત્તિથી ઘેરાયેલી, બચ્ચાની જનની થનારી હાથણી જ્યારે ક્રીડારત હોય ત્યારે તેને હાથીથી વિખૂટી ન પાડવી. આ કુલધર્મનું તું પાલન કરજે. કુળધર્મને જે નષ્ટ કરે, તેના કુળની અવગતિ થાય. બેટા, બીજનો વિનાશ ન કરતો અને કુળધર્મની સારી રીતે રક્ષા કરતો રહીને તું તારો ધંધો કરજે અને આ જ વાત તારાં સંતાનોને પણ કહેજે.' વ્યાધજીવન પિતાના એ ઉપદેશ પ્રમાણે હું બરાબર આચરણ કરતો, વ્યાધનો ધંધો કરતો, વન્ય પ્રાણીઓથી ભરેલા એ જંગલમાં શિકારથી ગુજારો કરવા લાગ્યો. Page #125 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૦૮ ગેંડો, જંગલી બળદ, હરણ, જંગલી પાડા, હાથી, ભૂંડ વગેરેને હું મારતો. સમય જતાં વડીલોએ મને અમારી જ જાતની મનગમતી, સુંદર, સુરતસુખદા તરુણી પરણાવી. સ્તનયુગલથી શોભતી, સ્થળ અને પુષ્ટ નિતંબવાળી, મૃદુભાષિણી, નિર્મળ હસતી, મુખથી ચંદ્રની વિડંબના કરતી, કમળ સમાન રહૂંબડાં નયનવાળી, યૌવનોચિત ગુણગણથી મંડિત અંગવાળી, શ્યામ અને સૂક્ષ્મ રોમરાજિ ધરતી, તે શ્યામાનું નામ વનરાજિ હતું. સુંદર અને આનંદદાયક રૂપ, શેકેલા માંસનું ભોજન, મદભરી રૂપવતી કામિની અને કોમળ પર્ણની શય્યા – વ્યાધજીવનનાં આ શાશ્વત સુખો છે. જેમને વાધજીવન સ્વાધીન હોય તેમને કયું મનમાન્યું સુખ સુલભ નથી ? હાથીના શિકાર વ્યાપસુંદરીની ભુજાઓના આશ્લેષમાં પુષ્ટ પયોધરથી પીડિત, સુરાપાનથી તૃપ્ત અને સુરતશ્રમથી કલાન્ત એવો હું એક સવારે ઊઠ્યો. મોરપિચ્છના ધ્વજથી ભરચક અને તાજા લોહીથી છંટાયેલા એવા વ્યાધોની દેવીના સ્થાનકને આનંદિત ચિત્તે પ્રણામ કરીને, એક વાર ગ્રીષ્મઋતુમાં હું ધનુષ્યબાણ લઈ, ખભે તુંબડું ભેરવી, શિકાર માટે જંગલમાં ગયો. જંગલી ફૂલોથી વાળનું વેખન કરી, પગમાં મેં મોજડી પહેરી અને દેવતા પાડવા માટે ધનુષ્યના પાછળના ભાગે અરણી બાંધી દીધી. દંકૂશળ પ્રાપ્ત કરવા જંગલી હાથીની ખોજમાં હું જંગલમાં રખડી રખડીને ખૂબ થાક્યો અને છેવટે ગંગા નદીને કાંઠે પહોચ્યો. ત્યાં મેં પહાડ અને વનવિસ્તારમાં ભમાવાવાળા, પર્વત જેવા પ્રચંડ એક હાથીને નાહીને બહાર નીકળતો જોયો. એ અપૂર્વ હાથીને જોઈને મેં મનમાં વિચાર્યું : આ હાથી ગંગાકાંઠેના વનમાંથી આવ્યો નથી લાગતો. જે હાથી ગંગાકાંઠેના, જાતજાતનાં અનેક વૃક્ષોથી ગીચ એવા એ વનમાંથી આવ્યો હોય તેનું લક્ષણ એ કે તેના વાળ સ્પર્શ કોમળ હોય. આ તો દંકૂશળ વિનાનો હોવા છતાં બીજા વનમાંથી આવેલો જણાય છે, અને વ્યાકુળના રક્ષણ માટે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ તરંગલોલા તેનો વધ કરવામાં કશો વાંધો નથી. અકસ્માત ચક્રવાકનો વધ એ પ્રમાણે સંકલ્પ કરીને મેં વ્યાકુળના રક્ષણ ખાતર તે હાથી, પ્રત્યે જીવલેણ બાણ છોડ્યું. તે વેળા એકાએક કોઈક કુંકુમવરણો ચક્રવાક, કાળના પૂર્વનિયોગે આકાશમાર્ગે ઊડ્યો અને એ બાણથી વીંધાયો. વેદનાથી તેની પાંખો ઢળી પડી, અને તે પશ્ચિમ સમુદ્રમાં સંધ્યા સમયે કેસરી રંગે ઢળી પડતા કુંકમવરણા સૂર્ય સમો જળસપાટી પર પડ્યો. શરપ્રહારે જેનો પ્રાણ જતો રહ્યો છે તે ચક્રવાકને જ અનુસરતી, શોકની પીડાથી આર્ત અને વ્યાકુળ ચક્રવાકી નીચે પડેલા ચક્રવાકની પાસે આવી લાગી. અરેરે ! ધિક્કાર છે ! મેં આ જોડીનો સંહાર કર્યો – એ પ્રમાણે હું દુઃખી થઈ ગયો અને હાથો ધુણાવતો તે દશ્ય જોઈ રહ્યો. પેલો હાથી ચાલ્યો જતાં, મેં દયા અને અનુકંપાથી પ્રેરાઈ ને તરત જ તે પક્ષીને ત્યાં કાંઠા પર અગ્નિદાહ દીધો. ચક્રીવાકીનું અને વ્યાધનું અનુમરણ - પેલી ચક્રવાકીએ પોતાના સહચર પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈને ચક્કર લગાવી તે ચિતાના અગ્નિમાં ઝંપલાવ્યું અને ઘડીકમાં તો તે બળી મરી. તેને આવી ગતિ પામેલી જોઈને મારું દુઃખ વધુ ઘનિષ્ઠ થયું : અરેરે ! મેં આ ભલા ચક્રવાકમિથુનનો કાં વિનાશ કર્યો ? હું વિચારવા લાગ્યો, “અરેરે ! અનેક પૂર્વપુરુષોએ જેનું રક્ષણ કર્યું છે તે અમારા કુળધર્મ, પરંપરા અને વંશની કીર્તિનો અને વચનનો મેં દુષ્ટતાથી કેમ વિનાશ કર્યો? નિર્લજ્જ બનીને જે પુરુષે પોતાને હાથે જ પોતાના કુળધર્મને નષ્ટ કર્યો હોય, તેની લોકો જુગુપ્સા કરે છે. હવે મારે જીવીને શું કરવું છે?' એ પ્રમાણે જાણે કે કૃતાંત મારી બુદ્ધિને પ્રેરતો હોય તેવા વિચાર મને આવ્યા. એટલે ચક્રવાકની ચિતા માટે જે પુષ્કળ ઇંધણ આણીને મેં સળગાવેલ Page #127 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૧૦ તે આગમાં હું પણ પડીને એક ઘડીમાં બળી મર્યો. મારા કુળધર્મ અને વ્રતના રક્ષણ માટે સર્વ પ્રકારે સંયત અને તત્પર એવો હું જાતની નિંદા, જુગુપ્સા, ગણા કરતો, સંવેગભર્યા ચિત્ત અને ધર્મશ્રદ્ધાથી વિશુદ્ધ ચિત્તપરિમાણ વાળો, આત્મહત્યા કરવા છતાં નરકે ન ગયો. શ્રીમંત કુળમાં વ્યાધનો પુનર્જન્મ તે પછી હું ગંગા નદીના ઉત્તર તટે ધાન્ય અને સ્વજનોથી સમૃદ્ધ એવા શ્રીમંત વેપારીના કુળમાં જન્મ્યો. કિસાનોથી ભરપૂર કાશી નામના રમણીય દેશમાં જે કુળમાં હું જન્મ્યો ત્યાં સર્વોત્તમ ગુણે વિખ્યાત ઉત્સવ ઉજવાયો. તે દેશનાં મનોરમ કમળસરોવરો, ઉદ્યાનો અને દેવમંદિરો જોવામાં વ્યસ્ત બની જતા પ્રવાસીઓની ગતિ મંદ બની જતી. ત્યાં સાગરપત્ની ગંગા વડે જેના પ્રકારનું રક્ષણ કરાતું હતું તેવી, દ્વારિકા સમી ઉત્કૃષ્ટ, વારાણસી નામની નગરી હતી. ત્યાંના માની તેમ જ વિનયી વેપારીઓમાંનો પ્રત્યેક એક કરોડના માલની લેવેચ કરી શકે તેટલો સમર્થ હતો. ત્યાંનાં રાજમાર્ગો પરનાં ભવનો એટલાં ઉત્તુંગ હતાં કે સૂર્ય જ્યારે આકાશતલમાં વચ્ચે વચ્ચે રહેલાં બાકોરાંમાં પ્રવેશતો ત્યારે જ તે ભૂમિનું દર્શન કરી શકતો. ત્યાં હું રુદ્રયશ એવે નામે જન્મ્યો. ક્રમેક્રમે હું લેખન વગેરે વિવિધ કળાઓ શીખ્યો. ધૂતનું વ્યસન અપકીર્તિના કારણરૂપ, લોકોના વ્યસનરૂપ, સર્વ દોષો સાથે સંકળાયેલા એવા ધૂતનો હું વ્યસની હતો. કપટી, ઉગ્ર, અસાધુ, લાભના લોભી, સર્વ સદ્ગુણોથી વંચિત એવા લોકો આ વિનાશકારી વ્યસન સેવે છે. મૃગતૃષ્ણા સમા એ ધૂતના વ્યસને ઘેરાયેલો હું કુળ પરંપરાની ઉલ્કા સમી ચોરી પણ કરવા લાગ્યો. ખાતર પાડીને ઘરફોડ ચોરી કરવી, પ્રવાસીઓનો વધ કરીને તેમને લૂંટી લેવા વગેરે અપરાધોને કારણે સ્વજનોનો હું Page #128 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા તિરસ્કારપાત્ર બન્યો. દ્યૂતનો વ્યસની હોવાથી પારકું ધન હરી લેવાની વૃત્તિ પણ ઉદ્ભવી. લોભરૂપી ભૂતના આવાસ સમો હું રાત આખી હાથમાં તલવાર લઈને રખડવા લાગ્યો. ૧૧૧ નગરીનો ત્યાગ : ચોરપલ્લીનો આશ્રય આખી નગરીમાં મારા અપરાધોથી સૌ જાણીતા થઈ ગયા. આથી આત્મરક્ષણ મુશ્કેલ બનતાં વિંધ્યપર્વતની આડશમાં આવેલી ખારિકા નામની અટવીનો મેં આશ્રય લીધો. તે સેંકડો પક્ષીગણોના શરણ રૂપ, પશુઓ, પક્ષીઓ અને ચોરોના સમૂહોના વાસસ્થાન સમી, અને અનેક પ્રકારનાં વૃક્ષસમૂહોના ગીચપણાને લીધે ગાઢ અંધકારવાળી હતી. ત્યાં વિંધ્યની પહાડીથી ઢંકાયેલી, એક જ વિકટ પ્રવેશદ્વાર વાળી સિંહગુહા નામની મોટી પલ્લીમાં મેં વસવાટ કર્યો. વેપારીઓ અને સાર્થોને લૂંટનારા, પરધનને હરનારા અને અનેક દુષ્કર્મ કરનારા પરાક્રમી ચોરોનો ત્યાં અડ્ડો હતો. તેઓ અનેક પ્રકારે લોકોને ઠગતા, ધન પડાવી લેવાના અનેક ઉપાયો અને રીતોના જાણકાર હતા અને તદન અધર્મી અને અનુકંપા વિનાના હતા. તેમાં કેટલાક શૂરવીરો એવા યે હતા જે બ્રાહ્મણો, શ્રમણો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધ અને દુર્બળ લોકોને ન સંતાપતા, પણ વીરપુરુષો સાથે જ બાથ ભીડતા. સેંકડો લડાઈઓમાં જેમણે નામના મેળવી હતી, બારિયા ઘોડા ૫૨ સવાર થઈને જેઓ ધાડ પાડતા, હંમેશાં જેઓ વિજયી બનતા તેવા લોકોના વસવાટ વાળી તે પલ્લીમાં હું જઈને રહ્યો. ચોરસેનાપતિ ચોરસમૂહો જેનું સુખે શરણ લેતા, યુદ્ધોમાં જે સૂર્ય સમો પ્રતાપી હતો, તલવારના પ્રહારોથી થયેલા વ્રણોથી જેનું અંગ ખરબચડું બની ગયું હતું, જે પાપનું ભરપૂર સેવન કરતો, જે પારકા ધનનો વિનાશક લતો, સાહસિક હતો, ચોરોનો આશ્રયદાતા હતો અને સુભટ તરીકેની જેની શક્તિની ઘણી ખ્યાતિ હતી તેવો શક્તિપ્રિય નામનો વીર ચોર ત્યાં નાયક હતો. પોતાની ભુજાના Page #129 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા પરાક્રમ વડે તેણે સુભટોના ઉત્કર્ષને પ્રગટ કરનારું એવું યશસ્વી સેનાપતિપદ પ્રાપ્ત કર્યું હતું. ૧૧૨ મેં તેનો આશ્રય લીધો. તેણે મારી સાથે વાતચીત કરીને મને આવકાર્યો. બીજા સુભટોએ પણ મારું સંમાન કર્યું, અને હું માનપાન સહિત ત્યાં સુખે રહેવા લાગ્યો. વ્યાધની ક્રૂરતા ત્યાં રહીને મેં અનેક લડાઈઓમાં કરેલા પરાક્રમોને પરિણામે દુષ્કીર્તિ મેળવી અને થોડા સમયમાં જ હું પાપભટ તરીકે જાણીતો થઈ ગયો. તલવારથી પીઠ પાછળ ઘા કરીને લોકોની હત્યા કરવાની ક્ષુદ્રતાને લીધે હું બધા સુભટોમાં સેનાપતિનો સૌથી વધુ પ્રીતિપાત્ર બન્યો. મારી સાથે લડતો હોય કે ન લડતો હોય, સામનો કરતો હોય કે નાસી જતો હોય તેવા કોઈને પણ યુદ્ધમાં હું જતો કરતો ન હોવાથી પલ્લીના લોકોએ ‘બળિયો’, ‘નિર્દય’ અને ‘જમદૂત’ એવાં મારી દુષ્ટતાનાં સૂચક નામ પાડ્યાં. ન જુગારમાં જીતેલા દ્રવ્ય વડે મેં મિત્રોને મારી સમૃદ્ધિથી સત્કાર્યા અને એમ હું સૌને માનનીય બન્યો. એ રીતે મારા ઘર પ્રત્યે લાગણી રહિત બનીને હું ત્યાં પલ્લીમાં કાળદંડ અને યમદંડની જેમ વર્તતો સમય વિતાવતો હતો. ચોરો વડે તરુણ દંપતીનું બંદિગ્રહણ હવે કોઈ એક સમયે ધંધો કરવા ગયેલા ચોરો કોઈક તરુણ દંપતીને પકડી પલ્લીમાં લઈ આવ્યા. તેઓ તે બંનેને દેવીને ધરાવવા સેનાપતિની પાસે લઈ આવ્યા. તે તરુણ અને તરુણીને સેનાપતિને દેખાડ્યાં. પોતાના વિશિષ્ટ રૂપવડે તે તરુણી ચોરોના હૃદયને પણ ચોરી લેતી હતી. તે અપ્સરા જેવી તરુણીને સેનાપતિએ કાત્યાયનીદેવીના ડરથી પોતાની સ્ત્રી તરીકે ન રાખી અને દેવીને બલિના પશુ તરીકે દીધી. ચોરોએ તે તરુણ દંપતીનો રત્ન ભરેલો કાંઈ મૂલ્યવાન હતું તે સેનાપતિને સોંપી દીધું. કરંડિયો તથા બીજું પણ જે સેનાપતિએ મને પોતાની Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તરંગલોલા આજ્ઞા જણાવી કે આ બંનેનું નોમને દિવસે કાત્યાયનીના યાગમાં મહાપશુ તરીકે બલિદાન આપવાનું છે. તેમને કબજામાં રાખવા તેણે મને સોંપ્યાં. આંસુનીંગળતી આંખવાળાં અને મરણભયે નિશ્રેષ્ટ બની ગયેલાં તે બંનેને હું મારા વાસમાં લઈ આવ્યો. તે તરુણને બંધનમાં બાંધી સહીસલામત પડાળીમાં રાખીને ચોકી કરતો હું પલ્લીમાં સુરાપાન કરવા લાગ્યો. તે વેળા પેલી સુંદર તરુણી, પોતાના પતિ પ્રત્યેના પ્રેમને લીધે શોક પ્રગટ કરતી, અનેક વિલાપવચનો ઉચ્ચારતી, સાંભળનારના ચિત્તને કંપાવતું કરુણ રુદન કરવા લાગી. તેના રુદનના અવાજથી ત્યાં બંદિનીઓ આવી લાગી. તેઓ તેને જોઈને શોક કરતી કૃતાંતને શાપ દેવા લાગી. તે વેળા તે બંદિનીઓને કુતૂહળ થતાં તેમણે તે તરુણીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યાં? ક્યાં જવાનાં હતાં ? ચોરોએ તમને કેમ કરતાં પકડ્યાં ?” એટલે હાથ પર માથું ટેકવીને તે બોલી, “અમે અત્યારે જે જે દુઃખ પામ્યાં તેના મૂળરૂપ જે બીના છે તે બધી તમને હું માંડીને કહું છું તે સાંભળો : તરુણીની આત્મકથા ચંપા નામની ઉત્તમ નગરીની પશ્ચિમે આવેલા વનના અંદરના ભાગમાં હું ગંગાપ્રરોચના નામે ચક્રવાકી હતી. ત્યાં સુરતરથનો સારથિ આ મારો તરુણ તે નદીના પુલિન પર વસતો ગંગાતરંગતિલક નામનો ચક્રવાક હતો. હવે એક વાર જંગલી હાથીને હણવા માટે વ્યાધે પોતાના ધનુષ્યમાંથી છોડેલા બાણથી તે ચક્રવાક વીંધાઈ ગયો. પશ્ચાત્તાપ થવાથી તે વ્યાધે કાંઠા પર તેના શરીરને અગ્નિદાહ દીધો. પતિના માર્ગને અનુસરતી એવી મેં પણ તે અગ્નિમાં પ્રવેશ કર્યો. એમ બળી મરીને હું યમુનાનદીને કાંઠે આવેલી કૌશાંબી નામે ઉત્તમ નગરીમાં શ્રેષ્ઠીકુળમાં જન્મી. આ મારો પ્રિયતમ પણ તે જ નગરીમાં ત્રણ સમુદ્ર પર જેની ખ્યાતિ ફ્લાયેલી છે તેવા મહાન સાર્થવાહકુળમાં મારી પહેલાં જન્મ્યો હતો. ચિત્રપટ દ્વારા અમે ફરી એકબીજાને ઓળખ્યાં ; તેણે મારા પિતા પાસે Page #131 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા મારી માગણી કરી, પણ પિતાએ મને તેને દેવાની ના પાડી. મેં દૂતી મોકલી, અને તે પછી પૂર્વજન્મના અનુરાગથી પ્રેરિત બનીને, મદનવિકારે સંતપ્ત એવી હું પણ સાંજની વેળાએ મારા પ્રિયતમને ઘરે પહોંચી. તે પછી વડીલોના ડરે અમે બંને હોડીમાં બેસી નાસી ગયાં. ગંગાના વિશાળ તટ પર અમને ચોરોએ પકડ્યાં. ૧૧૪ વ્યાધને પૂર્વભવનું સ્મરણ આ પ્રમાણે તે રમણીએ રડતાં રડતાં પોતાનાં આગલાં સર્વ સુખદુઃખની ઘટમાળ યથાક્રમે, વિગતે એ બંદિનીઓને કહી બતાવી. રડતાં રડતાં આ પ્રમાણે તેણે પોતાનો જે વૃત્તાંત બંદિનીઓને કહ્યો તેથી મને મારો પૂર્વજન્મ સાંભરી આવ્યો અને એક ઘડી મને મૂર્છા આવી ગઈ. ભાનમાં આવતાં મને મારા પૂર્વજન્મનાં માબાપ, પત્ની, કુળધર્મ અને ચરિત્ર યાદ આવ્યાં. સંભારાતા સ્વપ્ન જેવો તેનો વૃત્તાંત સાંભળીને મારું હૃદય વાત્સલ્ય અને કરુણાના ભાવથી કોમળ બની ગયું. હું મનમાં વિચારવા લાગ્યો : “ગંગા નદીના આભરણરૂપ આ તે જ ચક્રવાક્યુગલ છે જેનો મેં અજાણતાં વધ કરેલો. કામભોગના રસના જાણીતા એવા મારા વડે, આ કામતૃષ્ણાવાળા અને મહામુશ્કેલીએ સંગમ પામેલા યુગલને ફરી પાછું હણવું એ યોગ્ય નથી. તો પછી મારા જીવિતને ભોગે પણ મારા પૂર્વના પાપનો પ્રતિકાર ભલે થતો, હું તેમને જીવિતદાન દઈશ અને પછી પરલોકની ચિંતા કરીશ.’ તરુણ દંપતીને જીવિતદાન અને તેમની મુક્તિ એ પ્રમાણે સંકલ્પ કરીને, તેમને સહાય કરવા હું કુટીરમાંથી બહાર નીકળ્યો, અને પેલા તરુણનાં બંધન ઢીલાં કર્યાં. પછી બખતર સજી, વેશ ધારણ કરી, છરી બાંધી, વસુનંદ અને તલવાર લઈને હું રાતની વેળા ગુપ્તપણે તેને તેની પત્ની સહિત પલ્લીમાંથી બહાર લઈ ગયો, અને અત્યંત ભયંકર અટવીમાંથી તેમને પાર ઉતાર્યાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા જંગલની બહાર ગામની પાસેની ધરતી સુધી તેમને પહોંચાડીને હું સંસારથી વિરક્ત બનીને મનમાં વિચારવા લાગ્યો : ૧૧૫ “આ અપરાધ કરીને ચોરપલ્લીમાં પાછું જવું અને જમદૂત જેવા સેનાપતિનું મોઢું જોવું એ મારે માટે યોગ્ય નથી. ઇષ્ટ સુખના મૃત્યુ સમા લોભથી મેં જે પુષ્કળ પાપ કર્યાં છે, તેમાંથી છોડાવનાર મોક્ષમાર્ગ અનુસરવો એ જ હવે મારે માટે યોગ્ય છે. સુખ મેળવવાના પ્રયાસમાં જે રાગમૂઢ માણસ બીજાને દુઃખ દે છે તે મૂર્ખતાથી પોતાના માટે જ ઘણું દુ:ખ સરજે છે. પત્નીરૂપી કારાગારમાંથી છૂટીને પ્રેમબંધનથી જેઓ મુક્ત થાય છે, અને પોતાના રાગદ્વેષનું શમન કરીને જેઓ સુખદુઃખ પ્રત્યે સમભાવ રાખીને વિહરે છે, તેમને ધન્ય છે.” એ પ્રમાણે વિચારીને હું ઉત્તર દિશા તરફ ચાલ્યો. પુરિમતાલ ઉદ્યાન મારું ચિત્ત કામવૃત્તિથી વિમુખ બનીને તપશ્ચર્યાના સારતત્ત્વને પામી ગયું હતું. મનુષ્યના લોહીથી ખરડાયેલી તલવાર અને મળથી મલિન ઢાલનો મેં ત્યાગ કર્યો. એ પછી હું તાડાવૃક્ષોના ગીચ ઝૂંડથી શોભતા, દેવલોકના સાર સમા, અને અલકાપુરીનું અનુકરણ કરતા પુરિમતાલ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. તેની જમણી બાજુનો પ્રદેશ કમળસરોવરથી શોભતો હતો. તે ઉદ્યાન ઉપવનોના બધા ગુણોને અતિક્રમી જતું હતું. તેની શોભા નંદનવન સમી હતી. ત્યાં છયે ઋતુનાં પુષ્પો ખીલેલાં હતાં. ફળોથી તે સમૃદ્ધ હતું, ત્યાં ચિત્રસભા પણ હતી. કામીજનોને તે આનંદદાયક હતું. સજળ જળધર જેવું તે ગંભીર હતું. ત્યાં મદમત્ત ભ્રમરો અને મધુકરીઓના ગુંજારવ અને કોયલોના મધુર ટહુકાર થતા હતા. પૃથ્વીના બધાં ઉદ્યાનોના ગુણો ત્યાં એકત્રિત થયા હતા. તેમાં જો હોય તો માત્ર એક જ દોષ હતો : લોકોની કુશળવાર્તા સંબંધે તે ઉદ્યાન ભમરા-ભમરી અને કોયલના શબ્દ દ્વારા ટોળટપ્પા કર્યા કરતું હતું. Page #133 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૧૬ પવિત્ર વટવૃક્ષ ત્યાં મેં એક દેવળ જોયું. ચૂનાથી ધોળેલું હોઈને તે નિર્જળ જળધરસમૂહ જેવું ગૌર હતું. તે સિંહ જેવી બેસણીવાળું અને ઉત્તુંગ હતું. ત્યાં સો સ્તંભો પર સ્થાપિત, સુશ્લિષ્ટ લક્કડકામવાળું, સુંદર, વિશાળ અને મોટા અવકાશવાળું પ્રેક્ષાગૃહ મેં જોયું. તે પ્રેક્ષાગૃહની આગળના ભાગમાં અનેક ચિત્રભાતોથી શોભતું, ઊંચું, ચૈત્યયુક્ત પીઠ અને પતાકાયુક્ત એક વટવૃક્ષ મેં જોયું. , તે વૃક્ષને છત્ર, ચામર અને પુષ્પમાળા ધરવામાં આવ્યાં હતાં અને ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો ; ઉદ્યાનના અન્ય વૃક્ષોનું તે આધિપત્ય કરતું હતું. ઋષભદેવું ચૈત્ય દેવળની પ્રદક્ષિણા કરીને મેં કોમળ પત્રશાખાવાળા અને પર્ણઘટાની શીતળ, સુખદ છાયાવાળા તે વડને પ્રણિપાત કર્યો. અને ત્યાંના લોકોને પૂછ્યું, “આ ઉદ્યાનનું નામ શું છે ? કયા દેવની અહીં સુંદર પ્રકારે પૂજા થઈ રહી છે ? ઘણું ઘણું નિરીક્ષણ કરવા છતાં પણ અહીં મને ભવનોનો સમૂહ દેખાતો નથી. વળી આ પહેલાં આ ઉદ્યાન કદી મારા જોવામાં નથી આવ્યું.” એટલે હું અભ્યાગત છું એમ જાણીને એ સ્થળના જાણકાર એક જણે મને કહ્યું, “આ ઉદ્યાનનું નામ શકટમુખ છે. કહેવાય છે કે ઈવાકુ વંશનો રાજવૃષભ, વૃષભ સમી લલિત ગતિવાળો વૃષભદેવ ભારતવર્ષમાં પૃથ્વીપતિ હતો. તે હિમવંત વર્ષના સ્વામીએ, મંડલો રૂપી વલયવાળી, ગુણોથી સમૃદ્ધ અને સાગરો રૂપી કટિમેખલા ધરતી પૃથ્વી રૂપી મહિલાનો ત્યાગ કરીને, ગર્ભવાસ અને પુનર્જન્મથી ભયભીત થઈને, ફરી જન્મ ન લેવો પડે તે માટે ઉદ્યત બનીને અસામાન્ય, પૂર્ણ અને અનુત્તર પદ પ્રાપ્ત કરવાની કામના કરી. તે પછી કહેવાય છે કે સુર અને અસુરથી પૂજિત એવા તેમને, તેઓ અહીં વડની નીચે બેઠેલા હતા ત્યારે, ઉત્તમ અને અનંત જ્ઞાન તથા દર્શન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ તરંગલોલા ઉત્પન્ન થયાં. એટલે તે લોકનાથનો આજે પણ આ રીતે મહિમા કરાય છે અને ભવનો ક્ષય કરનાર એવા તેમની આ દેવળમાં પ્રતિમા સ્થાપેલી છે.” શ્રમણનાં દર્શન : પ્રવ્રજ્યા લેવાની ઇચ્છા એ પ્રમાણે સાંભળીને મેં ત્યાં વડને અને પ્રતિમાને વંદન કર્યા. ત્યાં બાજુમાં જ મેં ઉત્તમ ગુણોના નિધિરૂપ એક શ્રમણને જોયા. | ચિત્તમાં પાંચેય ઇંદ્રિયો સ્થાપીને તે સ્વસ્થપણે શાંત ભાવે બેઠા હતા અને આધ્યાત્મિક ધ્યાનમાં અને સંવરમાં તેમણે ચિત્તનો એકાગ્રપણે નિરોધ કરેલો હતો. તે નિષ્પાપ હૃદયવાળા શ્રમણ પાસે જઈને મેં તેમનાં ચરણ પકડ્યાં અને સંવેગથી હસતા મુખે, હાથ જોડીને હું બોલ્યો : “હે મહાયશસ્વી, માન અને ક્રોધથી મુક્ત થયેલો, હિરણ્ય અને સુવર્ણથી રહિત બનેલો, પાપકર્મના આરંભથી નિવૃત્ત એવો હું તમારી શુશ્રુષા કરનારો શિષ્ય બનવા ઇચ્છું છું. હું જન્મમરણરૂપી વમળોવાળા, વધબંધન અને રોગ રૂપી મગરોથી ઘેરાયેલા સંસારરૂપી મહાસાગરને તમારી નૌકાને આધારે તરી જવા ઇચ્છું છું.” એટલે તેણે કાન અને મનને શાતા આપતાં વચનો કહ્યાં, “શ્રમણના ગુણધર્મ જીવનના અંત સુધી જાળવવા દુષ્કર છે. સ્કંધ ઉપર કે શીશ ઉપર ભાર વહેવો સહેલો છે, પણ શીલનો સતત ભાર વહેવો દુષ્કર છે.” એટલે મેં તેમને ફરી કહ્યું, “નિશ્ચય કરનાર પુરુષને માટે કશું પણ ધર્મના કે કામના વિષયમાં કરવાનું દુષ્કર નથી. તો એ પ્રકારનો પુરુષાર્થ કરવાની, અને આજે જ, સેંકડો ગુણોવાળી, સર્વ દુઃખોને ભૂંસી નાખનારી એવી ઉગ્ર પ્રવ્રજ્યા લેવાની મારી ઇચ્છા છે.” પ્રવ્રજ્યાગ્રહણ : શ્રમણજીવનની સાધના એટલે તેણે મને સર્વ પ્રાણીઓને હિતકર, જરા અને મરણથી છોડાવનાર, પાંચ મહાવ્રત વગેરે ગુણોથી યુક્ત એવા ધર્મમાં સ્થાપિત કર્યો. પ્રત્યાખ્યાન, વિનય, સ્થાન અને ગમન સંબંધી પ્રતિક્રમણ અને ભાગ્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૧૮ અભાષ્ય એ બધું ક્રમશઃ તેણે મને શીખવ્યું. સમય જતાં મેં મોક્ષમાર્ગનાં દઢ સોપાન રૂપ અને આચારના સ્તંભરૂપ ઉત્તરાધ્યયનનાં છત્રીશય અધ્યયનોનું જ્ઞાન પૂરેપૂરું ગ્રહણ કર્યું. બ્રહ્મચર્યના રક્ષક સમા આચારાંગનાં નવ અધ્યયનોનું અને બાકીના આચારાંગ શ્રુતસ્કંધનું જ્ઞાન પણ ગ્રહણ કર્યું. એ પ્રમાણે નિર્વાણે પહોંચવાના માર્ગ રૂપ સુવિહિત શાસ્ત્ર પ્રમાણેના આચારાંગનું જ્ઞાન મેં સાંગોપાંગ ગ્રહણ કર્યું તે પછી મેં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ અને સમવાયાંગ પૂરાં કર્યાં. અને બાકીનાં અંગ-પ્રવિષ્ટ કાલિક શ્રુતનું પણ મેં ગ્રહણ કર્યું. બધા નયોનું નિરૂપણ કરતા, વિસ્તૃત નવ પૂર્વો મેં જાણ્યા, તથા બધાં દ્રવ્યોની ભાવ અને ગુણને લગતી વિશિષ્ટતા પણ હું સમજ્યો. એ પ્રમાણે શ્રમણધર્મ આચરતાં અને પૃથ્વી પર વિહાર કરતાં, માનઅપમાન પ્રત્યે સમતા રાખીને મેં બારથી પણ વધુ વરસ વિતાવ્યાં. મારી શ્રદ્ધા સતત વૃદ્ધિ પામતી જાય છે, અને યથાશક્તિ હું સંયમ પાળતો રહું છું. આ પ્રમાણે ભાવિત ચિત્તે હું અત્યારે ઉત્તમ ધર્મની કામના કરી રહ્યો વૈરાગ્ય તરંગવતી અને તેના પતિમાં વૈરાગ્યવૃત્તિનો ઉદય એ પ્રમાણે સાંભળીને, અમારું પૂર્વ વૃત્તાંત તેણે સંભારી આપ્યું તેથી, તે વેળા અમે ભોગવેલું દુ:ખ મને ફરી તાજુ થયું. આંસુથી કંપતી લાંબી દૃષ્ટિએ અમે એકબીજા પ્રત્યે જોયું : “અરે ! આ તો પેલો જ માણસ', એમ અમે તે વેળા તેને ઓળખો – જાણે કે વિષનું અમૃત થઈ ગયું. જો એવો દૂરકર્મી હતો તો પણ આ માણસ સંયમી બની શક્યો, તો અમે પણ દુઃખનો ક્ષય કરનારું તપ આચરવાને યોગ્ય છીએ. દુઃખના સ્મરણથી અમારું મન કામભોગમાંથી ઊઠી ગયું, અને અમે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ તરંગલોલા તે સમાધિયુક્ત શ્રમણનાં ચરણમાં પડ્યાં. પછી ઊભાં થઈ, મસ્તક પર અંજલિ રચીને અમે તે વેળાના બંધુ સમા, જીવિતદાન દેનાર શ્રમણને કહ્યું, “તે વેળા આગલા ભવમાં જે ચક્રવાકયુગલ હતું, અને આ ભવમાં જે દંપતીને તમે ચોરપલ્લીમાંથી બહાર કાઢીને જીવિતદાન દીધું હતું તે આ અમે જ છીએ. જેમ તે વેળા અમારા દુઃખનો તમે અંત આણ્યો હતો, તેમ અત્યારે ફરી પણ તને અમને દુઃખમુક્તિ અપાવો. જન્મમરણની પરંપરામાં ફસાયેલા રહેવાને લીધે અનેક દુઃખોથી ભરેલા, અને અનિત્યતાને કારણે દુઃખરૂપ એવા સંસારવાસથી અમે ભયભીત થયાં છીએ. | વિવિધ તપ અને નિયમનું ભાથું લઈને, જિનવચનોના સરળ માર્ગે, અમે નિર્વાણે પહોંચવાને ઉત્સુક બની તમને અનુસરવા ઇચ્છીએ છીએ.” શ્રમણે આપેલી હિતશિક્ષા એટલે તે સુવિહિત શ્રમણે કહ્યું, “જે સતત શીલ અને સંયમ પાળશે, તે બધાં દુઃખોમાંથી સત્વર મુક્તિ પામશે. જો તમે સેંકડો જન્મની પરંપરામાં ફસાવાની અધોગતિના અનુભવમાંથી બચવા ઇચ્છતા હો, તો પાપકર્મનો ત્યાગ કરો અને સતત સંયમ પાળો. મરણ નિશ્ચિત હોવાનું આપણે જાણીએ છીએ, પરંતુ એ ક્યારે આવશે તે આપણે જાણતા નથી. તો જીવતરનો તે અંત લાવે ત્યાં સુધીમાં તમે ધર્મ આચરો તે જ ઇષ્ટ છે. મુશ્કેલીથી શ્વાસ લઈ શકતો હોય, પ્રાણ ગળે અટક્યા હોય, ભાન ચાલ્યું ગયું હોય તેવા મરણાસન્ન મનુષ્યને માટે જટિલ તપશ્ચર્યા કરવાનું શક્ય નથી. આયુષ્ય સતત સરી જતું હોઈને, પાંચેય ઇંદ્રિયોને સહર્ષ વાળી લેનાર જ સુગતિના પંથ પર વિચરવાને યોગ્ય છે. સત્કાર્યમાં અનેક વિઘ્નો આવતાં હોઈને, જગતમાં જીવિત પરિણામી અને અનિત્ય હોઈને, ધર્માચરણના કર્તવ્યમાં શ્રદ્ધા વધારતા રહેવું. - જેને મૃત્યુ પકડે તેમ નથી, જે કદી દુ:ખ પામે તેમ નથી તે જીવ તપ Page #137 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૨૦ અને સંયમ ન કરે તો ભલે. મરણ નિશ્ચિત હોઈને, ગમે ત્યારે ચાલ્યા જવાનું હોઈને, લોકો સંયમનો પ્રકાશ પામીને સાંસારિક ગતિથી મુક્ત થાય છે. વળી દુઃખ નિશ્ચિત હોઈને જીવન ચંચળ હોઈને, મનુષ્ય હંમેશાં ધર્માચરણમાં બુદ્ધિ રાખવી.” તત્કાળ પ્રવ્રજ્યા લેવાની તૈયારી : પરિચારકોનો વિલાપ આ પ્રમાણે તે સુવિહિત સાધુનાં વચન સાંભળીને, આયુષ્યની ચંચળતાથી ખિન્ન બનીને, તપશ્ચર્યા આદરવા માટે ઉત્સાહી એવાં અમે બંને આનંદિત બન્યાં. સેવકોના હાથમાં બધાં અભૂષણ આપતાં અમે કહ્યું, “આ લો અને અમારા માતાપિતાને કહેજો કે અનેક જન્મોમાં પરિભ્રમણ કરવાથી ઉદ્વિગ્ન બનેલાં, દુઃખથી ભયભીત બનેલાં એવાં અમે બંનેએ શ્રમણજીવનનો અંગીકાર કર્યો છે. વળી તેમના પ્રત્યેના વિનયમાં અને જે કાંઈ ધૂળ કે સૂક્ષ્મ દોષ કર્યો હોય, મદમાં કે પ્રમાદમાં અમે જે કાંઈ ન કરવાનું કદી કર્યું હોય તે બધાની ક્ષમા કરજો.” આ સાંભળીને પરિજનોએ સહસા દુઃખથી બુમરાણ કરી મૂક્યું. પરિજન સહિત નાટક કરનારીઓ દોડી આવી. અમે જે કરવાને ઉદ્યત થયાં છીએ તે સાંભળીને તેઓ મારા પ્રિયતમના પગમાં પડીને કહેવા લાગી, “હે નાથ ! અમને અનાથ છોડી જશો નહીં.” હે ગૃહસ્વામિની ! મારા પ્રિયતમનાં પગમાં પડીને તેમણે તેમની અલકલટો પરથી ખરી પડેલા પુષ્પગુંજ વડે જાણે કે તેને પ્રસન્ન કરવા માટે બલિકર્મ કર્યું. અનાયાસ ક્રીડાઓ અને સ્વેચ્છાપ્રાપ્ત મનમાન્યાં સુરતસુખો તને સર્વદા સુલભ છે. તારા આવાસમાં અમને જો કે કદી રતિસુખનો લાભ નથી મળતો, તો પણ અમે તને અમારાં નેત્રોથી સદાયે જોવાની ઇચ્છીએ છીએ. જે પ્રફુલ્લ કુમુદ સમો શ્વેત છે, અને કુમુદોની શોભારૂપ છે તે પૂર્ણકળા યુક્ત મંડળવાળો નિર્મળ ચંદ્ર, અસ્પૃશ્ય હોવા છતાં, કોને પ્રીતિદાયક ન લાગે ?” Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ તરંગલોલા કેશલોચ : વ્રતગ્રહણ આવાં આવાં કરુણ વિલાપવચનો બોલીને તે સ્ત્રીઓએ પ્રિયતમની તપશ્ચર્યાના વિષયમાં વિઘ્ન ઊભું કરવા માંડ્યું. પરંતુ મનને વિક્ષિપ્ત કરનારું તે કરુણ વિલાપનું વિઘ્ન પ્રિયતમે ગણકાર્યું નહીં. ભોગ પ્રત્યે વિરક્ત બનેલા, પરલોકનું સુખ પ્રાપ્ત કરાવનારા ધર્મમાં અનુરક્ત બનેલા, વૈરાગ્યવૃત્તિવાળા અને પ્રવ્રજ્યા લેવાના નિશ્ચયવાળા તેણે, કોશને અવગણીને, પોતાના પુષ્પમિશ્રિત કેશનો લોચ કર્યો. હું પણ પોતાની મેળે કેશનો લોચ કરીને મારા પ્રિયતમની સાથે તે શ્રમણનાં ચરણમાં પડી અને બોલી, ‘મને દુ:ખમાંથી મુક્તિ અપાવો.’ એટલે તેણે યથાવિધિ અમને સામાયિક વ્રત આપ્યું. એકમાત્ર તેનું સ્મરણ પણ સદ્ગતિમાં દોરી જાય છે. તેણે અમને પ્રાણિવધ, મૃષાવાદ, અદાત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી તથા રાત્રીભોજનથી વિરમવાના નિયમ પણ આપ્યા. જન્મમરણનો ભોગ બનતા શરીરમાં બંધાઈ ન રહેવા ઇચ્છતાં એવાં અમે તપશ્ચર્યાની લાલસાથી આઠ ઉત્તરગુણોનું પણ ગ્રહણ કર્યું. સ્વજનોનું આગમન તે વેળા, પરિજનો પાસેથી સમાચાર જાણીને અમારાં બંનેનાં માતાપિતા બધા પિ૨વા૨ની સાથે આવી પહોંચ્યાં. હે ગૃહસ્વામિની ! અમે પ્રવ્રજ્યા લઈ લીધી એવું સાંભળીને સ્ત્રીઓ અને પુરુષો, બાળકો અને વૃદ્ધો ઉચાટ કરતાં આવવા માંડ્યાં. અમારાં સગાસંબંધીઓથી તથા અમને જોવા આવનારા બીજા પુષ્કળ લોકોથી તે મોટું ઉપવન ભરાઈ ગયું. ત્યાં થયેલી ભીડમાં લોકોનાં શરીર ઢંકાઈ ગયેલાં હોવાથી માત્ર તેમનાં મોંમાથાંની હારની હાર જ નજરે પડતી હતી. પ્રવ્રજ્યા લેવાની તત્પરતાના ભાવથી શોભતા અમને જોઈને બાંધવો અને મિત્રો અત્યંત શોકપૂર્ણ બની ગયા. અમારાં બંનેનાં માતાપિતા રડતાંરડતાં દોડાદોડ આવ્યાં. મારાં સાસુ અને સસરા અમને જોઈને મૂર્છિત થઈ ગયાં. શ્રેષ્ઠીનું નિવારણ અને અનુમતિ જિનવચનોથી જેમની બુદ્ધિ પ્રભાવિત થયેલી છે અને સંસારના સાચા Page #139 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા સ્વરૂપને જેમણે જાણ્યું છે તેવાં મારા માતાપિતા, આંસુના વેગને રોકીને મને કહેવા લાગ્યા, બેટા ! યૌવનના ઉદયકાળે જ આવું સાહસ કેમ કર્યું ? તરુણવયમાં શ્રમણધર્મ પાળવો ઘણો કઠિન છે. તરુણવયને કારણે રખેને તારાથી ધર્મની કશી વિરાધના થાય. કામભોગ ભોગવીને તપ તો પછી પણ આદરી શકાય.' ૧૨૨ એટલે મેં કહ્યું, ‘ભોગોનું સુખ ક્ષણિક હોય છે, અને પરિણામ કટુ હોય છે. કુટુંબજીવન પણ અત્યંત દુ:ખમય હોય છે. મુક્તિસુખથી ચઢે એવું કોઈ સુખ નથી. જ્યાં સુધી વિષયો છોડી ન જાય, જ્યાં સુધી સંયમ પાળવાનું શરીરબળ હોય, અને જ્યાંસુધી મૃત્યુ આવીને ઉઠાવી ન જાય ત્યાં સુધીમાં અમારે તપ આચરવું એ જ ઇષ્ટ છે.' એટલે પિતાએ આશિષ દીધી, ‘ઇંદ્રિયોરૂપી ચોરથી તારુણ્ય ઘેરાયેલું હોઈને તમે આ સંસારસાગરને નિર્વિઘ્ને તરી જજો.' સાર્થવાહની વીનવણી અમારા બાંધવોએ તેમને બંનેને આશ્વાસન આપીને અભિનંદન આપ્યાં. તે વેળા મારાં સાસુસસરા મારા પ્રિયતમને વીનવવા લાગ્યાં, ‘બેટા ! કોઈએ તને કાંઈ કહ્યું ? તને અહીં શાની ખોટ છે ? શું તને અમારો કોઈ વાંક દેખાયો ? જેથી મન ખાટું થઈ જતાં તે પ્રવ્રજ્યા લઈ લીધી ? - - ધર્મનું ફળ સ્વર્ગ છે, સ્વર્ગમાં યથેષ્ટ ભોગ મળતા હોય છે, અને વિષયસુખનો સાર એટલે સુંદરી આ પ્રમાણે લૌકિક શ્રુતિ છે. પણ તારી પાસે તો અહીં જ અપ્સરા સમી સુંદરીઓ છે. માટે પહેલાં કામભોગ ભોગવીને પછીથી તું ધર્મ કરજે. બેટા ! અમને બંનેને, રાજવી સુખ જેવા વૈભવને, આ બેટીને તથા આપણા સમગ્ર ધનભંડારને તું કેમ તજી દે છે ? તું કેટલાંક વરસ કશી જ ફિકરચિંતા કર્યા વિના કામભોગ ભોગવ, તે પછી પાકટ અવસ્થામાં તું ઉગ્ર શ્રમણધર્મ આચરજે.' Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ તરંગલોલા સાર્થપુત્રનો પ્રત્યુત્તર માતાપિતાએ આ પ્રમાણે કરુણ વચનો કહ્યાં, એટલે પ્રવ્રજ્યા લેવા જેણે નિશ્ચય કર્યો છે તેવા તે સાર્થવાહપુત્રે એક દૃષ્ટાંત કહ્યું : “જે પ્રમાણે કોશેટામાં રહેલો આજ્ઞાની કીડો પોતાનું શારીરિક હિત ઇચ્છતો છતો પોતાની જાતને તંતુઓના બંધનમાં બાંધી દે છે, તે જ પ્રમાણે મોહથી મોહિત બુદ્ધિવાળો માનસ વિષયસુખને ઇચ્છતો, સ્ત્રીને ખાતર સેંકડો દુઃખોથી અને રાગદ્વેષથી પોતાની જાતને બાંધી દે છે. એને પરિણામે રાગદ્વેષ અને દુ:ખથી અભિભૂત અને મિથ્યાત્વથી ઘેરાયેલો એવો તે અનેક યોનિમાં જન્મ પામવાની ગહનતાવાળા સંસારરૂપી વનમાં આવી પડે છે. વહાલી સ્ત્રીની પ્રાપ્તિથી એટલું બધું સુખ નથી મળી જતું, જેટલું – અરે ! તેનાથી કેટલુયે વધારે – દુઃખ તેને તે સ્ત્રીના વિયોગથી થાય છે. તે જ પ્રમાણે ધન મેળવવામાં દુ:ખ છે, પ્રાપ્ત થયેલું ધન જાળવવામાં દુઃખ છે, અને તેનો નાશ થતાં પણ દુઃખ થાય છે – આમ ધન બધી રીતે દુ:ખ લાવનારું છે. માબાપ, ભાઈભોજાઈ, પુત્રો, બાંધવો અને મિત્રો – એ સૌ નિર્વાણમાર્ગે જનાર માટે સ્નેહમય બેડીઓ જ છે. જે પ્રમાણે કોઈ સાર્થરૂપે પ્રવાસ કરતા માણસો સંકટ ભરેલા માર્ગે જતાં, સહાય મેળવવાના લોભે, સાથેના અન્ય માણસોનું રક્ષણ કરે છે અને સાથમાં જાગતા રહે છે, પરંતુ જંગલ પાર કરી લેતાં, તે સાથને તજી દઈને જનપદમાં પોતપોતાને સ્થાને જવા પોતપોતાને રસ્તે ચાલતા થાય છે, તે જ પ્રમાણે આ લોયાત્રા પણ એક પ્રકારનો પ્રવાસ જ છે. સગાંસ્નેહીઓ કેવળ પોતપોતાનાં સુખદુ:ખની દેખભાળ લેવાની યુક્તિરૂપે જ સ્નેહભાવ દર્શાવે છે. સંયોગ પછી વિયોગ પામીને, બાંધવોને તજી દઈને તેઓ પોતાનાં કર્મોના ઉદય પ્રમાણે અનેક પ્રકારની વિશિષ્ટ ગતિઓ પામે છે. નિત્ય બંધનકર્તા હોઈને વિષલિપ્ત રાગનો ત્યાગ કરવો અને વૈરાગ્યને મુક્તિમાર્ગ જાણવો. તે પછી ધર્મબુદ્ધિ પ્રાપ્ત થતાં, યોગ્ય સમય માટે થોભ્યા વિના, પ્રવ્રજ્યા લેવી Page #141 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા જોઈએ, નહીં તો કાળ સહસા આયુષ્યનો અંત આણશે. એ પ્રમાણે પરમાર્થના અને નિશ્ચય નયના જાણકાર માટે, યતના વાળા માટે અને કશામાં પણ આસક્ત ન થનારને માટે મોક્ષપ્રાપ્તિ સરળ બને છે. ૧૨૪ વળી જે તમે કહો છો કે કેટલાંક વરસ કામભોગ ભોગવી લે, તો તેમાં વાંધો એ છે કે એકાએક આવી પડતા મરણનો ભય જગત પર હંમેશાં તોળાયેલો છે ; જગતમાં એવું કોઈ નથી, જે મૃત્યુના બળને રોકવાને સમર્થ હોય. માટે કાળ-અકાળનો વિચાર કર્યા વિના જ તરત પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઘટે.’ સાર્થવાહે અનિચ્છાએ આપેલી અનુમતિ આવાં આવાં વચનો કહીને સાર્થવાહપુત્રે તે વેળા માતાપિતાના તથા અન્ય સૌ સ્વજનોના વિરોધને વાર્યો. બચપણમાં સાથે ધૂળમાં ૨મેલા, વિવેકી મિત્રોના વિરોધને પણ વારીને પ્રવ્રજ્યા લેવા તત્પર બનેલા તેણે તેમને નિરાશ કર્યા. હે ગૃહસ્વામિની ! આ રીતે અમે બંને તપશ્ચરણ માટે નિશ્ચિત હોવા છતાં, તીવ્ર પુત્રસ્નેહને કારણે સાર્થવાહે અમને જવા દેવા ન ઇચ્છું. એટલે અનેક લોકોએ તેને સમજાવ્યો : ‘પ્રિયજનનો વિયોગ, જન્મમરણની અસહ્યતા વગેરે ભયોથી ડરેલાં આ બંનેને તેમની ઇચ્છાનુસાર તપ આચરવા દો. જેમનું મન કામોપભોગથી વિમુખ થઈ ગયું છે, અને જે તપશ્ચર્યા કરવા માટે ઉતાવળો થયો છે તેને અંતરાય કરનાર, મિત્રરૂપે શત્રુનું જ કામ કરે છે.' આ પ્રમાણે લોકોનાં વચનોનો કોલાહલ સાંભળીને સાર્થવાહે અનિચ્છાએ અમને પ્રવ્રજ્યા લેવાની અનુમતિ આપી. હાથ જોડીને તેણે અમને કહ્યું: ‘વિવિધ નિયમ અને ઉપવાસને લીધે કઠિન એવા શ્રમણધર્મનું તમે સફળતાથી નિર્વહન કરજો. જન્મમરણરૂપ તરંગવાળા, અનેક યોનિમાં ભ્રમણ કરવારૂપ વમળોવાળા, આઠ પ્રકારના કર્મસમૂહરૂપ મલિન જળસમૂહવાળા, પ્રિયજનના વિયોગે Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ તરંગલોલા કરાતા વિલાપરૂપ ગર્જનવાળા, રાગરૂપ મગરોથી ઘેરાયેલા વિશાલ સંસારસમૂદ્રને તમે તરી જાઓ તેવું કરજો.” એ પ્રમાણે આશિષ દઈને, નગરમાં પાછા ફરવા ઇચ્છતા ગુણવાન સાર્થવાહે અમને પગમાં પાડ્યા. સૌ સ્વજનોએ લીધેલી વિદાય - શ્રેષ્ઠીએ પણ કહ્યું, “જેઓ સાચા ધર્મનો અને તપશ્ચર્યાનો અંગીકાર કરે છે, અનેક દુઃખોથી ભરેલા કુટુંબને ત્યજી દઈને નીકળી પડે છે, પ્રેમની બેડીઓમાંથી છૂટી જાય છે, રાગદ્વેષનું શમન કરી સુખદુઃખ પ્રત્યે સમભાવ કેળવીને ક્ષમાવાન મુનિ બને છે, પત્નીરૂપી કારાવાસના બંધનમાંથી મુક્ત થઈ જાય છે, માન અને ક્રોધનો ત્યાગ કરીને જિને ઉપદેશેલા ધર્મને આચરે છે, તેમને ધન્ય છે. યથેચ્છ વિષયસુખ ભોગવવામાં અમારું ચિત્ત રાચતું હોઈને, મોહની બેડીઓમાં જકડાયેલા એવા અમે તો સંસારત્યાગ કરીને નીકળી જવાને અશક્ત છીએ.” ધર્મનું સાચું સ્વરૂપ જેને બરાબર વિદિત હતું તેવા શ્રેષ્ઠીએ તે વેળા તપ અને નિયમની વૃત્તિને તીવ્ર કરનારા આવા આવાં અનેક વચનો કહ્યાં. મારા સસરાની અને પિયરની સંબંધી સ્ત્રીઓ, જાણે કે અમે એક દેહ ત્યજીને બીજો દેહ ધારણ કરી રહ્યાં હોઈએ તેમ, શોકગ્રસ્ત હૃદયે રુદન કરવા લાગી. દુઃખી થઈને અત્યંત કરુણ વિલાપ કરતાં રડી રહેલી એવી તે સ્ત્રીઓની અશ્રુવર્ષાથી તે ઉપવનની ભોંય જાણે કે છંટાઈ ગઈ. તે પછી શ્રેષ્ઠી અને સાર્થવાહ સ્ત્રીઓ, મિત્રો, બાંધવો અને બાળબચ્ચાંને સાથે લઈને રડતાં રડતાં નગરીમાં પાછા ફર્યા. લોકોના કોલાહલ વચ્ચે, કુતૂહલથી જોનારાઓની ભીડમાં ઘેરાયેલા તે શ્રમણનાં દર્શન, પોતાની દષ્ટિ અમારી ઉપર મંડાયેલી હોઈને, શ્રેષ્ઠીએ વિષાદપૂર્ણ ચિત્ત કર્યા હતાં. બીજા બધા સંબંધીઓ પણ, અમે કરેલા છતી સમૃદ્ધિના ત્યાગથી વિસ્મિત Page #143 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા થઇને, ધર્મ પ્રત્યેના અનુરાગથી રંગાઈને, જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. સુવ્રતા ગણિનીનું આગમન : તરંગવતીની સોંપણી એ વેળા શ્રમણલક્ષ્મીથી યુક્ત, મૂર્તિમાન ક્ષમા સમી, એક ગુણવાન ગણિની તે શ્રમણને વંદવા આવી. તપ, નિયમ અને જ્ઞાનથી પરિપૂર્ણ તે ગણિની આર્યા ચંદનાની શિષ્યા હતી. તેણે તે સુવિહિત શ્રમણ અને તેના પરિવારને વંદન કર્યાં. શાસ્ત્રવિધિ જાણનાર તે શ્રમણે તે ગણિનીને કહ્યું, ‘હે પાપશમની શ્રમણી ! આ તારી શિષ્યા થાઓ.' ૧૨૬ એટલે તેણે માર્દવ ગુણના આચારણરૂપ, શ્રમણપણાના ઉપકારરૂપ વિનયાચાર કરીને પોતાની સંમતિ દર્શાવી. પછી શ્રમણે મને કહ્યું, ‘પાંચ મહાવ્રત ધારણ કરવાના દૃઢ વ્રતવાળી આ સુવ્રતા ગણિની તારી પ્રવર્તિની આર્યા છે, તો તેને વંદન કર.' એટલે મસ્તક પર હાથ જોડી, વિનયથી મસ્તક નમાવી, નિર્વાણ પહોંચવાને આતુર બનેલી એવી હું તેના પગમાં પડી. મનથી દરેક વિષયનું સ્પષ્ટ ગ્રહણ કરતી એવી તે પ્રશસ્ત શ્રમણીએ મને આશિષ દીધી : ‘આ ઉત્તમ, પણ કઠિન આચરણવાળા શ્રમણજીવનને તું સફળતાથી પાર કર. અમે તો કેવળ તારા ધર્મમાર્ગના ઉપદેશક છીએ. તું જો તે પ્રમાણે આચરીશ, તો મોક્ષમાર્ગે લઈ જનારું કલ્યાણ તું પામીશ.' એટલે મેં તે પ્રશસ્ત શ્રમણીને કહ્યું, ‘જન્મમરણની પરંપરાના કારણરૂપ સંસારવાસથી હું ભયભીત બનેલી હોવાથી તમારું કહ્યું અવશ્ય કરીશ.' ગણિનીની સાથે નગરપ્રવેશ : શાસ્ત્રાધ્યયન અને તપશ્ચર્યા . તે પછી ઉત્તમ તપ અને સંયમથી સમૃદ્ધ, પ્રજ્વલિત અગ્નિ સમા તેજસ્વી, અને તપ અને સંયમના માર્ગદર્શક તે શ્રમણને વિનયથી સંકુચિત બનીને મેં વંદન કર્યાં. પછી કામવૃત્તિથી મુક્ત બનેલા તે સાર્થવાહપુત્રને વંદન કરીને મેં શ્રમણીની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ત્યાં તે આર્યાની સાથે હું વિહરવાયોગ્ય અનેક અચિત્ત પ્રદેશોવાળા અને સ્ત્રીઓને હરફર કરવા માટે અનુકૂળ એવા કોઠાગારમાં અનાસક્તપણે ગઈ. ૧૨૭ તે વેળા તેજોમંડળ વિલાતાં સુવર્ણના ગોળા સમો બનેલો, ગગતિલક સૂર્ય પશ્ચિમ સંધ્યાએ પહોંચ્યો. તે સ્થળે ગણિનીની સાથે મેં આલોચન, પ્રતિક્રમણ અને દુષ્કર્મનિંદા કર્યાં ; ધર્માનુરાગથી રંગાયેલી હોઈને મને રાત્રી ક્યારે વીતી ગઈ તેની ખબર પણ ન પડી. બીજે દીવસે તે શ્રમણશ્રેષ્ઠની સાથે સાર્થવાહપુત્ર ધરતી પર અસ્થિર રહેઠાણમાં વાસ કરતો ત્યાંથી વિહાર કરી ગયો. હે ગૃહસ્વામિની ! તે ગણિનીની પાસેથી મેં બંને પ્રકારનું શિક્ષણ લીધું. તપશ્ચર્યા અને અનુષ્ઠાનમાં નિરત બનીને હું વૈરાગ્યભાવ પામી. વિહારવિધિ પ્રમાણે વિહાર કરતાં અમે અહીં આવી પહોંચ્યા, અને આજે છઠનું પારણું કરવા હું ભિક્ષાએ નીકળી. વૃત્તાંતની સમાપ્તિ : શ્રોતાઓનો વૈરાગ્યભાવ તમે મને પૂછયું એટલે આ પ્રમાણે જે કાંઈ સુખદુઃખની પરંપરા મેં આ લોક અને પરલોકમાં અનુભવી તે બધી કહી બતાવી. એ પ્રમાણે તે તરંગવતી શ્રમણીએ પોતાનું વૃત્તાંત કહ્યું એટલે તે ગૃહસ્વામિની વિચારવા લાગી, ‘અહો, કેવું કઠિન કાર્ય આણે કર્યું ! આવી તરુણ વયમાં, એવું દેહસુખ અને એવો વૈભવ હોવા છતાં આવું દુષ્કર તપ કરી રહી છે !' પછી તે શેઠાણીએ કહ્યું, ‘હે ભગવતી ! તમે પોતાનું ચિરત કહીને અમારા પર ભારે અનુગ્રહ કર્યો. તમને કષ્ટ આપ્યા બદલ ક્ષમા કરો.' એ પ્રમાણે કહીને દુસ્તર ભવસાગરથી ભયભીત બનેલી તે તેનાં ચરણોમાં પડીને બોલી, ‘વિષયપંકમાં અમે ખૂંતેલાં હોઈને અમારું શું થશે ? હે આર્યા ! એક તો અમે મોહથી ઘેરાયેલાં છીએ, તો બીજી બાજું, તમારી ચર્યા અત્યંત દુષ્કર છે. તો પણ અમને એવો કાંઈક ઉપદેશ આપો, જેથી અમારું સંસારભ્રમણ અટકે.' Page #145 -------------------------------------------------------------------------- ________________ તરંગલોલા ૧૨૮ એટલે તરંગવતીએ કહ્યું, “જો તમે સંયમ પાળી શકો તેમ ન હો, તો જિનવચનમાં શ્રદ્ધા રાખીને ગૃહસ્થ ધર્મનું પાલન કરો.” આર્યાનું અમૃતના સાર સમું આ વચન સાંભળીને તેને અનુગ્રહ ગણી તે સ્ત્રીઓએ તે સહર્ષ હૃદયમાં ધારણ કર્યું. એ પ્રમાણે ધર્મબુદ્ધિ પામવાથી સંવેગમાં શ્રદ્ધા પ્રગટતાં, તેઓએ શીલવ્રત અને ગુણવ્રત લીધાં. જીવ, અજીવ વગેરે જૈનશાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન પામીને તેઓ શુભાશયવાળી બની, અને તેમણે અણુવ્રત તથા અનેક શીલવ્રત સ્વીકાર્યા. બીજી બધી તરુણીઓ પણ આ સર્વ કથા સાંભળીને જિનવચનમાં દઢ શ્રદ્ધાવાળી બની અને સંવેગ ભાવ ધરવા લાગી. સંયમ, તપ અને યોગના ગુણ ધરતી તે આર્યા પણ અન્ય નાની શ્રમણીઓની સાથે ત્યાંથી અચિત્ત ભિક્ષા લઈને, જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. ગ્રંથકારનો ઉપસંહાર બોધ આપવાના હેતુથી આ આખ્યાન તમારી પાસે મેં વર્ણવ્યું છે. તમારું બધું દૂષિત દૂર થાઓ, અને તમારી ભક્તિ જિનેંદ્ર પ્રત્યે હો. સંક્ષેપકારનો ઉપસંહાર હાઈયપુરીય ગચ્છમાં વીરભદ્રનામના સૂરિના શિષ્ય નેમિચંદ્રગણિના શિષ્ય થશે આ કથા લખી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાગવત દશમસ્કંધની તથા ઇતર કૃષ્ણકવિતા અને કૃષ્ણચરિતના અમૃતરસનું આચમન, આસ્વાદ, વિવરણ પત્ર યુષ્ય હરિવલ્લભ ભાયાણી ભાઈ કવિશ્રી લીલાશુક બિલ્વમંગળ વિરચિત કૃષ્ણ-કર્ણામૃત' ગ્રંથની સાનુવાદ ટીકા નીલમણિ હસમુખ પાઠક