SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ૩૬ સુખનું ઉત્પાદક એવું એ વ્રત કરવા માટે, મારું મન રાજી રાખવા વડીલોએ મને સંમતિ આપી. હું આયંબિલ વ્રત કરવાથી દૂબળી પડી ગઈ હોવાનું મારા સ્વજનો અને પરિજનોએ માન્યું; કામદેવના બાણથી હું શોષાઈને કૃશ બની ગઈ હોવાનું તેઓ ન કળી શક્યા. ચિત્રપટનું આલેખન પછી, હે ગૃહસ્વામિની, વિરહદુઃખે સંતપ્ત બનેલી મેં હૃદયના શોકથી વિસામો મેળવવા, ચિત્રકર્મ માટે યોગ્ય એવો એક પટ્ટ તૈયાર કરાવ્યો. મજબૂત પાસથી બાંધેલી, યોગ્ય માપની, ઝીણા વાળ વાળી, મસૂણ, સુંદર પીંછીઓ તૈયાર કરાવી. તે બંને બાજુ તીક્ષ્ણ અગ્રવાળી, ઉપકૃત, સપ્રમાણ, ઝીણી, સ્નિગ્ધ રેખા પાડતી અને હાથમાં ઉત્સાહ પ્રેરે તેવી હતી. તેમના વડે મેં તે ચિત્રપટમાં જે કાંઈ ચક્રવાકી તરીકેના ભવમાં મારા પ્રિયતમની સાથે મેં અનુભવ્યું હતું તે બધું જ આલેખ્યું : જે રીતે અમે રમતાં અને વિહરતાં, જે રીતે મારો સહચર વીંધાયો અને મરણ પામ્યો, જે રીતે વ્યાધે તેને ખમાવ્યો, અને જે રીતે મેં તેની પાછળ અનુકરણ કર્યું. વળી મેં ભાગીરથીનાં વહેણ, સમુદ્રસમા તરંગવાળી ગંગા અને તેના પટમાં રચાંગ નામધારી વિહંગો – એટલે કે ચક્રવાકો, હાથી, જુવાનજોધ અને ધનુષ્યધારી વ્યાધયુવક – એ બધું ક્રમશઃ તૂલિકા વડે ચિત્રપટમાં આલેખ્યું. વળી પદ્મસરોવર, અનેક પ્રકારનાં વૃક્ષોની ગીચ ઝાડીવાળી દારુણ અટવી, અને ત્યાંનો હજારો કમળો વાળો ઋતુકાળ એ બધું ચીતર્યું. ચિત્રગત એ મારા કુંકુમવર્ણા, મનોરમ ચક્રવાકને હું અનન્ય ચિત્તે જોતી જ રહી. કૌમુદી મહોત્સવ એ સમયે વિવિધ ગુણ અને નિયમવાળી, પવિત્ર શરદપૂર્ણિમા નજીકમાં જ હતી. ધર્મના જેવી શુભકર, અને અધર્મની પ્રતિબંધક એવી ઘોષણા કરવામાં આવી. લોકોએ આ વ્રતનિમિત્તે ઉપવાસ અને દાન આદર્યા. આમ, હે ગૃહસ્વામિની, દ્વિજોની દુર્દશા દૂર કરવાવાળો અને ધર્મ કરાવાવાળો શરદપૂનમનો
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy