SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા ભાર્યા છું. તારે ખાતર મારા પિયરને મેં તજ્યું છે. તો મારો તું ત્યાગ ન કરજે. તું જ મારો ભર્તા અને બાંધવ હોઈને તારા હાથેથી મારો ત્યાગ ન કરીશ. ૬૮ હે પ્રિય, હું તારામાં પ્રેમ૨ક્ત હોઈને મને માત્ર તારાં વેણ સાંભળવા મળશે તો નિરાહાર રહીને પણ દીર્ઘકાળ સુધી મારો દેહ ટકાવી રાખી શકીશ. પરંતુ તારા વિના, હૃદયને સુખકર એવાં તારાં વેણથી વંચિત બનતાં, એક ઘડી પણ હું ધીરજ નહીં ધરી શકું.' હે ગૃહસ્વામિની, એ પ્રમાણે ભાવી સુખનો મનથી વિચાર કરીને, અને મનુષ્યનાં ચિત્ત ચંચળ હોવાનું માનીને મેં તેને કહ્યું. આશંકાનું નિવારણ એટલે તે બોલ્યો, ‘પ્રિયે, તુ તારા પિયર માટે ચિંતિત અને ઉત્કંઠિત થઈશ નહીં. હે વિશાળનેત્રે, હું તારું સહેજ પણ અહિત નહીં કરું. નાવ શરદઋતુના વેગીલા નદીપ્રવાહને લીધે ચપળ ગતિએ, ધીમી પડ્યા વિના ચાલે છે અને અનુકૂળ પવનથી ધકેલાતાં તે ઝડપથી ધસી રહી છે. હે સુંદરી, હે વિશાળનેત્રે, થોડી વારમાં જ આપણે શ્વેત પ્રાસાદો વડે શોભતી, સમૃદ્ધ અને પ્રશસ્ય કાકંદીનગરી પહોંચીશું. ત્યાં મારાં ફોઈ રહે છે. તેના શ્રેષ્ઠ મહાલયમાં તું નિશ્ચિતપણે, સ્વર્ગમાં અપ્સરાની જેમ, ૨મણ કરજે. તું મારી સુખની ખાણ છે, દુઃખનાશિની છે, મારા ઘરપરિવારની ગૃહિણી છે.' એ પ્રમાણે પ્રિયતમે મને કહ્યું. ગાંધર્વવિવાહ એ પછી તેણે ચક્રવાકના ભવનો પ્રણય સાંભરી આવતાં તેથી ઉત્તેજિત બનીને મને તેના ભુજપંજરમાં ભીડી દીધી. પ્રિયતમના સ્પર્શના એ રસપાનથી મને એવી શાતા વળી, જેવી ગ્રીષ્મના તાપે સંતમ ધરતીને વર્ષોથી ટાઢક વળે. તેણે મને ગાઢ આલિંગન દીધું અને છતાં પણ મારાં સ્તનો પુષ્ટ હોવાથી તેના ઉરમાં મારું ઉર નિરંતર અને પૂરેપૂરું લીન ન થઈ શક્યું. અમે ગાંધર્વ વિવાહવિધિથી ગુપ્ત વિવાહ કર્યો, જે માનવીય સુખોના સુધાપ્રવાહ સમો હતો. પોતપોતાના દેવોને પ્રણામ કરીને યૌવનની સ્વર્ગપ્રાપ્તિ
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy