SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ તરંગલોલા પોતાના પૂર્વભવનું સ્મરણ થશે. જેણે પોતાની પ્રિયા સાથે જે કાંઈ સુખદુઃખ પહેલાં અનુભવ્યું હોય, તે પછીથી તેના વિયોગે જ્યારે જોવામાં આવે ત્યારે તે ઉત્કંઠિત થતો હોય છે. વળી જગતમાં, માણસના હૃદયમાં જે ઊંડામાં ઊંડો પ્રિય કે અપ્રિય ગૂઢાર્થ હોય, તે પ્રકટપણે ન કહેવાયા છતાં પણ, તેની આંખોના ભાવથી સૂચિત થઈ જાય છે. ચિત્તમાં ઉગ્ર ભાવ હોય ત્યારે દૃષ્ટિ પણ તીખી હોય છે. ચિત્ત પ્રસન્ન હોય ત્યારે દષ્ટિ નિર્મળ, શ્વેત હોય છે. લજ્જિત થયેલાની દષ્ટિ પાછી વળેલી હોય છે. તો વીતરાગની દષ્ટિ મધ્યસ્થભાવવાળી હોય છે. જેણે ભોગમાં અંતરાય પડ્યાનું દુઃખ પ્રત્યક્ષ અનુભવ્યું હોય તે માણસ પારકું દુઃખ જોઈને પણ અનુકંપાવાન અને દીન બને છે. અને લોકોમાં પણ એવી કહેતી છે કે પૂર્વભવનું સ્મરણ થતાં, જે અત્યંત દારુણ સ્વભાવનો હોય તેને પણ મૂછ આવે છે. પ્રિયતમની ઓળખનો પ્રસ્તાવ પરંતુ મારા પ્રિયતમનું હૃદય તો સ્વભાવે જ વત્સલ અને મૃદુ છે, એટલે તે આ ચિત્રપટ જોતાં, પોતે જે અનુભવેલું તે જ આ દુઃખ છે એમ જાણીને અવશ્ય મૂર્ણિત થઈ જશે, અને એકાએક તેનું હૃદય શોકાકુળ અને આંખો ભીની થઈ જશે. તે ખરી હકીકત જાણવાને આતુર થઈને આ ચિત્રપટ બનાવનારને વિશે પૂછપરછ કરશે. તેને જોઈને તું, પરલોકથી ભ્રષ્ટ થઈને મનુષ્યયોનિમાં અવતરેલા મારા પ્રાણનાથ ચક્રવાક તરીકે તેને ઓળખી લેજે. તેનું નામ, ગુણ, વાન, રૂપ અને વેશભૂષા બરાબર જાણી લઈને તું જો કાલે મને કહીશ તો તો હું જીવી જઈશ. તો, હે સખી, મારો હૃદયનો શોક નષ્ટ થશે અને હું કામ ભોગ ભોગવતી તેની સાથે સુરતસુખ માણીશ. પરંતુ જો મારા અલ્પ પુણ્ય તે મારો નાથ તારે હાથ નહીં આવે તો હું જિનસાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગનું શરણ લઈશ. જેનું જીવતર પ્રિયથી વિરહિત અને ધર્માચરણથી રહિત છે, તેનું લાંબું જીવું નિરર્થક છે.' હે ગૃહસ્વામિની, પ્રિયતમનો સમાગમ કરવાને ઉત્સુક બનેલી મેં, ચિત્રપટ
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy