SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલોલા મર્મ પામીને, એ પ્રિય વચનોથી પ્રાપ્ત થયેલા આશ્વાસને કરીને મારો શોક હળવો થયો. ८० સમભાવી બંદિનીઓ આગળ વીતકકથાનું વર્ણન મારા રુદનથી ત્યાં એકઠી થયેલી બંદિનીઓ, પોતાના પતિની સાથે બંધન પામેલી અને સ્વભાવથી ભોળી મૃગલી જેવી મારી દશા જોઈને અત્યંત ઉગ પામી. મારો કરુણ વિલાપ સાંભળીને તેમનાં આંસુ ઉભરાઈ આવ્યાં. તેઓ પોતપોતાનાં સ્વજનોને સાંભરીને ક્યાંય સુધી રુદન કરતી રહી. તેમાંની જે કેટલીક તેમના સ્વભાવગત વાત્સલ્યને લીધે સુકુમાર હૃદયવાળી હતી તે અમારા પર આવી પડેલું સંકટ જોઈને અનુકંપાથી અંગે કંપિત થતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગો. રડેલાં નેત્રે તે બંદિનીઓ પૂછવા લાગી, ‘તમે ક્યાંથી, કઈ રીતે આ અનર્થના ઘર સમા ચોરોના હાથમાં આવી પડ્યાં ?' એટલે કે ગૃહસ્વામિની, તે ચક્રવાક તરીકેના ભવનો સુખોપભોગ, હાથીનું સ્નાન, વ્યાધ વડે થયેલો ચક્રવાકનો વધ, કઈ રીતે મેં અનુમરણ કર્યું, કઈ રીતે હું મનુષ્યભવ પામીને વત્સનગરીમાં જન્મી, કઈ રીતે ચિત્ર દ્વારા અમે એકમેકની ઓળખ મેળવી, કઈ રીતે મારું માગું નાખ્યા છતાં મને ન દીધી, કઈ રીતે મેં મારી ચેટી સારસિકાને મારા પ્રિયતમને ઘેર મોકલી, કઈ રીતે અમે નાવમાં નાસી ગયાં અને કઈ રીતે ભાગીરથીના પુલિન પર એ ચોરોએ અમને પકડ્યાં એ બધું જ મેં રડતાં રડતાં તે બંદિનીઓને કહી સંભળાવ્યું. — અનુકંપા પ્રગટતાં ચોરનું બંધનમુક્ત કરવા વચન મારી એ કથની સાંભળીને પેલો ચોર પડાળીમાંથી બહાર આવ્યો અને અનુકંપાથી તેણે મારા પ્રિયતમનાં બંધનો તે સરખો શ્વાસ લઈ શકે તેટલાં ઢીલાં કર્યાં. પછી તેણે પેલી બંદિનીઓને ધુત્કારી-ધમકાવી, જેથી મેઘગર્જનાથી ભયભીત બનેલી હરણીઓની જેમ તેઓ ત્યાંથી પલાયન કરી ગઈ.
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy