SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ તરંગલોલા કેશલોચ : વ્રતગ્રહણ આવાં આવાં કરુણ વિલાપવચનો બોલીને તે સ્ત્રીઓએ પ્રિયતમની તપશ્ચર્યાના વિષયમાં વિઘ્ન ઊભું કરવા માંડ્યું. પરંતુ મનને વિક્ષિપ્ત કરનારું તે કરુણ વિલાપનું વિઘ્ન પ્રિયતમે ગણકાર્યું નહીં. ભોગ પ્રત્યે વિરક્ત બનેલા, પરલોકનું સુખ પ્રાપ્ત કરાવનારા ધર્મમાં અનુરક્ત બનેલા, વૈરાગ્યવૃત્તિવાળા અને પ્રવ્રજ્યા લેવાના નિશ્ચયવાળા તેણે, કોશને અવગણીને, પોતાના પુષ્પમિશ્રિત કેશનો લોચ કર્યો. હું પણ પોતાની મેળે કેશનો લોચ કરીને મારા પ્રિયતમની સાથે તે શ્રમણનાં ચરણમાં પડી અને બોલી, ‘મને દુ:ખમાંથી મુક્તિ અપાવો.’ એટલે તેણે યથાવિધિ અમને સામાયિક વ્રત આપ્યું. એકમાત્ર તેનું સ્મરણ પણ સદ્ગતિમાં દોરી જાય છે. તેણે અમને પ્રાણિવધ, મૃષાવાદ, અદાત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી તથા રાત્રીભોજનથી વિરમવાના નિયમ પણ આપ્યા. જન્મમરણનો ભોગ બનતા શરીરમાં બંધાઈ ન રહેવા ઇચ્છતાં એવાં અમે તપશ્ચર્યાની લાલસાથી આઠ ઉત્તરગુણોનું પણ ગ્રહણ કર્યું. સ્વજનોનું આગમન તે વેળા, પરિજનો પાસેથી સમાચાર જાણીને અમારાં બંનેનાં માતાપિતા બધા પિ૨વા૨ની સાથે આવી પહોંચ્યાં. હે ગૃહસ્વામિની ! અમે પ્રવ્રજ્યા લઈ લીધી એવું સાંભળીને સ્ત્રીઓ અને પુરુષો, બાળકો અને વૃદ્ધો ઉચાટ કરતાં આવવા માંડ્યાં. અમારાં સગાસંબંધીઓથી તથા અમને જોવા આવનારા બીજા પુષ્કળ લોકોથી તે મોટું ઉપવન ભરાઈ ગયું. ત્યાં થયેલી ભીડમાં લોકોનાં શરીર ઢંકાઈ ગયેલાં હોવાથી માત્ર તેમનાં મોંમાથાંની હારની હાર જ નજરે પડતી હતી. પ્રવ્રજ્યા લેવાની તત્પરતાના ભાવથી શોભતા અમને જોઈને બાંધવો અને મિત્રો અત્યંત શોકપૂર્ણ બની ગયા. અમારાં બંનેનાં માતાપિતા રડતાંરડતાં દોડાદોડ આવ્યાં. મારાં સાસુ અને સસરા અમને જોઈને મૂર્છિત થઈ ગયાં. શ્રેષ્ઠીનું નિવારણ અને અનુમતિ જિનવચનોથી જેમની બુદ્ધિ પ્રભાવિત થયેલી છે અને સંસારના સાચા
SR No.022657
Book TitleTarangvati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherImage Publication Pvt Ltd
Publication Year1998
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy