________________
૮૭
તરંગલોલા
લોકવિખ્યાત યશવાળી, સર્વની આદરણીય, દશરથની પુત્રવધૂ અને રામની પતિવ્રતા પત્ની સીતાદેવીને પ્રણામ કરીને અમે બંને લીલોતરીરહિત, શુદ્ધ ભોંય પર એક તરફ બેઠાં – પર્વ પૂરું થતાં વેરાયેલાં શાળનાં કૂંડાની
જેમ.
તે વેળા અમે એક જુવાનને બધાં અંગોમાં સ્કૂર્તિવાળા અને વિશુદ્ધ, સૈધવ જાતિના ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને આવતો જોયો. તેણે અત્યંત ઝીણા અને શ્વેત ક્ષોમનું પહેરણ અને ક્ષોમનું કટિવસ્ત્ર પહેર્યા હતાં. તેની આગળ ઝડપથી દોડતા તરવરિયા સુભટોનો પરિવાર હતો.
એ નગરવાસી તરુણને જોઈને લજ્જાવશ હું એ સીતામંદિરના એક ખૂણામાં એક અષ્ટકોણ સ્તંભને અઢેલી, સંકોચાઈને ઊભી રહી.
પ્રત્યાગમન શોધમાં નીકળેલા સ્વજન સાથે મિલન : ઘરે બનેલી ઘટનાઓ - પછી તે કુભાષહસ્તી નામે જુવાને દેવળની પ્રદક્ષિણાઓ કરતાં કરતાં આર્યપુત્રને જોયા, અને એકાએક ઘોડા કરતાં પણ અધિક વેગે દોડીને મોટે સ્વરે રડતો રડતો તે આર્યપુત્રના પગે પડ્યો. પછી બોલ્યો, “હવે તમારે ઘરે ચિરકાળ શાંતિ થઈ જશે.'
આર્યપુત્રે પણ તેને ઓળખ્યો, અને ગાઢ આલિંગન દઈને તેને પુછ્યું, “અરે ! તારે અહી કેમ આવવાનું થયું તે મને જલદી કહે. સાર્થવાહ, માતા, અને સેવકો સૌ કુશળ તો છે ને ?'
તે બાજુમાં ભોય પર બેસી, પોતાના જમણા હાથમાં મારા પ્રિયતમના ડાબા હાથની આંગળી પકડીને કહેવા લાગ્યો, “કન્યા નાસી ગઈ એમ જ્યારે શ્રેષ્ઠીના ઘરમાં નિર્મળ પ્રભાતકાળે જાણ થઈ, ત્યારે દાસીએ અમને તમારો પૂર્વસંબંધ જણાવ્યો.
રાત્રીના નીકળીને ચોરીછૂપીથી તમારું પ્રયાણ વગેરે તે દાસીએ તમારા સંબંધીઓને જે પ્રમાણે પોતે જોયું હતું તે પ્રમાણે બધું જ કહ્યું.
પ્રભાતસમયે શ્રેષ્ઠીએ સાર્થવાહને ઘરે જઈને કહ્યું, “સાર્થવાહ, મેં ગઈ