________________
પ્રકાશકીય વકતવ્ય
ભાયાણીસાહેબ મારા ગુરુ. એમના પુસ્તક વિષે પ્રકાશકીય નિવેદન કરવામાં મને ક્ષોભ, સંકોચ થાય, એ સ્વાભાવિક છે. સાથે સાથે આનંદ એ થાય છે કે એંસીને વટાવ્યા પછી પણ ભાયાણીસાહેબ આટલા સક્રિયછે. આપણે એને મળીએ ત્યારે આપમેળે મહેફિલ રચાય. મુદ્દાઓની ચર્ચા-વિચારણાઓ થાય જીવન અને સાહિત્યને તેઓ મુક્તપણે છોછ વિના સ્વીકારે છે. કોઈ જૂના નાટકનું ગીત હોય તો એ ગીતથી માંડીને પ્રાકૃતકથાનો આવો સમૃદ્ધ અનુવાદ પણ આવી શકે. મુગ્ધતા અને રસિક્તા એમણે એમની વિદ્વત્તાની અડખેપડખે અકબંધ જાળવી રાખી છે. નવી પેઢી માટે એ તીર્થધામ જેવાછે. ‘ઈમેજ'ને એમની પાસેથી જે કંઈ પુસ્તકરૂપે મળે એને હું આશીર્વાદ સમજુ છું.
સુરેશ દલાલ