________________
તરંગલોલા
૧૨૮
એટલે તરંગવતીએ કહ્યું, “જો તમે સંયમ પાળી શકો તેમ ન હો, તો જિનવચનમાં શ્રદ્ધા રાખીને ગૃહસ્થ ધર્મનું પાલન કરો.”
આર્યાનું અમૃતના સાર સમું આ વચન સાંભળીને તેને અનુગ્રહ ગણી તે સ્ત્રીઓએ તે સહર્ષ હૃદયમાં ધારણ કર્યું. એ પ્રમાણે ધર્મબુદ્ધિ પામવાથી સંવેગમાં શ્રદ્ધા પ્રગટતાં, તેઓએ શીલવ્રત અને ગુણવ્રત લીધાં.
જીવ, અજીવ વગેરે જૈનશાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન પામીને તેઓ શુભાશયવાળી બની, અને તેમણે અણુવ્રત તથા અનેક શીલવ્રત સ્વીકાર્યા.
બીજી બધી તરુણીઓ પણ આ સર્વ કથા સાંભળીને જિનવચનમાં દઢ શ્રદ્ધાવાળી બની અને સંવેગ ભાવ ધરવા લાગી.
સંયમ, તપ અને યોગના ગુણ ધરતી તે આર્યા પણ અન્ય નાની શ્રમણીઓની સાથે ત્યાંથી અચિત્ત ભિક્ષા લઈને, જ્યાંથી આવી હતી ત્યાં પાછી ગઈ.
ગ્રંથકારનો ઉપસંહાર બોધ આપવાના હેતુથી આ આખ્યાન તમારી પાસે મેં વર્ણવ્યું છે. તમારું બધું દૂષિત દૂર થાઓ, અને તમારી ભક્તિ જિનેંદ્ર પ્રત્યે હો.
સંક્ષેપકારનો ઉપસંહાર હાઈયપુરીય ગચ્છમાં વીરભદ્રનામના સૂરિના શિષ્ય નેમિચંદ્રગણિના શિષ્ય થશે આ કથા લખી છે.