________________
તરંગલોલા
૧૧૬
પવિત્ર વટવૃક્ષ
ત્યાં મેં એક દેવળ જોયું. ચૂનાથી ધોળેલું હોઈને તે નિર્જળ જળધરસમૂહ જેવું ગૌર હતું. તે સિંહ જેવી બેસણીવાળું અને ઉત્તુંગ હતું.
ત્યાં સો સ્તંભો પર સ્થાપિત, સુશ્લિષ્ટ લક્કડકામવાળું, સુંદર, વિશાળ અને મોટા અવકાશવાળું પ્રેક્ષાગૃહ મેં જોયું.
તે પ્રેક્ષાગૃહની આગળના ભાગમાં અનેક ચિત્રભાતોથી શોભતું, ઊંચું, ચૈત્યયુક્ત પીઠ અને પતાકાયુક્ત એક વટવૃક્ષ મેં જોયું. ,
તે વૃક્ષને છત્ર, ચામર અને પુષ્પમાળા ધરવામાં આવ્યાં હતાં અને ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો ; ઉદ્યાનના અન્ય વૃક્ષોનું તે આધિપત્ય કરતું હતું. ઋષભદેવું ચૈત્ય
દેવળની પ્રદક્ષિણા કરીને મેં કોમળ પત્રશાખાવાળા અને પર્ણઘટાની શીતળ, સુખદ છાયાવાળા તે વડને પ્રણિપાત કર્યો. અને ત્યાંના લોકોને પૂછ્યું, “આ ઉદ્યાનનું નામ શું છે ? કયા દેવની અહીં સુંદર પ્રકારે પૂજા થઈ રહી છે ?
ઘણું ઘણું નિરીક્ષણ કરવા છતાં પણ અહીં મને ભવનોનો સમૂહ દેખાતો નથી. વળી આ પહેલાં આ ઉદ્યાન કદી મારા જોવામાં નથી આવ્યું.”
એટલે હું અભ્યાગત છું એમ જાણીને એ સ્થળના જાણકાર એક જણે મને કહ્યું, “આ ઉદ્યાનનું નામ શકટમુખ છે. કહેવાય છે કે ઈવાકુ વંશનો રાજવૃષભ, વૃષભ સમી લલિત ગતિવાળો વૃષભદેવ ભારતવર્ષમાં પૃથ્વીપતિ હતો. તે હિમવંત વર્ષના સ્વામીએ, મંડલો રૂપી વલયવાળી, ગુણોથી સમૃદ્ધ અને સાગરો રૂપી કટિમેખલા ધરતી પૃથ્વી રૂપી મહિલાનો ત્યાગ કરીને, ગર્ભવાસ અને પુનર્જન્મથી ભયભીત થઈને, ફરી જન્મ ન લેવો પડે તે માટે ઉદ્યત બનીને અસામાન્ય, પૂર્ણ અને અનુત્તર પદ પ્રાપ્ત કરવાની કામના કરી.
તે પછી કહેવાય છે કે સુર અને અસુરથી પૂજિત એવા તેમને, તેઓ અહીં વડની નીચે બેઠેલા હતા ત્યારે, ઉત્તમ અને અનંત જ્ઞાન તથા દર્શન