________________
૧૧૯
તરંગલોલા
તે સમાધિયુક્ત શ્રમણનાં ચરણમાં પડ્યાં.
પછી ઊભાં થઈ, મસ્તક પર અંજલિ રચીને અમે તે વેળાના બંધુ સમા, જીવિતદાન દેનાર શ્રમણને કહ્યું, “તે વેળા આગલા ભવમાં જે ચક્રવાકયુગલ હતું, અને આ ભવમાં જે દંપતીને તમે ચોરપલ્લીમાંથી બહાર કાઢીને જીવિતદાન દીધું હતું તે આ અમે જ છીએ. જેમ તે વેળા અમારા દુઃખનો તમે અંત આણ્યો હતો, તેમ અત્યારે ફરી પણ તને અમને દુઃખમુક્તિ અપાવો.
જન્મમરણની પરંપરામાં ફસાયેલા રહેવાને લીધે અનેક દુઃખોથી ભરેલા, અને અનિત્યતાને કારણે દુઃખરૂપ એવા સંસારવાસથી અમે ભયભીત થયાં છીએ.
| વિવિધ તપ અને નિયમનું ભાથું લઈને, જિનવચનોના સરળ માર્ગે, અમે નિર્વાણે પહોંચવાને ઉત્સુક બની તમને અનુસરવા ઇચ્છીએ છીએ.” શ્રમણે આપેલી હિતશિક્ષા
એટલે તે સુવિહિત શ્રમણે કહ્યું, “જે સતત શીલ અને સંયમ પાળશે, તે બધાં દુઃખોમાંથી સત્વર મુક્તિ પામશે. જો તમે સેંકડો જન્મની પરંપરામાં ફસાવાની અધોગતિના અનુભવમાંથી બચવા ઇચ્છતા હો, તો પાપકર્મનો ત્યાગ કરો અને સતત સંયમ પાળો.
મરણ નિશ્ચિત હોવાનું આપણે જાણીએ છીએ, પરંતુ એ ક્યારે આવશે તે આપણે જાણતા નથી. તો જીવતરનો તે અંત લાવે ત્યાં સુધીમાં તમે ધર્મ આચરો તે જ ઇષ્ટ છે.
મુશ્કેલીથી શ્વાસ લઈ શકતો હોય, પ્રાણ ગળે અટક્યા હોય, ભાન ચાલ્યું ગયું હોય તેવા મરણાસન્ન મનુષ્યને માટે જટિલ તપશ્ચર્યા કરવાનું શક્ય નથી.
આયુષ્ય સતત સરી જતું હોઈને, પાંચેય ઇંદ્રિયોને સહર્ષ વાળી લેનાર જ સુગતિના પંથ પર વિચરવાને યોગ્ય છે.
સત્કાર્યમાં અનેક વિઘ્નો આવતાં હોઈને, જગતમાં જીવિત પરિણામી અને અનિત્ય હોઈને, ધર્માચરણના કર્તવ્યમાં શ્રદ્ધા વધારતા રહેવું. - જેને મૃત્યુ પકડે તેમ નથી, જે કદી દુ:ખ પામે તેમ નથી તે જીવ તપ