Book Title: Tarangvati
Author(s): H C Bhayani
Publisher: Image Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 135
________________ તરંગલોલા ૧૧૮ અભાષ્ય એ બધું ક્રમશઃ તેણે મને શીખવ્યું. સમય જતાં મેં મોક્ષમાર્ગનાં દઢ સોપાન રૂપ અને આચારના સ્તંભરૂપ ઉત્તરાધ્યયનનાં છત્રીશય અધ્યયનોનું જ્ઞાન પૂરેપૂરું ગ્રહણ કર્યું. બ્રહ્મચર્યના રક્ષક સમા આચારાંગનાં નવ અધ્યયનોનું અને બાકીના આચારાંગ શ્રુતસ્કંધનું જ્ઞાન પણ ગ્રહણ કર્યું. એ પ્રમાણે નિર્વાણે પહોંચવાના માર્ગ રૂપ સુવિહિત શાસ્ત્ર પ્રમાણેના આચારાંગનું જ્ઞાન મેં સાંગોપાંગ ગ્રહણ કર્યું તે પછી મેં સૂત્રકૃતાંગ, સ્થાનાંગ અને સમવાયાંગ પૂરાં કર્યાં. અને બાકીનાં અંગ-પ્રવિષ્ટ કાલિક શ્રુતનું પણ મેં ગ્રહણ કર્યું. બધા નયોનું નિરૂપણ કરતા, વિસ્તૃત નવ પૂર્વો મેં જાણ્યા, તથા બધાં દ્રવ્યોની ભાવ અને ગુણને લગતી વિશિષ્ટતા પણ હું સમજ્યો. એ પ્રમાણે શ્રમણધર્મ આચરતાં અને પૃથ્વી પર વિહાર કરતાં, માનઅપમાન પ્રત્યે સમતા રાખીને મેં બારથી પણ વધુ વરસ વિતાવ્યાં. મારી શ્રદ્ધા સતત વૃદ્ધિ પામતી જાય છે, અને યથાશક્તિ હું સંયમ પાળતો રહું છું. આ પ્રમાણે ભાવિત ચિત્તે હું અત્યારે ઉત્તમ ધર્મની કામના કરી રહ્યો વૈરાગ્ય તરંગવતી અને તેના પતિમાં વૈરાગ્યવૃત્તિનો ઉદય એ પ્રમાણે સાંભળીને, અમારું પૂર્વ વૃત્તાંત તેણે સંભારી આપ્યું તેથી, તે વેળા અમે ભોગવેલું દુ:ખ મને ફરી તાજુ થયું. આંસુથી કંપતી લાંબી દૃષ્ટિએ અમે એકબીજા પ્રત્યે જોયું : “અરે ! આ તો પેલો જ માણસ', એમ અમે તે વેળા તેને ઓળખો – જાણે કે વિષનું અમૃત થઈ ગયું. જો એવો દૂરકર્મી હતો તો પણ આ માણસ સંયમી બની શક્યો, તો અમે પણ દુઃખનો ક્ષય કરનારું તપ આચરવાને યોગ્ય છીએ. દુઃખના સ્મરણથી અમારું મન કામભોગમાંથી ઊઠી ગયું, અને અમે

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146