________________
તરંગલોલા
૧૧૦
તે આગમાં હું પણ પડીને એક ઘડીમાં બળી મર્યો. મારા કુળધર્મ અને વ્રતના રક્ષણ માટે સર્વ પ્રકારે સંયત અને તત્પર એવો હું જાતની નિંદા, જુગુપ્સા, ગણા કરતો, સંવેગભર્યા ચિત્ત અને ધર્મશ્રદ્ધાથી વિશુદ્ધ ચિત્તપરિમાણ વાળો, આત્મહત્યા કરવા છતાં નરકે ન ગયો. શ્રીમંત કુળમાં વ્યાધનો પુનર્જન્મ
તે પછી હું ગંગા નદીના ઉત્તર તટે ધાન્ય અને સ્વજનોથી સમૃદ્ધ એવા શ્રીમંત વેપારીના કુળમાં જન્મ્યો. કિસાનોથી ભરપૂર કાશી નામના રમણીય દેશમાં જે કુળમાં હું જન્મ્યો ત્યાં સર્વોત્તમ ગુણે વિખ્યાત ઉત્સવ ઉજવાયો.
તે દેશનાં મનોરમ કમળસરોવરો, ઉદ્યાનો અને દેવમંદિરો જોવામાં વ્યસ્ત બની જતા પ્રવાસીઓની ગતિ મંદ બની જતી.
ત્યાં સાગરપત્ની ગંગા વડે જેના પ્રકારનું રક્ષણ કરાતું હતું તેવી, દ્વારિકા સમી ઉત્કૃષ્ટ, વારાણસી નામની નગરી હતી. ત્યાંના માની તેમ જ વિનયી વેપારીઓમાંનો પ્રત્યેક એક કરોડના માલની લેવેચ કરી શકે તેટલો સમર્થ હતો.
ત્યાંનાં રાજમાર્ગો પરનાં ભવનો એટલાં ઉત્તુંગ હતાં કે સૂર્ય જ્યારે આકાશતલમાં વચ્ચે વચ્ચે રહેલાં બાકોરાંમાં પ્રવેશતો ત્યારે જ તે ભૂમિનું દર્શન કરી શકતો.
ત્યાં હું રુદ્રયશ એવે નામે જન્મ્યો. ક્રમેક્રમે હું લેખન વગેરે વિવિધ કળાઓ શીખ્યો. ધૂતનું વ્યસન
અપકીર્તિના કારણરૂપ, લોકોના વ્યસનરૂપ, સર્વ દોષો સાથે સંકળાયેલા એવા ધૂતનો હું વ્યસની હતો. કપટી, ઉગ્ર, અસાધુ, લાભના લોભી, સર્વ સદ્ગુણોથી વંચિત એવા લોકો આ વિનાશકારી વ્યસન સેવે છે.
મૃગતૃષ્ણા સમા એ ધૂતના વ્યસને ઘેરાયેલો હું કુળ પરંપરાની ઉલ્કા સમી ચોરી પણ કરવા લાગ્યો. ખાતર પાડીને ઘરફોડ ચોરી કરવી, પ્રવાસીઓનો વધ કરીને તેમને લૂંટી લેવા વગેરે અપરાધોને કારણે સ્વજનોનો હું