________________
તરંગલોલા
પરાક્રમ વડે તેણે સુભટોના ઉત્કર્ષને પ્રગટ કરનારું એવું યશસ્વી સેનાપતિપદ પ્રાપ્ત કર્યું હતું.
૧૧૨
મેં તેનો આશ્રય લીધો. તેણે મારી સાથે વાતચીત કરીને મને આવકાર્યો. બીજા સુભટોએ પણ મારું સંમાન કર્યું, અને હું માનપાન સહિત ત્યાં સુખે રહેવા લાગ્યો.
વ્યાધની ક્રૂરતા
ત્યાં રહીને મેં અનેક લડાઈઓમાં કરેલા પરાક્રમોને પરિણામે દુષ્કીર્તિ મેળવી અને થોડા સમયમાં જ હું પાપભટ તરીકે જાણીતો થઈ ગયો.
તલવારથી પીઠ પાછળ ઘા કરીને લોકોની હત્યા કરવાની ક્ષુદ્રતાને લીધે હું બધા સુભટોમાં સેનાપતિનો સૌથી વધુ પ્રીતિપાત્ર બન્યો.
મારી સાથે લડતો હોય કે ન લડતો હોય, સામનો કરતો હોય કે નાસી જતો હોય તેવા કોઈને પણ યુદ્ધમાં હું જતો કરતો ન હોવાથી પલ્લીના લોકોએ ‘બળિયો’, ‘નિર્દય’ અને ‘જમદૂત’ એવાં મારી દુષ્ટતાનાં સૂચક નામ પાડ્યાં.
ન
જુગારમાં જીતેલા દ્રવ્ય વડે મેં મિત્રોને મારી સમૃદ્ધિથી સત્કાર્યા અને એમ હું સૌને માનનીય બન્યો. એ રીતે મારા ઘર પ્રત્યે લાગણી રહિત બનીને હું ત્યાં પલ્લીમાં કાળદંડ અને યમદંડની જેમ વર્તતો સમય વિતાવતો હતો.
ચોરો વડે તરુણ દંપતીનું બંદિગ્રહણ
હવે કોઈ એક સમયે ધંધો કરવા ગયેલા ચોરો કોઈક તરુણ દંપતીને પકડી પલ્લીમાં લઈ આવ્યા. તેઓ તે બંનેને દેવીને ધરાવવા સેનાપતિની પાસે લઈ આવ્યા. તે તરુણ અને તરુણીને સેનાપતિને દેખાડ્યાં. પોતાના વિશિષ્ટ રૂપવડે તે તરુણી ચોરોના હૃદયને પણ ચોરી લેતી હતી. તે અપ્સરા જેવી તરુણીને સેનાપતિએ કાત્યાયનીદેવીના ડરથી પોતાની સ્ત્રી તરીકે ન રાખી અને દેવીને બલિના પશુ તરીકે દીધી.
ચોરોએ તે તરુણ દંપતીનો રત્ન ભરેલો કાંઈ મૂલ્યવાન હતું તે સેનાપતિને સોંપી દીધું.
કરંડિયો તથા બીજું પણ જે સેનાપતિએ મને પોતાની