________________
૧૦૩
તરંગલોલા
છે, અનાદિ અને અનંત છે અને વિજ્ઞાનગુણવાળો છે.
જે દેહસ્થ હોઈને સુખદુઃખ અનુભવે છે, નિત્ય છે અને વિષયસુખનો જ્ઞાતા છે તેને આત્મા જાણવો.
આત્મા ઇંદ્રિયગુણોથી અગ્રાહ્ય છે ; ઉપયોગ, યોગ, ઇચ્છા, વિતર્ક, જ્ઞાન અને ચેષ્ટાના ગુણોથી તેનું અનુમાન કરવાનું હોય છે. વિચાર, સંવેદન, સંજ્ઞા, વિજ્ઞાન, ધારણા, બુદ્ધિ, ઈહા, મતિ અને વિતર્ક એ જીવનાં લિંગો છે.
શરીરમાં જીવ રહેલો છે કે કેમ એનો જે વિચાર કરે છે તે જ આત્મા છે ; કેમ કે જીવ ન હોય તો સંશય કરનાર જ કોઈ ન હોય.
કર્મના સામર્થ્યથી જીવ રડે છે, હસે છે, શણગાર સજે છે, બીએ છે, વિચારે છે, ત્રસ્ત બને છે, ઉત્કંઠિત બને છે, ક્રીડા કરે છે.
શરીરમાં રહેલો જીવ, બુદ્ધિથી સંયુક્ત પાંચ ઇંદ્રિયોના ગુણથી ગંધ લે છે, સાંભળે છે, જુએ છે, રસાસ્વાદ કરે છે અને સ્પર્શ અનુભવે છે.
મન, વચન અને કાયાના વ્યાપારરૂપ ત્રણ પ્રકારની પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાના પરિણામે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે.
આસક્ત થઈને જીવ કર્મ કરે છે, અને વિરક્ત થતાં તેને ત્યજે છે – સંક્ષેપમાં આ જ જિનવરે આપેલો બંધ અને મોક્ષનો ઉપદેશ છે.
કર્મ વડે જેનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે તેવો જીવ, ગાગરમાં મંથન કરતા રવૈયાની જેમ, વારંવાર અહીં બંધાય છે તો તહીં છોડાય છે.
કવચિત કર્મરાશિને તજતો, તો ક્વચિત તેનું ગ્રહણ કરતો અને એમ સંસારયંત્રમાં જૂતેલો જીવ, રહેંટની માફક ભ્રમણ કર્યા કરે છે,
શુભ કર્મના યોગે તે દેવગતિ પામે છે, મધ્યમ ગુણે મનુષ્યગતિ, મોહથી તિર્યંચગતિ અને ઝાઝા પાપકર્મથી નરકગતિ.
કર્મ
રાગદ્વેષના અનિગ્રહથી કર્મ ઉત્પન્ન થાય છે – તેમને જિનવરે કર્મબંધના ઉદુભાવક કહ્યા છે.