________________
તરંગલોલા
ઉત્તરોત્તર એકએક કરીને નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવની યોનિમાં ભમાડે છે. કર્માનુસાર ચાંડાલ, મુષ્ટિક, પુલિંદ, વ્યાધ, શક, યવન, બર્બર વગેરે વિવિધ મનુષ્ય જાતિઓમાં તે જન્મે છે.
૧૦૫
ઇંદ્રિયો અને શરીરની નિર્મળતા અને પૂર્ણતા, પરવશતા અને પ્રભુત્વ, સૌભાગ્ય અને દુર્ભાગ્ય, સંયોગ અને વિયોગ, ઉચ્ચ કે નીચ ગોત્ર, આયુષ્ય અને ભોગોની વૃદ્ધિ કે ક્ષય, અર્થ અને અનર્થ જન્મને કારણે પોતાનાં કર્મોમાં ખૂંપેલો તે આ પ્રકારના તથા અન્ય અનેક સુખદુઃખ અનંત વાર પામે છે.
મોક્ષ
—
પરંતુ મનુષ્યભવ પૂરતી જીવો માટે એટલી વિશિષ્ટતા છે કે સર્વ દુઃખોમાંથી મુક્તિ અપાવનાર મોક્ષપદમાં અહીંથી જ જઈ શકાય છે.
અજ્ઞાનરૂપી વૃક્ષોથી ગીચ એવા સંસારરૂપી મહાવનમાં જિનવરોએ જ્ઞાન અને ચરણને નિર્વાણે પહોંચવાના ધોરી માર્ગ રૂપે ચીંધ્યાં છે.
કર્મની પ્રાપ્તિને સંયમ અને યોગ વડે અટકાવીને અને બાકીનાં કર્મની તપ વડે શુદ્ધિ કરીને અને એ રીતે સર્વ કર્મનો ક્ષય કરીને કર્મ વિશુદ્ધ થયેલો જીવ સિદ્ધ બને છે.
―
એક સમયની અંદર તે અહીંથી બાધારહિત પરમપદમાં પહોંચે છે; સંસારના ભયથી મુક્ત બનેલો તે અક્ષય સુખવાળો મોક્ષ પામે છે.
અનેક ભવભ્રમણ કરવામાં પ્રાપ્ત થતાં કર્મોથી મુક્ત બનેલો તે નિઃસંગ સિદ્ધોની સ્વભાવસિદ્ધ ઊર્ધ્વગતિને પામે છે.
અનુત્તર દેવલોકની ઉપર ત્યાં ત્રણ લોકને મથાળે અર્જુન અને શંખ સમી શ્વેતવર્ણી, છત્રરત્નવાળી પૃથ્વી છે. સિદ્ધિ, સિદ્ધિક્ષેત્ર, પરમપદ, અનુત્તરપદ, બ્રહ્મપદ, લોકપિકા અને સીતા એવાં તેનાં નામ છે.
આ ઇષત્ઝાગ્ગારા કે સીતાથી એક યોજન પર લોકાંત છે. તેના ઉપલા ત્રીજા ભાગમાં જ સિદ્ધોનું - સ્થાન હોવાનું કહેલું છે.
સર્વ ભાવોને યથાર્થ ૫માં જાણતો સિદ્ધ, તેણે રાગદ્વેષને ખપાવ્યા