________________
તરંગલોલા
પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, મદ, ભય, અરિત, જુગુપ્સા, મન વચન અને કાયાના અશુભ યોગ, મિથ્યાદર્શન, પ્રમાદ, પિશુનતા, અજ્ઞાન, ઇંદ્રિયોનો અભિગ્રહ આ સૌ સંકલ્પથી યુક્ત થતાં આઠ પ્રકારનાં કર્મના બંધહેતુ હોવાનું જિનવરે નિરૂપ્યું
છે.
―
૧૦૪
જેમ શરીરે તેલનો અભંગ કરેલાના અંગ પર રજ ચોટે છે તેમ રાગદ્વેષરૂપી તેલથી ખરડાયેલાને કર્મ ચોંટે છે એમ જાણવું.
મહાન દ્વેષાગ્નિ વડે તેને જીવ વિવિધ રૂપે પરિણમાવે છે જેમ જઠરાગ્નિ પ્રત્યક્ષપણે પુરુષના ઔદારિક શરીરમાં વિવિધ પરિણામ લાવે છે. એ પ્રમાણે કર્મશ૨ી૨થી યુક્ત જીવને જાણવો.
-
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર અને અંતરાય — એમ આઠ પ્રકારનાં કર્મોના છ પરિમિત ભેદ અને ગ્રહણ, પ્રદેશ અને અનુભાગ પ્રમાણે વિભાગ થાય છે.
-
છ
જેમ ભોંયે વેરેલાં વિવિધ પ્રકારનાં બીજ તેના વિવિધ ગુણ અનુસાર પુષ્પ અને ફળરૂપે અનેકવિધતા પ્રાપ્ત કરે છે, તેમ યોગથી બાંધેલું અને અશાંત વેદનીય ગુણવાળું એક નવું કર્મ વિવિધ વિપાકરૂપે અનેકતા પ્રાપ્ત કરે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને અનુલક્ષીને કર્મનો ઉદય પાંચ પ્રકારે નિર્દેશ્યો છે.
સંસાર
તે કર્મને કારણે જીવ અપરિમિત સંસારમાં પરિભ્રમણ કરે છે. સંસારને કારણે ભવનો ઉપદ્રવ થતાં તે જન્મ પ્રાપ્ત કરે છે ; જન્મને કારણે શરીર, શરીરને કારણે ઇંદ્રિયવિશેષ, ઇંદ્રિય અને વિષયને કારણે મન, મનને કારણે વિજ્ઞાન, વિજ્ઞાનને કારણે તે સંવેદન અનુભવે છે અને સંવેદનને કારણે તે તીવ્ર શારીરિક અને માનસિક દુઃખો પામે છે.
આ દુઃખ દૂર કરવા માટે સુખની ઇચ્છાવાળો તે પાપકર્મ આચરે છે અને તે પાપને કારણે જન્મમરણના રહેંટમાં તે ફેંકાય છે. તેનાં કર્મો તેને