________________
તરંગલોલા
૧૦૨
એટલે તેમણે આશિષ દીધી, “તમે સર્વ દુઃખોથી મોક્ષ અપાવનાર, સર્વ વિષયસુખનો ક્ષય કરનાર, અનુપમ સુખરૂપ, અક્ષય અને અવ્યાબાધ, મોક્ષ પ્રાપ્ત કરો.” ધર્મપૃચ્છા
તેમના આશીર્વચન મસ્તકે ચડાવીને, ભોયને વિશુદ્ધ કરીને અમે બંને આનંદિત મને નીચે બેઠાં. અને અત્યંત સાવધાન અને સંયતપણે, વિનયભારે નમતા અમે તેમને જરા ને મરણ નિવારનાર, નિશ્ચિત સુખરૂપ ધર્મ પૂછ્યો.
એટલે તે શમણે આગમોમાં જેનો સાચો અર્થ સવિસ્તર નિશ્ચિત કરેલો છે, તેવો બંધ અને મોક્ષના તત્ત્વને પ્રકાશિત કરતો, અને કર્ણને સુંદર રસાયણરૂપ ધર્મ આ પ્રમાણે કહ્યો : ધર્મોપદેશ
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને જિનવરે ઉપદેશેલી આજ્ઞા : આ ચાર બંધ અને મોક્ષનાં સાધન છે.
ઇંદ્રિયના ગુણથી યુક્ત, સામે રહેલું, જેના મુખ્ય ગુણદોષ દેખાય છે તેવું અને જે સર્વ લોકમાં સિદ્ધ છે તે દ્રવ્યને પ્રત્યક્ષનો વિષય જાણવું.
જે દ્રવ્યના ગુણ જોઈ શકાતા નથી, પણ જેના ગુણના એકાંશથી જે મુખ્યત્વે કળી શકાય છે અને એમ તેના ગુણદોષ જાણવામાં આવે તે દ્રવ્ય અનુમાનનો વિષય જાણવું.'
પ્રત્યક્ષ દ્રવ્યની સાથે તેના જેવું કે પરોક્ષ, દોષરહિત દ્રવ્ય સરખાવાય તેને ઉપામનનો વિષય જાણવું.
ત્રણ કાળનાં પ્રત્યક્ષ અને પરોક્ષ દ્રવ્યોનું શ્રુતજ્ઞાન દ્વારા જે ગ્રહણ થાય તેને ઉપદેશ કહેવામાં આવે છે. જીવતત્ત્વ
જીવ સર્વદા વર્ણ, રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ ગુણોથી રહિત અને આદિ-અંત વિનાનો હોવાનું જિનવરનું દર્શન છે.
તે આત્મા શાશ્વત છે, અયોનિ છે, ઇંદ્રિયરહિત છે, ઇંદ્રયોર્થોથી રહિત