________________
૮૯
તરંગલોલા
એ સાંભળીને મારો શોક તુરત જ અદશ્ય થયો, અને સંતોષથી પ્રગટેલા હસ્તે મારું હૃદય ભરી દીધું. તે વેળા, મારા પ્રિયતમના બાહુને તસતસતાં બંધનોથી અતિશય પીડા પામેલા, ઘણા વિકૃત બની ગયેલા અને સૂજી ગયેલા – એવી દશામાં જોઈને તે કુલ્માષહસ્તી બોલ્યો :
સાચી વાત કહે, ગજવરની સૂક્સમા અને શત્રુનો નાશ કરવાને સમર્થ આ તારા બાહુઓ કેમ કરતાં વિકૃત, સૂજેલા અને ઘારાંવાળા થઈ ગયા છે?'
એટલે અમે બંનેએ જે ભારે સંકટ ભોગવ્યું, જે મરણની ઘાંટી આવી અને જે કાંઈ કર્યું તે બધું યથાતથ તેને કહ્યું. એ સાંભળીને કુભાષહસ્તીએ તે ગામના આદરણીય બ્રાહ્મણ કુટુંબમાં અમારે માટે ભોજનની વ્યવસ્થા કરાવવા માંડી. ઊંચા સ્થાન પર રહેલા બ્રાહ્મણવાડામાં થઈને અમે તે બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો.
છતમાંથી લટકાવેલા કળશના ગળામાંથી ત્યાં જળબિંદુ ટપકતાં હતાં. પગ ધોઈને અમે ગૌશાળાની નિકટમાં બેઠાં હાથ ધોવા માટે અમને શુદ્ધ જળ આપ્યું. રસોઈ તૈયાર હોઈને અમને સુપવ, સરસ, સ્નિગ્ધ અન્નથી તુત કરવામાં આવ્યાં. હે ગૃહસ્વામિની, અમૃત સમો અત્યંત રુચિકર આહાર ત્યાં અમે લીધો. તે પછી હાથમાં ધોઈ, અજીઠાં વાસણ ખસેડી લઈ, પગે પડેલા ઊઝરડા પર ઘી ચોપડી, તે કુટુંબના લોકોને નમસ્કાર કરીને અમે ત્યાંથી નીકળ્યાં. પ્રણાશકનગરમાં વિશ્રાંતિ
તે પછી અતિશય થાકેલાં અમે બંને ઘોડા પર સવાર થયાં. કુલ્માષહસ્તી અને તેના સુભટપરિવારથી વીંટળાઈને અમે તે પ્રદેશના આભૂષણરૂપ. લક્ષ્મીના નિવાસસમા, સમસ્ત ગુણવાળા, શોકવિનાશક પ્રણાશક નામના નગરમાં પહોંચ્યા.
ત્યાં ગંગાની સખી સમી, ઊંચા કોતરોને લીધે વિષમ કાંઠાવાળા, જળભરપૂર તમસા નદી અમે નૌકામાં બેસીને પાર કરી. ગંગા અને તમસાના સંગમ રૂપી તિલકસ્થાને શોભતા ચૂડામણિ સમા, હાટોથી સમૃદ્ધ એવા પ્રણાશક નગરમાં દિવસનો ત્રીજા ભાગ બાકી રહ્યો હતો ત્યારે અમે પહોંચ્યાં.