________________
તરંગલોલા
અમારાં મસ્તક સૂંધ્યાં, અને આંસુનીંગળતી આંખે તે વેળા અમને ક્યાંય સુધી તેઓ જોતા રહ્યા.
૯૫
પછી મારાં સાસુજીના પગમાં અમે પડ્યાં. અઢળક આંસુ સારતાં, પાનો મૂકતાં તે અમને ભેટ્યાં.
તે પછી હું વિનયથી મસ્તક નમાવીને અનુક્રમે, આંસુભરી આંખોવાળા મારા ભાઈઓના ચરણમાં પડી.
બીજા સૌ લોકોને પણ અમે હાથ જોડીને બોલાવ્યા, તથા સૌ પરિચારકવર્ગ અમારા પગે પડ્યો.
ધાત્રી અને સારસિકાએ, રોકી રાખેલાં આંસુને વહેવા દીધાં પરથી ઝાકળબિંદુ ઝરે તેમ તે ઝરી રહ્યાં.
―――
વેલ
પછી શ્રેષ્ઠી અને સાર્થવહને માટે મોં ધોવા ગજમુખના આકારવાળી સોનાની ઝારીમાં જળ લાવવામાં આવ્યું.
-
હે ગૃહસ્વામિની, સ્વસ્થ થઈને, ત્યાં અમે બેઠાં એટલે અમારા સૌ બાંધવોએ કુતૂહલથી અમારા પૂર્વભવ વિશે પૂછ્યું. તેમને મારા પતિએ ચક્રવાક તરીકેનો અમારો સુંદર ભવ, મરણથી થયેલો વિયોગ, ચિત્રના આલેખન દ્વારા સમાગમ, ઘરમાંથી નાસી જવું, નૌકામાં બેસીને રવાના થવું, નૌકામાંથી કાંઠે ઊતરવું, ચોરો વડે અપહરણ, ચોરપલ્લીમાં પ્રાણસંકટ, ત્યાંથી ચોરની દેખભાળ નીચે પલાયન થવું, જંગલમાંથી બહાર નીકળવું, ક્રમશઃ વસતિમાં પ્રવેશ અને કુલ્નાષહસ્તી સાથે મિલન એ બધું જે પ્રમાણે અનુભવ્યું હતું તે પ્રમાણે કહી બતાવ્યું. આર્યપુત્ર કહેલું એ અમારું વૃત્તાંત સાંભળીને અમારા બંને પક્ષોએ શોકથી રુદન કર્યું.
પિતાજીએ અમને કહ્યું, ‘તમે પહેલાં મને આ વાત કેમ ન કરી ? તો તમને આવી આફત ન આવત અને આવો અપવાદ ન લાગત.
સજ્જન પોતાના પરનો ઉપકાર થોડો હોય તો પણ, જ્યાં સુધી તે પ્રત્યુપકાર ન કરે ત્યાં સુધી, ઋણની જેમ, કૃતજ્ઞભાવે તેને ઘણો મોટો માને છે. ઉપકારના ભારે ચંપાતા પુરુષો ઉપકારના વૃદ્ધિ પામતા ઋણ નીચે,