________________
તરંગલોલા
૯૮
ચારિત્ર્યવાળી પુત્રી સ્વભાવે ભદ્ર અને પરવશ એવા સૌ બાંધવોને જીવનભર હૃદયદાહ અર્પે છે.
કપટથી મીઠું બોલીને અન્યને વિશ્વાસ ઉપજાવતી સ્ત્રીનું સ્વરૂપ દર્પણમાંના પ્રતિબિંબની જેમ દુર્ણાહ્ય હોય છે.”
પછી તેણે મને પૂછયું, “તેં મને આ વાત પહેલા કેમ ન કરી? તો હું એને જ તેનો હાથ સોંપી અને તો આ કલંક તો ન ચોંટત.” એટલે મેં કહ્યું, “તેણે મને પોતાના જીવતરના શપથ દઈને કહેલું કે હું જઈને તેને ન મળે ત્યાં સુધી તારે મારું આ રહસ્ય જાળવવું. તેને આપેલા વચનનું પાલન કરવા અને ડરના માર્યા હું કહી ન શકી. તમને આ વાત નિવેદિત ન કરી તે અપરાધ બદલ હું તમારાં ચરણની કૃપા યાચું છું.” શેઠાણીનો વિલાપ
આ વાત સાંભળતાં શેઠાણી અપકીર્તિના અને તારા વિયોગના વિચારે મૂછિત થઈ ગઈ. તેને એકાએક ઢળી પડેલી જોઈને ઘરના બધા માણસો ગરુડથી ધ્રૂજતા નાગકુળની જેમ દીનભાવે ચિત્કાર કરી રડવા લાગ્યા.
ભાનમાં આવતાં શેઠાણી અનેક પ્રકારે વિલાપ કરતી રડવા લાગી, જેથી અનેક જણને રોણું આવી ગયું.
તે વેળા તારા સૌ ભાઈઓ, તેમની પત્નીઓ તથા કેટલાક પરિજનો પણ, હે સ્વામિની, તારા વિયોગે અતિ કરુણ રુદન કરવા લાગ્યા. પુત્રી પ્રત્યેના સ્નેહને કારણે કરણ રુદન કરતાં કરતાં કોમળ હૃદયવાળી તારી અમ્માએ શેઠને વીનવણી કરીને આ પ્રમાણે અભ્યર્થના કરી :
વિશુદ્ધ શીલવાળા અને કુળના વશમાં લુબ્ધ લોકોને પુત્રી જન્મીને બે અનર્થનું કારણ બને છે : પુત્રીવિયોગ અને અપયશ. પૂર્વે કરેલા કર્મના પરિણામરૂપ જે બધું વિધાન વિહિત હોય તે પ્રમાણે શુભ કે અશુભ થાય કે સૌ કોઈ સ્વવશ કે અવશ બને.
શીલ અને વિનયયુક્ત મારી પુત્રીને દોષ દેવો ઘટતો નથી. કુટિલ વિધિથી જ આ સંસારમાં તે દોરાઈ છે. જો તેને પોતાના પૂર્વજન્મ સાંભર્યો,