________________
તરંગલોલા
८४
મારી સારસંભાળ કરતાં મારા પ્રિયતમે કહ્યું, “આપણે આસ્તે આસ્તે જઈએ. હે મૃગાક્ષી, તું ઘડીક આ ક્વચિત અહીં તહીં પડેલાં લાકડાં વાળા વનપ્રદેશ તરફ દૃષ્ટિ કર. ગાયોની અવરજવરથી કચરાયેલાં અને આછા તૃણ અને છાણવાળાં ગોચરો પરથી જણાય છે કે ગામ સમીપમાં જ છે, તો તું ડર તજી દે.”
એટલે હે ગૃહસ્વામિની, લોકમાતા સમી ગાયોને જોતાં મારો ડર એકદમ દૂર થયો અને મને અત્યંત પ્રસન્નતા થઈ. લાયક ગામમાં આગમન
ત્યાં તો અસનપુષ્પોના કર્ણપૂર પહેરેલાં, લાઠીથી ખેલતાં, દૂધ ચમકતા ગાલ વાળા, ગોવાળના છોકરાઓ નજરે પડ્યા. તેમણે અમને પૂછ્યું, ‘તમે આ આડે રસ્તે ક્યાંથી આવો છો ?'
એટલે આર્યપુત્રે કહ્યું, ‘મિત્રો, અમે રસ્તો ભૂલ્યાં છીએ. આ પ્રદેશનું નામ શું છે ? આ નગરનું નામ શું ? કયાં નામનું ગામ અહીંથી કેટલે દૂર હશે ?'
તેમણે કહ્યું, “પાસેના ગામનું નામ લાયક છે. પણ અમે વધુ કશું નથી જાણતા, અમે તો અહીં જંગલની સરહદમાં જ મોટા થયા છીએ.”
પછી આગળ ચાલતાં ક્રમે કરીને અમે હળથી ખેડેલી ભૂમિ પાસે પહોંચ્યાં. એટલે પ્રિયતમે મને ફરીથી આ પ્રમાણે વચન કહ્યાં, “હે વરોડ, વનનાં પાંદડાં ચૂંટી લાવતી આ ગ્રામીણ યુવતીઓ જો, પાંદડાંનો ખોળો ભરેલો હોઈને તેમનાં દઢ, રતાશ પડતાં, પુખ સાથળ ખુલ્લા દેખાય છે.”
પ્રિય વચનો કહેતો મારો પ્રિયતમ, મારો શોક અને પરિશ્રમ ઓછો કરવા આ તેમ જ અન્ય વસ્તુઓ મને બતાવતો જતો હતો. ગામનું તળાવ
તે પછી થોડે દૂર જતાં અમે ગામના તળાવ પાસે જઈ પહોંચ્યા. તે સ્વચ્છ જળ ભરેલું હતું, અંદર પુષ્કળ માછલીઓ હતી. ચોતરફ કમળોનાં ઝૂંડ વિકસ્યાં હતાં.