________________
૮૫
તરંગલોલા
એ ગામના તળાવમાંથી અને સ્વચ્છ, વિકસિત કમળની સુગંધવાળું પાણી ભયમુક્ત મને ખોબે ખોબે પીધું. હે ગૃહસ્વામિની, પછી પાણીમાં નાહીને, જળથી શીતળ બનેલા અને પવનથી વીજણો નખાતા અંગે, ભયમુક્ત બનેલાં અમે તે ગામમાં પ્રવેશ્યાં. ઉત્સુક ગ્રામીણ તરુણીઓ
ત્યાં ઘડાને કાંઠે બલયાંવાળો હાથ વીંટાળીને ઘડાને કટિપ્રદેશ પર રાખીને પાણી વહી લાવતી જુવાનડીઓને અમે જોઈ. મને થયું, આ ઘડાઓએ શું પુણ્ય કર્યું હશે કે પ્રિયતમની જેમ યુવતીઓ તેમને કટિતટે રાખીને બલૈયાંવાળી ભુજાઓ વડે આલિંગન દે છે? તેઓ પણ વિસ્મિત થઈને, વિસ્મયે પહોળા થયેલાં નેત્રે, ફરી ફરીને, અવિરતપણે ક્યાંય સુધી અમને જોઈ રહી.
હૂંબડાં રૂપી વિપુલ સ્તનવાળી, સરસ પ્રૌઢ વાડો રૂપી મહિલાઓથી આલિંગિત એ ગામમાં અમે બંને પહોચ્યાં. અમારા સૌદર્યથી વિસ્મિત થયેલી, અમને આંખથી અળગાં ન કરતી, ઉતાવળના જોસમાં એકબીજીને ધકેલતી એ ગ્રામતરુણીઓએ કેટલેક સ્થળે તો જોણું જોવાની એકબીજા સાથેની ચડસાચડસીમાં, વાડોને કડકડાટ કરતી તોડી પાડી.
વાડો ભાંગવાના અવાજથી વૃદ્ધો ચિંતાતુર બનીને બહાર રસ્તા પર નીકળી આવ્યા. કેટલીક જગ્યાએ કૂતરાઓ ટોળે મળીને ઊંચું મોઢું કરી ભસતા હતા. અતિશય ઢીલાં બલૈયાંવાળી, ફીકા મેલા ને દૂબળા દેહવાળી, ઘરડી તેમ જ માંદી સ્ત્રીઓ પણ અમને જોવા નીકળી હતી.
હે ગૃહસ્વામિની, સુંવાળી, ઊંચા કાપડની ઓઢણી ઓઢેલી, કેડ પર છોકરાં લઈ ઘર બહાર નીકળી આવીને ગૃહસ્થની સ્ત્રીઓ પણ અમને જોતી
હતી.
એ રીતે અનેક પ્રકારની પરિસ્થિતિઓનું અટકળે ગ્રહણ કરતાં, ચાલતાં ચાલતાં બધું જોતાં અમે તે માર્ગ પસાર કર્યો. આહારની તપાસ
વનની કેડીએ ચાલવાથી મારા પગમાં છાલાં પડી ગયાં હતાં. હું જીવતા રહેવાની ઝંખનામાં ભૂખતરસ અને થાકને ગણકાર્યા વિના, જંગલને પાર કરી