________________
તરંગલોલા
સારસિકાનું પ્રત્યાગમન
તેટલામાં ભાવી સ્નેહભાવભરી દષ્ટિ વડે મને જોતી હોય તેમ, પ્રયાસની સફળતાના સંતોષથી હસતા વદનકમળ વાળી, મધુર વિનય ને મધુર વચનની ખાણ સમી સારસિકા શિરપર અંજલિ રચીને મારી પાસે આવી અને આ પ્રમાણે કહેવા લાગી :
વાદળરહિત અને અંધકાર-વિનાશક એવા સંપૂર્ણ શરશ્ચંદ્ર સમા મુખથી શોભતા, લાંબા સમયથી ખોવાયેલા અને તારા મનમાં રમી રહેલા એ તારા પ્રિયતમને મેં જોયો. સિંહગર્જનાથી ભયત્રસ્ત બનેલી બાલ હરિણીના જેવાં નેત્ર વાળી હે સખી, તું હવે આશ્વાસન લે અને તેની સાથે આનંદપૂર્વક રહીને કામભોગની કામના પૂરી કર.'
એ પ્રમાણે બોલતી તેને હું સંતોષથી આંખ બીડી દઈને, રોમાંચિત થઈને, એકાએક હૃદયપૂર્વક ગાઢપણે ભેટી પડી. મેં કહ્યું “પ્રિય સખી, બદલાયેલી દેહાકૃતિવાળા એ મારા પૂર્વજન્મના ચક્રવાક પતિને તે કઈ રીતે ઓળખી કાઢ્યો ?' તે બોલી, “વિકસિત કમળના સ્નિગ્ધ ગર્ભ જેવા વાનવાળી હે સખી, મને તેનું કઈ રીતે દર્શન થયું તે વાત હું માંડીને કહું છું, તો તું સાંભળઃ
સારસિકાનો વૃત્તાંત ચિત્રદર્શન
હે સ્વામિની, ગઈ કાલે બપોરના સમયે જ્યારે હું ચિત્રપટ લઈને જતી હતી ત્યારે તેં મને શપથ સાથે સંદેશો આપેલો. મેં તે ચિત્રપટને તારા ઘરના વિશાળ આંગણા પાસેના, ભ્રમરકંડિત કમળની શોભાવાળા મંડપમાં રાખ્યું. તે વેળા, હે સ્વામિની, કમળોને આનંદ આપતો સૂર્ય જીવલોકનું તેજ હરી લઈને ગગનમાંથી અદશ્ય થયો.
પછી, તે સ્વામિની, દહીંના નિસ્યદ (માખણ) જેવો, મન્મથના કંદ સમો, જ્યોખ્ખા પ્રસારતો, રાત્રિના મુખને આનંદિત કરતો પૂર્ણચંદ્ર ઊગ્યો. નિર્મળ ગગનસરોવરમાં પ્રફુલ્લિત, મૃગભ્રમરના ચરણથી ક્ષુબ્ધ એવા ચંદ્રકમળનો જ્યોત્નાપરાગ ઝરવા લાગ્યો.
તારા ચિત્રના પ્રેક્ષકોમાં ગર્ભશ્રીમંતો પણ હતા. તેઓ વૈભવી વાહનોમાં