________________
તરંગલોલા
તેવી જ ચક્રવાકી પણ પાતળી સુકુમાર ગ્રીવાવાળી, તાજા કોરંટપુષ્પના ઢગ જેવા વાનવાળી અને પોતાના પ્રિયતમને અનુસરતી સરસ દર્શાવી છે.
૪૫
આ હાથી પણ ભાંગલાં વૃક્ષો પર થઈને જતો, આકૃતિ દ્વારા તેના ગુણો વ્યક્ત થાય તેમ પ્રમાણની વિશાળતા જાળવીને સરસ આલેખ્યો છે. તેને નદીમાં ઊતરતો, જળમાં યથેચ્છ નહાતો, મદમસ્ત બનીને તરબોળ શરીરે બહાર નીકળતો બતાવ્યો છે.
આ જુવાન શીકારીને પણ વૈશાખસ્થાનમાં ઊભો રહેલો અને હાથીને પ્રાપ્ત કરવા કાન સુધી ખેંચેલા ધનુષ્યબાણને હાથમાં ધરેલો બરાબર દોર્યો છે.
જુઓ, આ શાળના કણસલાના સુંદર કેસર જેવા ચળકતા કેસરી શરીરવાળો તે ભોળો પક્ષી શીકારીના બાણથી કમ્મરે વીંધાયેલો અહીં દેખાડ્યો
છે.
અને અહીં પતિસ્મરણે વ્યાકુળ અને કરુણ દશાવાળી, શાળના કણસલા જેવી કાંતિવાળી અને પડતી ઉલ્કાની જેમ શરીરને પડતું મૂકતી ચક્રવાકી આલેખી છે.
મરણ પામેલા આ ચક્રવાકને નદી કાંઠે દાહ દેતા શીકારીએ, જુઓ, તેને નામશેષ બનાવી દીધો.
તો અહીં શોકાગ્નિથી બળતી કરુણ દશામાં આવી પડેલી ચક્રવાકી પતિના પંથને અનુસરતી અગ્નિમાં પ્રવેશ કરતી આલેખી છે.
કેવું મનોહર ચિત્ર છે ! શરદપૂનમની સર્વ દર્શનીય વસ્તુઓનું આ સારસર્વસ્વ છે, પરંતુ આ ચિત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે જણાય તેવું નથી.'
તરુણની મૂર્છા : પૂર્વભવસ્મરણ
કુતૂહળથી ઘેરાઈને મિત્રોને બતાવતાં બતાવતાં આટલે સુધીનું ચિત્રમાંનું ચરિત્ર જોઈને એ તરુણ એકાએક મૂર્છિત થઈ ગયો.
મજબૂત દોરડાનો બંધ છૂટતાં નીચે પડતા ઇંદ્રધ્વજની જેમ તે એકદમ, વિરલ પ્રેક્ષકોને કારણે સૂના બનેલા ધરણીતલ પ૨ ધબ દઈને પડ્યો. તેના