________________
૭૭
તરંગલોલા
હાથ બળપૂર્વક પાછળ મરડીને તેનાં અંગેઅંગ બાંધ્યાં.
એટલે પ્રિયજનની આપત્તિથી ભભૂકી ઊઠેલા દુઃખે હું, જેમ નાગયુવાન ગરુડ વડે ગ્રસાતાં નાગયુવતી વિલાપ કરે તેમ વિલાપ કરતી ભોંય પર પડી. વિખરાયેલા કેશકલાપ સાથે, આંસુના પૂરે રૂંધાયેલી આંખે હું પ્રિયતમનું બંધન વારવાનું કરતી તેને ભેટી પડી.
અનાર્ય, તું એને બદલે મને બાંધ, જેના કારણે આ પુરુષહસ્તી, જેમ મુખ્ય હસ્તિનીને ખાતર વીર હસ્તી બંધન પામે તેમ, બંધન પામ્યો છે.'
આલિંગન આપવામાં સમર્થ, સુંદર, જાનુ સુધી લંબાતી એવી પ્રિયતમની ભુજાઓને પીઠ પાછળ એકબીજી સાથે લગોલગ રાખીને તેણે બાંધી દીધી.
તેનાં બંધન છોડવાની મથામણ કરતી મને, રોષે ભરાયેલા તે ચોરે લાત મારી, ધમકાવીને એક કોર ફેંકી દીધી.
બંધનની વેળાએ જે મારો પ્રિયતમ ધૈર્ય ધારણ કરીને વિષાદ ન પામ્યો, તે મને કરાયેલા પ્રહાર અને અપમાનથી ઘણો દુ:ખી થયો.
રડતો રડતો તે મને કહેવા લાગ્યો, ‘અરેરે પ્રિયા, મારે કારણે, પહેલાં કદી ન સહેલું એવું મરણથી પણ અધિક કષ્ટદાયક આ અપમાન તારે વેઠવું પડ્યું. હું મારા પિતા, માતા, બંધુવર્ગનો અથવા તો મારો પોતાનો પણ એટલો શોક નથી કરતો, જેટલો આ તારા નવવધૂપણાની અવદશાનો શોક કરું છું.’ એ પ્રમાણે બોલતા તેને તે ચોરે, કોઇ ગજરાજને બાંધે તેમ ખીલા સાથે પાછળથી બાંધી દીધો.
એમ બંધન વડે તેને વશ બનાવીને તે નિર્દય ચોર પડાળીની અંદર ગયો અને શેકેલા માંસ સાથે તેણે સુરાપાન કર્યું.
મરણના ભયે ત્રસ્ત, અત્યંત ભયભીત એવી હું પ્રિયતમને કહેવા લાગી, અરેરે કાંત, આ ભયંકર પલ્લીમાં આપણે મરવું પડશે.'
દ્રવ્યના બદલામાં છોડવાનો નિષ્ફળ પ્રસ્તાવ : તરંગવતીનો વિલાપ
મેં પેલા ચોરને કહ્યું, ‘કૌશાંબીનગરીના સાર્થવાહનો આ એકનો એક પુત્ર છે, અને હું ત્યાંના શ્રેષ્ઠીની પુત્રી છું. તારે જેટલાં મણિ, મુક્તા, સુવર્ણ