________________
તરંગલોલા
૭૮
કે પ્રવાલની ઇચ્છા હોય તેટલાં અમે તને અહીં રહ્યાં છતાં અપવીશું. તમારો કોઇ માણસ અમારા લખેલા પત્ર લઈને બંનેને ઘરે જાય અને તમને દ્રવ્ય મળે તે પછી તમે અમને બંનેને છોડજો.'
એટલે તે ચોરે કહ્યું, “અમારા સેનાપતિએ તમને બંનેને કાત્યાયનીના જાગ માટેના મહાપશુ ઠરાવ્યાં છે. તેને આપવાનું અમે ન આપીએ તો તે ભગવતી અમારા પર રૂઠે, એની કૃપાએ તો અમારી બધી કામના પૂરી થાય છે. કાત્યાયનીની કૃપાથી અમારા કામમાં સિદ્ધિ, યુદ્ધમાં વિજય અને બધી વાતનું સુખ થશે, એટલે અમે તમને છોડવાના નથી.”
એ સાંભળીને તથા ગરદન અને હાથને પીઠ તરફ વાળીને બાંધવાને કારણે પ્રિયતમના શરીરને મરડેલું જોઈને હું વધુ જોરથી રુદન કરવા લાગી.
હે ગૃહસ્વામિની, પ્રિયતમના ગુણ અને પ્રેમાનુરાગરૂપી બેડીથી બંધાયેલી હું ત્યાં અતિ કરુણ રુદન કરતી, વિવર્ણ અને નિષષ્ણ બની રહી.
હું જોનારના ચિત્તને ઉત્તપ્ત કરીને વ્યથિત કરે તેવું, બંદિનીઓને પણ આંસુ આવે તેવું કણસતું રુદન કરવા લાગી. આંસુથી ગાલ, અધરોષ્ઠ અને સ્તનપૃઇને ભીંજવતી હું પ્રિયતમને છોડી મૂકવા વિનવતી લગાતાર રડી રહી.
હે ગૃહસ્વામિની, કૂટતીપીટતી; વાળ ખેંચતી, હું ત્યાં ખાડાટેકરાવાળી ભોંય પર આળોટવા લાગી. “જાણે કે સ્વપ્નમાં જોયો હોય તેમ તું ગુણવંતો મને પ્રાપ્ત થયો. તેથી કરીને મને આ રુદન આવી પડ્યું : હે ગૃહિણી, પ્રિયના આવી પડનારા દુઃસહ વિરહના શોકે ઘેરાયેલી હું એવાં એવાં કરુણ વચને વિલાપ કરવા લાગી. અકસ્માત પ્રોત્સાહક ગીતનું શ્રવણ
તે વેળાએ ત્યાં પીઠામાં બેઠેલા કેટલાક સુભટોએ શ્રવણને સુખદ સુમધુર ગીતવાદિત્ર સાથે આ પ્રમાણે ગાયું :
આવી પડેલી આપત્તિની અવગણના કરીને સાહસકર્મ આચરનાર પુરુષને કાં તો વિપત્તિ મળે, કાં તો સિદ્ધિ મળે.
પ્રવૃત્તિ આદરનાર પુરુષને કાં તો લક્ષ્મી પ્રાપ્ત થાય અથવા તો મરણ.