________________
તરંગલોલા
પરંતુ પ્રવૃત્તિ શરૂ ન કરનારને મરણ તો અવશ્ય આવવાનું અને લક્ષ્મી પણ નહીં મળવાની.
મૃત્યુ સૌકોઈને આવતું હોય છે, માટે પોતાનું પ્રિય તરત થાય તેમ કરવાની ઉતાવળ રાખો. પોતાના મનોરથ પૂરા થયાથી સંતુષ્ટ બનેલા માણસનું મરણ સફળ કહેવાય છે.
અત્યંત સંકટગ્રસ્ત પુરુષે પણ વિષાદ પામવો નહીં. અરે ! છોડીને ચાલી ગયેલી લક્ષ્મી ઘડીકમાં જ પાછી આવી મળે છે.
જે વિષમ દશા ભોગવતો હોય અને જેનો પુરુષાર્થ નષ્ટ થયો હોય તેવા પુરુષને સહેવું પડતું દુઃખ પણ તેની પ્રિયતમાના સંગમાં સુખ બની જાય છે. કર્મફળની અનિવાર્યતા
હે ગૃહસ્વામિની, એ પ્રમાણે સાંભળીને મારો પ્રિયતમ એ ગીતના ભાવાર્થથી પ્રેરાઈને મને કહેવા લાગ્યો, “હે વિશાળ નિતંબવાળી પ્રિયા, તું મારાં આ વચનો પ્રત્યે ધ્યાન આપ : હે કાળા, સુંવાળા, લાંબા કેશકલાપવાળી પ્રિયા, જેનું રહસ્ય નિગૂઢ છે તેવાં પૂર્વે કરેલાં કર્મોના પરિણામથી નાસી છૂટવું hઇ રીતે શક્ય નથી.
ગમે ત્યાં નાસી જનાર પણ, હે પ્રિયા, કૃતાંતને વશ અવશ્ય થાય છે; તેના પ્રહારોથી સંતાવાનું કરનાર કોઈ પણ માણસ પ્રારબ્ધ કર્મફળને અટકાવી શકતો નથી.
જો ગ્રહો અને નક્ષત્રવૃંદના સ્વામી અમૃતગર્ભ ચંદ્રને પણ આપત્તિ આવી પડતી હોય છે, તો પછી સામાન્ય માણસનો તો ક્યાં શોક કરવો ?
પોતે જ કરેલાં કર્મ નું પરિણામ ક્ષેત્ર, દ્રવ્ય, ગુણ અને કાળ પ્રમાણે, સુખદુ:ખનાં ફળ રૂપે પ્રાપ્ત થાય છે, તેમાં બીજો કોઈ તો માત્ર નિમિત્ત બને
તો હે સુંદરી, તું વિષાદ ન ધર ; આ જીવલોકમાં કોઈ કરતાં કોઈથી પણ સુખદુ:ખની પ્રાપ્તિ કરાવનારું વિધિનું વિધાન ઓળંગી શકાતું નથી.
આમ, હે ગૃહસ્વામિની, એ દશામાં પ્રિયતમના સમજાવટનાં વચનોનો