________________
તરંગલોલા
તપાવેલા સુવર્ણની કાંતિ ધરતી અને પુષ્પોની આસપાસ ગૂંજતા ભ્રમરોવાળી અસનવૃક્ષની ડાળીથી તેને ધીમે ધીમે પવન નાખવામાં આવતો હતો.
વીર સૈનિકોના ઓળખચિહ્ન સમા અને સંગ્રામમાં પ્રાપ્ત અંગલેપ સમા, છાતીએ ઝીલેલા, પ્રશસ્ત પ્રહારો વડે તેનું આખું અંગ ચીતરાયેલું હતું.
અનેક યુદ્ધોમાં ભાગ લઈને રીઢા થયેલા ચોરસુભેટોના સમૂહથી, કાળપુરુષો વડે યમરાજની જેમ, તે વીંટળાયેલો હતો. તે ઘુવડ જેવી આંખો વાળો, પાટાથી વીટલી મોટી પીંડીવાળો, કઠોર સાથળ અને પુષ્ટ કમર વાળો હતો.
મરણના ભયથી ત્રસ્ત, ધ્રૂજતાં અમે તે વેળા તેને કરસંપુટની અંજલિરૂપી ભેટ ધરીને તેનું અભિવાદન કર્યું.
દૃષ્ટિને સંકોચીને અમારામાં ભય પ્રેરતો, અનિમિષ નેત્રે, વાઘ હરિણયુગલને જુઓ તેમ, તે અમને નિહાળી રહ્યો.
ત્યાં રહેલા ચોરસમૂહો પણ અમારાં રૂપ, લાવણ્ય અને યૌવનને તેમની સ્વભાવતઃ રૌદ્ર દૃષ્ટિથી જોતાં વિસ્મિત થયા.
અનેક ગાય, સ્ત્રી ને બ્રાહ્મણોનો વધ કરીને પાપમય બનેલી બુદ્ધિથી જેનું હૃદય નિષ્કપ અને નિવૃત્ત થઈ ગયું છે તેવા તે ભીષણ સેનાપતિએ અમારું નિરીક્ષણ કરતાં કરતાં પાસે રહેલા એક ચોરના કાનમાં નિષ્કપ સ્વરે કશોક સંદેશો કહ્યો. : “ચાતુર્માસ સમાપ્ત થતાં સેનાપતિઓએ સ્ત્રીપુરુષની જોડી વડે દેવીનો જાગ કરવો એવી પ્રથા છે. તો નોમને દિવસે જાગમાં આ યુગલનો વધ કરવાનો છે. એટલે તેઓ પલાયન ન થઈ જાય તે રીતે તું તેમની સંભાળથી ચોકી રાખજે.”
આ સંભળીને તરત જ મારું હૃદય મરણના ભયથી મિશ્રિત અને ઉત્તરોત્તર વિસ્તરતા એવા શોકથી ભરાઈ ગયું. પદ્રદેવ બંધનમાં
પછી પોતાના સ્વમીનું વચન હાથ જોડીને સ્વીકારીને તે ચોરયુવાન અમને તેના રહેઠાણે લઈ ગયો. વગરવાંકે શત્રુ બનેલા તે ચોરે મારા પ્રિયતમના