________________
તરંગલોલા
સાથળ સુપ્રમાણ હતા. વક્ષ:સ્થળ સોનાની પાટ જેવું સમતલ, વિશાળ, માંસલ અને પહોળું હતું.
બાહુયુગલ સર્પરાજની ફણા જેવું દીર્ઘ, પુષ્ટ અને દૃઢ હતું.
જાણે બીજો ચંદ્ર હોય તેવો, પૂર્ણ ચંદ્રસમા મુખ વડે ચંદ્ર કરતાં પણ વધુ પ્રિયદર્શન હોઈને સ્વૈરેણીઓના વદનકુમુદને તે વિકસાવતો હતો.
૪૪
રૂપ, યૌવન અને લાવણ્યથી સમૃદ્ધ શ્રીને લીધે ત્યાં રહેલી તરુણીઓ તેની પાસે સુરતક્રીડાની માગણી કરવા લાગી. ત્યાં એવી એક પણ યુવતી ન હતી જેના ચિત્તમાં એ શરદ૨જનીના અંધકારવિનાશક પૂર્ણ ચંદ્ર સમો તરુણ પ્રવેશ ન પામ્યો હોય.
દેવોમાં આવો તેજસ્વી કોઈ હોતો નથી, એટલે આ કોઈ દેવ નથી લાગતો,' એ પ્રમાણે અનેક લોકો તેની પ્રશંસા કરતા હતા.
જેનું આખું અંગ ક્રમશઃ દર્શનીય છે તેવો તે તરુણ પેલા ચિત્રપટ્ટ પાસે આવીને જોવા લાગ્યો અને ચિત્રકલાની પ્રશંસા કરતો તે બોલ્યો :
‘ચોતરફ ઊઠતાં વમળોથી ક્ષુબ્ધ જળવાળી, સ્વચ્છ ધવળ તટપ્રદેશવાળી આ સાગરપ્રિય નદી કેટલી સરસ આલેખી છે !
ભરપૂર મકરંદવાળા કમળવનથી વ્યાપ્ત કમળસરોવરો, તથા પ્રચંડ વૃક્ષોવાળી અને વિવિધ અવસ્થા વ્યક્ત કરતી આ અટવી પણ સુંદર ચીતરી છે.
વળી વનમાં શરદથી માંડીને હેમંત, વસંત અને ગ્રીષ્મ સુધીની ઋતુઓનું પોતપોતાનાં ફળફૂલ સાથે ચારુ આલેખન કર્યું છે.
આ ચક્રવાકયુગલ પણ, પરસ્પર સ્નેહબદ્ધ અને વિવિધ અવસ્થાઓ દર્શાવતું કેવું રમણીય છે ! જળમાં, કાંઠા ૫૨, અંતરિક્ષમાં અને પદ્મિની પાસે રહેલું, તે નિરંતર સમાન અનુરાગવાળું રમતુંભમતું બતાવ્યું છે.
—
સુંદર, બેઠી ગ્રીવાવાળો, સ્નિગ્ધ મસ્તકવાળો, દૃઢ અને કિંશુક પુષ્પના ઢગ સમા શરીરવાળો ચક્રવાક જેવો પ્રશસ્ય દીસે છે.