________________
તરંગલોલા
૬૪
| વિકસિત કમળસરોવરમાંથી બહાર આવેલી પણ કમળરહિત કરવાની લક્ષ્મી સમી મને તે હાસ્યથી વિકસતા સરસ મુખકમળ, અનિમિષ નેત્રે જોઈ જ રહ્યો.
લજ્જાથી નમેલાં, અરધાં તીરછાં વળેલાં, હાસ્યથી પુલકિત અંગો સાથે હું પણ તેને ક્ષોભપૂર્વક તીરછી આંખે કટાક્ષથી જોતી હતી, અને તેની દષ્ટિ પડતાં મારી દૃષ્ટિ નીચી ઢાળી દેતી હતી. પ્રિયતમના બધાં અવસ્થાંતરોમાં સુંદર અને અતિશય કાંત એવા રૂપથી મારી કામના પરિપૂર્ણ થઈ.
તેના દર્શનથી ઉદ્ભવેલી, પ્રીતિરૂપી ધાન્યની ઉત્પાદક, પરિતોષરૂપી વૃષ્ટિ વડે મારું હૃદયક્ષેત્ર તરબોળ બની ગયું. તરંગતીના સાહસથી પઘદેવની ચિંતા
પછી પ્રિયતમે મને કહ્યું, “તેં આવું સાહસ કેમ આદર્યું? કૃશોદરી, મેં તને કહ્યું તો હતું કે વડીલની સંમતિ મળે ત્યાં સુધી પ્રતીક્ષા કરજે.
તારો પિતા રાજવીનો માનીતો છે, શ્રીમંત છે, વેપારીઓના મંડળમાં તેનું વચન માન્ય હોય છે, તેનું મિત્રમંડળ ઘણું મોટું છે અને તે નગરશેઠ પણ છે.
આ અવિનાની જાણ થતાં તે તારા ગુણ અને વિનયને બાધા પહોંચાડશે અને મારા પર રૂઠતાં તે મારા આખા કુળનો ઉચ્છેદ કરશે.
માટે તેને તારા અહીં આવ્યાની જાણ થાય તે પહેલાં જ તું તારા ઘેર પાછી ફર. હું કોઈક યોગ્ય ઉપાય વડે તારી પ્રાપ્તિ થાય તેવું કાંઈક કરીશ. હે સુંદરી, આપણે ગુપ્તપણે નાસી જઈએ તોપણ તારો પિતા તકેદારી રાખનારા જાસુસોની કામગીરી દ્વારા જાણી લેશે તેમાં કશો સંદેહ નથી.” નાસી જવાનો નિર્ણય
એ જ વખતે ત્યાં કોઈક પુરુષ ગીત ગાતો ગાતો રાજમાર્ગ ઉપરથી પસાર થયો. હે ગૃહસ્વામિની, તેના ગીતનો અર્થ આવો હતો :
સામે પગલે ચાલીને આવેલી પ્રિયતમા, યૌવન, સંપત્તિ, રાજવૈભવ અને વર્ષાઋતુની ચાંદની એ પાંચ વસ્તુનો તરત જ ઉપભોગ કરી લેવો.