________________
૬૭
તરંગલોલા
નૌકાપ્રવાસ
જળતરંગો પર નાચતી કૂદતી વછેરીની જેમ જતી નાવમાં, ઝડપથી ચાલતાં હલેસાંથી તૃત વેગે અમે આગળ જઈ રહ્યાં હતાં.
કાંઠેનાં વૃક્ષો, આગળ જોઈએ તો ફુદરડી ફરતાં લાગતાં હતાં ; તો પાછળ જોતાં તે નાસી જતાં હોય તેવો આભાસ થતો હતો.
વહન અતિશય મંદ હોવાથી, કાંઠેનાં વૃક્ષો વાયુને અભાવે નિષ્કપ હોવાથી, પક્ષીઓના બોલ પણ ન સંભળાતા હોવાથી યમુનાએ જાણે કે મૌનવ્રત લીધું હોય એમ લાગતું હતું.
એ વેળા, હવે ભીતિમુક્ત થતાં, પૂર્વના પરિચયથી વિશ્વસ્ત બનેલો પ્રિયતમ મારી સાથે હૃદયને ઠારે તેવો વાર્તાલાપ કરવા લાગ્યો. તેણે કહ્યું, ‘પ્રિયે, ભીરુ, ચિરકાળથી વિખૂટાં પડેલાં આપણો ઈષ્ટ સુખ આપનારો સમાગમ કેમેય કરીને પુણ્યપ્રભાવે થયો છે.
સુંદરી, તે જો સમાગમ સાધવા માટે ચિત્રપટ્ટ ન કર્યો હોય તો આપણે આપણાં બદલાયેલાં રૂપને કારણે એકમેકને કદી ઓળખી ન શક્યા હોત. હે કાન્તા, તે ચિત્રપટ્ટ પ્રદર્શિત કરીને મારા પર જે અનુગ્રહ કર્યો, તેથી આ પુનર્જીવન સમો પ્રેમસમાગમ પ્રાપ્ત થયો.'
આ પ્રકારનાં, શ્રવણ અને મનને શાતા આપતાં અનેક મધુર વચનો પ્રિયતમે મને કહ્યાં, પણ હું પ્રત્યુત્તરમાં કશું જ બોલી ન શકી. ચિરકાળના પરિચિત પ્રસંગોને કારણે તેને મેં જીતી લીધો હોવા છતાં, હું અતિશય લજ્જા ધરતી, મારું મુખકમળ આડું રાખીને, ઢાળેલી નજરે કટાક્ષપૂર્વક તેને જોતી હતી. વાણી મારા કંઠમાં જ અટવાતી હતી ; રતિની ઉત્સુકતાને લીધે મારું હૃદય ધડકધડક થતું હતું ; મારા મનોરથ પૂરા થવાનાં મંડાણ થતાં હોઈને કામદેવે મને ઉત્તેજિત કરી મૂકી હતી. તરંગવતીની આશંકા
દેહાકૃતિએ પ્રસન્ન અને અંગે પુલકિત બનેલી હું નાવના તળિયાને પગથી ખોતરતી પ્રિયતમને કહેવા લાગી, “હે નાથ, હું પોતે અત્યારે તને કોઈ દેવતાને કરતી હોઉં તેમ નિવેદન કરી રહી છું : હું હવે તારાં સુખદુ:ખની ભાગીદાર